Vaheto prem books and stories free download online pdf in Gujarati

વહેતો પ્રેમ

બાજુ બાજુ માં રહેતા યોગિતા અને કપિલ નાનપણ થી સાથે ભણ્યા. નાનપણ થી જ ખાસ દોસ્ત હતા. અભ્યાસ જ્યારે પુરો થયો ત્યારે બંને એક બીજા ના પ્રેમમાં પડી ગયા હતા. નાનકડું ગામ એટલે આગળ બંને ભણી ન શક્યા એટલે યોગિતા ઘર કામમાં લાગી ગઈ ને કપિલ પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો. ગામડું હતું એટલે મળવું મુશ્કેલ એમાં પણ બંને ની જાતિ અલગ છતાં પણ સમય મળે એટલે મળતા. તે રાહ જોઈ રહ્યા હતા લગ્ન ની ઉમર ની એટલે બંને અંદર દબાવી રાખ્યો હતો તેઓ નો પ્રેમ. સમય વીતવા લાગ્યો. હવે બંને ઉમર લાયક થઈ ગયા હતા.

એક દિવસ ખેતરમાં બંને મળે છે એટલે આગળ શું કરવું તે વાતો કરવા લાગ્યા. તેના કુટુંબીજનો તેનો પ્રેમ સ્વીકાર કરે તેમ ન હતા એટલે બંનેએ નક્કી કર્યું ઘરે થી ભાગી જવું અને મોટા શહેર માં લગ્ન કરી ત્યાં સાંસારીક જીવન જીવવું. બંને ને ખબર હતી જો એકવાર ઘરે થી ભાગ્ય તો આપણને ક્યારેય આપણો પરિવાર સ્વીકાર નહીં કરે. છતાં પણ પ્રેમ ખાતર બંને ભાગી જવાનો નિર્ણય કર્યો. પરફેક્ટ પ્લાન કરે. ચોક્કસ સમય નક્કી કર છે. 

નક્કી કરેલા ટાઇમ પર રાત ના ત્રણ વાગ્યે કપિલ તેની બાઇક લઇ યોગિતા ની રાહ જોવે છે. થોડા સમય પછી યોગિતા તેનો સામાન લાવી ને કપિલ ની બાઇક પર બેસી બંને નીકળી ગયા. બનેએ જરૂરી સામાન અને થોડા પૈસા પણ લઈ લીધા હતા. બહુ ખુશ હતા. વરસો જૂનો પ્રેમ આજે એક થવા જઈ રહ્યો હતો. યોગિતા કપિલ ની પાછળ ચીપકી ને બેઠી હતી. તેની ખુશી તો આસમાને હતી. કપિલ પણ જલ્દી આ એરિયામાં થી દૂર નીકળી જવા માટે બાઇક ફાસ્ટ ચલાવી રહ્યો હતો.

લગભગ ત્રણ કલાક ફાસ્ટ ચલાવી કપિલ થાકી જાય છે. યોગિતા ને ભૂખ લાગે છે એટલે કપિલ ને રોડ પર હોટલ આવે તો ઉભી રાખવાનું કહે છે. કપિલ રોડ પર સારી હોટલ પાસે ઊભી રાખે છે. બંને મોં ધોઈ હોટલમાં ટેબલ પર બેસી નાસ્તો મંગાવે છે. ચા નાસ્તો કરી થોડો આરામ કરે છે. હવે ચિંતા ન હતી કેમકે તે પોતાના ગામ થી ઘણા દુર નીકળી ગયા હતા. એક કલાક આરામ કરી બને ફરી બાઇક લઇ નીકળી જાય છે.

હવે બાઇક કપિલ થોડી ધીરે ચલાવે છે. યોગિતા હવે પૂછે છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એતો બતાવ. કપિલ કહે છે આપણે મારા ફ્રેન્ડ ને ત્યાં જઈ રહ્યા છીએ ત્યાં આપણે નવી જીંદગી ની શરૂઆત કરીશું. આ સાંભળીને તો યોગિતા સપના જોવા લાગી. સપના માંથી બહાર આવી બંને વાતો કરવા લાગ્યા. 

અચાનક વાતાવરણ માં પલટો આવે છે ને ધીમો ધીમો વરસાદ શરૂ થાઈ છે. એટલે ભીંજાય ન જાય એટલે એક જાડ નીચે ઊભા રહે છે. વરસાદ હવે વધવા લાગ્યો. હવે જાડ માંથી પણ પાણી ટપક્વા માંડ્યું ને બંને ભીંજાય ગયા. કપિલ કહે છે આપણે ભીંજાય ગયા છે અને મને નથી લાગતું વરસાદ બંધ થાય તે કરતાં આપણે નીકળી જઈ એટલે ઝટ આપણી મંજિલ આવી જાય.

બાઇક લઇ નીકળ્યાં વરસાદ ને કારણે બાઇક ફાસ્ટ ચલાવી શકાતી ન હતી. કપિલ ને વરસાદી છાંટા વાગી રહ્યા હતા એટલે યોગિતા તેનો હાથ કપિલ ની આગળ એક ટોપી ની જેમ રાખે છે. રસ્તો અજાણ્યો હતો તેમાંય અવાર જવર બહું ઓછી હતી.

હવે બંને ભીંજાય ને ઠંડી લાગી રહી હતી તેમાં વધુ તો કપિલ ને લાગી તે હવે ધ્રૂજી રહ્યો હતો. છતાં પણ બાઇક ચલાવી રહ્યો હતો. વરસાદ ને કારણે બાઇક ની લાઈટ પણ કામ આપતી ન હતી.

રોડ પર અચાનક વળાંક આવે છે. વરસાદ કારણે તે વળાંક પછી આવતો પુલ તેને દેખાતો નથી ને બાઇક પુલ સાથે ટકરાય છે ને બાઇક સહિત બંને પુલ નીચે બે કાંઠે વહેતી નદીમાં પડે છે. 

જેવી બાઇક પુલ નીચે પડે છે ત્યાં પાછળ થી આવતી કાર માં બેઠેલો યુવક જોઈ જાય છે. તેજ ઘડીએ તે યુવક કાર ઊભી રાખી નદીમાં ઝંપલાવે છે. નદીનો પ્રવાહ ખુબ વધારે હતો પણ તરવામા માહીર યુવક વહી રહેલા યોગિતા અને કપિલ પાછળ બચાવવા ખુબ મહેનત કરે છે. તેમાં કપિલ દેખાતો બંધ થઈ જાય છે ને યોગિતા પાસે યુવક પહોચી તેને બચાવી નદી કિનારે લાવે છે. તેને કાઢે મૂકી નદીમાં કપિલ દેખાય છે કે નહીં તે જોવા લાગ્યો પણ તે ક્યાંય દેખાયો નહિ ને યોગિતા પાસે આવી જોયું તો તેનો શ્વાસ સાલી રહ્યો હતો. તે બેભાન હતી. પણ પેટ મા પાણી ભરાયેલું હતું એટલે યોગિતા ને પેટ પર પ્રેસ કરે છે. ને યોગિતા ના મોં માંથી પાણી નીકળે છે ને તેને હોશ આવે છે. થોડી વાર આંખો ખોલે છે ને તરત બેભાન થઈ જાય છે.

તે યુવક તેને તેડી ને કાર પાસે આવી કાર માં બેસાડી નજીક માં આવેલી હૉસ્પિટલમાં લઇ ગયો. ઇમર્જન્સી વોર્ડ માં તેને દાખલ કરવામાં આવી. તે યુવક ને પણ ઠંડી લાગી હતી એટલે તેણે પણ કપડા બદલવી પ્રાથમિક સારવાર લીધી. યોગિતા ને એક કલાક પછી હોશ આવે છે. તેની બાજુમાં તે યુવક બેઠો તો એટલે યોગિતાએ પૂછ્યું હું ક્યાં છું ને મારો કપિલ ક્યાં છે. તે યુવકે પૂછયું તારું નામ છું? હું યોગિતા પણ પેલા મને એ કહો કે મારો કપિલ ક્યાં છે. હું ધીરજ છું ને તમે જ્યારે પુલ નીચે પડ્યા ત્યારે હું તમારી પાછળ મારી કાર લઈ આવી રહ્યો હતો. તમે નદીમાં પડ્યા એટલે તરત મેં છલાંગ લગાવી ને મેં તમને બચાવી લીધા પણ તમારી સાથે બીજું હતું તેનો મને ખ્યાલ ન રહ્યો ઘણી તપાસ કરી તે ક્યાંય દેખાયો નહિ એટલે મેં તમને હોસ્પિટલ લઈ આવ્યો.

યોગિતા ને ફાળ પડી તેણે ધીરજ ને કહ્યું મને અત્યારે ત્યાં લઈ જાવ હું તેને ગોતી કાઢીશ. ધીરજ ખુબ કહે છે તમારે સારવાર ની જરૂર છે પણ તે માનતી નથી ને ડોક્ટર પાસે રજા લઈ તે સ્થળે પહોંચે છે. વરસાદ ધીરો ધીરો વરસી રહ્યો હતો. સાંજે સુધી તેને શોધે છે પણ કપિલ નો ક્યાય પતો લાગતો નથી. યોગિતા ની તબિયત બગાડવા લાગે છે. તે ધ્રૂજી રહી હતી. અંધારું થયું એટલે યોગિતા ને ધીરજ આશ્વાસન આપે છે. મને લાગે છે તે જીવીત હસે આપણે કામ કરીએ અત્યારે ઘરે જઈએ સવારે પાછા તેને ગોતીશુ.

બંને કાર માં બેસી ને ઘરે જાય છે. રસ્તા માં આવતું પોલીસ સ્ટેશનમાં માં જઈ ગુમ થયેલા કપિલ ની ફરિયાદ નોંધાવે છે. પોલીશ તેની ફરિયાદ લખે છે ને અત્યારે વરસાદ અને રાત્રી નો સમય છે એટલે શોધવો મુશ્કેલ છે અમે અમારી ટીમ લઈ સવારે શોધ ખોળ કરીશું. તમે ચિંતા ન કરો ને ઘરે જાવ એવું કાંઈ જાણવા મળશે એટલે તમને કહીશુ એમ કહી પોલીસ અમને ઘરે જવાનું કહ્યું.

ધીરજ યોગિતા ને ઘરે લઈ જાય છે. ધીરજ અહીં નોકરી કરતો તેના મા બાપ ગામડે રહેતા. એટલે ક્યારેક બહાર જમી લેતો તો ક્યારેક ઘરે હાથે બનાવી લેતો. ધીરજ યોગિતા ને પોતાના કપડા આપી ફ્રેશ થઈ જા ત્યાં હું રસોઇ બનાવી નાખું. યોગિતા ફ્રેશ થઈ ત્યાં ધીરજે રસોઇ બનાવી નાખી. બંને સાથે જમ્યા યોગિતા ને કપિલ ની યાદ માં ભૂખ લાગી ન હતી પણ ધીરજે ટેસ્ટી બનાવ્યું તું એટલે થોડુ ખાધું. ધીરજ ને ખબર હતી કપિલ ની યાદ માં તેને ઊંઘ નહીં આવે એટલે દવાની સાથે ઊંઘ ની પણ ગોળી આપી દે છે. યોગિતા દવા પીને બાજુના રૂમમાં જઈ સૂઈ ગઈ.

સવાર થયું ધીરજ તો વહેલો જાગી ગયો હતો. યોગિતા જાગી એટલે ધીરજ સાલો આપણે કપિલ ની શોધ ખોળ કરીએ. ધીરજ થોડો નાસ્તો કરાવે છે ને બને પાછા તે જગ્યાએ જાય છે. વરસાદ રહી ગયો હતો ને નદીમાં પણ પાણી ઓછું હતું. ધીરજ અને યોગિતા શોધ ખોળ શરૂ કરી. થોડો સમય થયો ત્યાં પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ, અને તરવૈયા આવી પહોંચ્યા. બધા કામે લાગી જાય છે. ત્રણ ચાર કલાક ની જહેમત બાદ તરવૈયા દૂર થી એક લાસ મળે છે. પોલીસ કર્મી તેને રોડ પાસે લાવે છે. લાસ ફૂલી ગઈ હોય છે. પોલીસ યોગિતા ને પૂછયું આજ કપિલ છે. યોગિતા લાસ ને જોઈ બસ હા પાડી ત્યાં તો બેભાન થઈ ગઈ. 

બેભાન થયેલી યોગિતા ને ધીરજ ફરી હોસ્પિટલ માં દાખલ કરે છે. તો આ બાજુ પોલીસ કપિલ ની લાસ ને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે. પોસ્ટમોર્ટમ થઈ ગયું એટલે પોલીસ ધીરજ ને બોલાવે છે. ત્યાં યોગિતા બેભાન માંથી જાગી ગઈ હોય છે. યોગિતા હૉસ્પિટલમાં ખૂબ રડે છે. ધીરજ તેને માંડ સાંત કરે છે. ને બંને પોસ્ટમોર્ટમ વિભાગ મા જઈ કપિલ ની લાસ લઈ અગ્નિસંસ્કાર કરે છે. સ્મશાન માં યોગિતા ખુબ જ રડે છે.

ધીરજે તેને પૂછ્યું સાલ હું તને ઘરે લઈ જાવ પણ યોગિતા એક શબ્દ પણ બોલતી નથી. ધીરજ પણ તેને મન ભરીને રડવા દે છે. લાસ સંપૂર્ણ પણે બળી ગઈ એટલે યોગિતા બોલી. હું ક્યાં જવ ધીરજ જે ઘરે થી નીકળી શું ત્યાં જવું હવે અશક્ય છે. જેની સાથે રહેવાનું હતું તે તો કાયમ માટે મને છોડી ને જતો રહ્યો. હવે હું ક્યાં જવ બસ એક જ રસ્તો સે આત્મહત્યા નો પણ આત્મહત્યા કરવા મા મને બીક લાગે છે. મને સમજાતું નથી હું શું કરું.

ધીરજ તેને આશ્વાસન આપે છે ને કહે છે. તું મારી ઘરે ચાલ અને તને ગમે ત્યાં સુધી રહેજે. આગળ તારે ભવિષ્ય માટે કઈ કરવું હોય તો હું તને પૂરે પૂરી મદદ કરીશ. યોગિતા ને થયું ધીરજ બહું સારો છે તો રહેવા મા પણ વાંધો નથી ને આમ પણ હું ક્યાં જઈશ. તેણે મારી ઘણી મદદ કરી છે તો હું તેને રસોઇ બનાવી ને ઋણ તો ચૂકવી શકું ને. યોગિતા ધીરજ સાથે રહેવા જતી રહે છે. 

ધીરજ યોગિતા નો ખૂબ ખ્યાલ રાખે છે તો યોગિતા પણ ઘર નું બધું કામ કરે છે. ધીરજ માટે રોજ સારી રસોઇ બનાવી દે છે. હવે ધીરે ધીરે યોગિતા તેનો પ્રેમ અને કપિલ ને ભૂલવા લાગે છે. ને ધીરજ પ્રત્યે લાગણી નો અનુભવ થાય છે. ધીરજ રજા ના દિવસે બહાર સારી જગ્યાએ ફરવા લઈ જાય છે. યોગિતા ને બહાર ફરવાનું ગમતું એટલે ધીરજ સાથે ખૂબ એન્જોય કરે છે.

રોજ સાથે રહેવાથી એક બીજા નજીક આવવા લાગ્યા. વધુ ફીલિંગ તો ધીરજ ને યોગિતા પ્રત્યે થાય છે. પણ તે કહી શકતો નથી. બને એક બીજાનો એટલો ખ્યાલ રાખતા કે માનો બંને પતિ પત્ની હોય. સવારે યોગિતા ધીરજ ને જગાડે, નાસ્તો બનાવી ખવડાવે, સાંજે તેની રાહ જોઈ સારી રસોઇ બનાવી આપે.

ધીરજ વિચાર કરે જો પ્રેમ નો એકરાર કરીશ તો ના પાડશે તો એટલે એક દિવસ સવારે યોગિતા ને કહે છે હું હવે ગામડે રહેવા જતો રહેવાનો છું. હવે મારે સીટી છોડવું પડશે. યોગિતા સાંભળીને ચોંકી ઉઠી. ધીરજ ને કહ્યું તું જ્યાં જઈશ ત્યાં હું આવીશ. પણ કેમ પૂછે છે ધીરજ. હું પ્રેમ કરવા લાગી છું. હું તારી વગર નહીં રહી શકું. હવે તારે જે કરવું હોય તે કર હું તારી સાથે રહીશ.

યોગિતા મારામા રહેલો તારા પ્રત્યે નો પ્રેમ હું તને વ્યકત કરી શકું તેમ ન હતો એટલે મેં ગામડે જવાનું બાનુ કર્યું. હું તને પ્રેમ તો ક્યારનો કરતો તો. યોગિતા પાસે આવી ધીરજ ને ગળે વળગી I love you કહ્યું. તો ધીરજ પણ યોગિતા ને કિસ તુ મારી સાથે લગ્ન કરીશ.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED