દાદીમાંનું અળવીતરૂં વ્યવહાર જોઈ અનંત પણ વિચારમાં મુકાઈ ગયો. અને રાત હોવાથી ત્યાથી ચાલ્યો ગયો.
દાદીમાંનો આ વ્યવહાર ક્યાંય અચાનક નહતો. થોડીવાર પહેલાં બનેલી ઘટનાંનો પરિણામ હતું.
થોડીવાર પહેલાં....
જેવી જ રેવા ઘરમાં પ્રવેશી એટલે દાદીમાંની નજર પાણીમાં તરબતર થયેલી, થોડી કાદવથી લતપત અને વેરવિખેરાયેલી રેવાને તરફ પડી. ના તેનાં મોં પર તેજ હતું કે ના તેની આંખોમાં આત્મવિશ્વાસની ચમક. રેવાની આવી હાલત જોઈ દાદીમાં ગભરાઈ ગયાં અને એકાએક રેવા પાસે આવી તેને ઉંમરનાં બાંધમાં ધ્રૂજતા અવાજે પુછ્યું " આ શું છે બેટાં?... તારી આવી હાલત? હું ક્યારની રાહ જોતી હતી. બસ તને શોધવા નિકળતી હતી અને તું આવી... (માથેં હાથ ફેરવી) શું થયું બેટાં.. બોલ ને..!" રેવાને આટલાં પ્રેમથી ભરેલાં શબ્દો સાંભળી પોતાને રોકી ના શકી. અને દાદીમાંને વળગી ઘૂંટણીયે પડી રડવાં લાગી. રેવાને આમ સાદ પાડીને રડતાં જોઈ દાદીમાં વધું વિચારમાં પડી ગયાં. અને વધારે પુછવાં પર રેવાએ બધી વાત જણાવવાનું શરું કર્યું. દાદીમાં પહેલાં તો દરેક વાતથી આશ્ચર્ય પામ્યાં. શું બોલે શું નહીં તે સમજાયું નહીં. અને પ્રકૃતિ તરફથી મળેલું વર્તન તો વધારે અચંબામાં મુકે તેવું હતું. દાદીમાંએ બે વખત રેવાને પુછ્યું " શું ખરેખર પ્રકૃતિ એ તને આ દરેક વાત બોલી છે?.. કેમકે હું તેને જન્મથી જાણું છું. તેનાં દરેક કાર્ય પાછળનું કારણ મને ખબર હોય છે. પણ આજે આ વાત પાછળનું કારણ મને સમજાતું નથી. " રેવાએ પોતાનાં આંસુ લૂછી કહ્યું " હા... મને પણ નથી ખબર કે તેણે મને આમ કેમ કહ્યું. હું જ્યારથી અનંતનાં ઘેરથી પાછી નિકળી કે તરત તે મને બહાર મળી હતી અને હું જેમ જ તેને કહેવાં લાગી કે અનંતે મને મારી યાદો પાછી આવી શકવાની વાત કરી છે કે તે પહેલાં જ તે મને આમ બધું બોલવાં લાગી. શું ખરેખર દાદી હું બધાં પર માત્ર બોજ છું?... શું દરેક લોકો મને દયાની નજરે જોવે છે?... શું ખરેખર મારો સ્વભાવ એટલો ખરાબ છે કે હું માત્ર મારાં સ્વાર્થ સિવાય કશું વિચારી ના શકું?... " રેવાનું મન ભરાઈને આંખોમાંથી વહેવા લાગ્યું. તરત રેવાએ ફરી ધીમાં અવાજે પુછ્યું " દાદી..માં... હું તમારાં પર પણ બ..બોજ છું?..."
" ચુપ... એકદમ ચુપ.... ફરી આવું ક્યારેય ના બોલતી. તું મારી દિકરી છે. વર્ષો પછી મને એક દિકરીનું સુખ મળ્યું છે. આટલાં વર્ષોથી હું એકલી જ જીવી રહી હતી જિંદગી પણ જ્યારથી તું આવી છું ત્યારથી મને મારું કહેવાનો હક્ક મળ્યો છે. મારું વેરવિખેર થયેલું જીવન તારી આસપાસ ફરતું થયું છે. અને તું કહે છે બોજ?...." દાદીમાંની આંખોમાં પાણી આવી ગયું. રેવાનું રુદન આજે દાદીમાંના મનને પણ રડાવી રહ્યું હતું. રેવાને દાદીમાં પ્રત્યે વિશ્વાસ ગાઢ બની ગયો. એટલામાં ઘરનો દરવાજો ખખડ્યો. રેવાને ઉભાં થવા જેટલી પણ હાલત નહતી એટલે દાદીમાં બારણું ખોલવાં જવાં લાગ્યાં. પણ રેવાએ તેમને અટકાવ્યાં" દાદી... ના ખોલશો... અનંત આવ્યો હશે. " " તને કેવી રીતે ખબર ?" દાદીમાં એ પુછ્યું. " બસ ખબર છે. કૌશલ મને ઘર સુધી મુકવા આવ્યો હતો એટલે તેને ખબર છે મારી હાલત. તો તે ચુપ બેસે તેમ નથી . તેણે જરૂર અનંતને મોકલ્યો હશે. " દાદીમાં આ સાંભળી વિચારમાં પડી ગયાં કે રેવા કૌશલની વાત આટલી વિશ્વાસથી કેવી રીતે કહી શકે?... પણ ધ્યાન ના આપતાં બોલ્યાં " પણ તું ના કેમ કહે છે?... આવ્યો છે તો સારું ને તારી ચકાસણી પણ થઈ જશે." " ના દાદી... મને કોઈને નથી મળવું. કોઈને નહીં. ... જો તમેં તેને ઘરમાં આવવાં કહ્યું તો હું આ ગામ છોડીને ચાલી જઈશ. હું નહીં રહી શકું અહીંયા!..." દાદીમાં આ વાત સાંભળી વિચારમાં પડી ગયાં અને રેવાની વાત માનતાં દરવાજો ખોલ્યો. બહાર ઉભેલાં અનંતને પાછો કાઢી મુક્યો.
હવેથી....
અનંત પોતાનાં ઘેર ચાલ્યો ગયો . સવાર પડતા કૌશલ અનંતનાં ઘેર પહોંચ્યો રેવાની ખબર પુછવાં. પણ અનંત સાથેનો વ્યવહાર સાંભળી કૌશલ આશ્ચર્યમાં પડી ગયો. " આ બધું શું થાય છે?... પહેલાં વગર વાતે વાતાવરણ બગડ્યું, પછી રેવા પાણીમાં ડૂબતાં બચી, તેને ભાન આવ્યું તો અજીબ વ્યવહાર કરવાં લાગી, મારાંથી દૂર ખસવા લાગી અને પછી તને પણ ઘરમાં ના જવાં દીધો! અને સૌથી ખરાબ વાત.... આખી રાત વીતી ગઈ પણ રેવાની તબિયત કેવી છે તે ખબર જ નથી!...." કૌશલ ગૂંચવાઈ ગયો. " સાચી વાત..કશુંક તો બન્યું છે જે આપણને ખબર નથી.. કાલે સવારે તો રેવા મારાં ઘેર આવી હતી. અને ઘરથી નીકળતાં ખુશ હતી. કેમકે તેને મેં કહ્યું હતું કે તેની હાલતમાં સુધાર છે. તેને પોતાની યાદો ક્યારેય પણ પાછી મળી શકે છે. પછી મારાં ઘેરથી નિકળી પછી શું થયું તે મને ખબર નથી. ..." અનંતે વાત વધારી. કૌશલ અને અનંત બંને વિચારમાં પડી ગયાં, છતાં કશું સમજાયું નહીં. રેવાનાં ઘેર જવાં જેટલી પણ હિંમત નહતી. "જે રીતે રાત્રે વર્તન થયું હતું જરૂર દાદીમાં આજે પણ ઘરમાં જવાં નહીં દે.." અનંતને કહ્યું. કૌશલ નિરાશા સાથે ત્યાંથી ચાલ્યો ગયો.
ચાલતાં ચાલતાં તેને રાતની આખી ઘટના યાદ આવવાં લાગી. " હજું સુધી એ નથી ખબર પડતી કે રેવા પાણીમાં પડી કેવી રીતે? અને તે બેભાન થઈ ત્યાં સુધી તેણે બહાર આવવાની કોઈ કોશિશ ના કરી હોય?... કોઈએ તેને જોઈ નહીં તે કેવી રીતે?... મારો તો જીવ નીકળી ગયો હતો તેને આમ જોઈને..." યાદ કરતાં કરતાં તેને પોતાની કહેલી વાતો યાદ આવી. પોતાને કોઈ પ્રત્યે આટલો ઢળતો જોઈ વિચિત્ર લાગ્યું. " અને હું જે બધું બોલ્યો તે?.... મેં તો પહેલાં કોઈ દિવસ આમ વિચાર્યું નહતું. હા એ વાત ખરી કે પહેલાં રેવા મને એક નજર પણ નહતી ગમતી પણ જ્યારથી મેં તેને સમજી છે ત્યારથી મારાં મનમાં તેની એક અલગ ઈજ્જત વધવા લાગી હતી. પણ મને તો ધ્યાન પણ નહતું કે ક્યારે રેવા મારાં માટે આટલી મહત્વ ધરાવવા લાગી!... ક્યારે મારી દરેક વાતો તેનાથી શરું અને તેના પર પુરી થવાં લાગી!... પોતાનું જીવન ક્યારે તેની આગળ પાછળ વંટોળાવા લાગ્યું યાદ જ નથી!.... શું ખરેખર રેવાને કશું થયું હો'ત તો હું પણ તૂટી જા'ત?... કદાચ હા,.... કાલે જ્યારે તેણે મને પોતાનાથી અળગો કર્યો મારો જીવ ઠરી ગયો હતો. એ સમયે તો સમજાયું નહતું પણ આજે વિચારું છું તો યાદ આવે છે કે રેવા ખરેખર મારાં માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. કેમ છે, ક્યારથી છે અને કેટલો હક્ક છે તે નથી ખબર બસ જાણે-અજાણે મારો એક અલગ સંબંધ જોડાય ગયો છે. એક સંબંધ વિશ્વાસનો, એક સંબંધ મદદનો, એક સંબંધ સ્વાર્થ વગર ચિંતા કરવાનો. અને આ સંબંધ હું ક્યારેય તોડી નહીં શકું કે ના તુટવા દઇશ. " કૌશલના નયનો ચમકથી ભરાઈ ગયાં. ચહેરાં પર એક ખુશીનું સ્મિત રેલાય આવ્યું. મનમાં હજારો પતંગીયા એકસાથે ઉડવા લાગ્યાં. હાથ-પગમાં ઝણઝણાટી થઈ ઉઠી. આકાશ રંગીન દેખાવા લાગ્યું અને બસ કહે- ના કહે, જાણે-અજાણે કૌશલ રેવાને સોંપાય ગયો.
બીજી તરફ રેવા પણ એ જ ઘટના વિશે વિચારી રહી હતી " કાલે મને શું દેખાયું હતું?... પેલું અસ્પષ્ટ સપનું... એ અવાજો કંઈક જાણીતાં લાગતાં હતાં. શું એ મારી જીંદગીથી જોડાયેલી ઘટનાં હતી?... મને એક ક્ષણ માટે મારાં પપ્પાને મળવાનો અનુભવ થયો. મને એક સંતોષ થયો જે વિચાર્યું હતું તેવો સુખદ અનુભવ થયો. મને યાદ તો નથી આખી વાત ... શું સંવાદ હતો ?.... મદદની જરૂર છે.... તને...તને યાદ કરી!.... હું તને યાદ છું.... અને કંઈક નામ પણ હતાં.. શું હતું?....ર...રોહ... શું નામ હતું! ( માંથું પકડી વિચારતાં) રોહન... હા, રોહન.....અને બીજું નામ પણ હતું નિયાં ..... ના... કંઈક એવું જ... નિ...નિયતિ ... બરાબર. શું છે આ નામનો સંપર્ક મારી સાથે?... રોહન અને નિયતિની શું છે કહાની?.." રેવા પોતાનાં ભૂતકાળની તદ્દન નજીક પહોંચી ગઈ હોવાં છતાં તેને યાદ નહતું. સાથે હતાં તો માત્ર બે નામ -રોહન અને નિયતિ. ધીમે ધીમે નિયતિ અને રોહનનાં પડછાયા રેવા પર પડી રહ્યાં હતાં.
પણ હમણાં તો વાત હતી કૌશલનું રેવાને મળવાની. કૌશલનાં મનમાં રેવાને મળવાની તીવ્ર ઇચ્છા હતી પણ રસ્તો નહીં. જોતજોતામાં બે દિવસ નીકળી ગયાં છતાં ના રેવાની કોઈ ખબર મળી કે ના રેવા નજરે ચડી. અધીરો બનેલો કૌશલ હવે રેવાને મળવાં આતુર હતો. અને આ જ અધીરાઈમાં તે રેવાની ઘરની નજીક આમતેમ ફરવાં લાગ્યો દાદીમાંની નજરમાં આ વાત આવતાં તે બહાર આવ્યાં. દાદીમાંને જોઈ કૌશલ પહેલાં તો ગભરાઈ ગયો પછી વિચારવા લાગ્યો કે બોલે શું એટલામાં દાદીમાં એ હાથ લંબાવ્યો અને બોલ્યાં " લે.... તું જે પ્રશ્નોના જવાબ શોધે છે તે તને માત્ર અહીંથી જ મળશે. " કૌશલે હાથ તરફ નજર કરી. એક નાની લાલ રંગની ડાયરી હતી. એ જ ડાયરી જે થોડાં સમય પહેલા રેવાને સોંપાય હતી પોતાનાં મનની વાતો લખવાં. કૌશલ કશું પુછે તે પહેલાં દાદીમાં ત્યાંથી જતાં રહ્યાં. કૌશલનાં હાથમાં ડાયરી અને મનમાં અનેક વિચારો ત્યાં જ ઉભાં જોતાં રહ્યાં. પણ આ ડાયરી કૌશલ સામેં ખુલતાં કેટકેટલી વાતો બહાર આવશે તે કોને ખબર હતી. કૌશલે ભીડભાડથી દૂર એક શાંત જગ્યાએ બેસી તે ડાયરી વાંચવાની શરું કરી...
પહેલાં પાને લખ્યું હતું...
" Dear diary, હું રેવા.... હા ખબર છે થોડું વિચિત્ર નામ છે પણ મારાં ઉદ્દગમ નર્મદાનાં નીરમાંથી થયું હતું ને એટલે.... આજે દાદીમાં એ તારી જોડે પહેલી વાર પરિચય કરાયો છે પણ ખબર નથીં કેમ એવું લાગે છે કે મારો અને તારો સંબંધ જૂનો છે... જાણે પહેલાં પણ હું તારી સાથે વાતો કરવાં આતુર બનતી હતી. મારી તો કિસ્મત જ ના જાણે કેવી છે!.. હું તો પોતાની જ જીંદગી ભૂલી ચુકી છું....એમ તો કહેવાં માટે મિત્રો ઘણાં છે પણ કોઈ અંગત નથી જેની સામે મન ખોલી શકું.. I hope we will become closest friends ..."
બીજાં પાને લખ્યું હતું...
" આજે ફરી મારી આંખો ભરાય આવી... શું થયું એમ ના પુછતીં...obviously પપ્પાની યાદ આવી. ખબર નહીં બસ અચાનક જ... યાર એવું નથી કે કોઈ મારી સાથે સારી રીતે વાત નથી કરતાં પણ અમુક ઘટનાઓથી મને ડર લાગે છે. જેમકે આજે... કૌશલ સાથે બહાર જવાનું હતું પણ બાઈક જોઈ મારું મન ગભરાઈ ગયું. તે બહું હસ્યો અને હસે પણ કેમ નહીં!.. કોઈને બાઈકથી બીક કેવી રીતે લાગી શકે!... પણ આજે મને પપ્પાને મળવાનું મન થાય છે. મમ્મીની સાડીનાં પાલવને જોરથી પકડી તેમની પાછળ પાછળ ફરવાનું મન થાય છે... ક્યારે મળીશ હું તેમને?...."
એક એક કરતાં પાનાં ફેરવતાં દરેક દિવસની રેવાનાં મનની વાતો સામે આવવાં લાગી.
" અરે આજે તો કમાલ જ થઈ ગયો... પેલો અડધો પાગલ કૌશલ આજે મારાં માટે રચનાદીદીનાં લગ્નમાં પહેરવાં સાડી લઈ આવ્યો... અને એ પણ મને ગમતી હતી તે..!.... Isn't it awesome?.. મતલબ જે વ્યક્તિ મારી સાથે હથિયાર લઈને લડવાં તૈયાર રહેતો હોય તે આજે કેટલો sweet લાગતો હતો!... ખબર નહીં શું થયું હતું તેને!... એટલે જ હું તેને પાગલ કહું છું.. ક્યારે શું વિચારતો હોય તેને પોતાને પણ ખબર નહીં હોય... દિવસની શરૂઆત તો સારી હતી પણ રચનાદીદીનાં વિદાયનું દુઃખ પણ છે.. બસ હવે ભગવાન કરે તેમનાં જીવનમાં ખુશીઓની વર્ષા થતી રહે..."
" આજે ફરીથી એ દ્રશ્યો સામે આવી ગયાં. એકદમ જ આંખે અંધારાં આવી ગયાં. ખબર નથી કેમ ઘડી ઘડી કોઈની મદદ તરફ હાથ લંબાવાનું મન થાય છે. હું કોઈને કહીશ તો મને ગાંડી સમજશે. પણ નદીનાં ખડખડ વહેતાં પાણી ઘણીવાર મને શાંતિ આપે છે પણ કેટલીય વાર મારું મન આશાંત પણ બનાવે છે... હું આજે બસ નદીને દૂરથી જોતાં વિચારતી રહીં કે આખરે હું તણાઈ કેવી રીતે?... અને મારાં માથાંનો ઘા શું છે?..."
" આજે તો બહું વિચિત્ર ઘટના બની... જોતાં જ માંરાં રૂંવાડા ઉભા થઈ ગયા. કૌશલ... અરે તે પોતાને જ હાનિ પહોંચાડવાની કોશિશ કરતો હતો!... કારણ તો ખબર નથી પણ તેની આંખોમાં અસહ્ય પીડા દેખાય આવી હતી. સાચું કહું તો મને પણ ભાન નથી કે મારો વ્યવહાર કેમ તેવો હતો પણ કૌશલને જોતાં મારી આંખોમાં પણ પાણી આવી ગયું. મને ભાન નહતું કે હું શું કરું શું નહીં... પણ મનમાં એક ઈચ્છા હતી કે બસ કોઈપણ રીતે હું કૌશલને તેનાં દુખથી અળગો કરું!... પૂછવું તો હતું તેને કારણ પણ મારો હક્ક શું એમ વિચારી રોકાય ગઈ."
રેવાનું મન જાણતાં જાણતાં કૌશલને પોતાનાં વિશે રેવાનાં મનનાં વિચારો જાણવાં મળી રહ્યાં હતાં. ચહેરાં પર મુસ્કાન તો જાણે ખસવાનું નામ જ નહતી લેતી. કૌશલે આગળ વાંચવાનું ચાલું રાખ્યું...
" અરે યાર... આ માણસ છે કે rainbow?.. કોણ તેમ ના પુછતી... કૌશલ બીજું કોણ... એકસાથે કેટલાં રંગ ભરાયેલાં છે આ છોકરાંમાં?!... મોટું કદ, કસાયેલા સ્નાયુઓ અને નાક પર ગુસ્સો લઈને ફરતો માણસ એક નાનાં છોકરાં જેટલો માસુમ અને કોમળ પણ હોઈ શકે?.... ઘણાં પ્રશ્નો હતાં ને મારાં મનમાં!... આજે તેણે બધાં પ્રશ્નોનાં જવાબ વગર પૂછે જ આપી દીધાં. પોતાનું મન મારી સામેં એમ ખોલ્યું જાણે એક બાળક આખી દૂનિયાની ફરિયાદ કરતું હોય... એક એક વાત તેનાં મનથી માંરાં મન સુધી પહોંચી રહી હતી... પણ મને એક વાત ના ગમી... તે રડી પડ્યો... મેં તેને હંમેશા નીડર અને સશક્ત સમજ્યો છે આમ કમજોર પડતાં જોઈ મને સારું ના લાગ્યું. પણ મને એક વાત બહું ગમી કે તેણે પોતાનાં આંસુઓ મારી સામે વહેડાવ્યાં. હંમેશા માણસ પોતાનું નબળું પાસું ભરોસાપાત્ર વ્યક્તિ સામે જ ખોલે.. અને આજે તે ભરોસો મારાં પ્રત્યે જોઈ મને ખુશી થઈ. અને એક સિક્રેટ કહું?... કૌશલ એકદમ નાનાં બાળકની જેમ ઊંઘે છે.. મારાં ખોળામાં માથું રાખી એમ ઊંઘતો હતો જેમકે વર્ષો પછી નિંદર આવી હોય... અને કદાચ એટલે જ હું તેને જગાડી ના શકી. આખી રાત માત્ર નર્મદાના વહેણને જોતી રહી અને જોતાં જોતાં મને મારો પરિવાર યાદ આવતો રહ્યો. "
" કોઈ દિવસ વિચાર્યું હતું ?..જે માણસ મારી સામે બંદૂક બતાવી શકે તે મને આટલો વ્હાલ આપી શકે?... આજે હું શેરસિંહજીનાં ઘેર ગઈ હતી. ખરેખર એક પિતાનો હાથ માથે હોવો કેટલો જરૂરી છે ને!.. અમીને જ્યારે હું તેનાં પિતા પાસે જોઉં છું ત્યારે મને તમારી યાદ આવે છે પપ્પા. હા મને મમ્મીની પણ યાદ આવે છે પણ દિકરીને પપ્પા થોડાં વધારે વ્હાલાં હોય કદાચ એટલે ઘડી ઘડી તીવ્ર ઈચ્છા થાય છે તમને મળવાની. હજું કેટલાં દિવસ હું એકલી દૂનિયાનો સામનો કરું?... મને તમારી જરૂર છે... please come soon..."
પાછળનું પાનું ફાટેલું હતું. શું લખેલું હતું ખબર નહીં પણ તે લખાણને બહાર આવતાં રોકવાની કોશિશ જણાય રહી હતી. પણ પાછળનું એક છેલ્લાં પાને લખેલું હતું...
" આજે હું મજબુર હતી. હા મારે દાદીમાં વિશે વિચારવું જોઈતું હતું પણ હું હવે આ ગામમાં રહેવાં નથી ઈચ્છતી. મને કોઈનાથી મતલબ નથી. મને હવે નથી ફર્ક પડતો કોણ મારાં વિશે શું વિચારે છે પણ મને માત્ર મારો પરિવાર જોઈએ છે. જે માત્ર મારો હોય... એટલે જ આજે મેં નર્મદા માંને પોતાની જાત સોંપવાની કોશિશ કરી હતી. હા જાણી જોઈને નદીમાં કૂદવું એ સમાધાન નહતું પણ તે ક્ષણે મને કશું સમજાતું નહતું એટલે મેં.... પણ ખબર નહીં કેવી રીતે કૌશલ ત્યાં આવી ગયો અને ફરીથી મને બચાવી લીધી.... શું કામ!... મને કોઈની મદદની જરૂર નથી. કૌશલની પણ નહીં. હા પહેલાં મારું મન કંઈક બીજું વિચારવા વળતું હતું પણ હવે નહીં... કોઈથી મારો સંબંધ નથી.. હું સમજી ગઈ છું કોઈ પોતાનું નથી... ના વંદિતા.. ના રચના... કે પછી ના કૌશલ...."
કૌશલનું મન હચમચી ગયું વાંચીને.. તેનાં મનમાં હજારો પ્રશ્નોનો ફરવાં લાગ્યાં. " એવું તો શું થયું કે રેવાએ પોતાનો જીવ લેવાની કોશિશ.... અને બધાથી સંબંધ તોડવાની વાત કેમ કરી?.. શું હતું આ ફાટેલાં પાનાં પર ?... " કૌશલને જેટલાં જવાબ મળ્યાં તેનાથી વધારે પ્રશ્નો મળ્યાં.
જવાબ શોધવાનાં રસ્તામાં કોનાં અને કેટલાં સત્યો સામેં આવશે કોને ખબર....
ક્રમશઃ