Absent Mind - 9 books and stories free download online pdf in Gujarati

એબસન્ટ માઈન્ડ - 9

એબસન્ટ માઈન્ડ

(૯)

જતાં પહેલાં કુક જગદીશકુમાર સાથે ઘણી વાતો કરી એનાં ઘરે જવાનું રહી ગયું…

રાજા શંખપાલ ટ્રેકિંગ કરીને આવ્યાં બાદ મારું અને ડો.અનુપનું માથું દુખતું હતું. વાતાવરણ સાથે એકલેમેટાઈઝ થયાં વગર એક જ દિવસમાં આટલું ઊપર નીચે આવ્યા-ગયા એની અસર છે એવું મુરાદ અલીએ કહ્યું. નોર્મલી આવું થતું હોય છે. આજે સવારે ક્લાઈમ્બીંગ અને રેપલીંગ માટે અમે તૈયાર હતા. સ્ટેટીક રોપ લઈને અમે ઈકો પોઈન્ટ તરફ ઊપડ્યાં. ત્યાં પહેલાં રેપલીંગ કર્યું. બાદમાં ક્લાઈમ્બીંગ, ડો. પતિ-પત્ની મને જોતાં હતા. મને અગાઊનો અનુભવ હોવાથી હું ફુલ ફ્લેજ્ડ હતો. માઊન્ટેનીયરીંગનો અધુરો કોર્સ અહીંયા કામ લાગ્યો.

ડો.અનુપે પુછ્યું “તુમને યે કેસે કિયા?”

મેં કહ્યું “મેને કોર્સ જોઈન કિયા થા.”

“વૈસે વો તુમને જોઈન ક્યું કિયા થા?”

“માઉન્ટેનીયરીંગ યા ટ્રેકિંગ જેસે કોર્સ જો લોગ કરતે હે મોસ્ટલી ઊનકા એક હી સપના હોતા હે.”

“ક્યાં ?”

“એવરેસ્ટ.”

****

બપોરે લંચ લીધા બાદ ફરી વોટરફોલ જોવા ઊપડ્યા. કેમ્પની પાછળ જંગલનાં રસ્તે નીચે ઊતરતાં-ઊતરતાં અમે ઝાડીઓ, નાનાં ખેતરો વગેરેની વચ્ચે થઈ ચાલતાં જતા હતાં. કેમ્પ આખું પહાડી વિસ્તારમાં છે એટલે સમતળ જગ્યા કે મેદાન ખુબ ઓછા અથવા તો નાનાં જોવા મળે છે. વોટર ફોલ જોવા ગયાએ દરમિયાન એક નાનકડો પુલ પાર કર્યા બાદમાં ગામ ચાલુ થયું. છુટા છવાયા ઘર હતા. ચારે બાજુ લીલોતરી. રસ્તામાં અખરોટ, સફરજન, શેતુર વગેરેનાં ઝાડ આવ્યા. ઢાળવાળા પહાડો ઊપર એક તરફ ખેતરોની વચ્ચે ઝાડ દેખાય બીજી તરફ નીચે ખીણ જોવા મળે. અદભૂત નજારા હતા. હાં, નજારો નહીં નજારા. સતત ચાલ્યા જ કરીએ.

પહાડમાં બનાવેલી પગદંડી પર ચાલતાં ચાલતાં જંગલો વચ્ચેથી પસાર થતાં પુલ દેખાયો. જેની આગળ વોટર ફોલ હતો. ડો.આભા ન આવ્યા. હું, ડો.અનુપ અને મુરાદ અલી બ્રીજની બાજુમાંથી નીચે ઊતર્યા. વોટર ફોલ જોઈને જ હું તો ખુશ ખુશ. વર્ષાે બાદ પાણી જોયું, સ્વીમીંગ છોડ્યા પછી. ફટાફટ કપડાં કાઢ્યા ડો.સાહેબ આનાકાની કરતાં હતાં. મુરાદઅલી ઊપર જઈ પાછો આવ્યો. ત્યાં બ્રીજ પર છોકરાઓની લાઈન લાગી.

પાણી ઠંડુ હતું. અંદર કુદવું પણ હતું. કુંડના કિનારે કોઈ આવીને ધક્કો મારે એની રાહ જોઈને હું બેસી રહ્યો. એ જ ફિલીંગ પહેલી વખત કોલેજમાં આવી હતી કે કોઈ ધક્કો મારે. “જા હિંમત કર.” પછી તો ઘણી વાર આવી પણ ધક્કો મારવાવાળું કોઈ હતું નહીં. એટલે જાતે જ શીખી ગયો હતો, જાતને ધક્કો મારવાનું.

જો કે અહીંયા સ્થિતિ અલગ હતી. મોં ધોવા માટે વિચાર કરીએ એવા ઠંડા પાણીમાં નહાવા પડવાનું હતું. મુરાદ એનામાં વ્યસ્ત હતો. ડો.સાહેબ એનામાં. “આ લોકોને મસ્તી કરતાં નથી આવડતી ?” “આટલી વારમાં તો કોઈએ પણ ધક્કો મારી દીધો હોય” એમ વિચારતાં કોન્શ્યસમાંથી અનકોશ્યસ થયો અને મુરાદે ધક્કો મારી દીધો. પાણીમાં પડતાં જ તરીને હું સામે ગયો. અગેઈન વાઓ ફિલીંગ. પછી તો તર્યા જ કર્યું. ડો.સાહેબ આવ્યા. પાણી ઠંડુ હોવાથી પાછા જતાં રહ્યા. છોકરાઓ પણ નાહવા આવ્યા. છેલ્લે અમૃતસર હોસ્ટેલમાં નાહ્યો હતો. પછી આજે. એટલે ત્રણેક દિવસે મેળ પડ્યો.

પાછા ફર્યા બાદ શુટીંગ, આર્ચરી, હોર્સ રાઈડીંગ, શિકારા રાઈડ વગેરે કર્યું. ચાર દિવસનો કેમ્પ ત્રણ દિવસમાં પતી ગયો. મેં અને ડોક્ટરે ખૂબ લાંબી વાતો કરી. આવતી કાલે વહેલી સવારે કેમ્પ છોડવાનો છે. મુરાદ અલી પહેલાં ડોક્ટર સાથે જવાનો હતો. હવે મારી સાથે આવશે. તમને કલ્પના નથી હોતી કે જીંદગીએ તમારી માટે શુંવિચાર્યું હોય છે.

૩૦ એપ્રિલ, ૨૦૧૮

PS. શીખેલું હોય એ જીવનમાં ક્યારેકને ક્યારેક કામ તો લાગે જ છે- અજ્ઞાત

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED