કોલેજગર્લ - ભાગ-7 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોલેજગર્લ - ભાગ-7

ભાગ 7 શરૂ....

હવે આ રિઝોર્ટમાં ઉપરા ઉપર થયેલા ત્રણ મર્ડર થી ઇન્સ્પેકટર અક્ષયનો મગજ એકદમ ગરમ થઇ જાય છે અને છેવટે તે આ કેસને કોઈ પણ કિંમત ઓર સોલ્વ કરવાનું નક્કી કરે છે.

"આ બધા મર્ડર માં એક વાત કોમન છે બધી ડેડ બોડી એકદમ કપડાં વગરની નગ્ન હાલતમાં જોવા મળે છે ને રૂમ માં તપાસ કરતા એક સબૂત પણ નથી મળતું" ઇન્સ્પેકટર અક્ષયે મનમાં જ વિચાર્યું.

"અને આ બધા ડેડ બોડી ના પોસ્ટમાર્ટમ રિપોર્ટ માં આ મર્ડર રાત્રીના 2.30 વાગ્યે જ થયા છે એવું આવે છે. રાત ના 12 વાગતા ઇન્સ્પેકટર અક્ષય પાછા તેમના રૂમ માં ચાલ્યા જાય છે.હવે જેવા રાત ના 2 વાગે છે તેમના રૂમની બારીઓ પવનથી ખખડવા લાગે છે.એકાએક લાઈટ લબક-ઝબક થવા લાગે છે અને કોઇ છોકરી જોર જોરથી રડતી હોય એવો અવાજ આવવા લાગે છે.પણ ઇન્સ્પેકટર અક્ષય આ બધી વાત ઉપર ધ્યાન ના આપીને સુઈ જાય છે.થોડીક વાર માં સાવ સન્નાટો થઈ જાય છે.હવે ઇન્સ્પેકટર અક્ષય જેવા ઉભા થવા જાય છે તેમની સામે એક લોહી અને માંસ થી લબડેલો ચહેરો સામે આવી જાય છે.અને ત્યાં જ ઇન્સ્પેકટર અક્ષય બેહોંશ થઈ જાય છે.અને ત્યારબાદ સવાર પડી જાય છે અને સવારે વેઈટર આવે છે.

"સર ચા! આવી ગઈ છે" સવાર પડતા વેઇટરે ઇન્સ્પેકટર અક્ષયને કહ્યું.

"હા અહીંયા મૂકી દો!" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

"અરે કાલે રાત્રે મારી સાથે જે થયું હતું તે એકદમ અલગ જ હતું.આ રૂમમાં કોઈ મને બીવડાવવાની તો કોશિશ નથી કરતું ને?ચાલ ને ગાર્ડ ને જ પૂછી આવું કે કોઈ રાત્રે મારા રૂમ નંબર.67 માં કોઈ આવેલું કે નહીં?" અક્ષય મનોમન વિચારતા બોલ્યા.

"ગુડ મોર્નિંગ સાહેબ!" ગાર્ડ બોલ્યો.

"ગુડ મોર્નિંગ!કાકા રાત્રે કોઈ રિઝોર્ટમાં આવેલું મારા રૂમ તરફ?" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને પૂછ્યું.

"ના સાહેબ મારી દરરોજ ની રાત ની જ ડયુટી હોય છે અને કાલે રાત્રે તો કોઈ નહોતું આવ્યું પણ કેમ સાહેબ શું થયું કે તમે આવો સવાલ પૂછો છો? કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે?" ગાર્ડે ઇન્સ્પેકટર અક્ષયને પૂછ્યું.

"ના કોઈ વસ્તુ નથી ચોરાઈ પણ મારી સાથે કાલે એક ખરાબ ઘટના બની" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને કહ્યું.

"કેમ સાહેબ શું થયું?" ગાર્ડે ઇન્સ્પેકટર અક્ષયને પૂછ્યું.

"અરે કાલે રાત્રે મારી રૂમ માં કોઈ છોકરીનો રડવાનો અવાજ આવતો હતો અને પછી હું જેવો ઉભો થવા ગયો કે તરત જ એક લોહી વાળો માંસ વાળો ચહેરો તરત મારી સામે આવ્યો અને પછી હું બેહોંશ થઈ ગયો" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને કહ્યું.

"તો સાહેબ તમને પણ આ અનુભવ થઈ ગયો" ગાર્ડે કહ્યું.

"તમને પણ આ અનુભવ થઈ ગયો મતલબ તમેં પણ આ અનુભવ કરી ચુક્યા છો?" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને પૂછ્યું.

"બેટા હું અહીંયા જ્યારે નો રિઝોર્ટ બન્યો ત્યારથી કામ કરૂં છું મને યાદ છે હું જ્યારે 21 વર્ષ નો હતો ત્યારે હું આ રિઝોર્ટ માં ગાર્ડ ની નોકરી કરવા આવેલો અને આજે હું 55 વર્ષનો થઈ ચૂક્યો છું અને આ રિઝોર્ટ માં આવી ઘટનાઓ મારી માટે તો એકદમ સામાન્ય છે." ગાર્ડે ઇન્સ્પેકટર અક્ષય ને કહ્યું.

"એટલે તમે એમ કહો છો કે કાલે મેં જે જોયું એ આત્મા હતી?" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને પૂછ્યું.

"હા બેટા એ આત્મા હતી અને એ આત્માને ન્યાય જોઈએ છે" ગાર્ડ બોલ્યો.

"અરે વોટ નોન સેન્સ!હાલના આ આધુનિક જમાનામાં આત્મા!અરે આ ભૂત,આત્મા આવું કઈ નથી હોતું આ બધા તો મનના વહેમ છે" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને ગુસ્સેથી કહ્યું.

"અરે બેટા તું ભગવાન માં વિશ્વાસ રાખ છો કે નહીં?"

"હા ભગવાન માં તો હું માનું છું" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યો.

'"તો પછી તારે ભૂત અને આત્મા માં પણ માનવુ પડશે જેમ તું ભગવાન ને માન છો એમ આત્માને પણ માનવી પડશે કારણ કે ભગવાન અને આત્મા બન્ને દેખાતા નથી પણ ભગવાન તપ કરીને મળે છે અને આત્મા એટલે જેની જીવતે જી કોઈ ઇરછા અધૂરી રહી ગઈ હોય એને મર્યા પછી મોક્ષ નથી મળતો એટલે તે આત્મા બનીને પોતાના ન્યાય માટે ભટકે છે." ગાર્ડે ઇન્સ્પેકટર અક્ષયને સમજાવતા કહ્યું.

"તો હવે મેં તો આ આત્માનું કાંઈ બગાડ્યું નથી હું આ માનસી અને જયદીપ અને મેનેજર ના મર્ડર કેસ બાબતે અહીંયા ઇન્સવેસ્ટીગેશન માટે આવેલો છું તો આ આત્મા ને મારી પાસેથી શું જોઈતું હશે?" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને પૂછ્યું.

"બેટા અવાર નવાર અહીંયા રિઝોર્ટ માં આવી મોત તો પહેલેથી થયા જ કરે છે પણ પહેલા જે ઇન્સ્પેકટર હતો એ એકદમ હરામી હતો એને રિઝોર્ટ માં આવેલી કોઈ પણ છોકરી ગમી જાય તો તે વેઇટર પાસે બંદૂક ની નોક પર તે છોકરીના રાત ના જમવામાં ઊંઘ ની ગોળી ભેળવી દેતો અને પછી તે છોકરીઓને પોતાની હવસ નો શિકાર બનાવતો.અને તે પોતે જ અહીંયા નો ઇન્સ્પેકટર હતો એટલે અમે તેને કાંઈ કહી પણ નહોતા શકતા પણ સદનસીબે હમણાં 3 મહિના પહેલા જ તેનું કાર એક્સીડેન્ટ થયું અને તેનું મૃત્યુ થયું અને પછી તું નવા ઇન્સ્પેકટર તરીકે આવ્યો." ગાર્ડે ઇન્સ્પેકટર અક્ષય ને કહ્યું.


ભાગ 7 પૂર્ણ.....


હવે ઇન્સ્પેકટર અક્ષય આ ગાર્ડ સાથે વાત કરીને શું કોઈ એવા સબુતો અને વાતો વિશે જાણી શકશે જે ઇન્સ્પેકટર અક્ષય ને આ કેસમાં મદદ કરે? અને શું આ ગાર્ડ તેને આ ટ્રિપલ મર્ડર કેસ નો કોયડો સોલ્વ કરવામાં મદદ કઈ શકશે આ જાણવા માટે વાંચતા રહો"કોલેજગર્લ-રહસ્ય મોતનું".


રેટ કરો અને રિવ્યુ આપો

Anil shiyal

Anil shiyal 1 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Ranjan Jagirdar

Ranjan Jagirdar 2 વર્ષ પહેલા

Hardas

Hardas 2 વર્ષ પહેલા

Sangitaben Vasava

Sangitaben Vasava 2 વર્ષ પહેલા