લવ ની ભવાઈ - 17 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 17


?? લવ ની ભવાઈ - 17 ??

આમ નીલ પોતાની બહેનની વાત માની ને થોડા દિવસ અવની ને મેસેજ કે કોલ કરવાનું બંધ કરી દે છે. બહાર ગામ ફરી ને પોતાની જાત ને એન્જોય કરે છે પણ આતો દિલ છે બોસ, ગમે તેટલા ગુસ્સામાં હોય પણ દિલ માં રહેલ વ્યક્તિની યાદ તો આવી જ જાય.

બસ આમ જ દિવસો વીતતા રહે છે ને એક મહીનો પસાર થઈ જાય છે..

નીલ ને હવે એવું થાય છે કે અવની ને કોલ કરું પણ પોતાના મનમાં વિચારે છે કે હુ હજુ અવની ના ફોનમાં બ્લોક હોઈશ.
પણ કહેવાય ને કે સાહેબ જેને પ્રેમ કરવો છે તેને કોઈ ના રોકી શકે.

આખરે નીલ અવનીને કોલ કરે છે પણ અવની ફોન રીસીવ નથી કરતી પણ મન માં એટલું તો રહે જ છે કે અવની એ મને બ્લોક નથી રાખ્યો.નીલ અવની ને વોટ્સએપ માં મેસેજ કરે છે અને મેસેજ ની રાહ જોવે છે પણ અવની નો ઘણા સમય સુધી એક પણ પ્રકારનો મેસેજ આવતો નથી.
નીલ પોતાના કામ માં વ્યસ્ત થઈ જાય છે.સાંજે નીલ પોતાનો મોબાઈલ હાથ માં લઈને અવની ના મેસેજ ચેક કરે છે કે મેસેજ આવ્યા છે કે નહીં.પણ મેસેજ માં ઓન્લી બે હાથ જોડેલુ ઇમોજી હોય છે.નીલ અવની ને મેસેજ કરે છે..

નીલ - યાર અવની. શુ કહું તને ? એટલા દિવસ થયા પણ તારો એક પણ જાતનો ફોન પણ નહીં ને મેસેજ પણ નહી , અને આજે મેસેજ સીન કર્યો તો બસ આવો સિમ્બોલ ?

U Dont Know અવની How Much I Love U.તુ બધુ જાણે છે છતાં આવુ behave કરે છે???

તારે મારા જોડે ના રહેવું હોય તો ના કહી દે.તારી ખુશી માટે હું જતો રહીશ..પણ પ્લીઝ મારા જોડે એક વાર વાત કર.

( એટલા માં અવની નો મેસેજ આવે છે )

અવની - નીલ તારે જે કરવુ હોય એ કર પણ પ્લીઝ મને ડિસ્ટર્બ ના કર.

નીલ - અરે પણ મેં ક્યાં તને ડિસ્ટર્બ કરી.??

અવની - વાહ સરસ હો, તું ભૂલી પણ ગયો વાહ. તું બોવ જ ચાલાક છે હો..

નીલ - અરે પણ મેં શુ કર્યું ?

અવની - ઓહ...તને ખબર જ નથી એમને ??

નીલ - ના.

અવની - તારે ક્રિષ્નાબહેન ને કહેવાની શુ જરૂર હતી ? આપણી વચ્ચે શા માટે લાવે છે એમને ? એ છે કોણ આપણી વચ્ચે આવવા વાળી ??

નીલ - ( થોડા મોટા અવાઝથી ) ઓહ હેલો.....
what Do U Mean કે એ કોણ છે ...
એ મારી બહેન છે ઓકે..એના વિશે કાઈ નહીં બોલતી..
અને આમા શા માટે તું મારી ફેમિલી ને ઇનવોલ્વ કરે છે ??
મેં ક્યારેય તારા ફેમિલી પર કશું બોલ્યું છે ?

અવની - એ મને નથી ખબર ...........

નીલ - જો અવની મારે ખોટો ઝગડો નથી જોઈતો. તારા મન માં જે કાંઈ હોય એ બોલી દે. મન માં જેટલો ગુસ્સો ભર્યો હોય એ બહાર ઠાલવી દે અને જે હોય એ પૂરું કર.

અવની - જો સાંભળ નીલ તારે જેમ કરવુ હોય એમ કર.મને કાઈ પણ ખબર નથી. તું મને લવ કર કે નહીં મને કાઈ ફરક નથી પડતો.

નીલ - તું મને કહીશ કે તારા મન માં શુ ચાલી રહ્યું છે ??

અવની - નીલ હું છે ને તારા જેવા છોકરા જોડે રહી ને કંટાળી ગઈ છુ. તારા જેવો કરેક્ટર લેસ છોકરો મેં ક્યાંય નથી જોયો.

નીલ - કેમ કરેક્ટર લેસ ??? મેં શુ કર્યું ???

અવની - કેમ તારી કોઈ પહેલા gf નહોતી ?? એના જોડે તું ના હતો ???

નીલ - જો અવની એ વાત આપણી વચ્ચે ઘણી બધી વાર થઈ ગઈ છે અને બીજું એ કે એ હવે નથી. તું અત્યાર નું જોને કે હું તને કેટલો પ્રેમ કરું છું એ.

અને હા બીજી વાત એ કે તને મારી gf થી પ્રોબ્લેમ નથી પણ તારે મારા થી કઈ રીતે પીછો છોડવવો એ રસ્તો તું શોધે છે.. બાકી અત્યાર સુધીએ ક્યારેય વચ્ચે નથી આવી અને ના ક્યારેય આવશે..

અવની - એ જે હોઈ તે પણ .........( બોલતા બોલતા ચૂપ થઈ જાય છે )

બંને નો ઝઘડો મોડી રાત સુધી ચાલે છે અને અવની નીલ પર એક પછી એક આક્ષેપ લગાડવાનું સ્ટાર્ટ કરે છે. પેહલાની થયેલી વાતો અને ઝઘડાઓ વિશે પણ અવની નીલ ને ઘણું સંભળાવે છે.

એક બાજુ નીલ શાંત થઈ ને સાંભળે છે અને સાથે અવની ને પણ શાંત કરવાની કોશિશ કરે પણ અવની શાંત પડતી નથી.

નીલ ને હવે ધીરે ધીરે ગુસ્સો આવવા લાગે છે અને અવની ને મોટા અવાઝ થી કહે છે કે..

" તારે મારી સાથે જો રહેવું જ ન હોય અને મારા થી તને પ્રોબ્લેમ હોય તો મારી સાથે બ્રેક અપ કરી નાખ એટલે તને શાંતિ...

અવની - હા બસ એ જ બાકી હતું. અને તારે આવું જ જોઈતું હતું કે ક્યારે હું તારી સાથે ઝઘડો કરું અને તને એક બહાનુ મળી જાય મને મુકવાનુ. વાહ નીલ વાહ ખરેખર તું બોવ જ હોશિયાર છે હો....

નીલ - અવની. ........
મહેરબાની કરીને ખોટા આક્ષેપ ના લગાડ... તને કેટલો પ્રેમ કરું છું એ મારે સાબિત કરવાની જરૂર નથી ઓકે..... અને આમ પણ તને સાબિત કરવો પણ નથી.. જે માણસ એટલો એટલો પ્રેમ કરવા છતાં પણ ના સમજી શકે તો એને પ્રેમ ની કદર શુ હોય..

અવની - તને તો બોવ કદર ....

સારું તારે બ્રેકઅપ કરવું છે ને !!!!!

જા તું છૂટો બસ......

તું પણ શું મને યાદ રાખીશ...

નીલ - oh હેલો.મારા પર તું કાઈ ઉપકાર નથી કરતી હો.
જ્યાં સુધી હું તારા જોડે પ્રેમ થી વાત કરું છું ત્યાં સુધી જ.
બાકી તને મારા ગુસ્સા ની ખબર છે !!!

અવની - સો What ...
જે કરવું હોય એ કર પણ મને મુક ..
આમ પણ તારા જેવા છોકરા જોડે હું રહેવા નથી માંગતી..
મને હવે ક્યારેય મેસેજ ના કરતો..
મારો નંબર ડીલીટ કરી નાખ..
તારો ચેહરો ભી ક્યારેય ના બતાવતો..
અને વાત રહી પ્રેમ ની તો એ ગયો........................

નીલ - હા તો ગયો......
આમ પણ તને પ્રેમ કરવો પણ નથી... તને પ્રેમની કદર જ નથી...

નહીં કરું કોલ કે નહી કરું મેસેજ...

બાય ...........

રાત ના બે વાગ્યે બંને નો ઝઘડો પૂરો થાય છે. નીલ અવની નો ગુસ્સો પોતાના પર ઉતારે છે અને રડવા લાગે છે. અવની એ આપેલી બધી જ વસ્તુઓ તોડી અને ફોડી નાખે છે.

થોડી વાર પછી નીલ શાંત થાય છે. પોતાની ભૂલ છે એમ માની અવની ને મેસેજ કરે છે...

નીલ - અવની આ શું થાય છે એ ખબર નથી પણ ... તને ખબર છે કે મારો પ્રેમ તારા પ્રત્યે કેવો છે એ ???
મારી વહાલી અવની તારા માટે હું ભલે ચાંદ તારા ના તોડી શકુ પણ તારા બધા જ સપના પુરા કરવાની હિંમત છે.

હુ તને એમ તો ના કહી શકું કે હું તને હંમેશા ખુશ રાખીશ પણ એટલુ તો મારા માં છે કે ક્યારેય તને રડવા નહીં.

એમ તો ના કહી શકુ કે હુ હમેશા તારી સાથે રહીશ..પણ એટલું તો તને થશે જ કે નીલ અને નીલ નો પ્રેમ મારી સાથે જ છે.

કાઈ નહીં તને હવે આવું સાંભળવુ નહીં ગમે પણ.....
જે હકીકત છે એના થી તું અજાણ છે..

તને હું એટલી તો ઓળખુ જ છું કે તું શુ સાચું બોલે છે અને શુ ખોટુ.

તારા જોડે પ્રેમ કર્યા પછી ખાલી તારા આંખ ના હાવ ભાવ થી હું બધુ સમજી જાવ છુ.

તારા એક એક શબ્દ ના ભાવ હું સારી રીતે સમજુ છુ કે તું મને શુ કહેવા માંગે છે એ અને શુ તારે કરવુ છે...

( નીલ એટલો મેસેજ સેન્ડ કરે છે એને બીજો મેસેજ ટાઈપ કરતો હોય છે ત્યાં જ અવની નો મેસેજ આવે છે )

અવની - નીલ તું બોવ જ ખરાબ છોકરો છે , તારા માં એક પણ પ્રકાર ની તમિજ નથી. તને એટલું એટલું કહ્યા છતાં પણ તું બે શરમ ની જેમ હજી મને મેસેજ કરે છે , સાવ નાક વગર નો છે તું નીલ સાવ નાક વગર નો.

તારા માં સહેજ પણ બુદ્ધિ નથી અને વાત રહી સમજ ની તો એ તો જરાય નથી.

હવે થોડીક શરમ બાકી હોય તો એ રાખ અને મને મૂકી દે...

મારે નથી રહેવું તારા જોડે...બાય... પ્લીઝ તને હાથ જોડુ છુ. મને મેસેજ ના કરતો બાકી સારું નહીં રે તારા માટે....
અને વાત રહી પ્રેમ ની તો .. Love is My Foot...

આ મેસેજ વાંચ્યા પછી નીલ ને જે આખરી ઉમ્મીદ હતી કે અવની મને સમજશે અને માની જશે, બંને પેલા ની જેમ સાથે ભેગા થઈ જશે ને આગળ વધશે એ બધી વાત તો ધુમાડો નીલ ના દિલ માંથી બહાર નીકળી જાય છે....

આખરે નીલ અવની ને છેલ્લો મેસેજ કરી ને કહે છે કે....

" હા અવની હુ નાક વગરનો છુ કારણ કે તારા જેવી છોકરી સાથે મેં પ્રેમ કર્યો. પ્રેમ તો તારા માં હતો જ નહીં મારા પ્રત્યે. પણ હુ ગાંડો સપના જોતો રહ્યો કે તું મને પ્રેમ કરે છે..

હા ..... અવની ,
હુ બેશરમ છુ કે તને મેં ગાંડા ની જેમ પ્રેમ કર્યો છે,
ગાંડા ની જેમ તારી કેર કરી છે,
ગાંડા ની જેમ દરેક વખતે તારી સાથે ઉભો રહ્યો છુ,
ગાંડા ની જેમ તારી માટે અવાર નવાર બીજા ને ખોટું બોલીને તને મળવા આવ્યો છુ..

અને હા ખાસ તો ગાંડા ની જેમ તને યાદ કરી છે અને તને દિલ થી અને આત્મા થી ચાહી છે..

વાત રહી મારી સમજની તો એના વિશે તને કહી કહેવાની જરૂર નથી. તારા પ્રત્યે નું માન એ મારી સમજ હતી.
તને આગળ વધારવી એ મારી સમજ હતી.
દરેક વાત માં તારી સાથે રહેવુ એ મારી સમજ હતી.
અને તારા શરીરથી નહીં પણ દિલ થી પ્રેમ કરવો એ મારી સમજ હતી.

Sorry To Say Bt...તું મારા પ્રેમ ને લાયક જ નથી..
જ્યારે તને કોઈ તારા જેવું જ મળશે ને ત્યારે તને આ નીલ ની યાદ આવશે અને મારી કદર થશે....

To Be Continued.......??

બોવ જ મોટુ સોરી મારા વહાલા મિત્રો, કે તમને ખૂબ જ રાહ જોવડાવી.
પણ આ તો લાઈફ છે , લાઈફ માં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે જેના કારણે તમે સમય ના ચક્રવ્યૂહ માં ફસાઈ જાવ છો.. બસ એના જ લીધે તમારે રાહ જોવી પડી છે..
મને માફ કરશો...???

ઘણા લોકો ના કોલ ને મેસેજ આવ્યા હતા. એમના લીધે આ અડધો ભાગ તમારી સમક્ષ રજુ કરું છે ..

બસ હવે એક જ ભાગ બાકી છે તો થોડો સમય રાહ જોવો એવી મારી નમ્ર વિનંતી.

આપ સૌ નો જે અમૂલ્ય પ્રેમ મળ્યો છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ....

શુ થાય છે આગળ બસ એના માટે એક લાસ્ટ ભાગ જ બાકી છે તો keep Reading.......

મિત્રો.. ઘણી વાર બે પ્રેમીઓના સંબંધ તૂટવાનુ મૂળ કારણ કોઈ ત્રીજુ વ્યક્તિ હોય છે કા તો પછી અસમજાણ...

તમે એક વ્યક્તિને છેલ્લા ઘણા સમય થી પ્રેમ કરતા હોવ અને તમારી બધી જ વાત એમને ગમતી હોય પણ જો એ જ વાત એને પછી ના ગમે અથવા તો ગુસ્સો આવે તો સમજવું કે તિરાડ પડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે..

આજકાલ નો પ્રેમ ટાઈમ પાસ થઈ ગયો છે. એક મળે એટલે બીજો/ બીજી , બીજો મળે એટલે ત્રીજો / ત્રીજી..
આજનો પ્રેમ આત્મા સાથે નહીં પણ શરીર સાથે થાય છે.
પ્રેમના ખોટા નામ થી કેટલાય શરીર ના સૌદા ઓ થાય છે..

પ્રેમ એ ખાલી હવસ નહીં પણ એક વિશ્વાસ , સાથ અને બે આત્માઓનું મિલન છે..

મિત્રો ઘણી યાદો એવી હોય છે જેમાં હોઠ તો હસે છે પણ આંખ રડી પડે છે...

જોઈએ હવે શુ થાય છે લવ ની ભવાઈ - 18 માં ...☺️