એબસન્ટ માઈન્ડ - 8 Sarthi M Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબસન્ટ માઈન્ડ - 8

એબસન્ટ માઈન્ડ

(૮)

આઠ કલાકનો શંખપાલ ટ્રેક છ એક કલાકમાં પતાવીને હું અને ડો. અનુપ માથું પકડીને બેઠાં હતા

“ બધા સવારે સાત વાગ્યે ટ્રેક માટે નીકળી પડતાં હોય છે. એટલે સમયસર પાછાં આવી શકાય.” મુરાદ અલીએ અમને કહયું. હું આઠેક વાગ્યે જાગ્યો હતો, સૌથી છેલ્લે. જગદીશકુમારે લંચ પેક કરી આપ્યું હતું. સાડા આઠ વાગે કેમ્પ છોડી દીધો.

બસસ્ટેન્ડ આગળથી હું રોડ તરફ જતો હતો. “સાબ’જી ઉધર નહી ઈધર.” મુરાદ અલીએ બુમ મારી કાચા રસ્તે થઈ અમે ત્રણેય ઉપર ચડતાં હતા.

આ દરમ્યાન મુરાદ અલી સતત ફોન પર વ્યસ્ત હતો. ડો.અનુપ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોતાં હતા. હું કોઈ ફર્ક નથી પડતો એમ ટ્રેકીગ દરમ્યાન જે મળે એનો આનંદ લેતો હતો.

કયારેક કયારેક મુરાદ અલી અમારી સામે જોઈ લેતો. વચ્ચે વચ્ચે એ અમને માહીતી આપતો રહેતો. ડો.અનુપ અને હું વાતો કરતાં કરતાં એને ફોલો કર્યે રાખતા. દરમ્યાન કોઈ વસ્તુ કે સ્થિતિ આવે ત્યારે વિશેનાં મારાં અનુભવો હું એમને કહેતો ગયો. આશ્ચર્ય એ વાતનું હતું કે મારી પાસે કહેવા માટે ઘણું બધુ હતું. ટ્રેકીંગનો ડો. અનુપને ઘણો અનુભવ હતો. આશરે પચાસ વર્ષની ઉંમર છેલ્લાં પાંચેક વર્ષથી એ સમય કાઢીને એમનાં પત્ની ડો. આભા સાથે ટ્રેકિંગ કરતા હતા. ડો. આભા અહીં પણ આવ્યા હતા.પરંતુ કોઈક કારણોસર એકટીવીટીમાં ભાગ નહોતાં લેતાં.

વિજયનગર હમ્પી વગેરે સ્થળો એમણે મને સજેસ્ટ કર્યા.હું ફ્રાંસની યુકેની વેલ્સની અને હાલમાં કરેલી મોટર સાયકલ રાઈડીંગની વાતો કરતો હતો. મોટર સાયકલ લઈને એકલો અહીંયા આવ્યો એનું એમને અમે મળ્યા ત્યારથી જ આશ્ચર્ય હતું જે હજુ પણ ચાલુ હતું એમણે કહયું “યાર મતલબ, રાઈડીગ કરકે કાફી સારે આતે હે મગર અકેલે રાઈડીગ કરનાં. યુ નીડ બી બ્રેવ ઈનફ.” આ વાકયો લગભગ રાઈડીંગ સ્ટાર્ટ કર્યાના પહેલાં જ દિવસથી સાંભળવા મળતાં હતા.ખરેખર તો એમનું આશ્ચર્ય જાઈને મને આશ્ચર્ય થતું પહોંચી ગયો હતો. કોઈ મુશ્કેલી મે ફેસ કરી જ નહોતી.

એક જગ્યાએ રેસ્ટ કરવા રોકાયા ત્યાં મુરાદ અલી એ લુંગરું નામની વનસ્પતિ બતાવી. એનું શાક અથાણું વગેરે ખાદ્ય વાનગીઓ બનતી હતી. ચાખી જોઈ. જીભની આસપાસ એક લેયર બની ગયું રસ્તામાં તરસ લાગી ત્યારે સ્પ્રીંગ વોટર પીધું. સ્પ્રીંગ વોટર એટલે પહાડોમાંથી નીકળતું પાણી. જે એકચ્યુલમાં મીનરલ વોટર હતું. મીનરલથી ભરપુર.

થોડે ઉપર ચડયા હતા એ સમયે સામાન લોડ કરીને કેટલાંક પરીવારો જમ્મુ તરફ જતાં હતા. ત્યાંના સ્થાનિકો સીઝન બદલાય ત્યારે જમ્મુ અને જમ્મુથી પાછાં સનાસર એમ ઘર બદલ્યા કરતાં હતા. રસ્તામાં બહુ જ બધા ઘોડાં જોયાં અને બકરાપણ. આ બધાને સાચવવા માટે કુતરાં હતા. બકરા જરા પણ આડા અવળાં થાય ત્યારે કુતરાઓ તેમને પાછાં વાળે.

એક જગ્યાએ ઉભાં રાખી મુરાદઅલીએ અમને નથાટોપ બતાવ્યું. નથાટોપ એ એર ફોર્સનું હાઈએસ્ટ બેઝ છે. થોડેક આગળ જતાં આંગળી ચીંધતા કહયું “વો જોવો તીન પર્વત હે વો વૈષ્ણોદેવી હે અગર ઈસકે બાદ આપકો જાના હૈ તો યહા સે તીંન ચાર ઘંટે હોંગે.”

કયાંક કયાંક ઉભા રહી અમે વ્યુનો આનંદ માણતા હતા.એકબીજાના ફોટા પાડી લેતા હતા. સ્થાનિક ભરવાડો પરત ફરી રહયા હતા. ગુર્જર, બકરવાલ અને અન્ય જાતિઓનાં લોકો હતા.

આખરે સાડા અગીયારની આસપાસ અમે છેક ઉપર પહોંચ્યા. રાજા શંખપાલ ટ્રેક ફિનીશ્ડ લાઈફનો પહેલો ટ્રેક ફિનીશ્ડ. કોઈ થાક નહી. કોઈ મુશ્કેલી નહી.કોઈ જ સમસ્યા વગર રાઉન્ડ ટ્રેક ૧૬ કિ.મી નો હતો. એની ઉંચાઈ દસ હજાર ફુટ ટ્રેક નાનો જ હતો પણ પહેલી વખત ટ્રેકીંગ કર્યું હતું. એટલે સવિશેષ આનંદ હતો.

૪૦૦ વર્ષ જુનું રાજા શંખપાલનું મંદીર જાયું. નાનું મંદીર મુરાદ અલીનાં કહેવા પ્રમાણે અહીંયા કેટલાંય લોકો આવીને મંદીર સાંધવાનો પ્રયત્ન કર્યો. પણ આ મંદીર ખંડીત જ રહે છે. અત્યારે પણ એ તૂટેલું છે. લોકો અહીંયા પોતાની માનતાં પુરી થતાં બલી ચડાવવા આવે છે. મંદીરની આસપાસ એનાં અવશેષો જોઈ શકાતાં હતા. ઉપર ચડતી વખતે પણ કેટલાંક લોકો બલિ ચડાવ્યા બાદ થેલામાં માંસ ભરી નીચે આવી રહયા હતા.

થોડે દૂર રાણીની મૂર્તિ હતી, ખુલ્લામાં થોડીકવાર રોકાઈને નીચે તરફ પ્રયાણ કયું.

જે લોકો શંખપાલ ટ્રેક નથી કરી શકતા.એનાથી નીચાં બે ટ્રેક કરે છે. એમનું નામ હાલમાં યાદ નથી.

વચ્ચે લંચ માટે બેઠાં એ સમયે મુરાદઅલીએ કહયું “આપણે નીકળ્યા મોડાં અને સમયસર પહોંચી ગયા. તમને બંનેને જાયાં ત્યારે મને લાગતું ન હતું. પણ હું ખોટો પડયો.”

હસી-મજાક અને જ્ઞાન વહેચતા અમે નીચે આવી ગયા. ટ્રેક વખતે એક જગ્યાએ ઉભાં રહી પર્વતમાળા જોઈ હતી. તડકો પડવાને કારણે બરફ ચમકતો હતો. નીચે તરફ ટીનનાં ઘર ચમકતાં હતા.દૃશ્યો અભિભૂત કરનારા. ઈવન જેટલાં જોઈએ એ બધા જ દૃશ્યો એવાં હતા.

મે ડો. અનુપને કહયું કે મનેતો એમ કે ટ્રેકીંગ એટલે અઘરી વસ્તુ પણ આ તો સાવ ઈઝી હતું.

“ મે ઈસે ઈસે ઈઝી નહી કહુંગા. યે મોડેરેટ હે." ડો.અનુપ

“અચ્છા ! મુઝેતો ઈઝી લગા. મતલબ એવરેસ્ટ ભી કર સકતા હું."

ર૯ એપ્રિલ,ર૦૧૮

P.S. તમે જેની કલ્પના કરો છો તે વાસ્તવિક છે. -પાબ્લો પિકાસો

***