થાર મરૂસ્થળ (ભાગ-૧૬) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૧૬)

દુનિયા રંગબેરંગી છે
તું જાગ ઉઠ તારી પ્રતિક્ષા કરોડો લોકો કરી રહ્યા છે,
તે તો હજી યુવાનીમાં જન્મ લીધો છે.તારે તારા જીવનમાં ઘણુ બધુ કરવાનું હજુ બાકી છે.

લી. કલ્પેશ દિયોરા

નહીં આ ઊંટ પર જ ભલે હું મરી જાવ.રેગીસ્તાનમાં ગમી તેવી આંધી આવે.ગમે તેવી પરિસ્થિતિ આવે ભલે મારે અહીં જ રાત્રી વિતાવી પડે,પણ હું આ ઊંટને કોઈ સંજોગોમાં મરવા નહિ દવ.

*********************************

મિલન તું આ માધવીને સમજાવાની કોશિશ કર.એક બાજુ રાત્રી થવા આવી છે.અને બીજી બાજુ સોનલનો જીવ જાય એમ છે.માધવી તું સમજવાની કોશિશ કર.આ ઊંટનો જીવ કરતા સોનલનો જીવ આપણાં માટે અગત્યનો છે.જો સોનલને કઈ થશે તો આપડે પણ હિંમત હારી જશું.અને આગળ નહિ જઈ શકીયે.માટે તું ઊંટ પરથી નીચે ઉતરી જા,અને મહેશ જે કામ કરી રહ્યો છે એને તું કરવા દે.

હા,મિલન હું સમજું છું.કે સોનલને આ ઊંટનું લોહી પીવરવાથી તે મોતના મોં માંથી બહાર નીકળી શકે છે.
પણ મારી એક શરત છે.તો જ હું ઊંટનું લોહી તમને લેવા દશ.

બોલ માધવી?

તમે કહી રહ્યા છો કે ઊંટને મારીને લોહીની બોટલ ભરવી છે.પણ તમે એમ ન કરી શકો કે આ ઊંટને
થોડી પાછળ ચરી મારી ત્યાંથી લોહી ન લઈ શકો.
ઊંટની હત્યા પણ નહીં થાય.

હા,માધવી આ વાત મારા મગજમાં આવી જ નહીં આપણે ઊંટનું ખૂન નહીં કરીએ પાછળથી ચરી મારી
થોડું લોહી લઈ લેશું.તારી વાત સાથે હું સહમત છું.

માધવી ઊંટ પરથી નીચે ઉતરી.જીગરે મહેશ તરફ ચપુ
અને બોટલનો ઘા કર્યો.મહેશે જલ્દી ઊંટ પાસે જઈને ઊંટના પાછળના ભાગ પર ચપુ મેકયું.તરત જ લોહી ની ધાર થઈ.મહેશે બોટલ ભરી.માધવી ડાબી તરફ આંખ બંધ કરીને ઉભી હતી.તે ઊંટનું દુઃખ જોઈ શક્તિ ન હતી.

બોટલ ભરી મહેશ સોનલ પાસે આવીયો.બધા જ મહેશની સામે જોઈ રહિયા હતા.મહેશ સોનલને ઊંટનું લોહી પીવરાવા જતો હતા.ત્યાં જ મિલને તેને અટકાવિયો.મહેશ ઉભો રહે આ ઊંટનું લોહી સોનલને આપવાથી કઈ થશે તો નહીંને.એક ઉપાય છે.પહેલા તું સોનલના મોં પર એ લોહી રેડ.જો તે આંખ ખોલી નાંખે તો આપડે સોનલને લોહી પીવરાવું નથી.

મહેશને મિલનની વાત અનુકૂળ લાગી.તેણે તરત જ
સોનલના મોં પર લોહી નાંખીયું.લોહી પડતા જ
સોનલ ઝબકીને જાગી ગઈ.આંખ ખોલી તરત જ ઉભી થઇ.ઉભી થતા જ તેણે તેના હાથ અને મો પર મુકિયા.હાથમાં લોહી આવતા જ સોનલે મોટે થી રાડ પાડી.શું થયું મને?ક્યાં છું અત્યારે હું?મને કહી થયું તો નથી ને?

સોનલ તું અવાજ ન કર.એ તારું લોહી નથી.તું બેહોશ થઈ ગઈ હતી.તને બેહોશમાંથી બહાર લાવવા
માટે પાણી ન હતું.તો આ ઊંટનું લોહી લઈ થોડું તારા મો પર નાંખીયું.સોનલ મહેશને ભેટી પડી.સોનલ મે તને કહયું હતું ને કે હું તને ગમે તેવી પરિસ્થિતિ માંથી આ રેગીસ્તાનમાંથી બહાર નિકાળીશ.તું મારો સાથે આપ તું ચાલવાનો થોડી પ્રયત્ન કર.

રાત થવા આવી હતી.આજ રેગીસ્તાનમાં ચોથો દિવસ હતો બે દિવસથી કોઈએ કહી પેટમાં નાંખીયું ન હતું.
બધાને ચિંતા થવા આવી હતી.કે શું કરી શું.હવે આ રેગીસ્તાન માંથી બહાર નીકળવું શક્ય લાગતું નથી.

રેગીસ્તાનમાં જીવતા રહેવાનો કોઈ તો ઉપાય હશે જ.
જેમ આપડે સોનલને મોતના મો માંથી બહાર નિકાળી તેમ આપણને કોઈ તો ઉપાય મળશે જ.મિલન હવે આપડે અહીં વિરામ લેવો જોઈએ.

પણ મને આજુબાજુ જો કોઈ સારી જગ્યા દેખાય રહી નથી.થોડું આગળ ચાલવું પડશે તો જ આપણને કોઈ સારી જગ્યા મળશે.રાત્રી થઈ ગઇ હતી.આજુબાજુ કઈ દેખાય રહ્યું ન હતું.આવી પરિસ્થિતિમાં ચાલવું અશક્ય હતું.કયારે કોઈ પગમાં ચાપ આવીને કરડી જાય તે પણ ખબરનો રહે.પણ બીજો કોઈ રસ્તો ન હતો.

જીગર મારા પગે એક મોટો પથ્થર અથડાયો.આ રેગીસ્તાનની રેતીમાં પથ્થર ક્યાંથી હોઈ જીગર તું મઝાકનો કર અને આગળ ચાલ.અને આમ પણ કહી દેખાય રહ્યું નથી.કોઈ વસ્તુ પડી હશે અને તારા પગમાં
આવી હશે.

નહીં મહેશ..!!!જીગર ફરી તે દિશા તરફ ગયો.પણ કહી મળ્યું નહિ.કે કોઈ પથ્થર પગ સાથે અથડાયો નહીં.ફરી તે તરફ ચાલવનું તેણે શરૂ કરું.ત્યાં જ ફરી વાર તેના પગ સાથે પથ્થર અથડાયો.જીગરે જલ્દી એ પથ્થર પરથી રેતી લીધી.આજુબાજુ બધા ભેગા થઈ ગયા.આ જીગર શું કરી રહ્યો છે.તે જોય રહિયા હતા.

મહેશ મેં તને કહ્યું હતું ને કે અહીં કહી એક મોટો પથ્થર છે.તે મારી વાત માની નહિ જોઈલે આ પથ્થર.બધા એ પથ્થરની સામે જોઈ રહિયા.એ પથ્થર કંઈક વિચિત્ર હતો.પથ્થરની ચારે બાજુ કોતરણી કરીને પથ્થર પર કોઈ નૃત્ય કરતી સ્ત્રી દેખાય રહી હતી.

મિલને એ નૃત્ય કરતી સ્ત્રીના પગ પાસેથી થોડી વધારે રેતી લઇને બાજુમાં કરી.એ પગ નીચે બે પગથિયાં બીજા જોવા મળિયા.બધા જ એકબીજાની સામે જોઈ રહિયા નક્કી અહીં કહી ખજાનો હશે.રાજા મહારાજા વખતનો.

પણ આપડે તે ખજાના ને ક્યાં લઈ જવો છે.આમ પણ મને લાગે છે આપણું મુત્યું અહીં રેગીસ્તાનમાં જ થવાનું છે.અને શાયદ તમે આ પગથિયાંની નીચે જાવ અને ખજાનો નીકળી તો પણ તમારે આ રેગીસ્તાનમાં જ મૂકીને જવાનો છે.માટે આગળ કોઈ સારી જગ્યા શોધીને બેસી જઈએ.

માધવી તું પહેલા જોવા તો દે અંદર શું છે.જીગર, મહેશ અને મિલન ત્રણેયે એક પછી પગથિયાં પર થી
રેતી બહાર નીકાળવા લાગીયા.પણ પગથિયું એક પછી એક આવી રહ્યું હતું.રાત પણ પડી ગઇ હતી.કઈ દેખાય રહ્યું ન હતું.

જીગર જો તમારે જોવું જ હોઈ કે અહીં શું છે.તો તમે
સવારે તપાસ કરજો.અહીં આજુબાજુ ઘનઘોર અંધારું છે.અમને બધાને ડર લાગી રહ્યો છે.અહીં કોઈને કઈ થશે તો આપણે આગળ જવામાં તકલીફ પડશે.જીગર આ સોનલ ઠીક કહી રહી છે.આપડે તેની વાત માનવી પડશે.

પણ અહીં આ જગ્યા પર જ આપડે રહેશું.આ પગથિયાં પર જ આપડે સવાર સુધી બેસીને સવારે તપાસ કરી શું કે અહીં કહી છે તો નહીં ને.એ પછી આપડે આગળ જાશું.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)