કોલેજગર્લ - ભાગ-3 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોલેજગર્લ - ભાગ-3

ભાગ 3 શરૂ...

“અરે દોસ્તો! ક્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો?” વિહાને બધાને પૂછ્યું.

વિહાન ને જોઈને રાધિકા અને સાહિલ અને નિકટ તેને ઓળખતા નથી હોતા.

“અરે આ છે વિહાન આપનો મિત્ર” અને જયદીપે વિહાન નો પરિચય કરાવતા બોલ્યો.

“ચાલો દોસ્તો તો આજે મારા ઘરે જઈએ” વિહાન બોલ્યો.

“હા તો ચાલો ત્યાં જઈએ” જયદીપ બોલ્યો.

બધા લોકો વિહાન ના ઘરે જાય છે અને વિહાન ના પપ્પા શંકરનાથ ને મળે છે બધા આખો દિવસ વાતો કરે છે અને સમય આવી જ રીતે વીતતો જાય છે.ને કોલેજનું એક વર્ષ વિતી જાય છે અને આટલા સમયમાં નિકિતા,માનસી,રાધિકા અને જયદીપ અને માનસી ખૂબ જ સારા મિત્રો બની જાય છે.

હવે કોલેજ નું પહેલું વર્ષ પૂરું થવાનું હોય છે એટલે જયદીપ અને વિહાન પ્રવાસ નું આયોજન કરે છે જેની અંદર બધા મિત્રો રિઝોર્ટ માં જવાના હોય છે.પણ રાધિકા ને આ પ્રવાસમાં નથી આવવું હોતું.

“અરે યાર ચાલ ને રાધિકા મજા આવશે” માનસીએ રાધિકાને કહ્યું.

“અરે ના યાર મારા પપ્પા નહિ માને” રાધિકા બોલી.

“અરે હું મનાવી લઈશ તારા મમ્મી પપ્પા ને મારી માટે તો આવ મજા કરીશું આજ દિવસો છે મજા કરવાના યાર” માનસી રાધિકા ને પ્રવાસ આવવા મનાવતા બોલી.

“હા બસ તો કાંઈ નહિ ચાલ હું આવીશ” રાધિકા એ માનસીને કહ્યું.

હવે સવાલ એ હોય છે કે કયા રિઝોર્ટ માં જવું એટલે ત્યારે બધા મિત્રો ગોલ્ડ રિઝોર્ટ ને પસંદ કરે છે.આ ગોલ્ડ રિઝોર્ટ ખૂબ જ મોટી જગ્યામાં જંગલ ની વરચે ફેલાયેલો હોય છે.આ રિઝોર્ટ નો ગેટ જુના રાજા રજવાડાઓનો હોય તેવો હોય છે.ત્યાં પ્રવેશ કરતા જ આજુબાજુ માં મસ્ત લીલાછમ ઝાડ અને અને ફુવારો હોય છે અને ત્યારબાદ 1 કિલોમીટર જેટલું પચુ અંદર જતા આવે છે એ રિઝોર્ટ!આ રિઝોર્ટ ની બહાર મોટો સ્વિમિંગ પુલ હોય છે જેમાં એક સમયે જ 200 થઈ પણ વધુ લોકો નહીં શકે છે.આ રિઝોર્ટ આખો કાચ નો બનેલો.હોય છે રિઝોર્ટ ની ભવ્યતા ખૂબ જ જોરદાર હોય છે.રિઝોર્ટ ની અંદર જુના ફોટા અને તેની કલા કારીગરી ખૂબ જ સરસ હોય છે.અને રિઝોર્ટ ની નીચે ને અગાસી માં એક સુંદર ગાર્ડન પણ બનાવવામાં આવેલું હોય છે.અને રાત્રે તો આ રિઝોર્ટ ની સુંદરતા કંઈક ઓર જ હોય છે.હવે આ બધા મિત્રો કોલેજ માંથી આ રિઝોર્ટ માં આવીને મોજ કરે છે મસ્તી કરે છે પણ આ પ્રવાસ આ બધા માટે શાપરૂપ બની રહે છે.કારણ કે રિઝોર્ટમાં એક રાત પછી જ રાધિકા નું રહસ્યમયી રીતે મૃત્યુ થઈ જાય છે.અને આ વાતની સૌથી પહેલી જાણ થાય છે વિહાનને!જ્યારે સવારે તે રાધિકાને બોલાવવા જાય છે ત્યારે રાધિકા બેડ પાસે નગ્ન હાલતમાં પડેલી હોય છે અને પોતાના જ હાથ ની નસ તેને કાપી નાખેલી હોય છે.આ જોઈને વિહાન એકદમ ગભરાઈ જાય છે અને તે જો જોરથી બુમો પડે છે.રાધિકાની ડેડ બોડી જોઈને બધા મિત્રો એકદમ ડરી જાય છે અને ઇન્સ્પેકટર પોતાની તપાસ આગળ હાથ ધરે છે આ તપાસ માં થોડાક દિવસો લાગે છે અને તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બધા મિત્રોને રિઝોર્ટ ના છોડવાનું કહેવામાં આવે છે.દિવસો જતા જાય છે અને બધા ના મનમાં એક જ સવાલ હોય છે કે આ કોલેજગર્લ નું મોટ થયું તો કેવી રીતે? થોડાક દિવસોમાં રાધિકાનું પોસ્ટ માર્ટમ રિપોર્ટ આવે છે અને રાધિકા ડ્રગ્સ એડિકટ હતી અને નશામાં તેને આત્મહત્યા કરી નાખી એવું પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવે છે મતલબ એ એક આત્મગ

હત્યા હતી તેમ સમજીને આ કેસ ને ક્લોઝ કરી દેવામાં આવે છે અને રાધિકા સાતગે રિઝોર્ટમાં આવેલા બધા મિત્રોને પણ આ કેસમાં થઈ દૂર કરવામાં આવે છે બધા લોકો હવે ઘરે જતા રહે છે.પણ હજુ સવાલ એ હોય છે કે હવે રાધિકાએ હકીકતમાં આત્મહત્યા કરી હતી કે પછી તેનું મર્ડર થયું હતું આ તેના મોત સાથે એક રહસ્ય બનીને જ રહી જાય છે.

ભાગ 3 પૂર્ણ.....


અહીંયા આ રિઝોર્ટમાં રાધિકાનું રહસ્યમયી રીતે મોત થઈ જાય છે અને કેસમાં પણ તેને આત્મહત્યા કરી છે તેવું સાબિત થઈ જાય છે પણ શું ખરેખર રાધિકાએ આત્મહત્યા કરી છે કે પછી વાત બીજી કાંઈક જ છે આ વાત તો તેના મોત સાતે રહસ્ય બનીને રહી ગઈ છે હવે આગળ શું થશે એ માટે વાંચતા રહો "કોલેજગર્લ-રહસ્ય મોતનું".

રેટ કરો અને રિવ્યુ આપો

Ashok Prajapati

Ashok Prajapati 9 માસ પહેલા

Mansi Shah

Mansi Shah 9 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 3 વર્ષ પહેલા

Hardas

Hardas 3 વર્ષ પહેલા