Tane to ek Mari joy ne books and stories free download online pdf in Gujarati

તને તો એક મારી હોયને !!

તને તો એક મારી હોયને !!!

ગામડામાં  7ધોરણ ભણેલીને એક એંજીનીયર પતિ સાથે શહેરમાં તે સમયે આવેલી!!!

 

પતિ સાથે ઓછું બોલવુને દુર રેહવાય તેટલુ રેહવુ,એ જ વિચારતી..

 

કેમ કે પતિ સાથે એ ગામડિયું બોલતીને પતિ સુધરેલું.આથી શરમ આવતી.

 

પતિ ભણેલો ગણેલો પોતાના જ ગામનો પણ...

 

''આ ભણેલો ગણેલો આવ્યો એટલે તે હારી ગઇ''

 

સાથે જ સાત ધોરણ ભણેલાને પછી તે શહેરમાં જતો રહ્યો ભણવા માટે.એ પછીથી માનો કે મોટા થઇ ગયા એટલે છોકરાઓ જોડે બોલવાનુ ન થાય. એમ પણ તે પોતાના ઘરથી છે.....ક ગામના બીજા છેડે રહેતો એટલે બોલાય જ નહી.જો ઘરની આજુબાજુમાં હોત તો વાત અલગ હોત!!!�

 

ને આજની પ્રિયા કંઇક આવી છે...�

 

પ્રિયા પ્રેમથી બોલી ;પ્રણવ!! જમવા બેસી જાવ તો!!!

 

પ્રણવ પ્રેમથી બોલ્યો ;આવું  છુ!!

 

પ્રિયા પ્રેમથી ગુસ્સામાં બોલી એ જાતે લઇ લેજો.મારે પાછળ પાછળ ફરવાની નવરાય નથી;

 

પ્રણવ બોલ્યો ;પ્રિયા,બસ આવુ જ છુ બકા!! મુકીના દેતી જમવાનુ, બકા આવુ જ છુ!!

 

પ્રિયા ચપટી વગાડી બોલી ;પ્રણવ શટ-અપ!!

 

પ્રણવ બોલ્યો ;મેરી બિલ્લી મુજકો મ્યાઉં�

પ્રિયા પગની આંટી મારી પ્રણવ સામે ઉભી રહી બોલી ;યસ, મને હવે બધુ જ આવડી ગયુ છે જાને-મન.હવે હું ગામડાની ને શહેર બંનેની સમજદાર સ્ત્રી છું.

પ્રણવ નરમાશથી બોલ્યો;તે હવે તને બધુ જ શીખવીને હુ જ દુ:ખી થાવ છુ,તુ મને હેરાન કરે છે.�

 

 

પ્રિયા પ્રણવના ગળામાં હાથ વિટાળી ગાલ પર કિસ કરતા બોલી એ તો મારો પ્રેમ છે ડાર્લિંગ બાકી...તો....�

 

રે’વા દે...

 

જો તે મને શહેરમાં કેમ રહેવાય,?કેમ બોલાય,?કેમ લોકો સાથે કામ પાર પડાય? તેમજ અંગ્રેજી શીખવ્યુ.✒

 

આ તેનો કમાલ છે મિસ્ટર!! પછી ધીમેથી ધક્કો માર્યો પ્રણવને...

 

પ્રણવ પ્રિયાનો હાથ પકડી પોતાની બાજુમાં બેસાડતા બોલ્યો ;હા...આજે તુ મારા બાળકની એક પરફેક્ટ માતા છે,તેનુ મને ગર્વ છે.�

 

  • ●●

 

આતો બધી પહેલાની વાતો..પણ...આજનું વાતાવરણ તો કંઇક આવુ જ છે...

ચિકાર-ભરચક શાળાના �મેદાનમાં વાલી, બાળકો અને તમામ સવાર-બપોરની પાળીનો શિક્ષક સ્ટાફ ગોળ ઉભો છે.

 

 

 

વચ્ચે મીરાતગઢનો ખુંખાર ગુંડો,પ્રેમ અને તેની મમ્મી પ્રિયા...ઉભા છે. બધાની નજરમાં આ મા-દિકરા સાથે આ ગુંડો કંઇક અજુગતુ ન કરી બેસે એવી ચિંતા છે.

 

 

મીરાતગઢ એક સીટી છે.સારી-સારી સ્કુલ આવેલી છે.તમામ રસ્તાઓ હરિયાળી આચ્છાદિત છે.ફુલછોડની કોઇ જગ્યા એ કમી નથી.ઘણી હોસ્ટેલને સારી-સારી કંપની આવેલી છે.

 

 

 

કારખાના અને મીલો આવેલી છે.લોકો કામ કરવાને શાંતિથી રેહવાની ઇચ્છાથી મીરાતગઢમાં આવે છે.ને સાથે-સાથે આવનાર ને થોડા જ સમયમાં ખબર પડી જાય કે આ શહેરનો મોટો ખુંખાર ગુંડો એટલે ભોલો.

 

 

આ ભોલો દેખાવે પાતળો,ગોરો,ઇંસર્ટટાઇટ,હીરો જેવો.

 

 

કામ તેના છેલ્લી પાટલી પરના. કોઇ બાપે ભારે વિવશતાથી તેની દિકરીને ભોલા સાથે પરણાવી હશેને દીવા જેવો દિકરો પેટ પડ્યો.

 

 

છોકરો પ્રેમથી મમ્મા સાથે વાત કરતો હતોને તે વાત ભોલા એ સાંભળી,કે તેને ગુસ્સો આવ્યોને તે આજે સ્કુલ સુધી પહોચી ગયો.

 

 

પ્રિંસીપલ સાહેબ પણ ધ્રુજી ઉઠ્યા..

 

 

પ્રિંસીપલ ગભરાતા અટકતા અટકતા બોલ્યા;સર,આપને કોઇ પ્રોબ્લેમ હતો તો મને કોલ કર્યો હોત?

 

 

ભોલો પ્રિંસિપલની ટેબલ પર હાથ પછાડી બોલ્યો બોલ્યો ;ના, કામ મારે એક બાયનું છે.

 

 

પ્રિંસીપલ ગભરાતા બોલ્યા શું?

 

ભોલો પ્રિન્સિપાલ નો (કાઠલો પકડીને)બોલ્યો પ્રેમની માનું.

 

  • ●●

 

(''પ્રેમને સાવન દોસ્ત''એ આખી સ્કુલને ખબર કેમ કે સાવન સાથે દોસ્તી કરવાની બધા બાળકોને ઘેરથી જ ‘’ના’’ પણ આ પ્રિયા એક જ એવી કે તેણે ક્યારેય સાવન સાથે રેહવાની પ્રેમને ‘’ના’’ જ ન કહી.)

 

(એક બાજુ સાવન ક્લાસમાં આખો દિવસ ધ્રુજી રહ્યો,તે પાપાને સાંભળતા કોઇ વાત કરતો જ નહી, પણ આજે પાપા સાંભળી ગયા.ને પાપા આજે માત્ર નાની વાતને કેટલો મોટો અંજામ આપશે.એ ડરથી એ 10 વર્ષનો છોકરો ધ્રુજી રહ્યો.

 

 

પાપા પ્રેમને મારશે..તેના હાથ પગ ભાંગી નાખશે....?....ના..ના..પાપા એવુ ન કરે પ્રેમ નાનો છે. બિચારો...તો...તો.....પછી પ્રિયા માસીને મારશે...ના...ના...એવુ ન કરે એતો છોકરી છે...

 

પાપા એ ક્યારેય કોઇ છોકરી ઉપર હાથ નથી ઉપાડ્યો....તો પછી....શું કરશે? મારા પાપા.....એટલા સારા પણ ક્યા છે કે નિર્દોષ કરાર આપે?)

 

(સાવન નિરાશ થઇ ગયોને આજે તો ફટાફટ બાર વાગી ગયા,રોજ ઘેર જાવાની જલ્દી હોય ત્યારે તો વાગતા જ નથી.� આમ તો મારે સવારથી જ ઘડિયાળ⌚માંથી સેલ કાઢી નાખવો હતો એટલે બાર જ ન વાગે ને ?...ના એવુ ન થાય.બાર તો તોય વાગે જ....એ છોકરો સાવન મનમાં જ વાતો કરી રહ્યો)

 

(બાર વાગ્યા. પ્રેમના મમ્મીની એંટ્રી થય..થોડીવાર પછી ભોલાની..

 

ભોલાને જોઇ બધા વાલી ગભરાય ગયા.પોતપોતાના બાળકને હાથવગા કરવા લાગ્યા.ક્યાંક પોતાનું નિર્દોષ બાળક વચ્ચે ન દંડાય જાય.સાવન દોડીને ભોલા પાસે આવ્યોને પ્રેમ પ્રિયા પાસે)

 

સાવન અચકાતાને ગભરાતા બોલ્યો ;ચલો,પાપા...ચલો...જલ્દી જલ્દી ચલો...આજે મમ્મી એ દાળભાત બનાવ્યા છે.ચલો જલ્દી ચલો..સાવનના ઘેર દાળ-ભાત ખૂબ જ ઓછા બનતા એટલે એ બોલ્યો....

 

ભોલો તાડુંક્યોને બોલ્યો ;ક્યા છે પ્રેમની માં?

 

સાવન ફરી ગભરાતા બોલ્યો ;જવાદો પાપા...દાળભાત...

 

ભોલો ફરીવાર ગુસ્સામાં લાલચોળ થઈ બોલ્યો ;(જોરથી)બસ...સાવન...ક્યા છે એ...બાય?

 

સાવન ધ્રુજી રહ્યો આજુબાજુના લોકો તો ઘણા પાછળ ખસી ગયા....સાવન કશું જ ન બોલી શક્યો! ! ! માત્ર આંગળીથી જ ઇશારો કર્યો.

 

(ભોલા એ વિચાર્યુ પોતાના બાળકને એમ શા માટે કહ્યુ?એમ પણ ભોલાની ટુકડીમાં સ્ત્રીઓને મારવાની કે તેની સાથે લડાય કરવાની મનાઇ.એટલે તેને વિચાર્યુ કે પેલા પ્રેમની મા ને સફાઇ આપવા દેવી પછી જ આગળ વધવુ...)

 

ભોલો બોલ્યો (શાંતિથી છતાંય ગુસ્સામાં) શા માટે કહ્યુ?

 

પ્રિયા ખૂબ જ વિનમ્રતા પૂર્વક બોલી ;નમસ્તે ભાઇ!!! પ્રેમ કાકાને નમસ્તે કરો બેટા!!! પ્રિયા તો પૂરી વાતથી જ અજાણ છે.

 

પ્રેમ પણ મમ્મીની પાછળથી સહેજ ડોકું કાઢી બોલ્યો ;નમસ્તે!!! પછી પાછો સનતાય ગયો...

 

ભોલો ગુસ્સામાં હાથ લાંબો કરી બોલ્યો ;બકવાસ બંદકર જોરથી બોલ્યો ,પ્રેમ, મમ્મી પાછળ સંતાય ગયો ફરીવાર

 

પ્રિંસીપલ ધીમા પગલે ગભરાતા બોલ્યા ;ભોલાભાઇ જવા દો ને, બાળક છે એ તો!

 

ભોલો (પ્રિંસીપલને ધક્કો મારીને) તુ વચ્ચે ન બોલ નાલાયક!!!

 

સાવન બોલ્યો પાપા મારી સાથે કોઇ નથી બોલતુ, આ પ્રેમ સિવાય જવાદોને.���

 

ભોલો (સાવનનો હાથ પકડેલો છોડાવે છે)

 

સાવન હવે રડવા લાગયોને બોલ્યો ;પાપા પ્રેમ મારો બેસ્ટ છે.�

 

ભોલો સાવનને ધક્કો મારે છે, પ્રિયા તેને ઉભો કરે છે.

 

પ્રિયા બોલી ભાઇ,મે એવુ કોઇ કામ નથી કર્યુ કે આપને આટલો ગુસ્સો તમારે પોતાના બાળક ઉપર જ કરવો પડે?

 

ભોલો બોલ્યો તુ બાય છો એટલે...બતાવ..કેમ? હાજર તમામ વ્યક્તિ પણ હજુ પૂરી વાતથી અજાણ છે.ભોલો કેમ આવું કરે છે.

 

જવાબ આપ?

 

【સાવનને યાદ આવે છે આજે સવારની ઘટના...

મમ્મી મમ્મી...મને વાગે ને તો પ્રેમના મમ્મી મને એમ કે ‘’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’

 

મમ્મી આજે હુ છે ને જાણી જોય ને વગાડીને આવ્યો તો પણ એવુ કહ્યુ ‘’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’

 

પ્રેમ ને વાગે તો તેના ‘’પાપા’’ ખીજાય મને તો.......?એ નિરાશ થઈ બોલ્યો...

 

મને પ્રેમના મમ્મી ખીજાય તો એવુ જ લાગે જાણે મારા ‘’પાપા’’ જ મને ખીજાય છે ''બોવ મજા આવે, મમ્મી બોવ મજા આવે. ‘’તને તો એક મારી હોય, તોય પાપ ન લાગે’’ મમ્મા બોવ મજા આવે,મમ્મા બોવ મજા આવે...''

 

એ સવારમાં સ્કૂલ જવા તૈયાર થતા થતા બોલી રહ્યો...

 

મમ્મી પોતાના દીકરાને સમજાવતા બોલી;બેટા,તારા પાપાને તો ક્યા સમય જ છે,તારા માટે કે તારુ ધ્યાન રાખે?તેને તો બસ મારવુ,મારવુને મારવુ જ.પણ તુ છે ને પ્રેમ જોડે ન જગડતો હો કે!!! એક તો આજુબાજુ કે સ્કુલમાં કોઇ નથી બોલતુને પ્રેમ નહી બોલે તો...? ? ? ? ? ?

 

સાવન બોલ્યો ;ના..ના...મમ્મા... પ્રેમ મારો બેસ્ટ છે.....�

 

’’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’

આટલું બોલતા તો સાવન ઉછળી પડે...

 

ભોલો’ બોલ્યો કોણ એમ કહે?જોરથી ગુસ્સામાં લાલઘૂમ થઈને...

 

સાવન ચૂપચાપ ઉભો રહ્યોને શાંતિથી બોલ્યો ;કોઇ નહી પાપા ..હુ સ્કુલ જાવ છુ બાય.ચાલવા લાગ્યો...

 

ભોલો બોલ્યો ;જોરથી સાવનનો હાથ પકડી કોણ કહે છે તને આમ....... ? ? ?

 

જો મે ઘરમાં મમ્માને વાત ન જ કરી હોત તો.....સારું થાત પાપા સ્કૂલ ન આવ્યા હોત યાદ પૂરી】

 

◆◆◆◆

 

ભોલો બોલ્યો બોલ.....તને તો એક મારી હોય તોય પાપ ન લાગે એમ તે કીધું જ? કેમ બાય..?બોલ બાય...

 

તને તો એક મારી હોય તોય પાપ ન થાય.

 

એ છાતી પર હાથ પછાડતા બોલ્યો એ મારો દીકરો છે મારો.ભોલાનો... મીરાંતગઢના ભોલાનો દીકરો છે.

 

મીરાંતગઢના લોકો ભોલાના નામથી ધ્રૂજે છે.મને જોતા પોતાનો રસ્તો બદલી નાખે છે.મારા પગે પડવા લાગે છે ને તું એક બાય...મારા દીકરાને...ભોલાના દીકરાને ધમકાવે છે...એ જોર જોરથી બોલવા લાગ્યો.

 

 

પ્રિયા ઉંડો શ્વાસ લઈ આખરે બધી હિમ્મત ભેગી કરી જાણે તેને ભોલાથી જરા પણ ડર લાગ્યો જ નથી એમ બોલી....�

 

ભાઇ કાલે સાવન પડ્યો તેને ઘુંટણ પર વાગ્યુને લોહી નીકળ્યુ એટલે મે કહ્યુ..’’તને તો એક મારી હોય તોય પાપ ન થાય’’ ભાઈ આને પ્રેમની વ્હાલની ભાષા કહેવાય.અમારે ગામડે છોકરા પડે,વગાડેને તોફાન કરે તો ઘરડા માડી કે બા આમ જ ખીજાય. વ્હાલથી.મારે નહી.

 

ભોલો બોલ્યો સાવન,તને વાગ્યુ?ગુસ્સાથી...

 

સાવને બતાવીને,માથુ હલાવ્યુ.

 

પ્રિયા બોલી ;આગળના દિવસે ગુરુવારે પગથિયા બે-બે ઠેકીને ઉતરતો હતો એટલે વાગ્યુ તો મે કહ્યુ’’તને તો એક મારી હોય તોય પાપ ન થાય’ 

 

હવે તમે જ કહો બે બે પગથિયાં ઠેકીને આવડા છોકરાને ઉતરાય?અંદરથી ડરેલી છતાંય હિંમત ભેર પ્રિયા બોલી રહી. તેને ખબર પડી ગઈ આ પોતાની લડાઈ છે ને જાતે જ લડવાની છે...

 

ભોલા એ સામે જોયુ સાવને માથું હલાવ્યુ.તે બે બે પગથિયાં ઠેકીને જ ઉતરતો હતો...

 

પ્રિયા બોલી ;બુધવારે,તે સ્કુલના ફર્શ પર લસરપટ્ટી કરતો હતો ને વાગ્યુ તો મે કહ્યુ’’’’તને તો એક મારી હોય તોય પાપ ન થાય’ .’’ અમારા ગામમાં એક છોકરો પડયોને નાના મગજ પર 10 ટાકા આવ્યા. .

 

સાવને જવાબમાં માથુ જ હલાવ્યુ.હા એ લસરપટ્ટી કરતો જ હતો...

 

પ્રિયા હિંમતભેર બોલી;મંગળવારે,એ નાસ્તા વગર જ આવ્યો એટલે મે કહ્યુ.પ્રિંસિપલની ફરિયાદ હોય છે કે સવાર સવરમાં છોકરાઓ સામાન્ય કવાયતમાં પડી જાય છે એટલે.મેં તેની ડાયરીમાં નોંધ વાંચી એટલે...’’તને તો એક મારી હોય તોય પાપ ન થાય’ 

 

સાવને હા,કહી

 

પ્રિયા બોલી ;ને સોમવારે હોમવર્ક ન તો લાવ્યો એટલે કહ્યુ.

 

સાવને જવાબમાં માથુ હલાવ્યુને પ્રિયામાસીને આટલી હિંમતથી બોલતા જોઇ પાપા સામે બોલવાની સાવનમાં તાકાત આવી તે બોલ્યો.......���

 

સાવન બોલ્યો ;પાપા,તમારે તો મારા માટે સમય જ ક્યા છે?તમે તો બસ તમારામાને તમારામાં જ હોવ છો.પ્રેમના મમ્મી મારુ કેટલુ ધ્યાન રાખે છે!!!!.તમને તો મારા વિશે ક્યા કશી ખબર જ છે?

 

પાપા પ્રેમ મારો બેસ્ટ છે�

 

[આટલુ બોલતામાં જ પ્રણવ આવી ગયો પ્રેમને તેડી લીધોને, પ્રિયાનો હાથ પકડી ચાલતો થયો. ભોલો માત્ર જોઇ �રહ્યો કશું જ ન બોલ્યો.......બધા તાકી રહ્યા. પ્રિયાને બોલતી જોઇ બધાને એમ જ હતુ કે પ્રિયાને ભોલો મારવાનો તો છે જ્ પણ કશુ જ ન થયુ .પ્રણવ ચાલતો થયોને ભોલો બસ જોતો� જ રહ્યો જોતો � જ રહ્યો...]

 

[આ બાયને મારા બાળક વિશે મારા કરતા પણ વધારે ખબર છે.તે મારા બાળકનું કેટલુ ધ્યાન રાખે છે?બીજુ મારા બાળક સાથે આવડી મોટી સ્કુલમાંથી કે મારી આજુબાજુ ક્યાય કોઇ નથી બોલતુ! ! ! પણ આ બાય જેણે ક્યારેય સાવન સાથે ન બોલવા પ્રેમને નથી કહ્યુ ...ક્યારેય નહી, મારો દિકરો મને નહી પ્રેમને તેનુ બેસ્ટ �કહે છે.]

 

[આટલામાં જ ભારતી આવી ગઇ]

 

ભારતી બોલી ભોલાની પત્ની ગુસ્સામાં ભરચક મેદાનમાં જોરથી ;ખબરદાર ભોલા,જો મારા સાવન પાસેથી તેનો એકમાત્ર ☝દોસ્ત છીનવ્યો છે તો? નથી રેહવુ મારે તારી સાથે, નથી રેવુ તારા જેવા ગુંડા સાથે,શું મળ્યુ મને તારી સાથે રહીને?  મારા બાપની ખાનદાની માટે ટકી રહી,પણ બસ બોવ થયું હવે....

 

તારા જોડે રહીને મને બદનામી,ધિક્કારને નફરત મળી છે . કોઇ નથી બોલતુ મારી સાથે.મે મારી જિંદગી એકલી વિતાવી પણ બસ, હવે મારો સાવન નહીં,નહીં રહે આ દુનિયામાં એકલો. હુ જ તને છોડુ કે તારો મારી સાથે કોઇ સંબધ નથી.�તુ જીવી લે દુનિયાને તારા પગમાં કરીને� મારે ને સાવનને તો આ બધા સામે જુકીને જીવવું છે. બધાને ડરાવીને નહીં,કોઇના નિ:સાસા ખાયને નહી.

 

ભોલો કશું જ ન બોલ્યો  આખરે આ બાય ગામડાની ...... તેણે ભોલાની કુબુધ્ધીમાં જાન ભરી ખરી, આ નિર્દયીને જીવ આપ્યો ખરો.【પ્રિયા હા.. સાવને પ્રિયા માસી જ કહ્યું તું એ વિચારીને બોલ્યો】

 

ભોલો પ્રિયાને બોલાવતા બોલ્યો;તમે મને પ્રેમનો કાકા કહ્યોને આપ મારા ભાભી.....ભાભી માઁ સામાન હોય છે.હુ આજથી આ તમામ કામ છોડુ છું. મને ન તી ખબર કે મારા આવા કામથી મારી પત્ની અને મારુ બાળક આવડી મોટી દુનિયામાં એકલા પડી ગયા છે. એ પણ મારા કારણે. વાલિયો લૂંટારું વાલ્મીકિ બની શકતો હોય તો હું કેમ નહીં.......પ્રિયાને પ્રણવ કંઇ જ બોલ્યા વગર ચાલ્યા ગયા�

 

ભારતી ભીની આંખે ભોલાને ધિક્કારતા બોલી;જોયુને ભોલા,આવડી મોટી દુનિયામાં મારો સાવન એકલો છે, કોઇ નથી, બધા જ ચાલ્યા ગયા...બધા જ ચાલ્યા...કોઇ નથી સાવન જોડે કોઇ નથી.

સાવન પાપા ...બોલી .રડવા લાગ્યો.....�

 

ભોલો બોલ્યો પ્રેમ હંમેશા તારો બેસ્ટ રહેશે,તુ ચિંતા ન કરતો! ! !સાવન

 

[ભોલા એ તમામ કામ છોડી દીધાને પછી એક સારો માણસ બની ગયોને, સારા માણસ તરીકેનુ જીવન જીવવા લાગ્યો.આજે સાવન અને પ્રેમ મેડિકલ �ના પ્રથમ વર્ષમાં છે]

 

★★★

 

પાંચા-સાત ફોરવ્હીલ �મેડિકલ કોલેજના� કેમ્પસમાં ઉભી છે.10-15 ગુંડ્ડા છે.તે ત્યા પ્રોફેસર અને ટ્રસ્ટી સાથે જગડે છે.

 

15લાખ રુપિયા દર વર્ષે તે આ કોલેજ પાસેથી લે છે.જેના લીધે કોલેજના છોકરાઓને વધારે ફીઝ આપવી પડે છે.છોકરાઓને હોસ્ટેલ ફરજિયાત રાખવી પડે છે.

 

બીજી જ ઘડીએ કોલેજમાંથી કોલ ગયોને બીજી પાંચ-સાત ફોરર્વ્હીલ� આવી તેમાંથી 10-15 ગુંડ્ડા ઉતર્યા.

દરવાજો ખુલ્યોને......

એક મુછોવાળો,ગોરો,દાઢીવાળોને મીડીયમ બોડીવાળો માણસ ખુલ્લી તલવાર સાથે ઉતર્યો ને બોલ્યો....

ઓયે.......કોણ છે.....?જે દર વર્ષે 15લાખ માંગે છે...?

જોનારા ચોકી ગયાને, પેલા આવેલા ગુંડ્ડા ડરી પણ ગયાને, સાથે બે ડગલા ખસી પણ ગયા...

મે ભલે સત્યનો માર્ગ અપનાવ્યો, પણ હુ તમારા જેવાનો નાશ કરવા ફરીવાર દાનવ બની શકુ છુ,સામેવાળાના ગળા પર તલવાર મુકી બોલ્યો...કોને જોવે છે?..કેટલા લાખ.....માંગો તેટલા આપશે આ....

સામેવાળા ડરીને કશું જ નહીં બસ....જીવ બક્ષ આપો! ! ! !એ ડરતો ડરતો બોલ્યો..

હા......તો જા, ફરીવાર મીરાતગઢમાં  દેખાયો તો માથુ કાપીને હાથમાં મુકી દઇશ......

  • ●●

બધા students આ માણસને તાળીઓના ગડગડાટથી વધાવ્યોને, સામે છેડેથી બે છોકરા દોડતા આવ્યાને તેને ગળે વળગી ગયા.....�

સાવન બોલ્યો thanks પાપા. આજે તમે ન આવ્યા હોત તો?

તમે મારા બેસ્ટ છો......�

પ્રેમ બોલ્યો ;મારા પણ....�

આ સફર બેસ્ટ �બનવા માટેની તો હતી.....

બોવ સહેલુ છે પ્રેમ કોઇના બેસ્ટ �બનવુ.......

મને ન’તી ખબર કે સારા માણસબનીને પણ લાખો લોકોના દિલમાં❤ સ્થાન મેળવી શકાય છે...

ભોલો બોલ્યો

****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED