એબસન્ટ માઈન્ડ
(૪)
સવારે રાઈડીંગ ચાલુ કરી ત્યારે વિચાર્યુ ન હતું પરંતુ દિવસ વીતતો હતો એમ સાંજે ક્યા રોકાઈશ એ ઘુમરાયા કરતું હતું
ગઈકાલે અંધારુ થયા બાદ જમીને લગભગ નવ-દસની આસપાસ સુઈ ગયો. સવારે ઉઠવામાં રોજ કરતાં સ્હેજ મોડું થયું. મોટાભાઈએ જગાડ્યો. ફ્રેશ થઈને ચા પીધી. ગરમી અને તડકો શરૂ થાય એ પહેલાં વહેલું નીકળી જવું હતું. સવાર-સવારમાં ઘીવાળાં બાજરીનાં રોટલાં અને શાક. પછી ફરી એક વખત ચા પીધી. રાત્રે અને સવારે પણ ઘરનાં બધા લોકો સાથે વાતચીત થઈ. બાઈક લઈને એકલો કાશ્મીર જઉં છુ એ જાણીને બધાને આશ્ચર્ય થયું. ખરેખર તો ગઈકાલે ગામમાં પ્રવેશ્યો અને લોકોએ જાણ્યું કે અમદાવાદથી આવ્યો છું ત્યારે પણ એમને આશ્ચર્ય હતું.
હું ક્યાં રોકાવાનું છું એ વિશે પુછયુ મેં કહયું રાત જયાં પડે ત્યાં રોકાઈ જવું એટલી ખબર છે. અને છેલ્લે કાશ્મીરમાં રોકાવાનું છે, ચાર દિવસ. બાકી કંઈ નકકી નથી.
“દરમિયાન આ તો એકલાં અમેરીકા જઈને આવ્યાં છે. એમની માટે કાશ્મીર શું દુર.” એવી વાતો પણ સાંભળવા મળી. બાય ધ વે, તમે ભારતની બહાર કોઈ પણ દેશમાં જાઓ એટલે અહીંના લોકોને તમે અમેરીકા ગયા હો એમ જ લાગે.
આગળનો રસ્તો પુછીને સવારે સવા આઠ વાગ્યે થરવાલથી નીકળ્યો. અંદરના રસ્તા સાવ કાચા અને નાનાં. તુટેલાં. ૩૦ થી પ૦ની સ્પીડે બાઈક માંડ ચાલતી હતી. રસ્તામાં પેટ્રોલ ભરાવ્યું. જાલોર તરફ ઉપડ્યો. રસ્તા હજુય ખરાબ હતા. જાલોર વટાવ્યા બાદ સ્પીડ પકડી. જા કે આગળનાં રસ્તા જાયા ન હતા એટલે દરેક વળાંકે અને થોડી થોડી વારે ઉભા રહેવું પડતું હતું.
જાલોરથી જાધપુર થઈને આગળ વધ્યો. ત્યાંની કોર્ટમાં કોઈ મોટો ચુકાદો આવવાનો હતો. જાધપુરની બહાર નીકળ્યો. આગળ જતાં એક હોટલ દેખાઈ. ઢાબા જેવી. ઢાબુ જ. સખત ગરમી હતી. પરસેવે રેબઝેબ થઈ ગયો. બાઈક ચાલે એ સમયે કોઈ ખાસ અસર ન હોય પણ ઉભા રહો એટલે ગરમી તેની અસર બતાવવા લાગે.
તો, ઢાબા પર જઈ ફુલ થાળી ઓર્ડર કરી પણ તેલ, તીખાશ વગેરે જાતાં ફકત દહીંથી ચલાવી લીધુ. થોડીવાર રેસ્ટ કરવા રોકાયો. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી ચેક કરતાં અદિતી દેખાઈ એને મેસેજ કર્યો. એણે મળીને જવું જાઈએ ને એમ કહયું. અદિતી માઉન્ટેનીયરીંગના કોર્સ વખતે મળી હતી.
થોડી વાર પતી ગઈ, ફરી પાછો ઉપડ્યો. ઘડીયાળ ચેક કરી. અંધારુ થાય એ પહેલાં કોઈ જગ્યા શોધવાની છે. ત્યાં સુધી ફકત રસ્તો કાપવાનો છે. બને એટલો વધારે.
જાધપુર ગયા પછી હવે ખીમસર, લાડનું અને ખાનપુર. ઘણાં બધા લોકેશન પર દોડતો રહયો. પ૦-૧૦૦ કિમી સુધી કંઈ જાવા ન મળે લાંબી કાળી સડક. આજુબાજુ રણ અને ઝાડી-ઝાંખરા. નાસીપાસ થવાની અણીએ હતો. ઓનેસ્ટલી કહું તો થરવાળ બાદ શું કરીશ ? ક્યા રોકાઈશ ? કંઈ ખબર ન હતી. જા કે મારે કંઈ જાણવું પણ નહતું. ભય લાગ્યો હતો. પણ “ડર કે આગે જીત હૈ.” ખરેખર તો આ બધા વાક્યો ફકત દિલાસા માટે સારાં છે. જા વચ્ચે એકાદ વખત પણ તકલીફ પડી હોત તો..
સાંજ થવા આવી હતી. વચ્ચે ઉભા રહી મેપ ચેક કર્યું. આસપાસ કોઈ ખાસ જગ્યા ન દેખાઈ. ખાનપુર હતું. ત્યાં ગામમાં ગયા બાદ રહેવાની વ્યવસ્થા છે કે નહી ખબર પડે. પરંતુ અંદર જઉં કંઈ ન મળે તો બહાર નીકળતાં અંધારુ થાય પછી ક્યાં જવું ? અસમંજસમાં ખાનપુરથી રતનગઢ જવા એકસ્ટ્રીમ લેફટ આવે છે. રેલવે ફાટક આગળ ત્યાં પહોંચ્યો. ઉભા રહી ફરી મેપ ચેક કર્યું. કન્ફયુઝન. ત્યાં ઉભાં ઉભાં એક ચાની કિટલી જેવું દેખાયું. બાઈક હંકારી ગયો. એમેય ઘણો લાંબા સમયથી બાઈક ચલાવી રહયો હતો, એક ચા ની જરૂર હતી. બાઈક પરથી ઉતરું એ પહેલાં જ છોકરો દોડતો દોડતો આવ્યો. બોલો સા’બ. ખાના લગાઉં? ચાહ ચઈએ ? મેં ઉભા રહેવાનો ઈશારો કર્યો. મોં ધોઈ ફ્રેશ થયો. ચા પીતાં પીતાં વાતો શરૂ કરી. ખાનપુરમાં કોઈ સારી હોટલ હોય તો પુછયું.
“ ઊધર ક્યું જાના હે સા ’બ ઈધર હી રહેલો.”
“યહા રૂમ હૈ ?” “હા,” “દિખાઓ.” કોઈ નાનકડાં પોલીસ સ્ટેશનની ગંદી ઓરડીવાળી જેલ જેવો રૂમ હતો. અંદર એક ખાટલો. દરવાજા આખો બંધ પણ બારી અદ્લ જેલનાં સળીયા જેવી. એક ખાટલો. કદાચ પંખો નહતો. યાદ નથી. ત્યાં પણ પબ્લીક ઓછી હતી. હતાં એ ટ્રક ડ્રાઈવર. રૂમનું રેન્ટ પુછ્યું. “પચાસ રૂપિયા રૂમકા. ઓર દો ટાઈમ ખાને કા સો રૂપિયા, દેઢ સો મે હો જાયેગા.”
મોતિયા મરી ગયા. મને સારી રીતે રહેવું ગમે છે. મતલબ, જયારે તમને બધી સગવડ મળી રહેતી હોય તો અમસ્તા શું કામ અગવડો ભોગવવી ? ઘણાં બધાં આ રીતે ફરીને આવ્યા હોય અથવા ક્યાંક જઈને આવ્યા હોય પછી અમારી સાથે તો આવું બન્યું આટલામાં ચલાવ્યું. આટલી મુસીબતો વેઠી વગેરે કહેતાં હોય છે. મને ખબર નથી પડતી કેમ એવું કરતાં હોય છે ! આઈ મીન, ઈઝીલી થતું હોય તો મુસીબતો વેઠવાની કે ક્યાં જરૂર છે ?
ત્યાં નાઈટ રોકાવાનો વિચાર કરી લીધો. મન ઉદાસ. હું ખબર નહી. બટ લાઈફ હેઝ ઓલ્વેઝ સરપ્રાઈઝ ફોર મી. મેપ ચેક કરવાનું ચાલું જ હતું. ઈન્ટરનેટ ખાસ પકડાતું નહોતું એટલે તકેદારી રાખવી પડતી હતી, દુર દુર રતનગઢ દેખાયું. કેટલું દુર એ ચેક કરી શકાતું નહતું. હોટેલ, રીસોર્ટ, પેટ્રોલપંપ બધુ જ ત્યાં હતું. એટલામાં કિટલી વાળાં છોકરાની જગ્યાએ એનો માલિક દેખાયો. રતનગઢ વિશે પુછ્યુ. “યહા સે કિતના દુર હે?” “પચાસ-સાઠ કિલોમીટર.”
પચાસ-સાઠ કિલોમીટર કાને પડતાં જ આંખોમાં ચમક આવી. ફટાફટ ચા ના રૂપિયા ચુકવી હું બાઈક તરફ ભાગ્યો. છોકરાએ પુછયું “સામાન લે લું ?” “નહી. આતા હું આગે જા કે, વાપસ.”
કિટલી માલિક સાથે નજર મળી એને દોઢ સો રૂપિયા જતાં દેખાયા. છોકરાને પણ. એનર્જી આવી ગઈ. સો કિલોમીટર હોત તો પણ ખેંચી નાખ્યું હોત. પચાસ-સો કિ.મી. હવે ખાસ નથી લાગતુ. બાઈક ચાલુ કર્યા બાદ ત્રીજી કે પાંચમી મીનીટે જ સર્પાકાર અને ઢાળવાળો રસ્તો આવ્યો. સાંજ અને રાત વચ્ચેનો સમય. હેડલાઈટ ચાલુ કરી, એંશીની સ્પીડે બાઈક ભાગતું હતું. રતનગઢ જંકશન પહોંચ્યો. મેપમાં જાઈ હતી એ હોટેલમાં ચેક ઈન કર્યું. હાશ થઈ. આ બે સામાન્ય અક્ષરો ‘હાશ’ ચેક ઈન વખતે બહુ જ મોટાં હતા. ફ્રેશ થઈને નીચે આંટો મારી આવ્યો. રતનગઢ મેઈન સર્કલ આગળ મોટું બજાર હતું. ઘણી બધી દુકાનો, ખાવા-પીવાની હોટલ- રેસ્ટોરન્ટ. બધુ જ. જમ્યા બાદ આ લખવા બેઠો છું. મીન વ્હાઈલ અત્યારે હોટલમાં લાઈટ આવવા જવાનું ચાલું છે. અને મોબાઈલમાં ટોર્ચ ચાલુ કરીને હું આ લખી રહયો છું. કેટલાંક લોકો હોટલની બહાર દારૂ-બિયર પી રહયાં છે. અને હોટલોનો સ્ટાફ બુમાબુમ કરી રહયો છે. અરે હાં, નીકળતાં પહેલાં ભાવેશભાઈએ ઓઈલ ચેન્ઝ કરાવવાનું કહયું હતું. જા કે બે દિવસથી સમય નથી મળ્યો. આવતી કાલે કંઈક કરીએ.
આજનાં ૪૯૩ કિલોમીટર.
P.S. તમને બધી સગવડ મળી રહેતી હોય તો અમસ્તા અગવડ શું કામ ભોગવવી ?
***