Absent Mind - 2 books and stories free download online pdf in Gujarati

એબસન્ટ માઈન્ડ - 2

એબસન્ટ માઈન્ડ

(ર)

વાસ્તવિકતા કરતાં કાલ્પનિક ભય વધુ ડરાવે છે. પહેલી વખત અમદાવાદથી બહાર નીકળ્યો એ વખતે કેટલાંય કાલ્પનિક ભય હતા, પણ આજે એ નથી. જા કે આજે પણ નવી જગ્યાએ નવા અનુભવો અને નવા ભય થતાં જ રહે છે. જે હવે આગળ વધવા માટે પુશ કરે છે

ટ્રેકીંગ કરવા માટે જવું હતું પણ છેલ્લી ઘડીએ મોટર સાયકલ રાઈડીંગ પણ સાથે જાડી દેવાનું વિચાર્યુ. આના વિશે અમુક લોકો સિવાય કોઈને કહ્યુ નહતું. તૈયારીઓ શરૂ કરી લીધી. એકસાઈટમેન્ટ હતું કે એકલા ચારેક દિવસની રાઈડ કેવી રહેશે ? કેમ કે બુકીંગ સનાસરમાં હતું. વચ્ચે ક્યાં રોકાવું એ કંઈ જ નકકી નહતું કર્યું.

એકચ્યુલી રાઈડીંગનો વિચાર આવ્યો એનાં થોડાંક દિવસો પહેલાં મિત્રો સાથે ટોળટપ્પાં દરમિયાન કોઈએ લોંગ મોટર સાયકલ રાઈડીંગ કર્યુ હોવાની ખબર પડી. આ કરે તો હું કેમ નહી ! ભલે કોઈથી આગળ ના નીકળાય પાછળ તો નથી જ રહેવું એમ વિચારી એકલાં હાથે જ ૧પ૦૦ કિલોમીટર ખેંચી નાખવાનું વિચાર્યું. જે મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરી એમણે થોડાંક સજેશન આપ્યા હતા અમુક માન્યા બાકીના જવા દિધા અને કેટલાંક રહી ગયા. જેમાંનું એક એટલે પંચર કીટ સાથે લઈ જવી. આખી યાત્રા દરમિયાન પંચર કીટને મેં વધારે યાદ કરી છે. અલબત્ત પંચર ક્યાંય પડ્યું નહતું તેમ છતાંયે કાલ્પનિક ભય, યુ નો.અમુક મિત્રો એ તરફ સફર કરી આવ્યા હતાં. એમને મળીને થોડું ગાઈડન્સ લેવું હતું પરંતુ એમાંથી ઘણાંને ટ્રીપ પુરી કર્યા પછી જ મળવાનું થયું.

વર્ષો પહેલાં બેક પેકર્સ વિશેના આર્ટીકલમાં વાંચ્યું હતું કે બેક પેકર્સ ફરવા નીકળે ત્યારે ઓછામાં ઓછો સામાન સાથે રાખે છે. રૂપિયા ખરીદી કરવાની જગ્યાએ વધુમાં વધુ સ્થળો જાવામાં ખર્ચે છે. આ બંનેમાં ત્રીજી વાત મેં ઉમેરી કે કોઈ પણ પરીસ્થિતિ આવે એનો સામનો કરવાની તૈયારી રાખવી, આપણે યુધ્ધ તો લડવાનું નથી પરંતુ મળે તો ઠીક છે બાકી ઘરથી બહાર નીકળ્યા બાદ રહેવા, જમવા, ઉંઘવામાં કોઈ જ પસંદગી ન રાખવી. એટલે અત્યાર સુધીની ટ્રીપમાં ખાસ કોઈ વાંધો આવ્યો નથી. ઈન શોર્ટ ‘યા હોમ કરીને પડો, ભલે ને વાગે.” (આ વાક્ય શ્રી વિનોદ ભટ્ટનું છે.) જરૂરીયાતની ચીજામાંથી થોડીક ખરીદી લીધી. કોઈ જ પ્લાનીંગ વગર હવે ફકત નીકળી પડવાનું હતું.

ર૧ જુન ર૦૧૮

P.S. લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્લાન, નકશો અને હિંમતની જરૂર હોય છે- અર્લ નાઈટએંગલ

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED