Absent Mind - 11 books and stories free download online pdf in Gujarati

એબસન્ટ માઈન્ડ - 11

એબસન્ટ માઈન્ડ

(૧૧)

જો થોડી ચૂક થઈ હોત તો પાછળથી આવતી ટ્રક મારા પર ફરી વળી હોત!

ગઈકાલે રાતે લાંબી લાઈનમાં ઉભા રહીને બાબાજીના દર્શન કર્યા. બાદમાં નિખિલે કહ્યુ કે, તમે રોકાવાનાં હો તો આપણે સાથે વાઘા બોર્ડર જઈશું. પરંતુ મારે ગોલ્ડન ટેમ્પલના દર્શન થયા બાદ વધુ રોકાવુ નહોતુ. સવારે જાગીને જાયુ. રૂમમાં નિખિલ નહોતો. તૈયાર થઈને ફટાફટ એક લટાર ફરી જલીયાવાલામાં મારી આવ્યો. સાડા આઠની આસપાસ હોસ્ટેલમાંથી નીકળ્યો. વિકી પાજીએ નેકસ્ટ ટાઈમ પુરતો સમય લઈ રોકાવવાનું કહ્યુ. એ પહેલાં હોસ્ટેલમાં જ કામ કરતી મહિલા આવી. પહેલી વખત મારૂ બુકીંગ કદાચ એણે જ કર્યુ હતુ. એના દિકરાને એેણે વિદેશ મોકલવો હતો. એ સિંગલ મધર હતી. લોકોએ ઘણા બધા ખોટા ખયાલો એને આપ્યા હતા. મેં પુરતી જાણકારી આપી. અલબત્ત, મારી પાસે હતી એટલી. બાદમાં નાસ્તો કર્યો. ત્યાં નિખિલ આવ્યો. રાત્રે એ બહાર ઉંઘવા ગયો હતો. મારી બેગ ઉપાડીને આગ્રહ વશ એ મને નીચે મુકવા આવ્યો. હું એકદમ સરપ્રાઈઝ હતો. પહેલી વખત આવુ બની રહ્યુ હતુ.

અમારી વચ્ચે વાતો ખાસ્સી થઈ હતી. નંબર પણ આપ-લે થયા હતા. પણ એ મને સી ઓફ કરવા આવશે એ એક્સપેકટેશન બહારનું હતુ. ફરી મળવાની વાત કરી અમે છુટા પડ્યા.

અમૃતસર બહાર નીકળ્યો ત્યારે જ કંઈક વિચિત્ર લાગતું હતુ. આગળ જતાં વરસાદના છાંટા મળ્યા. પણ બાઈક ચલાવવાનું ચાલુ જ રાખ્યુ. વિચાર હતો કોઈપણ હિસાબે આજે રતનગઢથી આગળ નીકળી જવાય તો પછી ઓછું અંતર કાપીને અમદાવાદ પહોંચી શકાય. (જે રસ્તે સનાસર ગયો હતો. હવે એ જ રસ્તે પરત ફરી રહ્યો હતો.) જેમ તેમ કરતાં ભટીંડા વટાવ્યુ. એક પ્રકારની હાશ હતી. સમય પેહલાં ચાલતો હતો. એક ગામ પહેલાં ટર્ન લેવાનો આવ્યો. પવન જોર પકડતો હતો. ગામમાં પ્રવેશ્યો ત્યાં જ પવન અને રેતીના કારણે વીસેક મીટરથી આગળ કંઈ દેખાતું નહોતુ. એમાં ઉંધા રસ્તે ચડી ગયો. ગુગલ મેપમાં જોઈ પાછો આવ્યો. મેપ રસ્તો બતાવતો હતો. પણ ધૂળને કારણે કંઈ દેખાતું જ નહોતુ. આગળ વધ્યો ત્યારે રસ્તો દેખાયો. ગામમાંથી ખેતરમાં ગયો. ત્યાં પવન વધ્યો. વરસાદના છાંટા પણ. નજર હાઈવે શોધતી હતી.

ગામ બહાર નીકળ્યો ત્યાં વરસાદ અને પવન વધતા હતા. ધૂળને કારણે હાલત ખરાબ થઈ ગઈ. છેવટે એક ઢાબુ જોઈને હું રોકાયો. ત્યાં જ આંધી, રેતી અને વરસાદ ત્રણેય ભળ્યા. પહેલાં આંધી અને રેતી ભયંકર પ્રમાણમાં ઉડી. બાદમાં સાંબેલા ધાર વરસાદ તૂટી પડયો. બાઈક ઢાબાના ઓટલા પર ચડાવી દીધું. નસીબ ખરાબ કે ખિસ્સામાં રૂપિયા પણ ગણતરીના જ. ઢાબાના માલિકે ખીર ખાવા આપી. કલાક ઉભો રહ્યો . કેટલાંય લોકો ત્યાં આવી ગયા હતા. વરસાદને લીધે રેતી બેસી ગઈ. ઢાબાના માલિકે કહ્યુ ‘પાજી રૂક જા. અભી યે ઓર બઢેગા.’ પણ મારે જવું હતુ. પેલાએ કેટલુંય કહ્યુ પણ પ્લાસ્ટીકનું મેણીયું સામાન ઉપર બાંધી આગળ વધ્યો. આગળ વધારે એડવેન્ચર મારી રાહ જોતું હતુ.

રસ્તામાં ઠેર ઠેર વૃક્ષો તૂટીને પડ્યા હતા. મંડી ડબવાલીની આસપાસ એક લકઝરી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. લકઝરીની ડ્રાઈવર કેબિન ગાયબ હતી.

પંજાબ વટાવ્યા બાદ ખુશ હતો. અહીંયા વરસાદ નહીં હોય. રાજસ્થાનમાં આવ્યો. અહીંયા પણ પવન ચાલુ હતો. આગળ ગયો તેમ પવન વધતો ગયો. અહીં હાલત વધારે ખરાબ હતી. આગળ વિઝીબિલીટી ન જ નહોતી. વેંતછેટું દેખાય. ત્યાં પહોંચો એટલે વળી, વેંત છેટું જોઈ શકાય. એ સમયે રોકાઈ જવાનો વિચાર આવ્યો પણ પછી આગળ વધવાનુ નક્કી કર્યુ.

જેમ તેમ ડ્રાઈવિંગ કરતો રહ્યો. આખા રસ્તા ઉપર મારા સિવાય કોઈ મોટરસાયકલ નહોતી. ધૂળ અને આંધીમાં કારવાળા ફાવી ગયા હતા. હાલત એટલી ખરાબ હતી કે બધાએ ધોળા દિવસે હેડલાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. પહેલાં દુર કાળું ટપકું દેખાય. નજીક જઈએ એમ આકાર મોટો થતો જાય પછી સ્પષ્ટ થાય કે મોટો ટ્રક છે કે ટ્રેક્‌ટર. સામેથી આવતી ગાડીઓની લાઈટ દુરથી દેખાય ત્યારે -પર્વતની ટોચેથી ખીણના ઘરોમાં થતી લાઈટ જોતા હોઈએ એેવું દ્રષ્ય સર્જાય.

સાવ નહીંવત દેખાતુ હતુ. કેટલીય વખત ઉભા રહેવાના વિચારો આવ્યા. પરંતુ હોટલે પહોંચવાની ઉતાવળ વધુ હતી. જો ઉભા રહી ગયો તો સાંજે ક્યા રોકાઈશ એ ખબર નહોતી.

ડબવાલી બાદ ખાનપુર વગેરે વટાવી રાવતસર પહોંચ્યો. અહીંયા પરિસ્થતિ સાવ બદતર હતી. જે રસ્તે હું જતો હતો ત્યાં છેક મેડતા સુધી રણ હતુ. રાવતસરથી પવન ભયંકર તેજ બન્યો. તેમાં રણની રેતી ભળતાં વિઝીબિલીટી નહોતી રહી. મને કોઈ બીક નહોતી, બાઈક બગડે એ સિવાય. હું હંકારતો જ રહ્યો. એંશીની નોર્મલ સ્પીડે આગળ વધતાં બાઈક અચાનક રસ્તા પરથી રોડ વચ્ચે ખેંચાયુ. એ કંટ્રોલ બહાર હતુ. બે ત્રણ વખત એમ થતાં સ્પીડ પ૦-૬૦ સુધી કરી અને રસ્તાની સાવ સાઈડમાં બાઈક ચલાવ્યે રાખ્યુ. પવન ડાબેથી જમણે એટલે મારી તરફનો હતો એટલે સાઈડમાં ચલાવતી વખતે ઝાડ પડવાનો ભય હતો. અહીંયા પણ રસ્તામાં ઠેર ઠેર તૂટેલા ઝાડ હતા. બીજા પડું પડું કરતા હતા. ઉપરાંત ખેતરની વાડ બાંધેલા કાંટા-પણ રસ્તા ઉપર આવી ગયા હતા.

એક તરફ કાર ઓવરટેક કરીને જતી હતી. મને જેલસી થતી હતી. બીજી તરફ ટ્રક સખત ધીમા ચાલતા હતા. મેં ટ્રકને ઓવર ટ્રેક કરવાનું ચાલુ કર્યુ. વાવાઝોડાનો પવન અને ઓવર ટેક બાદ ટ્રકનો પવન ભેગા થતાં બાઈક કંટ્રોલ બહાર થતું હતુ. એક વખત ઓવર ટેક કરવા જતાં બાઈક પાછળ આવી રહેલા ટ્રક આગળ જ પડવા જેવું થઈ ગયુ. બંન્ને પગ ચાલુ બાઈકે રોડ ઉપર લગાવીને કંટ્રોલ કર્યુ. પડ્યો હોત તો ટ્રકના જમણાં પૈડા નીચે આવવાનું નક્કી જ હતુ. બચી ગયો. ચાર વાગ્યે રતનગઢ પહોંચવાનો ટાર્ગેટ હતો. હવે કંઈ જ થઈ શકે એમ નહોતુ. વચ્ચે ક્યાંક ક્યાંક ફોટો અને વિડીયો લીધા

ભટીંંડાના ઢાબાથી ચાલુ કરેલા બાઈકને રેસ્ટ આપવો હતો. આશ્ચર્ય હતુ કે હું થાક્યો નહોતો.કંટાળ્યો જરૂર હતો. એક નાની હોટેલ આગળ ઉભો રહ્યો. અંદર જઈને ચા પીધી. ત્યાં કામ કરતાં છોકરાઓને વાતાવરણની કંઈ પડી જ ન હોય એમ ગેલગપાટા ને મસ્તી કરતા હતા. હું ફરી આગળ વધ્યો.

જે શોધે છે એને મળે છે. જીન ખોજા તિન પાઈયા. જેમ વધીશું. એમ દેખાશે. એમ કરીને ગયો. છેક સુધી આંધી ચાલુ હતી. કેટલાંક કલાકો બાદ રતનગઢ નજીક આવ્યુ. સાંજ ઢળવા આવી હતી. અહીં પવનનું જોર ઓેછું હતુ અને રેતી નહોતી ઉડતી. ચોખ્ખા રસ્તા ઉપર સિતેરની સ્પીડે વધ્યો. જેમ તેમ હું હોટલે પહોંચ્યો.

હોટેલના રીસેપ્નિસ્ટે મને ઓળખી લીધો. એ જ રૂમ બુક કર્યો જેમાં છેલ્લે રોકાયો હતો. એણે કહ્યુ, ‘અભી લાઈટ નહીં હૈ’ થોડી દેર બાદ આયેગી. ’’ મારા કેમના જવાબમાં તેણે કહ્યુ, ‘આજ પુરા દિન આંધી ચલી થી ના ઈસલીયે.’ મને ખરેખર તો ત્યારે ખબર પડી કે એ આંધી છે. આખા રસ્તે હું એને સામાન્ય પવન સાથે ધૂળની ડમરી જ સમજતો હતો. હોપ ફૂલી પેલા સાથે વાત કરતો જ હતો ત્યાં લાઈટ આવી ગઈ. રૂમમાં ગયો. રીલેક્ષ થયો. એસી ચાલુ કર્યુ.

ત્યાં જ ડો.અનુપનો મેસેજ આવ્યો. વ્હેર આર યુ નાંઉ? બી કેર ફૂલ અબાઉટ હરીકેન’ હરિકેન?? મે તેમને કોલ કર્યો. ઘણી લાંબી વાત ચાલી. રસ્તામાં લીધેલા અમુક ફોટો અને વિડીયો મેં એફબી અને વ્હોટસઅપ ઉપર મુક્યા હતા. વ્હોટસ અપનું સ્ટેટસ જોઈ ડોકટર સાહેબે મને મેસેજ કર્યો હતો. દિલ્હીમાં પણ ભારે પવન હતો. વાતચીત દરમ્યાન ખબર પડી કે આ ખુબ જ મોટું વાવાઝોડું છે. જે દિલ્હી, યુપી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા વગેરે રાજ્યોમાં આવ્યો છે. અને કેટલાંય નાગરીકો તેમાં મૃત્યુ પામ્યા છે. જા કે આ અંગે હું અજાણ હતો. એટલે વિનાશકારી વાવાઝોડાને સામાન્ય પવન સમજ્યો હતો.વાતચીત બાદ ફ્રેશ થયો. ઈન્ટરનેટ મચેડ્યુ. આવતીકાલે કોઈપણ ભોગે અમદાવાદ પહોંચવાનું છે. જમીને તરત સુઈ ગયો. અલબત્ત, સાડા ચાર-પાંચ વાગ્યાના એલાર્મ મુકીને.

આજનો દિવસ સૌથી યાદગાર રહેવાનો છે, જીંદગીભર. એક જ દિવસમાં ગરમી, ઠંડી, વરસાદ, આંધી, વાવાઝોડું બધાનો અનુભવ થઈ ગયો.

આજના પ૦૬ કિલોમીટર

૨ મે, ૨૦૧૮

P.S. સંઘર્ષ જેટલો મુશ્કેલ હોય છે. વિજય એટલો જ ભવ્ય હોય છે. -થોમસ પાઈન

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED