Maro pravas books and stories free download online pdf in Gujarati

મારો પ્રવાસ

બપોરે જમતા જમતા એક વિચાર આવ્યો કે સાલ ને વિપુલ (મારો મિત્ર) ભુરખીયા જઈએ. વિપુલે મારી હા માં મિલાવી ને અમે ફટાફટ જમીને મોટરસાયકલ લઇને નીકળ્યાં. જોકે ભુરખીયા બહું દુર નહતું.

અમે રસ્તા પર જઈ રહ્યા હતા. રસ્તો સુનસાન હતો શિયાળા નોં દિવસ માથે સૂર્ય હતો પણ જાણે તડકો મીઠો લાગી રહ્યો હતો. પક્ષી નોં ક્યાંક મીઠો અવાજ સંભળય રહ્યો હતો. અમારી મોટરસાયકલ ધીમી ગતિએ આગળ જય રહયો. થોડી વાતો પણ કરતા હતા.

આગળ જતાં અમને તરસ લાગી મેં કહ્યું પાણી માટે આગળ રાખજે પણ નસીબ અમારા સારા ન હતા તે દિવસ રવિવાર હતો. ત્યાં તો નાનું શહેર આવ્યું મેં કહ્યું દોસ્ત પાન પાર્લર ખુલ્લું દેખાય તો રાખજે. ત્યાં તો અમારી નજર એક પાન ના ગલ્લે પડી. ને અમારી ગાડી ત્યાં જઈ રોકી. મોટી ઉંમરના દાદા બેઠા હતા. મેં પૂછ્યું દાદા પાણી મળશે તો દાદાએ કહ્યું તાજું આપું કે વાસી ? મને તાજું પાણી પીવડાવો દાદા. દાદાએ મને માટલા નું પાણી પાયુ. અમને તો સારું લાગ્યું કારણ કે અમે કોથળી માં પાણી નહતા પીતા. પછી મારાથી થી દાદા ને પૂછ્યું દાદા તમે તાજું ને વાસી કેમ કહ્યું ને તમને કેમ ખબર અમને માટલા નું પાણી પીછુ. દાદાએ કહ્યું બટા તમે મોટા ઘરના ને સંસ્કારી લાગો છો. મેં કહ્યું દાદા તાજું ને વાસી ? દાદા કહે બેટા પેટ બળે તેવું ના કરો પણ પેટ ઠરે તેવું કામ કરો. દાદા વિસ્તારમાં કહો તો અમને ખબર પડે.

દાદાએ વિસ્તાર થી સમજાવ્યા કહ્યું બેટા જો મેં તમને પાણી ની કોથળી આપી ને તમારી પાસે વધારે રૂપિયા લઈ લવ તો તો તમને પેટ બળશે. કારણ કે અહીંથી જશો તો કહેશો કે દાદા આપણને લૂંટી ગયા એમ કરી પેટ બળશે. અને તમને માટલા નું પાણી પાયૂ તો તમને કેમ મારી સાથે વાત કરવાનું મન થયું કહો આને પેટ ઠર્યુ કહેવાય. અમે દાદાની વાત થી પ્રભાવિત થયા ને દાદા ને કહ્યું વાહ દાદા વાહ. દાદાએ સ્મિત આપી કહ્યું બેટા તમારે મોડું થતું ના હોય તો થોડી વાર બેસો. પણ અમે કહ્યું દાદા અમે નીકાળી સમય હસે તો પાસા મળીશુ કહી અમે ત્યાં થી ભુરખીયા જવા નીકળ્યા.

ભુરખીયા જેમ જેમ નજીક આવતું તેમ તેમ અમારી જિજ્ઞાસા વધતી જતી. જિજ્ઞાસા જ્યારે પુરી થઇ ભુરખીયા આવ્યું. મોટરસાયકલ પાર્ક કર્યું અને ગેટ માં પ્રવેશ કર્યો. ત્યાં અમને ત્યાં ની દુકાનો અને લારી માંથી અવાજ આવ્યો શ્રીફળ લો, પ્રસાદી લો. પણ અવાજ બધાં નોં જુદો જુદો હતો. એમાંથી એક અવાજ સુંદર અને તેજ હતો. તે બાજુ નજર કરી ને ત્યાં ગયા. ત્યાં તો એક પંદર વર્ષે નોં છો કરો લારી લઈ શ્રીફળ વેચતો હતો. મેં કહ્યું બે શ્રીફળ આપ. તેણે કહ્યું એક ના વીસ સે. મેં સારું આપ, મેં ક્હ્યું તું અભ્યાસ કરે છે કે નહીં. જવાબમાં કહ્યું ભણ્યો ઘણું હવે ગણું છું. તેના જવાબ મને અટપટો લાગ્યો. મેં કહ્યું એમ કેમ. તે કહે હું પેલા પાંચ નું ગુજરાન ચલાવતો હવે સાત નું મમી પપ્પા ભાઈ બહેન અને હું એમ પાંચ થયા. મમી પપ્પા અપંગ સે ભાઈ બહેન ભણે છે. એટલે બધા નું ગુજરાન ચલાવુ છું. મેં કહ્યું શાબાશ પણ બે બીજા કોણ. તેણે કહ્યું માર નાના નાની જે એકલાં ને બીમાર છે. મેં કહ્યું સાત નું પૂરું થાય છે. તેણે કહ્યું જેતલો રોટલો મળે તેમાંથી સાત ભાગ કરીએ. અને હજુ સુધી અમે ભૂખ્યા નથી રહ્યા. આ જવાબ મને ખૂબ ગમ્યો. છું નામ તારું. મારું ઋડો. શ્રીફળ લઈ અમે દર્શન કરવા મંદીર માં પ્રવેશ કર્યો.

દર્શન કરી અમે બહાર નીકળ્યા. ઋડા પાસેથી પસાર થયા ઋડાએ કહ્યું અવાજો ભાઇઓ દાદા સવ નું ભલું કરે....

મને હજી દાદા નાં શબ્દો કાનમાં ગુંજી રહ્યા છે. પેટ બળે તેવું ના કરો પણ પેટ ઠરે તેવું કામ કરો.

બીજા શબ્દો હતા પેલા ઋડા ના જેતલો રોટલો મળે તેટલો ખાવાનો બાકી જેને જરૂરીયાત હોય તેને આપી દેવો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED