માઇક્રોફિક્શન VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઇક્રોફિક્શન

લાગણીઓને ધીમે ધીમે ઠેસ વાગી છે.


આજે નાની નાની લાગણીઓને ઠેસ વાગી છે.
ન સમજી શકાય એવી સ્થિતિ આવી છે.સ્મરણો હવે પોતાના જ રહ્યા.સંતાનો હવે વિદેશી થઈ ગયા.ધીમે ધીમે હવે લાગણીઓને ઠેસ વાગી છે.પોતાના પરિવારનું હલકું દુઃખ પણ સહેજે સમજી જતા. હવે ટાઈમ પણ પર્સનલ થઈ ગયાને કોન્ટેટી નહિ ક્વોલિટી ટાઈમ થઈ ગયા. લાગણીઓને ધીમે ધીમે ઠેસ વાગી છે.




દિવાળી આવવાની થાયને


દિવાળી આવવાની થાયને જંખના થાય,કોઈ જગ્યાએ ચલને ફરી આવું.કોઈ એકાદ પ્રકૃત્તિના સ્વરૂપને જોઈ આવું.થોડો સમય તેની સુંદરતાને આંખોમાં ભરી લઉંને પછી આવતા વર્ષ સુધી એ યાદ સપનામાં સાચવી રાખી લખ્યા જ કરું.દિવાળી આવે ને જંખના થાય કોઈ જગ્યાએ ચલને ફરી આવું.દિલની ગેહરાયમાં તેની સુગંધને સાચવી રાખીને મન ઉદાસ હોય ત્યારે યાદ કરી ચલ ફરીવાર એ જ પલ જીવી લઉં.દિવાળી આવવાની થાયને જંખના થાય,કોઈ જગ્યાએ ચલને ફરી આવું.કોઈ એકાદ પ્રકૃત્તિના સ્વરૂપને જોઈ આવું.




કોઈ તહેવાર આવેને પરિવાર સાંભરે.


કોઈ તહેવાર આવેને પરિવાર સાંભરે. થોડી થોડી વારે થતો નાનો વિરોધ સાંભરે.કોઈ તહેવાર આવેને પરિવાર સાંભરે. ભેગા મળી રસોઈ બનાવતાને જે બનતું એ જ ખાવું પડતું,પર્સનલ પસંદગીને અવકાશ ન્હોતો.કોઈ તહેવાર આવેને પરિવાર સાંભરે. ડોશીઓ આખા ગામની પંચાતને ચોવટ કરતી લસણ ફોલતીને શાક વિણતી. કોઈ તહેવાર આવેને પરિવાર સાંભરે. ગાર કરી ઘર સજાવતુને ખડીનો ધોળ કરી રંગરોગાન થતું. કોઈ તહેવાર આવેને પરિવાર સાંભરે.



જન્મ-મરણ


જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે ખુદ રડીએ છીએ ને મૃત્યુ પામીએ ત્યારે બીજા રડે છે...

આપણો પરિવાર,આપણા સંબંધો,સુખ-દુઃખ,મેહનતને નસીબ.આ બધું જ મળી આપણી જિંદગી રંગીન બને છે.

"રડીને હસાવનારા અમને છોડી ગયા"

એટલે પોતે પોતાના દુઃખ ભૂલીને પણ બીજાના દુઃખમાં સહભાગી બનનાર વ્યક્તિ.પોતાના પરિવાર પર દુઃખ આવી પડે તો પોતાના દુઃખને અંતરમાં છુપાવી,પરિવાર સાથે અડીખમ ઉભો રહેનાર વ્યક્તિ.

????????????????


બે રડવાના અવાજની વચ્ચેની જિંદગીમાં મનુષ્ય કેટલું બધું જીવે છે,કેટલું બધું હસેછે,કેટલું બધું રડે છે,કેટલા દુઃખ સહન કરે છે, કેટલા સંબંધો જોડે છે,ને કેટલાક તોડે પણ છે.

????????????????


તો કોઈ ખૂબ જ નાની જિંદગી ઈશ્વરની ઈચ્છા મુજબ જીવે છે તો કેટલાક જાતે જિંદગી ટૂંકાવી નાખે છે.તો કેટલાક મધ્યમ તો કેટલાક લાંબુ જીવન જીવે છે.

????????????????



ઈશ્વરે કેટલું બધું વિચારીને સમજીને દરેકની જિંદગી એકબીજાથી અલગ બનાવી છે.આપણે જેની ચાહત કરીએ, એ દૂર ભાગે. નથી ગમતું એ દોડીને આવેને જે વિચારીએ તેનાથી ઊલટું થાયને જે થાય એ આપણી પકડમાં ન રહે.

????????????????




જન્મને મરણની વચ્ચે હું ને આપણે બધા મારુ-મારુ કરીએ ને અંતે હાથમાં કોઈ કશું લઈ જતું નથી.કહે છે ને ગમે તેટલું કામ કરશું,કમાંશુ,કોઈને સાથ-સહકાર આપીશું તોય કોઈ 5 નાળિયેર નહિ બંધાવે.4જ બાંધશે.

????????????????

માટીનો માણસ માટીમાં ભળશે તોય મૃત્યુનો ડર ખૂબ જ સતાવેને હું તો કહું સતાવે જ ને જે માતાનું બાળક નાનું હોય ને મરણ પથારીએ હોય તો ડર તો લાગે જ.

????????????????

જે પિતાની પત્ની,સંતાનને માતા-પિતાનો પોતે એક જ સહારો હોયને એ મરણ પથારીએ હોય તો ડર તો લાગે જ ને.

????????????????

કોઈના જવાથી કશું પડી નથી રહેતું કે અટકતું નથી. પણ અઘરું થઈ પડે એ વાત સો ટકાની છે.ઉપરના બે ઉદાહરણ કહે છે માં વગરનું ઘરને પિતા વગરનું ઘર. રણમાં ઝૂંપડી જેવું કે જંગલમાં એકલા પડી જવા જેવું થાય.

????????????????

બસ,આજ જિંદગી છે ને આપણે બધાય બધી જ સચ્ચાઈ ખબર હોવા છતાં કેવી રીતે જીવીએ એ મને ને તમને ખબર જ છે.

જય શ્રી કૃષ્ણ