Abhijat books and stories free download online pdf in Gujarati

અભિજાત

1

ચાલ્યા જજો

ડહાપણો ભૂલી તમે ચાલ્યા જજો,

કારણો ભૂલી તમે ચાલ્યા જજો.

જાત ઓળખવાથી શું વળશે હવે,

દર્પણો ભૂલી તમે ચાલ્યા જજો.

આ જગતમાં કોણ કોનું છે કહો,

સગપણો ભૂલી તમે ચાલ્યા જજો.

એકની પાછળ અનેકો આવશે,

વળગણો ભૂલી તમે ચાલ્યા જજો.

દર્દ-દુખથી છૂટવું મુશ્કેલ છે,

મારણો ભૂલી તમે ચાલ્યા જજો.

એ જ મોટી વાત કે જીવી ગયા, પ્રવીણ

તારણો ભૂલી તમે ચાલ્યા જજો.

0

2

ચાલ્યા કરે

કેમ એવું કઇં મને લાગ્યા કરે,

દૂરથી પણ કોઈ બોલાવ્યા કરે !

ક્યાંક હું ખોવાઈ જાઉં રસ્તામાં,

એ મને મંજિલ તરફ વાળ્યા કરે.

જિંદગીમાં રોજ આવે ઉત્સવો,

ને પવન ખુશબૂ નવી લાવ્યા કરે.

દુખ પછી ના સુખ કદી જોવા મળ્યું,

સિલસિલા આ કોઈ બદલાવ્યા કરે.

લાગણી તો રહે પરસ્પર સૂરમાં,

ને જીવન બસ તાલમાં ચાલ્યા કરે.

ક્યાં હવે છે ક્રુષ્ણ ગોકુળમાં છતાં, પ્રવીણ

સૂર્ય ઉદયે વાંસળી વાગ્યા કરે.

0

3

ભાવે પણ ખરું

કડવું લીમડા જેવું ભાવે પણ ખરું,

જોઈ મોમાં પાણી આવે પણ ખરું.

હોય સામે તો નચાવે પણ ખરું.

સ્વપ્નમાં આવી સતાવે પણ ખરું,

સત્ય આજે સાવ ફિક્કું અવતર્યું,

જૂઠ એમાં રંગ લાવે પણ ખરું.

સૌ સમય આવે ગયા ઘર છોડીને,

રિક્તતાને ઘર નિભાવે પણ ખરું.

કોઈ પૂરા ને સવાયા હોય છે,

કોઈ હા માં હા પુરાવે પણ ખરું.

એમ તો સ્વાગત થશે તારું બધે, પ્રવીણ

કોઈ ઘરનું દ્વાર તાવે પણ ખરું.

0

4

પ્રભાવ કોનો છે ?

આ જીવન પર પ્રભાવ કોનો છે ?

ભાવ ભીનો લગાવ કોનો છે ?

કોઈ વાતે ના ઓછું લાગે છે,

પ્રેમ-મય રખરખાવ કોનો છે ?

હોઠ છે ચૂપ ને હસે ચહેરો,

આટલો ઋજુ સ્વભાવ કોનો છે ?

ખુશીઓ બેસુમાર આપી છે,

તોય લાગે અભાવ, કોનો છે ?

એક અઘરો સવાલ આવે છે,

રોજ મળતો સુઝાવ કોનો છે ?

આમ તો આસપાસ કોઈ નથી, પ્રવીણ

ભીતરે છે પડાવ, કોનો છે ?

0

5

અમે જોયા છે

ચહેરા પરના ભાવ અમે જોયા છે,

નિત્ય થતા બદલાવ અમે જોયા છે.

હિત પ્રજાનું પહેલા જુવે એવા,

એવા કઇં ઉમરાવ અમે જોયા છે.

પડી-આખડીને પણ ઊભા થયા છે,

સામ-સામા ટકરાવ અમે જોયા છે.

ત્યાં વાદળની મહેર, અહીં ધીકતા રણ,

કુદરતના સ્થિતિભાવ અમે જોયા છે.

જીવનની આ સીધી બાજીમાં પણ,

દાવ અને પ્રતિદાવ અમે જોયા છે.

વાર-તહેવારે ‘મા’ની આંખોમાંથી, પ્રવીણ

પ્રેમ-તણા છલકાવ અમે જોયા છે.

0

6

મશાલ મૂકી ડો

આગ ઝરતી મશાલ મૂકી દો.

મનના ખોટા ખયાલ મૂકી દો..

જ્ઞાનીઓની સભામાં બેઠા છો,

મનમાં ઊઠે સવાલ મૂકી દો.

મેજ, દીવો, કલમ અને કાગળ,

બહુ કરી છે કમાલ મૂકી દો.

કહી શક્યા નહીં તમે એના મોં પર,

જોઈ લીધી મજાલ મૂકી દો.

મનથી ઉતરે નહીં ઉદાસી, ને

રહેવું છે ખુશખુશાલ, મૂકી દો.

આમ પણ એ સાથે રહેશે નહીં, પ્રવીણ

ઊભી કરવી દીવાલ મૂકી દો.

0

7

તો કહેજો

સાચું સાચે લખાય તો કહેજો,

કાલ આજે વંચાય તો કહેજો.

કાળ વહેતા બધુ ભુલાતું રહે,

ખાસ કંઈ ના ભુલાય તો કહેજો.

આ પતંગો ઊડે વિચારોની,

હળવે પકડી શકાય તો કહેજો.

ઉડતી ઉડતી જે કાન પર આવી,

વાત છૂપી રખાય તો કહેજો.

ભય, અહમ, ગુસ્સો કેટલું ભરશો?

થોડું ખાલી થવાય તો કહેજો.

બુધસભામાં સાંજે જવાનું છે, પ્રવીણ

ને ગઝલ ના લખાય તો કહેજો.

0

8

ડાળ માંગી છે

એક લીલીછમ ડાળ માંગી છે,

પંખી માટે નિશાળ માંગી છે.

વાત મોસમની કાનમાં કહી દે,

આ હવા પણ વાચાળ માંગી છે.

સંભળાવે મીઠાં મધુર સૂરો,

કુંજ એવી રસાળ માંગી છે.

અડચણો તો સમૂહમાં આવે,

રોકવા તેથી પાળ માંગી છે.

ક્યાંથી આવે છે રોજ અફવાઓ,

એની પણ થોડી ભાળ માંગી છે.

માછલી જેમ તરફડે દુનિયા, પ્રવીણ

એક મજબૂત જાળ માંગી છે.

0

9

વિચારવું પડશે

કંઈક આજે વિચારવું પડશે,

દિલ કહે તે પણ માનવું પડશે.

કેટલું દર્દ તું સહી શકશે,

આંખથી આંસુ સારવું પડશે.

હોય અફવા તો ઊડતી આવે,

સત્ય તારે જ જાણવું પડશે.

તક ભલા આવતી હશે કહીને !

હર પળે તારે જાગવું પડશે.

ધરતી ધીખે કે પાનખર આવે,

આ જીવન તો ચલાવવું પડશે.

દર્દ દિલમાં ઘૂંટાતું જો રહેશે, પ્રવીણ

તો ગઝલમાં ઉતારવું પડશે.

0

10

ખીલી છે

રસધાર તમારી ઝીલી છે,

તો ડાળ અમારી લીલી છે.

ફૂલો ઝૂકી સલામ કરશે,

મોસમો મજાની ખીલી છે.

ચાંદ ડૂબશે વહેલો વહેલો,

અંધારી રાત હઠીલી છે.

પથ્થર પણ પીગળે ઘડીમાં,

નજરો તમારી નશીલી છે.

ઝૂકી જાવ તમે પણ થોડા,

આ દોર અમારી ઢીલી છે.

ખૂબ મનોહર ગઝલ કહી છે, પ્રવીણ

ને દાદ અમારી દિલી છે.

0

11

ખયાલથી હાર્યા

જે થયા આજે હાલથી હાર્યા,

મનના ખોટા ખયાલથી હાર્યા.

થઈ ગયા દૂર એકબીજાથી,

એક નાની દીવાલથી હાર્યા.

ચાલવું એની સાથે ના ફાવ્યું,

કાળની ધીમી ચાલથી હાર્યા.

તૂટે- સાંધો, તૂટે ફરી સાંધો,

રોજની આ બબાલથી હાર્યા.

તાતી તલવાર હાથમાં લીધી,

બેવફા એક ઢાલથી હાર્યા.

મોત પણ આપી ના શક્યું ઉત્તર, પ્રવીણ

કેટલા કંઇ સવાલથી હાર્યા.

0

12

ये नशा है

ये नशा है ख़राब पी ले तू,

फिर मिली है शराब पी ले तू |

साकि के सामने तू बैठा है,

आज तो बेहिसाब पी ले तू |

शान से और सर उठा के पी,

कोई जैसे नवाब पी ले तू |

मौज से जिना है उतार के,

अच्छेपन का नकाब पी ले तू

प्यार के कई प्रस्ताव आये हैं, प्रवीण

ले के अच्छा गुलाब पी ले तू |

आग ये तुझे क्या जलायेगी,

तू ही है आफताब पी ले तू |

0

13

વણ્યા છે એ પછી

સ્વપ્ન આંખોમાં વણ્યા છે એ પછી,

વાદળો ગગને ચઢ્યા છે એ પછી.

વીજળી થઈ યાદ એની આવી છે,

તાર દિલના ઝળહળ્યા છે એ પછી.

ઝંપલાવ્યું જ્યાં નદીમાં એક દિ,

સાગરો સાતે મળ્યા છે એ પછી.

ચંદ્રમા રિસાઇને બેસી ગયા,

આભના તારા ગણ્યા છે એ પછી.

જોઈ આંસુઓ સભાની આંખમાં, પ્રવીણ

શેર ખુશનુમા કહ્યા છે એ પછી.

0

14

हाल से हारे

जो हुए अपने हाल से हारे,

मनके खोटे ख़याल से हारे |

चल ना पाए उसीके साथसाथ,

वक्तकी मंद चाल से हारे |

हम रहे दूर इक दूजे से, ये

जग ने बिछायी जाल से हारे |

कोई उत्तर मिला नहीं आखिर,

मनमें था इक सवाल से हारे |

कोई ना पूछे, हाल कैसे हैं, प्रवीण

हो गए हम बेहाल से हारे |

.0

15

મને વ્હાલા હતા

મહેકતા ગુચ્છા મને વ્હાલા હતા,

મોગરા-ચંપા મને વ્હાલા હતા.

કામ એનું દર્દને ભૂલાવવું,

માય ને મયખાના મને વ્હાલા હતા.

હર ગલીમાં ઘર મને એનું દિસે,

નામ-સરનામા મને વ્હાલા હતા.

ક્યાં સમય પર એ કદી આવ્યા હતા,

એ કરે વાદા મને વ્હાલા હતા.

આમ ના સમજુ હું શેરોશાયરી, પ્રવીણ

દૂ:ખ ભર્યા મિસરા મને વ્હાલા હતા.

0

16

મૃગજળ હશે,

પ્યાસની વૃદ્ધિ કરે મૃગજળ હશે,

પ્યાસની પુષ્ટિ કરે વાદળ હશે.

હોય અફવા અંતે પણ અફવા રહે,

સત્ય પાછળ મનમાં કંઇ અટકળ હશે.

કોઈ વાતે ધ્યાન રહેવા દે નહીં,

મન તમારું એટલું ચંચળ હશે.

બાળપણ ઘર છોડીને ચાલ્યું જશે,

ને ઉદાસી આંગણે પળપળ હશે.

આંખને સૌંદર્ય એના આંસુથી, પ્રવીણ

એની પાપણ પર ભલે કાજળ હશે.

0

-- પ્રવીણ શાહ

ગઝલ સંગ્રહ - 'અભિજાત'

મો. 9428761846

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED