એબસન્ટ માઈન્ડ - 5 Sarthi M Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબસન્ટ માઈન્ડ - 5

એબસન્ટ માઈન્ડ

(૫)

પંજાબ ઈઝ અ ગોલ્ડન સ્ટેટ. તમે કાશ્મીર ટુ કન્યાકુમારી હાઈવે પર પ્રવેશો એટલે સોનેરી ખેતરો નજરે ચડે. ‘મેરે દેશકી ધરતી’ કેમ લખાયું હશે હવે ખબર પડી

આખરે રાત્રે સાડા આઠ-નવની આસપાસ હોસ્ટેલમાં પહોંચ્યો. સવારે હોટેલથી નીકળતાં પહેલાં વાત કરી રાખી હતી. હોસ્ટેલ વિશે કોઈને જાણ ન હોય તો પાંત્રીસ વર્ષની ઊંમર સુધીના તેમાં રોકાઈ શકે છે. બેડ એન્ડ બ્રેકફાસ્ટ. પરવડે એવાં રૂપિયે બધા જુવાનિયા હોય એટલે જલસો પડે. વિકી પાજીને મળ્યો. બોલવામાં પારવધો માણસ. ત્યાં કેટલાંક મહેફીલ જમાવી બેઠાં હતાં. ફ્રેશ થયાં બાદ વિકીને જમવા વિશે પુછ્યું.

“અગર ગોલ્ડન ટેમ્પલ જા રહે હો તો વહી પે ચલે જાઓ. વર્લ્ડ ફેમસ લંગર હે” “પાજી કિસી કો આના હે તો ભેજ દો મેરે સાથ.” “હાં જી એક ચાઈનીઝ લડકે કો આના હે રુકો”

પીરી આવ્યો. હાય હેલો કર્યું. એને મારું નામ ન ફાવ્યું. શોર્ટમાં સેમી કહ્યું. યુકેમાં એ જ નામ બધાએ પાડ્યું હતું. હું, પીરી અને ફીલીપ ત્રણેય ગોલ્ડન ટેમ્પલ ગયા. ત્યાં લાંબી લાઈનમાં ગુરૂ ગ્રંથ સાહેબનાં દર્શન કરવા ઊભા રહ્યા. બે મિનિટમાં પીરીએ કહ્યું હું ત્રણેક દિવસ અહીં જ છું એટલે પછી જોઈ લઈશ. થોડી વાર બાદ ફિલીપે કહ્યું, “હું બપોરે જ આવી ગયો એટલે ચાલશે અત્યારે.” સવારે વહેલા જવાનું હતું. લાંબી લાઈનમાં ઊભા રહેવાની ગણતરી ન હતી. એટલે હું પણ આવી ગયો. ત્રણેય લંગરમાં જમ્યા. પીરી પહેલીવાર આવ્યો હોવાથી એને આશ્ચર્ય થતું હતું.

એક જગ્યાએ ત્રણેય ખોવાઈ ગયા એટલે પાછા મળ્યા બાદ નંબરની આપ-લે કરી. પીરીનો નંબર સેવ કરતાં પહેલાં એને બતાવ્યો.

‘નો ઈટસ નોટ પીરી. ઈટ્‌સ પીરી’

‘યસ પીરી.’

‘નો.નો. ઈટસ પીરી’ લાંબુ ચાલ્યું.

‘રાઈટ ધેર ફોર મી પ્લીઝ’ એને ફોન પકડાવી દીધો.

‘BILLY’ ટાઈપ કરીને એ ફરી બોલ્યો.

‘સી.પીરી’

હું યુકેનાં ક્રિસમસ માર્કેટમાં પહોંચી ગયો. જ્યાં ચાઈનીઝ લોકો ટીશ્યુ બદલે પીશુ માંગતા હતા.

‘આ…ઓકે ગોટ ઈટ બડી’

કિસ્ક્રીમિનેશન કરવાનાં ઈરાદે નહીં પણ ભવિષ્યમાં કોઈ ચાઈનીઝને મળો તો આ ધ્યાનમાં રાખજો.

***

સવારની શરૂઆત બકવાસ ચા સાથે થઈ હતી. હોટેલથી ત્રણ-ચાર કિમી દુર ઓઈલ ચેન્જ કરાવ્યું. રખેને કોઈને પ્રોબ્લેમ નિર્જન રસ્તામાં થાય તો ! ટેંક રીફ્યુલ કરીને સવારના સમયે જ નીકળી ગયો. રતનગઢથી આગળ ગયા બાદ હનુમાનગઢ, પલ્લુ બાદમાં રાવતસર. રાવતસર આસપાસથી ઈન્ડીયન આર્મી દેખાવાની શરૂ થઈ. કદાચ ભટીંડા સુધી ઘણો લાંબો સમય સુધી ઈન્ડીયન આર્મી જાઈને દેશભક્તિનો ભાવ જાગી ઊઠ્યો. જોકે કાબુમાં રાખ્યો.

સમયાંતરે ઊભો રહી વિક્રાંતને રેસ્ટ આપતો હતો. બાઈકની ડિઝાઈનનો કમાલ હતો કે મારી સ્ટ્રેન્થ મને ખબર નથી. લાંબા સમય સુધી બાઈક ચલાવ્યા બાદ પણ ખાસ થાક નહતો. આજે પણ ઘણાં લાંબા સમય સુધી કોઈ ન દેખાય એવું બન્યું હતું. હનુમાનગઢથી આગળ જતાં મંડી ડબવાલી. ગરમી ઓછી થઈ. ડબવાલીની બહાર નીકળ્યો ત્યાં લોકોનાં પહેરવેશ બદલાયા અને વાહનોની નંબર પ્લેટ પણ.

ખરાબ રસ્તો. ડબલ પટ્ટી. છેક ભટીંડા સુધી. આસપાસ ખેતરો અને ઉંચા ઉંચા ઝાડ. બાઈક હજુય ઓછા હતા. મને થયું હું પંજાબમાં પ્રવેશી ચુક્યો છું. પરચો મળવાનો શરૂ થઈ ગયો હતો. સામેથી ટ્રક અને કાર બંને સાથે આવી રહ્યા હતા. ઘડીક વિચાર્યું. હું વન-વેમાં તો નથી આવી ગયો ને ! આગળ જતાં એક લકઝરી બસ આવતી દેખાઈ. એની પાછળથી એક કાર નીકળી. કંઈ વિચારુ એ પહેલાં બંને પાછળથી ત્રીજી કાર નીકળી. ત્રણેય સમાંતર- ફુલ સ્પીડમાં મારી સામે આવી રહ્યા હતાં.

હું ફક્ત એ જ વિચારતો હતો કે કઈ ગાડી સાથે હું અથડાવવાનો છું ? બચવાની તો આશા જ નહોતી. ડીપર મારી પણ કોઈ ફર્ક ના પડ્યો. હું પણ એટીટ્યુડમાં હતો. જે થવું હોય એ થાય. એકદમ નજીક આવી ગયા. ત્યાં જ એક પછી એક કાર લકઝરી ઓવરટેક કરીને મારી બાજુમાંથી પસાર થઈ ગઈ. બચી ગયો.

આવું ઘણીવાર થયું. ટેવાઈ ગયો. કેટલીય વાર ભારે વાહનો બાઈકની લગોલગ પસાર થયા. રીતીક કે’છે ને ‘બસ સાંસ લેતે રહો.’

ભટીંડાથી અમૃતસરનો રસ્તો. વાઓ. બેસ્ટ. આવો રસ્તો મળે તો પ્લુટો સુધી બાઈક ચલાવી લઉં. રતનગઢથી નીકળ્યા બાદ ઘણાં સમય સુધી રસ્તો સર્પાકાર હતો. યુ કાન્ટ મેઈન્ટેઈન સ્પીડ.

એની વે, આજે થોડી ટીપ્સ યાદ આવી તો ટપકાવું છું. વ્હેન યુ આર ઓન લોંગ રાઈડ. ગીવ ફ્યુલ ટુ યોર બાઈક એન્ડ સ્પેશીયલી માઈન્ડ. સોલો રાઈડીંગ કરતી વખતે સવારે ઊત્સાહ હોય. બપોર સુધીમાં મગજ ચકડોળે ચઢી જાય. આવું થાય ત્યારે ઊભાં રહી પાણી પી લેવું. ફ્રેશ થવાશે. મોટર સાયકલ રાઈડીંગની મજા આવે છે પણ ચલાવતી વખતે આવતાં ઘણા વિચારોનું એક એ હોય છે કે આ બધુ હું કેમ કરું છું? એકલાં હોય ત્યારે આવાં આડા-અવળાં વિચારો વધારે આવે. ઈગ્નોર કરવા.

વચ્ચે એક જગ્યાએ રોકાયો. પ્રોપર પંજાબી ઢાબા. ચા અને આલુ દે પરાઠે. ફોન કરવાનાં હતા. કરીને ફરી રવાના. પ્લાનીંગ પ્રમાણે જ ચાલતો હતો. એટલે સાંજે અમૃતસરમાં ગંતવ્ય સ્થાને પહોંચ્યું એ પહેલાં ફરી પોરો ખાવાં રોકાયો. ત્યાં એક પાજી મળી ગયા. એ મારા બાઈકની નંબર પ્લેટ જાઈને જ આવ્યા હતા.

‘કિ પાજી ? ગુજરાતસે આયે હો’

‘હાં, જી’

‘ગુજરાતસે બાઈક લેકર’

‘હાં જી’

‘અકેલે ?’ અકેલે સાંભળ્યું અને લાલબત્તી ઓન થઈ.

‘ના.જી. ગ્રુપ હે. ઓ બંદે થોડે આગે હે મેં રેસ્ટ કરને વાસ્તે રુકા સી’

‘બઢીયા, યાર કિધર જાઓગે !’

‘જી.કાશ્મીર’

‘તો સાહીબજી કે દર્શન કરકે જાના.’

‘હાં જી. રાત ઊધર હી રુકના હૈ’

એણે કોન્ટ્રાક્ટર તરીકેની ઓળખ આપી અને બાજુમાં એની સાઈટ ચાલે છે એમ જણાવ્યું.‘અહમદાબાદ આઓ તો મિલના’ કહી હું નીકળ્યો. ત્યાં યાદ આવ્યું આને એડ્રેસ ક્યા આપ્યું છે ? જો કે આપવું પણ નહતું.સોલો રાઈડ વખતે કોણ શું પુછે છે. એના જવાબો કેવા આપવા અને સવાલો કઈ રીતે ટાળવા એ શીખી લેવું. ક્યાં કોણ કેવું હોય એ આપણે જાણી શકતાં નથી તકેદારી રાખવી સારી.

બપોરે પંજાબમાં પ્રવેશતાં કેંગ યાદ આવી. અત્યારે કેનેડામાં હશે. યુકેમાં અમે સાથે ભણતાં. કેટલાં બધા લોકો આવ્યા અને ગયા.

આજના ૪૯૮ કિલોમીટર.

૨૬, એપ્રિલ ૨૦

P.S. જીવન એટલે દસ ટકા જે તમારી સાથે થાય છે અને નેવું ટકા તમે કેવી પ્રતિક્રિયા આપો છો તે. – ચાર્લ્સ આર.સ્વીન્ડલ

***