Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 19

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી ને નવા પ્રોજેક્ટ માં સાથે કામ કરવા માટે પૂછે છે અને પાંખી હા કહે છે....પાંખી અને સમર નવા પ્રોજેક્ટ બનાવા માટે ની તૈયારી કરે છે....હવે આગળ....


પાંખી અને સમર નવા પ્રોજેક્ટ પર કામ કરવા નું ચાલુ કરે છે....પ્રોજેક્ટ પર કામ કરતા કરતા બંને થોડી થોડી વારે એક બીજા ને જોઈ લે છે.... ક્યારેક પાંખી સમર ને ચોરી છુપે જોવે છે તો ક્યારેક સમર પાંખી ને....બંને ને એક બીજા નો સાથ ખૂબ જ ગમે છે....અને આજ કારણ થી બંને ને સમય નું પણ ધ્યાન રહેતું નથી....


અચાનક સમર ની કેબીન નો દરવાજો ખખડે છે...જેના કારણે બનેં નું ધ્યાન દરવાજા તરફ જાય છે....ત્યાં જ અંદર પાર્થ આવે છે....પાર્થ ને જોતા જ પાંખી ઉભી થઇ જાય છે....કેમ કે એને યાદ આવે છે કે આજે તેને પાર્થ ના દિલ માં સાંચી માટે શું છે એ જાણવાનું હોય છે....અને આ માટે તેની પાસે એક પ્લાન હોઈ છે....એ બધું યાદ કરીને તે પાર્થ તરફ ચાલવા લાગે છે...


સમર એને રોકતા પૂછે છે કે...."મિસ પાંખી ક્યાં જાવ છો??"


પાંખી હજી પ્લાન ના વીચાર માં જ હોય છે.... અને ત્યાં જ અચાનક સમર ના પૂછવા થી એ શું જવાબ આપે એ વિચારવા લાગે છે....પછી કંઈક વિચારે છે.....અને કહે છે કે,...

"કઈ નહીં સર.....એ તો મને એમ થયું કે પાર્થ સર ને તમારું કામ હશે તો હું જાવ....તમે કામ કરી લો...."


ત્યાં જ પાર્થ પાંખી ને બહાર જતા રોકતા કહે છે કે,..."મિસ પાંખી મારે તમારા બંને નું કામ છે....સમય જોવો બંને... લંચ નો સમય થઈ ગયો છે....પહેલા જમી લો...પછી કામ કરજો...ચાલો આજે સાથે જ લન્ચ કરી લઈએ...."


પાંખી તો તૈયાર જ હોય છે કેમ કે એને આજે પાર્થ ના મન ની વાત જાણવી જ હોય છે....પણ પાર્થ સમર ને પણ સાથે જ જમવા નું કહે છે એટલે એ વિચારવા લાગે છે કે જો સમર સાથે આવશે તો પાર્થ સર સાથે વાત કેવી રીતે થશે...


આજે સમર પણ સારા મૂડ માં હોય છે અને એ પણ પાંખી સાથે સમય વિતાવવા મળશે એવી આશા એ લંચ ની હા કહે છે.....અને ત્યારબાદ તેઓ સાથે લંચ માટે જાય છે....


કેન્ટીન માં જતા જ પાંખી તો વિચારમાં જ ખોવાય જાય છે કે,...

હવે કઈ રીતે પાર્થ સર ના મન ની વાત જાણશે....?

સમર સર સામે તો કઈ પણ ન બોલી શકે....તો હવે કરવું શું...??

એના પ્લાન નું શું થશે...??

સાંચી ને પણ કહ્યું હતું કે એ એની મદદ કરશે... તો હવે શું કરે..?

પાંખી આવા જ વિચારો માં ખોવાયેલી હોય છે ત્યાં જ અચાનક સમર ને કોઈ નો કોલ આવે છે અને એ વાત કરવા માટે પાર્થ અને પાંખી થી થોડો દૂર જાય છે....આ જોઈને પાંખી તો ખુશ જ થઈ જાય છે...અને પાર્થ સાથે વાત કરવા માટે નો સારો સમય હોવા થી વાત કરવા જાય છે....ત્યાં જ પાર્થ અનાયાસે જ પૂછે છે કે,....

"મિસ પાંખી આજે સાંચી કેમ નથી આવી....??


આ સાંભળીને તો પાંખી ખૂબ જ ખુશ થઈ જાય છે...કેમકે આ એક તેના પ્લાન નો હિસ્સો જ હોય છે....પાંખી એ એવો જ પ્લાન બનાવ્યો હોય છે કે પાર્થ ના મન માં જો સાંચી માટે કંઈ હશે તો પાર્થ ને સાંચી ની ગેરહાજરી જરૂર મહેસુસ થશે...અને પાર્થ નું સાંચી વિશે પૂછવું એ પાંખી ના મતે પાર્થ ના દિલ માં સાંચી હોવા ની પહેલી નિશાની હતી...


પાંખી એ તરત જ ખુશ થતા થતા કહ્યું...."ના સર એને આજે કામ વધુ હોવા થી નથી આવી....અને સારું જ છે ને પાર્થ સર એ નથી આવી એ...કેમ કે આમ પણ એ ક્યાં કાઈ બોલે જ છે....સાચું કહું તો પાર્થ સર હું તો એની સાથે ક્યારેક કંટાળી જ જાવ છું.... ખૂબ જ બોરિંગ છે સાંચી...નહિ પાર્થ સર....??"

પાંખી જાણી જોઈને પાર્થ સામે સાંચી ની બુરાઈ કરવા લાગી....કેમ કે એ ઇચ્છતી હતી કે જો પાર્થ સાંચી ને પસંદ કરતો હશે તો એના વિશે ખરાબ નહીં સાંભળી શકે....આ રીતે એ પાર્થ ના મન ની વાત જાણવા માંગતી હતી....


પાંખી ની વાત સાંભળીને પાર્થ ને થોડું અજુગતું લાગ્યું....કેમ કે પાંખી ખૂબ જ સમજદાર હતી ને એ પોતાની બેસ્ટ ફ્રેન્ડ વિશે આવું કઈ રીતે કહી શકે....પણ પછી એને થયું કે પાંખી બસ એમ જ કહેતી હશે....

ત્યાં જ પાંખી એ કહ્યું..."શું થયું પાર્થ સર ક્યાં ખોવાય ગયા....તમે જવાબ ન આપ્યો?"

પાર્થ પોતાના વિચારો માંથી બહાર આવતા બોલ્યો...."અરે ક્યાંય નહીં....અને હા મિસ પાંખી સાંચી થોડું ઓછું બોલે છે પણ બોરિંગ નથી...એ બાકી છોકરીઓ થી થોડી અલગ છે પણ સારી છોકરી છે...."


પાર્થ હજુ આગળ બોલવા જાય એ પહેલાં જ પાંખી વચ્ચે જ બોલી.... "તો પાર્થ સર તમને સાંચી સારી લાગે છે???"


પાર્થ તો સાંચી ને એક મિત્ર જ માનતો હતો અને એક મિત્ર ની રીતે સાંચી એને સારી જ લાગતી હતી... એટલે એને પાંખી ને કહ્યું...."હા મિસ પાંખી...."


પાંખી તો આ સાંભળીને ખુશ જ થઈ ગઈ...પણ તેમ છતાં એને થયું કે હજી એક વાર એ પાર્થ મન ની વાત સરખી રીતે જાણી લિયે...પાંખી એ થોડી હિંમત એકઠી કરી પણ પાર્થ સામે જોઈ ને પૂછવા ની હિંમત ન થઈ તો એને પાર્થ સામે જોયા વિના જ પૂછ્યું કે...." પાર્થ સર શું તમે સાંચી ને પસંદ કરો છો??"


આ જ સમયે પાર્થ ને અચાનક સમર એ કંઈક દૂર થી પૂછ્યું અને પાર્થ એ સમર ને થોડા જોર થી સમર ને સંભળાય એમ હા કહી...પણ પાંખી નો પ્રશ્ન સાંભળ્યો જ નહીં....પાંખી ને તો એ વાત ની જાણ જ નહતી કે પાર્થ એ સમર ને હા કહી છે...કેમ કે એનું ધ્યાન તો પાર્થ તરફ હતું જ નહીં એટલે એને તો એવું જ લાગ્યું કે પાર્થ એ સાંચી ને પસંદ કરવા ની વાત ની હા કહી છે.....


પાંખી તો ખૂબ જ ખુશ થઈ ગઈ....અને પાર્થ ને ખુશ થતા કહેવા લાગી...."પાર્થ સર એનો અર્થ એમ કે તમે પણ સાંચી ને....."


હજી તો પાંખી વધુ કઈ આગળ બોલે એ પહેલાં જ પાર્થ બોલ્યો...."મિસ પાંખી હું જાવ સમર બોલાવે છે....આપણે પછી વાત કરીએ....પાર્થ આટલું કહીને સમર તરફ ચાલવા લાગ્યો...."


પાંખી તો ખૂબ જ ખુશ થઈ ગઈ....અને સીધો જ સાંચી ને કોલ લગાવ્યો અને કહ્યું કે.....સાંચી તારા માટે આજે એક ખૂબ જ સરસ ગુડન્યૂઝ છે...હું આવીને રસ્તા માં કહું તને....પણ હા મારે પાણીપુરી ની પાર્ટી જોશે તો જ કહીશ.....આમ એકીસાથે પાંખી ખુશ થતા થતા ઘણું બધું બોલી ગઈ....ત્યાં જ સમર અને પાર્થ ને આવતા જોઈ પાંખી એ સાંચી ને બાય કહી ફોન કાપી નાખ્યો....


પાંખી તો પાર્થ ની હા સાંભળીને ને ખૂબ જ ખુશ હતી.....અને સાંચી પણ ગૂડન્યુઝ નું સાંભળીને ને ખૂબ જ ખુશ થઈ ગઈ....પણ જે વ્યક્તિ આ બધા સાથે જોડાયેલો છે એટલે કે પાર્થ....એ તો આ વાત થી એકદમ અજાણ જ છે....જ્યારે પાર્થ ને આ વાત ની જાણ થશે ત્યારે શું થશે....??





વધુ આવતા અંકે......


પાંખી ને સમજવા માં થયેલી એક મોટી ભૂલ......કેવો વળાંક લાવશે આ ચારેય ની જિંદગી માં......


જાણવા માટે વાંચતા રહો...."નફરત સે બની એક કહાની પ્યાર કી"... દર મંગળવારે....

instagram id.....i_am_tasleem_shal