Maa te maa books and stories free download online pdf in Gujarati

માં તે માં

કૉલેજ ના શરૂઆત ના દિવસો મારા માટે નવા હતા એટલે કે કૉલેજ મારા માટે નવી હતી અને ફ્રેન્ડ ન હતા. મેં રેગ્યુલર કૉલેજ શરૂ કરી દીધી હતી.

એક દિવસ હું કોલેજ જઈ રહ્યો હતો. કૉલેજ ના ગેટ નો વળાંક હતો જેઓ હું ગેટ માં પ્રવેશ કર્યો ત્યાં મને એક કૉલેજ સ્ટુડન્ટ અથડાયો મારા હાથમાં રહેલી બૂક પડી ગઈ. તેણે મારી બૂક ભેગી કરી મને આપી ને સોરી કહી ઉતાવળે નીકળી ગયો.

ક્લાસ માં હું પહોંચ્યો લેક્ચર શરૂ થવાની તૈયારી હતી. ત્યાં તે સ્ટુડન્ટ ક્લાસમાં આવી મારી બાજુના રહેલી જગ્યાએ બેસી ગયો. મારી સામે જોઈ ને ઈશારા મા ફરી સોરી કહ્યું.

ક્લાસ પુરો થયો એટલે તે મને મળ્યો.
હાય હું અશોક. તમે?
જીત.
સરસ. જીત હું એક દુર ગામ થી શું તમે અહીંના છો?
હા અશોક.
અમે છુટ્ટા પડ્યા.

બીજા દિવસે અમે કૉલેજ ના ગાર્ડન માં મળ્યા. દોસ્ત ની જેમ અમે વાતો કરવા લાગ્યા. મેં મારી બધી વાત કરી. મેં પૂછયું અશોક તું સાવ આવા કપડાં કેમ પહેરે છે.?
જીત હું ગરીબ પરિવાર થી છું. એક અંધ માં છે ને એક નાની બહેન છે જે મજૂરી કામ કરી ઘર ચલાવે છે. હું એટલા માટે અહીં આવ્યો કે ભણુ અને સાઇડ માં જોબ કરી થોડી ઘર ની મદદ કરી શકું. હું અહીં જ્ઞાતિ ની વાડીમાં રહું છું તે મને ફ્રી માં રહેવા દે છે ને જમવાનું સસ્તું ગોઠવી દીધું છે. હું તેમનો આભાર માનું છું. મને કેન્સર છે. હું જડપ થી પૈસા કમાવા માગું છું જેથી મારું ફેમીલી દુખ માંથી બહાર નીકળે. મારા માટે આ શહેર નવું છે. તું મારી હેલ્પ કરીશ.

થોડી વાર તો હું ચોંકી ઉઠયા એક કેન્સર પીડિત અને આટલો જુસ્સો. મેં તેને આશ્વાસન આપ્યું. કહ્યુ બને તેટલી મારા માટે મહેનત કરીશ.

અશોક ને એક ઑફિસ માં પાર્ટ ટાઇમ જોબ માટે લગાડી દીધો. સવારે કૉલેજ અને બપોરે જોબ આમ તે હવે ખુશ રહેવા લાગ્યો. અમે રોજ મળતા અને ખૂબ વાતો કરતા અમે હવે ખાસ દોસ્ત બની ગયા.

શનિવાર હતો અમે કૉલેજ માં રોજ ની જેમ આજે મળ્યા. અશોક કહ્યું મારે પગાર આવ્યો છે તો તું મારી સાથે આવ તો મારા ઘરે જતા આવી. આમ પણ તને મારું ગામ જોવાઈ જાય ને મા અને બહેન ને મળી લેવાય. હું ના ન કહી શક્યો. હા તારો ફેમિલી તે મારું ફેમીલી છે. બોલ ક્યારે જવું છે. કાલે રજા છે કાલે જઈએ. ઓકે તું સવારે મારી ઘરે આવતો રહેજે. આપણે મારી બાઇક લઇને જઇશું.
કૉલેજ થી ફ્રી થયો એટલે માર્કેટ માંથી એક સાડી અને ડ્રેસ ખરીદ્યો. 

સવારે અમે બંને નીકળ્યાં બાઇક લગભગ પચાસ કિલોમીટર સાલી એટલે એક નાનું ગામ આવ્યું. ગામ ની બહાર એક નાનું મકાન હતું ત્યાં મને અશોક કહ્યું આ મારું ઘર. બહાર ખાટલામા માં બેસી હતી બાજુમાં બહેન વાંચણ માંઝી રહી હતી. અશોક તેની માં ને પગે લાગી બાજુમાં બેસી ગયો. મેં પણ પગે લાગ્યો એટલે માં એ માથા માં હાથ ફેરવી કહ્યું બેટા અશોક આ કોણ. માં આ મારો ફ્રેન્ડ છે. મારી સાથે ભણે છે. બેટા મારી બાજુમાં બેસ.

જુમકી આ જો તારો જીત ભાઈ!!!
જુમકીએ મને જય શ્રી કૃષ્ણ કહ્યું. તે પાણી લાવી મારી સામે જોયું ને ભાઈ શું બનાવું ચા કે???
ના ના
તે બાજુમાં નીચે બેસી ગઈ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગરીબી શું છે. મેં બેગ માંથી સાડી અને ડ્રેસ કાઢી ને માં અને બહેનને આપ્યો. પહેલા તેણે ના પાડી પણ અશોક કહ્યું મા તે તમારો દીકરો જ છે એટલે તેણે લઈ લીધો. બહુ ખુશ થયા.

સાલ જીત આપણે ગામમાં ફરવા જઈએ ત્યાં બહેન રસોઇ બનાવી લે. અમે બહાર ગામ જોવા નીકળ્યાં. જમવાનો સમય થયો એટલે ઘરે આવ્યા. માં અને બહેને નવા કપડા પહેર્યા હતા. અમે જમવા બેસ્યા. જમવા મા બાજરા નો રોટલો, અડદ ની ડાળ, સાસ હતા પણ માં નો પ્રેમ એટલો હતો કે જમવામાં બહુ મીઠાસ હતી. જમી ને બહાર એક જાડ નીચે ખાટલો રાખી બંને આરામ કર્યો. પછી માં ને બહેન ને મળીને અમે નીકળી ગયા.

હવે રોજ તો મળતા પણ મહીને એક વાર ગામડે પણ જઈ આવતા. આમ કૉલેજ ના બે વર્ષ પૂરા થઈ ગયા. અશોક પોતાની બીમારી છુપાવી રખતો તેણે મારા સિવાય કોઈ ને પણ જાણ કરી ન હતી. ધીરે ધીરે તબિયત વધુ બગડી તેને સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તેણે કહ્યું હતું તું મારી ઘરે વાત નહી કરતો.

સાત દિવસ થી તે હોસ્પિટલમાં તે આખરી શ્વાસ લઇ રહ્યો હતો. તેને આઇ સી યુ માં ભરતી હતો. મને ડર લાગી રહ્યો હું માં અને બહેનને શું જવાબ આપીશ. મેં એક ગાડી મોકલી તેને લેવા તે આવ્યા અશોક ની હાલત જોઈ બહું રડયા. મારી પાસે જવાબ ન હતો. થોડો સમય થયો અશોકે તેના પ્રાણ છોડ્યા. હું ખૂબ રડયો ને માં પાસે ગયો. તે મને ગળે વળગી ખુબ રડયા. અશોક ની બૉડી હૉસ્પિટલમાં થી લઈ જઈ ગામડે તેના અંતિમવિધિ કરી. અશોક ની માં અને બહેન આજે નિરાધાર થઈ ગયા હતા. તેની માથે પહાડ તૂટી પડ્યો હતો. આશ્વાસન સિવાય મારી પાસે કઈ ન હતું હું પણ તેનાં ગમ માં હતો છતાં હિંમત રાખી તેની ઉતર ક્રિયા કરી થોડા પૈસા માં ને આપી હું ઘરે આવતો રહ્યો.

દર રવિવારે હું ગામડે જઈ અશોક ની ઉણપ પુરી કરતો. તેની બધી જરૂરિયાત તો પૂરી શક્યો નહીં પણ મારી થોડી મદદ તેને બહુ રાહત આપવા લાગી. તે આજે મને અશોક ની જગ્યા આપી તે મને દિકરા ની જેમ પ્રેમ આપવા લાગ્યા. હું તેની એટલી લાગણી માં બંધાઈ ગયો કે હું તેનો જ દિકરો છું. એવો ભાસ થવા લાગ્યો. હું તેને મારી કમાણી નો થોડો હિસ્સો મોકલતો તેને ઘર ચલાવવા મા થોડી મદદ થઈ જતી.
અમે ગર્વ થાઈ છે કે હું મને બે માં મળી. મને બે મા નો પ્રેમ મળ્યો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED