Phone thi thai preet books and stories free download online pdf in Gujarati

ફોન થી થઈ પ્રીત 

બોર્ડ પર ટોપ પર નામ હતું મેક તે મેક જે કૉલેજ નો ટોપર અને હર સાલ બાજી મારતો સીધો સાદો આજે બોર્ડે પર જોઈ નાચવા લાગ્યો. બધાં મિત્રોએ તેને તેડી હવામાં ફંગોળવા લાગ્યા. બધા પાર્ટ પાર્ટી કરવા લાગ્યા. મેક ના મુખ માંથી શબ્દો નીકળ્યાં આજે સાંજે મારી ઘરે પાર્ટીમાં આવી જજો.

બધાં મિત્રો સાંજે પાર્ટીનો ખૂબ આનંદ માણે છે. એક મિત્ર આજે તેને કહેવા લાગ્યા.
યાર હવે તો કૉલેજ પુરી એટલે અમને મળવાનું ભૂલીશ તો નહીં ને?
હવે તો તું ટોપર એટલે બહાર નોકરી કરતા જતો રહીશ તો અમારું શું થશે?
કોઈ છોકરી મળશે તો અમને બધાને ભૂલી તો નહીં જા ને?
આવા પ્રશ્નો કરી મેક ને બધા વાલ કરી મજાક મસ્તી કરી રહ્યા હતા.

તમારી સાથે ગાળેલી સુવર્ણ સમય હું ક્યારેય નહીં ભૂલું રહી વાત નોકરી ની તો તે તો કરવી પડશે તમારે મારે બધાને કોઈ ને કોઈ જોબ કે કામ પર સેટ થવું પડશે.

જીંદગી રહી તો ફિર મિલેન્ગે કહી બધાં ગળે મળીને છૂટા પડ્યા.

મેક સારી જોબ માટે ઓનલાઇન અરજી કરે છે. કોઈ સારી કંપની માંથી મેલ આવે છે. કાબીલીયત ને આધારે મેક ને સારી નોકરી માટેની ઑફર આવે છે. પેલા મમ્મી પપ્પા ને ગુડ ન્યૂઝ સંભળાવે છે તે ખુશ થઈ ને તેને જવા માટે ની છૂટ આપી દે છે. તેના મિત્રોને પણ જાણ કરે છે. તે પણ બહુ ખુશ થાઈ છે ને અમે તને બસ સ્ટેશન સુધી મુકવા આવીશુ.

બધાં મિત્રો ખુશી ખુશી મેક ને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય છે. બધા મેક ને ગળે વળગી બેસ્ટ ઓફ લક કહી બસ માં બેસાડી નીકળી ગયા. મેક પોતાની સીટ મા આરામ થી બેસી ગયો. બસ મુંબઈ તરફ રવાના થઈ સફર ઘણો લાંબો હતો, બેગ માંથી બૂક કાઢી વાંચવા લાગ્યો. બસ માં અચાનક બ્રેક લાગતા હાથમાં રહેલી બૂક નીચે પડી ગઈ. તે નીચે બૂક લેવા નમે છે ત્યાં તેની નજર એક સ્માર્ટ ફોન પર પડી તેણે હાથમાં લઈ જોયું તો ફોન બંધ હતો ને બે દિવસ થી પડ્યો હસે એટલે ધૂળ પણ હતી. મેક સાફ કરીને જુએ છે તો ફોન બંધ હતો તેને થયું લાવ ચાર્જ કરું જેનો હસે તે ફોન તો કરશે.

બેગ માંથી પાવર બેંક કાઢી મોબાઇલ થોડીવાર ચાર્જ માં મૂક્યો. એક કલાક પછી ફોન સ્ટાર્ટ કર્યો ફોન ચાલુ હતો. મેક ને થયું જેનો હસે તે ફોન તો કરશે ને. થોડી વાર થઈ ત્યાં રીંગ વાગી.

હલો કોણ બોલો છો?
હલો હું મેક.
આ ફોન મારો છે તમારી પાસે કેમ?
મને બસ માંથી મળ્યો છે. તમે કોણ?
હું મનસ્વી થી મુંબઈ થી. હું બે દિવસ પહેલા બસમાં સફર કરી રહી હતી ત્યારે મારો ફોન પડી ગયો. હું અત્યારે મારી નાની બહેન નો ફોન વાપરી રહી છું પ્લીઝ મને ફોન આપી શકશો?
ચોક્કસ... હું મુંબઈ આવી રહ્યો છું ત્યાં હું તમને તમારી ફોન આપી દઈશ.

ધીરે ધીરે વાતો કરવા લાગ્યા. એક કલાક સુધી વાતો કરી ત્યાં મેક પાસે રહેલો ફોન ની બેટરી પુરી થઇ ગઇ. પાછો પાવર બેંક માં ચાર્જ માં મૂક્યો. ફરી એક કલાક ચાર્જ કર્યાં પછી ચાલુ કર્યો ત્યાં મનસ્વી નો ફોન આવ્યો.
કેમ ફોન બંધ કરી દીધો ઈરાદો નથી શું ફોન આપવાનો.
ના ના તારા ફોન ની બેટરી ખલાસ થઈ ગઈ હતી. ફરી વાતો કરવા લાગ્યા. ખાસ મનસ્વી ને મેક ની વાતો ગમતી હોય તેવું લાગતું હતું. બંને એ એક બીજાની બધી માહિતી જાણી ને કોઈ ફ્રેન્ડ હોય તેવો અહેસાસ થયો.

લંચ નો સમય થયો એટલે બસ એક હોટલ મા ઊભી રહી. મેક કહ્યું હું જમી લવ પછી વાત કરું કહી ફોન મૂકી હોટલમાં જમવા ગયો. જમીને બસ માં સૂઈ ગયો.

ફરી રીંગ વાગી મનસ્વી મેક સાથે વાતો કરવા લાગી. પૂછયું તમે ક્યાં ઉતર છો તો હું ફોન લેવા ત્યાં આવું. હું સરગમ હોટલ બૂક કરાવી છે તું ત્યાં આવી જજે. હું નવ વાગ્યે પહોંચી જઈશ. ઓકે બાય કહી ફોન મૂકે છે ત્યાં મનસ્વી બોલી બહું ઉતાવળ છે. ના ના બસ થોડી ઊંઘ આવે છે. તને તો ફોન ની ચિંતા માં ઊંઘ નહીં આવતી હોય પણ મને આવે છે. હું થોડી વાર પછી કોલ કરું કહી ફોન મૂક્યો.

ચાર કલાક થઈ એટલે ફરી મનસ્વી ફોન કર્યો ક્યાં પહોંચ્યા?? તમે આવો તો છો ને મુંબઈ?? હા બાબા હું આવું છું જો મુંબઈ માં એન્ટર થયો બસ તું નવ વાગ્યે આવી જજે હું ત્યાં તારી રાહ જોઈશ. ફરી વાતો મા લીન થઈ ગયા. ને સ્ટોપ આવ્યો એટલે ફોન રાખ્યો ટેક્સી પકડી હોટલે પહોંચ્યો. ડિનર કરી રૂમમાં મનસ્વી ની રાહ જોઈ રહ્યો. મેક ફોન કર્યો હું આવી ગયો છું તું ક્યાં છે હું તારી રાહ જોવ છું. ઘરે કોઈ નથી બધા આવી જાસે એટલે આવીશ નહિતર સવારે.

રાત્રે મોડે સુધી વાતો કરી. સવાર થયું એટલે મેક કંપની તરફ જઈ રહ્યો હતો ત્યાં મનસ્વી નો ફોન આવ્યો ક્યાં છો?? હું કંપની તરફ જઈ રહ્યો છું હવે હું ફ્રી થાવ એટલે ફોન કરું. ઓકે હું પણ નોકરી પર જાવ છું પછી વાત. મેક ઇન્ટરવ્યૂ દેવા પહોંચ્યો ત્યાં એક પી.એ. ક્હ્યું થોડી વાર બેસો હું હમણાં બોલાવું. મેક ને અવાજ જાણીતો લાગ્યો પણ સમજી ન શક્યો. ઇન્ટરવ્યૂ આપ્યું પણ કંપની કહ્યું કોઈ તમારી રિસ્પોન્સિબિલિટી લે તો જોબ પાકી. પેલી છોકરી તેને જોઈ રહી હતી મેક ના હાથમાં રહેલો ફોન જોયો પણ તે મારો જ હસે એવું તો ન હોય ને. મેક હોટલમાં આવી આરામ કરી રહ્યો હતો. સાંજ થવા આવી એટલે મનસ્વી નો ફોન આવ્યો હું ફોન લેવા આવું છું તું ક્યાં છે. હું સરગમ હોટલમાં રૂમ નંબર 201 માં છું. તું આવી જા હું આરામ કરી રહ્યો છું.

થોડી વાર થઈ એટલે રૂમનો દરવાજો ખુલ્યો મનસ્વી મેક ને જોયો. તમે??? આજે તે કંપની મા ઇન્ટરવ્યૂ દેવા આવ્યા તા. હા હું જ હતો. પણ પેલા બેસ તો ખરી બંને હાથ મિલાવી બેડ પાસે બેસ્યા. એક બીજા સામુ જોઈ સ્માઈલ આપી રહ્યા હતા. બને બસ એક બીજા ની આંખોમાં ખોવાઈ ગયા. મેક મનસ્વી ના કપાળ પર કિસ કરી, મનસ્વી ઓ મનસ્વી લે આ તારો ફોન. ફોન લીધો પછી તારો નંબર તો આપ ને હા તને જોબ મળી કે નહીં. જોબ તો પાકી હતી પણ કંપની ને રિસ્પોન્સિબિલિટી ની જરૂર હતી એ મારી પાસે નથી. તું ચિંતા ન કર હું રિસ્પોન્સિબિલિટી લવ શું તારી બસ. બંને ગળે વળગીયા ને છૂટા પડ્યા.

સવારે કંપની મા મનસ્વી મેક ની રિસ્પોન્સિબિલિટી લે છે ને મેક ની જોબ નક્કી થઈ જાય છે. બને બહાર આવે છે. મેક મનસ્વી ને તેડી ને પ્રપોઝ કર્યું. મનસ્વી પણ એક કિસ કરી પ્રપોઝ સ્વીકાર્યું.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED