Munna nu haasya books and stories free download online pdf in Gujarati

મુન્ના નું હાસ્ય

જીવનમાં આપણને હાસ્ય ગમે ત્યાં મળી રહે છે. બસ આપણી દ્રષ્ટિ પર નિર્ભર કરે છે. એવી ઘટનાઓ તમને કહીશ તમે પણ હસી પડશો...

મારા શહેર માં મારી સોસાયટી માં એક મુન્નો કરીને રહે આમ જુઓ તો સાવ સીધો સાદો અને ભોળો. બિચારો બહેરો અને મૂંગો. ઘરમાં મમ્મી એ પણ વૃધ્ધ એટલે શહેર ની એક સંસ્થા તેને ભરણ પોષણ આપે. ને મુન્નો ક્યારેક મજૂરી કામ કરે અને મારે જયારે જરૂર હોય તો સાથે લઈ જાવ આમ બહું બહાર નું જોયું નહીં એટલે મારી સાથે બહું મજા આવે. હું ખાવું પીવું આપું એટલે મારી સાથે મજા આવે.

મુન્ના એક મકાન મા રહે એક પંખો એક લૅમ્પ બસ બીજું કાંઈ નહીં સુવિધા મા પણ લાઈટ બિલ કેટલાય મહિના થી ભર્યું નહીં હોય એટલે geb વાળા આવ્યા નોટિસ આપી ને જતા રહ્યા. મુન્ના ને એમ કે લાઈટ બિલ હસે એટલે ફાડી નાખ્યું. પણ તે લાસ્ટ વોર્નિંગ પેપર હતું. હવે મહિનો થયો મારે તેની ઘરે જવાનું થયું જેવો દરવાજા પાસે પહોંચ્યો તો એક પોલીસ કર્મી ત્યાં ઊભો હતો મેં પૂછ્યું સર કોઈ કામ છે તો કહ્યું આ મુન્ના ના નામે geb વાલાએ કેશ કર્યો છે. તેને કાલે કોર્ટે ફરમાન આવ્યુ છે તેને કોર્ટમાં કાલે હજાર થવું પડશે. મેં લેટર લઈ તેને જવા દીધા.

મુન્નો ઘરે હતો મને જોઈ બહું ખુશ થયો બોલી કે સાંભળી ન શકે એટલે એક મીઠી સ્માઈલ તેના ચહેરા પર હોય મેં તેને હાથ નાં ઈશારે બધું સમજાવ્યું તેને કહ્યું તમે જે કેસો તે હું કરીશ.

સવારે દસ વાગે મેં તેને બાઇક પર બેસાડી કોર્ટે સુધી લઈ ગયો. થોડી રાહ જોઈ ત્યાં મુન્ના ને અંદર બોલાવ્યો હું પણ અંદર ગયો. મને પોલીસ અધિકારીએ રોકી કહ્યું તમારું કામ નથી તમે જાવ મેં ઘણું સમજાવ્યું કે મારી વગર કેશ નહીં સાલે પણ તોય મને ત્યાં થી જવાનું કહ્યું. હું થોડુક કામ હતું એટલે સિટી માં ગયો.

હવે જજ તેને પ્રશ્ન પૂછે છે. વકીલ પણ પૂછે છે કે તમે બિલ કેમ ભરતા નથી. પણ મુન્નો તો કઈ સાંભળે નહીં ને કહી બોલી શકે નહીં બસ આજુ બાજુ ટગર વગર જોયા કરે પંદર મિનિટ સુધી જજ સાહેબ અને વકીલ તેની સામે બોલ્યા પણ કોઈ જવાબ જ નહીં આખરે જજ સાહેબ કહ્યું તેની સાથે હતો તેને હમણાં જ બોલાવો. મને ફોન આવ્યો એટલે હું તરત કોર્ટ પહોંચ્યો જજ સાહેબ મને પૂછયું આ ભાઈ જવાબ કેમ નથી આપતા. મેં કહ્યું સાહેબ મેં કીધું તું મારી વગર કેશ નહીં સાલે તો પણ....આ ભાઈ મૂંગો ને બહેરો છે. 
  જજ સાહેબ અને વકીલ બધાં હસવા લાગ્યા માળુ આતો ભેંસ સામે ભાગવત કરી. સાહેબ આ ગરીબ છે ને એક સંસ્થા દ્વારા ઘર સાલે છે એટલે તેને માફ કરી દો. જજ સાહેબ થોડુ ભરણું ભરાવ્યુ ને અમે બહાર નીકળી ખુબ હસ્યા......

ગિરનાર ની પરિક્રમા શરૂ થઈ હતી મને થયું લાવ હું જાવ બધાં મિત્રો વ્યસ્ત હતા એટલે મેં મુન્ના ને કહ્યું તારે આવવું છે તે બિચારો કોઈ દિવસ નાં ન પાડે. અમે બંને સવારે ગાડી લઈ નીકળી ગયા. જૂનાગઢ પહોંચ્યા ગાડી પાર્ક કરી ને એક સારી હોટલમાં અમે જમ્યા મારી પેલા તે જમીને કાઉન્ટર પાસે ગયો. હું વોચરૂમ માં ગયો હતો. હોટલ નોં માલિકે મુન્ના ને બીલ આપ્યું તેણે લીધું પણ વાંચતા કોને આવડે બસ ટગર વગર જોયા કર્યો મારે થોડુ મોડું થયું. ત્યાં તો પેલા હોટલનો માલિક તેને ધમકાવા લાગ્યો પણ મુન્ના ને શું ખબર કે આ શું કેશે. બસ તે હસ્યા કર્યો. ત્યાં તો હું પહોંચ્યો મુન્ના ના હાથ માંથી બિલ લઈ પેમેન્ટ કર્યું. હોટલના માલિકે પૂછયું આ ભાઈ તમારી સાથે છે. હા મારી સાથે છે. પણ આટલું બધું અમે કહ્યું તો કેમ બોલ્યા નહીં બીજો હોય તો જગડો કરવા લાગ્યો હોય.

મેં હસતાં હસતાં કહ્યું આ ભાઈ મૂંગા બહેરા છે. બધા મુન્ના ની સામે જોઈ હસવા લાગ્યા. મુન્નો પણ હસવા લાગ્યો.

જીત ગજ્જર 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED