Abhyarchan - 2 books and stories free download online pdf in Gujarati

અભ્યર્ચન - 2

કવિતા ક્યારેક શાંત જળાશય પર ધ્યાનસ્થ હોય છે, તો ક્યારેક શિવા સમીરની જેમ મંદ મંદ લહેરાતી આવે છે, ક્યારેક ઊંડી ખીણોમાં પડઘાતી સંભળાય છે, ક્યારેક ઝરણાં જેમ હસતી રમતી- ક્યારેક નદીઓ જેમ ધસમસતી આવે છે, ક્યારેક એને સાગર જેમ ઘૂઘતી, શહેરની ભીડમાં અટવાતી જોઈ છે. આવી જ કોઈ પળોમાં એ આવીને કવિના સદનસીબે કાગળ પર ઉતરે છે, ત્યારે કવિને અનેરો આનંદ થાય છે. આપ સૌ મિત્રોએ અભ્યસ્ત, અભ્યંતર, અને અભ્યર્ચન માં મારી રકવિતા ક્યારેક શાંત જળાશય પર ધ્યાનસ્થ હોય છે, તો ક્યારેક શિવા સમીરની જેમ મંદ મંદ લહેરાતી આવે છે, ક્યારેક ઊંડી ખીણોમાં પડઘાતી સંભળાય છે, ક્યારેક ઝરણાં જેમ હસતી રમતી- ક્યારેક નદીઓ જેમ ધસમસતી આવે છે, ક્યારેક એને સાગર જેમ ઘૂઘતી, શહેરની ભીડમાં અટવાતી જોઈ છે. આવી જ કોઈ પળોમાં એ આવીને કવિના સદનસીબે કાગળ પર ઉતરે છે, ત્યારે કવિને અનેરો આનંદ થાય છે. આપ સૌ મિત્રોએ અભ્યસ્ત, અભ્યંતર, અને અભ્યર્ચન માં મારી રચનાઓ પસંદ કરી છે. તેનો મને આનંદ છે. આજે આવી જ થોડી રચનાઓ આપ સમક્ષ રજુ કરું છું, આશા છે આપ સૌને પસંદ આવશે. ચનાઓ પસંદ કરી છે. તેનો મને આનંદ છે. આજે આવી જ થોડી રચનાઓ અભ્યર્ચન 2 રૂપે આપ સમક્ષ રજુ કરું છું, આશા છે આપ સૌને પસંદ આવશે.

1

અમને મળી

કંઇક સારી ગ્રહ-દશા અમને મળી,

કંઇક લખવાની રજા અમને મળી.

આ સવાર નિચોવતી રહી રાતને,

ઓસ જોવાની મજા અમને મળી.

ક્યાંક છીછરા પાણીમાં ડૂબી જતે,

બાંધી પરપોટે હવા અમને મળી.

એક ધમાકે ધ્વસ્ત થઇ દુનિયા, છતાં

એક ફરફરતી ધજા અમને મળી.

મન થયું કે ઘર ગઝલનું માંડીએ, પ્રવીણ

ક્યાંક મોકાની જગા અમને મળી.

2

મૂળ મુદ્દો

મૂળ મુદ્દો લક્ષ્યનો કહેવાય છે,

વધ હમેશાં મત્સ્યનો કહેવાય છે.

વૈદ્ય કહેશે કે પડીકા આપું, પણ

મૂળ મુદ્દો પથ્યનો કહેવાય છે.

લોક તો ઇતિહાસને જોયા કરે,

મૂળ મુદ્દો તથ્યનો કહેવાય છે.

ભૂત કે ભાવી પ્રભાવી હોય, પણ

મૂળ મુદ્દો મધ્યનો કહેવાય છે.

રાગના વિસ્તાર બાબત જોયું કે,

મૂળ મુદ્દો વર્જ્યનો કહેવાય છે.

હો નઝમ કે શાયરી કે હો ગઝલ, પ્રવીણ

મૂળ મુદ્દો પદ્યનો કહેવાય છે.

3

વાંધો પડ્યો

આ સમયને એ જ બસ વાંધો પડ્યો,

ક્યાંક વહેલો, ક્યાંક હું મોડો પડ્યો.

એ જ વાતે જિન્દગી નારાજ થઇ,

એક અસ્સલ પોત, ‘ને ડાઘો પડ્યો.

સાથ એવા લોકને મળતો રહ્યો,

જાણીતો રસ્તો છતાં ભૂલો પડ્યો.

આમ સઘળું શાંત લાગે છે હવે,

ત્યાં જ નીચા છાપરે પથરો પડ્યો.

કોઈ દુર્ગમ સ્થાન પર લઇ જાય છે,

એ જ રસ્તો આખરે લેવો પડ્યો.

જિન્દગીનું નાટ્ય જ્યાં આગળ વધ્યું, પ્રવીણ

ત્યાં જ બોલ્યું કોઈ કે પડદો પડ્યો.

4

રાત જોઈ છે

દૂર સન્નાટે સરકતી જોઈ છે,

રાતને હળવે વિચરતી જોઈ છે.

પહાડ, દરિયા કે સરોવર કે નદી,

રાતને પળ પળ પમરતી જોઈ છે.

ડાળ ડાળે, માળ માળે જોઈ છે,

વહાલથી એને મલપતી જોઈ છે.

ક્યાંક એ તરસે ઘટાઓ ઉજળી,

ક્યાંક ઘેલી થઇ વરસતી જોઈ છે.

સૂર્ય-કિરણો સોંસરા આવી ચઢે, પ્રવીણ

રાતની લીલા ઊતરતી જોઈ છે.

5

अच्छा लगता है

सबसे बातें करना अच्छा लगता है,
यूँ बेवजह मिलना अच्छा लगता है ।

कोई कहता क्या, कोई सुनता क्या है,
किसीको चूप रहना अच्छा लगता है ।

ना गलियाँ ना खिडकीयाँ हैं शहर में,
हमें गाँवमें बसना अच्छा लगता है ।

सरवर और सागर स्थिर क्यों खडे है,
ये नदीयों का बहना अच्छा लगता है ।

दिलकी बातें कहती हैं इशारों में, प्रविण
दो पलकों का झुकना अच्छा लगता है ।

6

जिद कर ली

अपनी राह पर चलने की जिद कर ली ।

हर मोसम में खिलने की जिद कर ली ।

रंगीन चहेरों की इस भीड में हमने;
अपनी पहचान रखने की जिद कर ली ।

हमने तो बात अपने दिल की कह दी;
कुछ उनसे भी सुनने की जिद कर ली ।

सूरज के ढलने पर रोते नहीं हम;
चाँद-तारों से मिलने की जिद कर ली ।

कहते हैं हर दिल में बसते हैं राम;
हमने इन्सान बनने की जिद कर ली।

गझल-संपुट के हम तो विक्रेता हैं; प्रविण
कुछ हमने भी लिखने की जिद कर ली।

7

વિચારી જોઈએ

પ્રેમ શું માગે વિચારી જોઈએ,

આદતે હર દિલ પૂજારી જોઈએ.

કે નજરના તીર વેધક હોય પણ,

સ્થિર મન, ધડકન કરારી જોઈએ.

જો ડર્યા, તો પ્રેમને ભૂલી જજો,

જોઈએ, થોડી ખુમારી જોઈએ.

પ્રેમ સામે ઔષધી નાકામ છે,

જિન્દગીભર એ બીમારી જોઈએ.

એકપક્ષી પ્રેમને નિર્જીવ કહ્યો, પ્રવીણ

બેઉ પક્ષે બેકરારી જોઈએ.

8

અઘરું પડે

કોઈ કહે તે માનવું અઘરું પડે,

મન વગરનું ચાહવું અઘરું પડે.

વાત સરવાળે ખરા-ખોટાની છે,

મૌન ત્યારે પાળવું અઘરું પડે.

જે છે તેનાથી ચલાવી લેવું છે,

કોઈ પાસે માંગવું અઘરું પડે.

અટપટા અક્ષર અને ભાષા જુદી,

જીવતરને વાંચવું અઘરું પડે.

છે પ્રલોભન આ જગતમાં એટલાં, પ્રવીણ

જાતને ક્યાં સાચવું ! અઘરું પડે.

9

ઇરાદો થાય છે

જુની વાતો પર તકાદો થાય છે,

ક્યાં નવો કોઈ ઇરાદો થાય છે.

કોઈ વાતે કે બહાને સૌ મળે,

રોજ ચોરા પર વિવાદો થાય છે.

રણઝણી ઉઠતા ભીતરથી રોમ રોમ,

ક્યાં હવે એવા નિનાદો થાય છે.

એ જ બારી એજ પ્રતિક્ષા છે હજી,

મનને મૂંઝવતા વિષાદો થાય છે.

જિન્દગી છે, શું કહું શું ના કહું, પ્રવીણ

કેવું કેવું અહીં, જવા દો થાય છે.

10

પીને બેઠો

મોસમી મય પીને બેઠો,

રમ્ય વિસ્મય પીને બેઠો.

ઝંખના કંઇ વેશ બદલે,

પ્યાસનો પય પીને બેઠો.

વિશ્વકર્મા આંખ સામે,

ભવ્ય પરિચય પીને બેઠો.

સૂક્ષ્મતમ વમળોમાં ડૂબી,

મોજનો લય પીને બેઠો.

રોમરોમ રોમાંચ જાગે,ષોડશી વય પીને બેઠો.

ભીતરી એકાંતને હું, પ્રવીણ

થઈને તન્મય, પીને બેઠો.

11

જાણી લો

આંખના હાવભાવ જાણી લો,

ભીતરી એ લગાવ જાણી લો.

એક પર્યાય વાણીનો મળશે,

મૌનનો જો નિભાવ જાણી લો.

કોઈ વાર્તા અધૂરી રહેશે નહીં,

આ સમયનો બહાવ જાણી લો.

ગ્લાની મુખ પર ને મન ઉદાસ રહે,

પ્રેમનો છે અભાવ જાણી લો.

કોઈ સારાને ના કહે સારો, પ્રવીણ

છે જગતનો સ્વભાવ જાણી લો.

12

છલકાતો રહે

આસમાની જામ છલકાતો રહે,

સાંજનો શીતળ પવન વાતો રહે.

સૂર્યનું ઉગવું ને આથમવું સદા,

ને દિવસ એનાથી ટેવાતો રહે.

હાથમાં આવેલ તક છૂટતી રહે,

ને સમય બળવાન કહેવાતો રહે.

આખરે આ શ્વાસ તો ચાલ્યો જશે,

અંતકાળે જીવ મૂંઝાતો રહે.

રંગ એના હું ભરી લઉં શ્વાસમાં, પ્રવીણ

એક અવસર એમ સચવાતો રહે.

13

આશા હતી

થોડી રાહતની મને આશા હતી,

થોડી- કિસ્મતની મને - આશા હતી.

કોઈ સાથી, કોઈ સંગી પણ નથી,

તારી સોબતની મને આશા હતી.

પ્રેમ અંતે સાંપડ્યો હર કોઈનો,

તારી ચાહતની મને આશા હતી.

હાથ મસ્તક પર મૂકી તું દઈ શકે,

એ જ દોલતની મને આશા હતી.

કોઈ તારાથી સવાયો કવિ નથી, પ્રવીણ

તારી સંગતની મને આશા હતી.

14

એક જણ

ગામમાં પુછાય એવો એક જણ,

હર પળે હરખાય એવો એક જણ.

સ્મિત મુખ પર, આંખ ભીની ભાવથી,

દર્દ છિનવી જાય એવો એક જણ.

આમ તો એ ચૂપ રહે કારણ વિના,

આદતે સમજાય એવો એક જણ.

બોલશે બે બોલ એવા, કે તરત

મૂડ હળવો થાય એવો એક જણ.

મેઘધનુ શી જિન્દગી ખીલી ઉઠે,

એમ રંગી જાય એવો એક જણ.

હો સફર લાંબી અને રસ્તો કઠીન, પ્રવીણ

રાહબર કહેવાય એવો એક જણ.

15

મૂંકાઈ છે

ફાંકડી પ્રશ્નાવલી મૂંકાઈ છે,

ઉત્તરોમાં તાણ બહુ વરતાઇ છે.

ગેરસમજણ થાય તો કંઇ થઇ શકે,

વાત તારી કોઈને સમજાઈ છે ?

જે જીવે છે આજને બહુ મોજથી,

એમના પણ ઓરડે અભરાઈ છે.

ઢોલ પીટતું જૂઠ આવે સર્વદા,

ન્યાયપક્ષે જોયું તો સચ્ચાઇ છે.

છે બધું સુંદર તને દિશે નહીં, પ્રવીણ

દ્રષ્ટિ તારી ક્યાં હજી બદલાઈ છે ?

16

જોગી કહે

મસ્ત મધુકરની કથા જોગી કહે,

પ્રેમ-મંતરની કથા જોગી કહે.

આવડે છે ડૂબતા- એને મળે,

એક મંજરની કથા જોગી કહે.

ભીની આંખે સૌને આપી છે વિદાય,

એક અવસરની કથા જોગી કહે.

એક પંખી પિંજરામાં કેદ છે,

એક તરુવરની કથા જોગી કહે.

હોય પાસે તોય લાગે દૂર એ,

એક ઈશ્વરની કથા જોગી કહે.

શ્વાસ લીધો ને મૂકી દીધો પછી, પ્રવીણ

એક જીવતરની કથા જોગી કહે.

- Pravin Shah

મો. 9428761846

www.aasvad.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED