Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 18

આગળ નાં પાર્ટ માં જોયું કે પાંખી સાંચી ના મન ની વાત જાણીને સાંચી અને પાર્થ ને મળાવવા માટે પ્લાન બનાવે છે....અને પોતાની ઓફિસ માં વહેલી જઇને સમર ની કેબીન માં ચા લઇ ને જાય છે.....હવે આગળ....


પાંખી સમર ની કેબીન પાસે પહોંચતા જ કેબિન નો દરવાજો ખખડાવે છે....સમર દરવાજા સામે જોયા વિના જ અંદર આવવા માટે કહે છે....પાંખી અંદર જાય છે....સમર હજી પણ પાંખી સામે જોતો નથી....એનું ધ્યાન ડોક્યુમેન્ટ માં હોય છે....પાંખી સમર ની ચેર પાસે જઈ ને ઉભી રહે છે અને ચા નો કપ ટેબલ પર રાખે છે....સમર ઊંચું જોયા વિના જ કપ લઈ લે છે....પાંખી ત્યાં જ ઉભી રહીને સમર ના પોતાને જોવા ની રાહ જોવા લાગે છે....

આજ પાંખી રોજ કરતા વધારે સુંદર તૈયાર થઈ ને આવી હોય છે....પાંખી એ આજે ડેનિમ જિન્સ અને એના પર બ્લેક ટોપ પહેર્યું હતું....એક હાથ માં સિમ્પલ બ્રેસલેટ અને બીજા હાથ માં માત્ર રિંગ પહેરી હતી....કાન માં નાની એવી ઈયરરિંગસ અને ડોક માં તેને મેચિંગ પેન્ડન્ટ પહેર્યું હતું....વાળ માત્ર થોડા હેર કલીપ થી પિન અપ કરી બાકી બધા ખુલ્લા જ રાખ્યા હતા.....આ કારણે પાંખી ના વાળ એના ચેહરા ને ઢાંકવા કોશિશ કરતા હતા.....ચેહરા પર હળવો મેકઅપ અને આંખ માં કાજલ પાંખી ની આંખો ને વધુ સુંદરતા બક્ષતા હતા...પાંખી આજે માત્ર સમર માટે થઈ ને જ આટલી તૈયાર થઈ ને આવી હતી...


સમર હજી પણ એના ડોક્યુમેન્ટ માં જ વ્યસ્ત હતો....પાંખી 5 મિનિટ થી સમર ના ટેબલ પાસે જ ઉભી હતી...તેમ છતાં સમર નું એક પણ વાર પાંખી પર ધ્યાન નહતું ગયું....આ કારણે પાંખી કંટાળી ને ત્યાં થી જવાનું વિચારે છે....ત્યાં જ એ જોવે છે કે સમર ના થોડા ડોક્યુમેન્ટ નીચે પડી ગયા હોય છે....સમર ને એના વિશે જાણ હોતી નથી....પાંખી એ ડોક્યુમેન્ટ લઈ લે છે અને સમર ની ચેર પાસે જઈ ને એને કહે છે કે,......


"સર તમારા ડોક્યુમેન્ટ....."


સમર ઉપર જોયા વિના જ પાંખી ના હાથ માંથી ડોક્યુમેન્ટ લેવા જાય છે અને ભૂલ થી ડોક્યુમેન્ટ પકડવા સમયે પાંખી નો હાથ પકડી લે છે....અને અચાનક જાણે કોઈ ઝટકો લાગ્યો હોય એમ એ પાંખી ના હાથ ને અડકતા જ ચોંકી જાય છે....અને પાંખી ને જોવા લાગે છે....પાંખી પણ સમર એ હાથ પકડ્યો હોવા થી થોડી ખુશ થઈ જાય છે અને સમર ને જોવા લાગે છે.....બંને એક બીજા માં ખોવાઈ જાય છે....


આ જ સમયે સમર પાંખી ની સુંદરતા ને નોટિસ કરે છે.....અને એને આજ પાંખી દરરોજ કરતા વધારે સુંદર લાગે છે....સમર તો જાણે પાંખી પર થી નજર હટાવવા જ ન માંગતો હોય એમ એકીટશે એને જોયા રાખે છે.....પાંખી પણ આજે એટલી સુંદર લાગતી હોય છે કે કોઈ પણ એને જોવા મજબૂર થઈ જાય.....


થોડી વાર પછી પાંખી પોતાનો હાથ સમર ના હાથ માંથી છોડાવા જાય છે જેના કારણે સમર ની નજર પાંખી પર થી હટી જાય છે અને એ થોડા મૃદુ સ્વરે કહે છે કે....


"મિસ પાંખી તમે અહ્યા??ક્યારે આવ્યા??કઈ કામ હતું???"


એક સાથે સમર પાંખી ને ઘણા પ્રશ્નો પૂછી લે છે...પાંખી પણ સમર ના એકીસાથે આટલા પ્રશ્ન પૂછવા થી વિચાર માં પડી જાય છે અને પછી કહે છે કે,....


"ના સર મારે કઈ જ કામ નહતું હું તો બસ તમને ચા આપવા આવી હતી.....હું આજે વહેલી આવી ગઈ હતી અને કોઈ કામ પણ નહતું તો તમને ચા આપવા આવી ગઈ....પણ તમે કદાચ કામ માં હતા એટલે કાંઈ બોલી નહિ....સારું સર હું જાવ તમે કામ કરી લ્યો...."


ત્યાં જ સમર પાંખી ને રોકતા કહે છે કે,...


"અરે ના તમે બેસો મિસ પાંખી...આમ પણ મારે તમારી સાથે વાત કરવી છે તમને કંઈક પૂછવું છે...."


આ સાંભળીને પાંખી ના તો જાણે હૃદય ના ધબકારા જ વધી ગયા....આમ તો એને ઘણી વાર સમર સાથે વાત કરી હતી પણ ખબર નહીં કેમ આજે પાંખી ને કંઈક અલગ જ ફીલિંગ્સ થવા લાગી....તેનું મગજ વિચારો માં ખોવાઈ ગયું કે....


"સમર ને એની સાથે શું વાત કરવી હશે???"


"ક્યાંક સમર ને જાણ તો નહીં થઈ ગઈ હોય કે મારા મન માં એના માટે???"


"જે ફીલિંગ્સ થી હું પોતે પણ અજાણ છું તે વિશે સમર ને કઈ રીતે જાણ થઈ શકે??"


આમ પાંખી ના મન માં વિચારો નું વાવાઝોડું ફરવા લાગ્યું....ત્યાં જ સમર એ કહ્યું...


"મિસ પાંખી મારે તમારી સાથે એક પ્રોજેક્ટ વિશે વાત કરવી છે....એક કંપની તરફથી આજે જ નવો પ્રોજેકટ મળ્યો છે....અને હું ઈચ્છું છું કે આ પ્રોજેક્ટ માં મારી સાથે તમે કામ કરો.....જો તમે તૈયાર હોય તો આપણે આજ થી જ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દઈએ...."


આટલું બોલતા જ સમર ચુપ થઈ ગયો અને પાંખી ના જવાબ ની રાહ જોવા લાગ્યો.....


પાંખી ના મન માંથી પહેલા તો જાણે એક બોજ ઉતરી ગયો હોય એમ એ નિશ્ચિત થઈ ગઈ....કેમ કે એને જે વિચાર્યું હતું એવું કંઈ જ સમર એ ન કહ્યુ.... અને બીજી જ પળ માં એ ખુશ થઈ ગઈ કેમ કે સમર એ એને નવા પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરી હતી....આ જાણી ને પાંખી ને પોતે હવા માં ઊડતી હોય એવું લાગવા લાગ્યું...એ આમ પણ સમર સાથે સમય વિતાવવા કોશિશ કરવા ની જ હતી....ત્યાં જ એને સામે થી જ સમર એ તક આપી દીધી....પાંખી એ સમર ને તરત જ કંઈ પણ વિચાર્યા વિના જ કહી દીધુ કે,...


"હા સર હું આ પ્રોજેક્ટ માટે એકદમ તૈયાર છું...તમે જ્યારે કહો ત્યારે આપણે આ પ્રોજેક્ટ ની શરૂઆત કરીએ...."


પાંખી નો જવાબ સાંભળીને સમર ખુશ થઈ ગયો....સમર પણ એવું જ ઇચ્છતો હતો કે એ પણ પાંખી સાથે વધુ સમય વિતાવે....કેમ કે પોતાના ભૂતકાળ ને ભૂલી અને જિંદગી ની નવી શરૂઆત કરવા માટે નો એક માત્ર રસ્તો જો કોઈ હોય તો એ પાંખી જ હતી....અને એ બધા થી પણ વિશેષ પાંખી આજકાલ સમર ના દિલ માં જગ્યા બનાવા લાગી હતી....અને આ જ કારણે સમર એ આ પ્રોજેક્ટ માટે પાંખી ને પસંદ કરી હતી...જેના કારણે તે પાંખી સાથે વધુ સમય વિતાવી તેને જાણવા માંગતો હતો....


સમર એ પાંખી ને પ્રોજેક્ટ વિશે ની બધી જ માહિતી આપી દીધી.... પાંખી એ પણ ખૂબ જ એકાગ્રતા થી પ્રોજેક્ટ વિશે જાણી લીધું....એ સાથે જ સમર એ પાંખી ને આજ થી જ પ્રોજેક્ટ નું કામ ચાલુ કરવા નું જણાવ્યું....અને પાંખી પણ એ માટે તૈયાર જ હતી.....એથી બંને એ પ્રોજેક્ટ નું કામ ચાલુ કરી દીધું....


પાંખી અને સમર નવા પ્રોજેક્ટ પર કામ કરવા લાગ્યા....પણ સમર સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરવા ની ખુશી માં પાંખી એક જરૂરી વાત ભૂલી જ ગઈ....અને ત્યાં જ સમર ની કેબીન નો દરવાજો ખખડયો....અને કોઈક ના અંદર આવવા ની સાથે જ પાંખી અચાનક ઉભી થઇ ગઇ.....અને કંઈક યાદ આવી ગયું હોય એમ એ વ્યક્તિ તરફ ચાલવા લાગી......


"કોણ હશે એ જેને જોઈ ને પાંખી ઉભી થઇ ને તેના તરફ ચાલવા લાગી...."???

"કોઈ જાણીતું હશે કે અજાણ્યુ..."???


જાણવા માટે વાંચતા રહો...."નફરત સે બની એક કહાની પ્યાર કી"....દર મંગળવારે....



પ્રિય વાચક મિત્રો,તમારા મારી સ્ટોરી વિશે ના મંતવ્યો જરૂર જણાવશો....જેના કારણે મને આગળ લખવાની પ્રેરણા મળતી રહે....આ app સિવાય તમે મને instagram પર પણ follow કરી શકો છો.....અને તમારા મંતવ્યો જણાવી શકો છો.....આભાર....


Instagram I'd......i_am_tasleem_shal