મન મોહના - ૨૯ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

મન મોહના - ૨૯


જેમ્સ અને હેરીએ ઉપર જઈને મોહનાનું કબાટ ખોલેલું. એ લોક હતું. નિમેશ ચાવી લેવા નીચે જવાનું કહી રહ્યો હતો એટલીવારમાં હેરીએ ત્યાં ડ્રેસિંગ ટેબલ પર પડેલી મોહનાની માથામાં ભરાવાની પીન ઉઠાવી એના વડે કબાટ ખોલી નાખ્યું...

કબાટના એક ખૂણામાં એ ઢીંગલી બેસાડેલી હતી. એણે લાલ રંગનો સોનેરી બોર્ડરવાળો અનારકલી ડ્રેસ પહેર્યો હતો અને એવી જ સોનેરી બોર્ડરવાળી પીળા રંગની ઓઢણી સરસ રીતે વાળીને એક બાજુના ખભા ઉપર નાખેલી, એ સુંદર લાગતી હતી. નિમેશ એ ઢીંગલીને જોઈ રહ્યો એણે કહ્યું,

“તે દિવસે આ ઢીંગલીએ સાડી પહેરી હતી. આ એના જેવી જ બીજી ઢીંગલી લાગે છે. એના તો વાળ પણ ખુલ્લા હતા આણે તો ચોટલો બાંધેલો છે.”

જેમ્સે હેરી સામે જોઇને હસીને પૂછ્યું, “તારું શું માનવું છે, હેરી?”

“કોઈ શક નથી આ એ જ ઢીંગલી છે. એની આંખોમાં જો, જાણે તારી સામે જ એ જોઈ રહી હોય એમ લાગે છે, હોઈ શકે છે કે એને કપડા બદલાવવામાં આવતા હોય.” હેરીએ એ ઢીંગલીને બહાર નીકાળી.

“તું સાચો છે હેરી. જો એ જાણે આપડી સામે જોઇને હસતી હોય એવું લાગે છે.” જેમ્સે એ ઢીંગલી તરફ નજર કરીને કહ્યું, “બહુ હેરાન કરી લીધા નિર્દોષ માણસોને હવે તારો ખેલ ખલાસ!”

“તું મારું કંઈ જ નહિ બગાડી શકે પ્રોફેસરના કુતરા...”

અચાનક જાણે જીવ આવી ગયો હોય એમ એ ઢીંગલીએ ચિલ્લાઈને એના ઘોઘરા અવાજે કહ્યું. જેમ્સના હાથોમાં એ મજબુતાઈથી પકડાયેલી હતી એટલે છૂટી ના શકી પણ એણે પૂરો પ્રયાસ કર્યો હતો જેમ્સના પંજામાંથી છુટવાનો...

“ઓહો...માય ડારલીંગ! એટલે તું પહેલા પણ પ્રોફેસરના હાથે માર ખાઈ ચુકી છે એમ જ ને? ચાલ તને ફરીથી એમની પાસે જ લઇ જાઉં.” હેરીએ એનો ચોટલો પકડી એને ઉપરની તરફ ખેંચતા કહ્યું.

જેમ્સે એણે કમરેથી બરોબર કસીને પકડીને હતી, ઉપરથી હેરીએ એનો લાંબો ચોટલો પકડી લીધો એટલે એના માટે ઢીંગલી રૂપે ભાગવાનો કોઈ રસ્તો ન રહ્યો. એ ઢીંગલીમાં રહેલ આત્મા એમાંથી બહાર નીકળી ગઈ અને મોહનાના શરીર તરફ આગળ વધી. એજ સમયે એ ઢીંગલીની આંખોમાનું જાદુ, એનું મોહક સ્મિત બધું ગાયબ થઇ ગયું.

જેમ્સ, હેરી અને નિમેશ ત્રણે જણાએ એ જોયું અને એ ઢીંગલીને લઈને ભાગ્યા જંગલમાં જ્યાં એક જગાએ પ્રોફેસર નાગ એમની રાહ જોઈ બેઠા હતા.

પ્રોફેસર નાગ વહેલી સવારે જ મોહનાના ઘરથી આગળ એમનું નેગેટિવિટી માપતું યંત્ર લઈને નીકળી ગયા હતા. મોહનાના ઘરે અને ત્યાર બાદ એના ઘરથી આગળ આવેલી ઝાડીઓમાં થઈ આગળ વધતાં એક જગ્યાએ એણે સૌથી વધારે બૂરી શક્તિઓની હાજરી નોંધાવતી પીળી લાઇટ બતાવી હતી. આ એજ જગ્યા હતી જ્યાંથી મોહનાને પેલી ડોશી ઢીંગલી આપીને ગાયબ થઇ ગઈ હતી. ડ્રાઈવર અશોકને અહીં જ ડોશીને બદલે કાગડો બેઠેલો દેખાયો હતો. પ્રોફેસરને અત્યારે આ જગ્યાએ હાજર જોઇને એ ડોશી જરૂર પાછી આવશે, એવું પ્રોફેસરનું માનવું હતું અને હાલ એનું જ પ્રોફેસરને ખરું કામ હતું. ઢીંગલીમાં રહેલો આત્માતો હુકમનો ગુલામ હતો એને મોહનાના શરીરમાં શા માટે અને કોણે મોકલેલો એ જાણવું પ્રોફેસર માટે વધારે જરૂરી હતું. એક વાર જ્ગ્યા નક્કી થઈ ગયા પછી એમણે સૂર્યોદય પહેલા એમણે હવનકુંડ સ્થાપી દીધો હતો. એમની સાથે ભરત પણ હવન માટેની એમણે કહેલી એ બધી સામગ્રી લઈને પ્રોફેસરને મદદ કરવા આવી ગયો હતો.

સૌથી પહેલા પ્રોફેસરે ભરત પાસે ચાર ફૂટ બાય ચાર ફૂટની જ્ગ્યા સાફ કરાવી હતી. એમાં ઊગી નીકળેલા ઘાસ અને કેટલાક છોડવાને તોડીને એ ધરતી પર ગૌ મૂત્રનો છંટકાવ કરી એને પવિત્ર કરાઈ હતી. એ પવિત્ર ભૂમિના ટુકડા ઉપર હવન કુંડ મૂકી એ ચાર ફૂટ બાય ચાર ફૂટની જગ્યાને હલદી કુમકુમના મિશ્રણ વડે પવિત્ર મંત્રોચાર સાથે પૂજવામાં આવી હતી. પ્રેફેસરે ત્યાં જંગલમાં જ એમની સાથે લાવેલી બોટલમથી પાણી લઈ સ્નાન કર્યું હતું અને પેન્ટ કોટ કાઢીને ધોતી પહેરી હતી. ભરત તો જોતો જ રહી ગયેલો, પ્રોફેસર અત્યારે બિલકુલ કોઈ કર્મકાંડી પંડિત જેવા લાગી રહ્યા હતા. એમણે ત્રણ આંગળીઓ ચંદનના લેપમાં બોલી એના વડે એમના કપલ પર ત્રણ રેખા ખેંચી હતી અને એની વચ્ચે કુમકુમનું તિલક કરેલું. એમણે એમનું સ્થાન એક આસન ઉપર ગ્રહણ કર્યા બાદ એમની વિધિ ચાલું કરેલી...

ઊંચા સ્વરે થતાં પવિત્ર મંત્રજાપ અને સુગંધિત દ્રવ્યોને અગ્નિમાં હોમીને એમણે અહીં કોઈ પવિત્ર કામ થઇ રહ્યું છે એવો સંદેશો જંગલમાં વસતી તમામ બુરી શક્તિઓને આપી દીધો હતો. હવે રાહ જોવાતી હતી જેમ્સ અને હેરીની જેમની સાથે એ ઢીંગલી આવવાની હતી.

ઢીંગલીનું શરીર છોડીને ભાગેલો આત્મા આખરે મોહના પાસે પહોંચ્યો હતો. એ વખતે મોહના મનને ખભે માથું ઢાળીને આરામથી એક પથ્થર ઉપર બેસી હતી. મન એના માથા પર હાથ ફેરવતો કશું કહી રહ્યો હતો. અચાનક જ મોહનાએ એક ઝાટકા સાથે એનું માથું મનના ખભા પરથી હટાવ્યું અને ઉભી થઇ ગઈ.

“શું થયું મોહના? આમ કેમ અચાનક ઉભી થઇ ગઈ?”

મને ખુબજ પ્રેમથી પૂછ્યું હતું, એને ખ્યાલ આવી ગયો કે જેમ્સ અને હેરીએ એમનું કામ કરી લીધું હવે પોતાનો વારો હતો, એકપળ માટે મન ધ્રુજી ઉઠ્યો પણ બીજી જ પળે એણે પોતાની જાતને સંભાળી લીધી, હવે કાં આ પાર કે પેલે પાર, એને મોહનાને અહીં રોકવાનો પ્રયાસ કરવાનો હતો. એને એ અહેસાસ કરાવવાનો હતો કે મોહનાના શરીર પર મોહના સિવાય બીજી કોઈ આત્માનો હક નથી અને પોતે એ કરીને જ રહેશે, એવું મનોમન વિચારી મન પણ ઊભો થઈ ગયો.

“મારે જવું પડશે.” મોહના ઝડપથી બોલી અને ગાડી શોધવા નજર ગુમાવી.

“તારે ક્યાંય નથી જવાનું મોહના! આપણે હજી વાતો કરવાની છે, આપણા ભવિષ્યની, આપણા પ્રેમની!”
મને મોહનાની નજીક જઈને એનો હાથ પકડી, આંખોમાં આંખો મિલાવીને આજીજીભર્યા સ્વરે કહ્યું.

“મન તું સમજતો કેમ નથી? મારે જવું જ પડશે. જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો ચાલ મારી સાથે, ગાડી ભગાવ નહીંતર બહુ મોડું થઇ જશે.” મોહનામાં પ્રવેશી ગયેલા આત્માએ મનને એના વિશ્વાસમાં લેવાની કોશિશ કરવા માંડી.

“શેનું મોડું થઇ જશે? એવું તે શું અગત્યનું કામ આવી ગયું સવાર સવારમાં?” બધું જ જાણતો હોવા છતાં મન અજાણ્યો હોવાનો ડોળ કરી રહ્યો હતો.

“એ તને નહિ સમજાય.” મોહનાએ આગળ ચાલવા માંડ્યું.

“તો સમજાવ મને. તું વાત કરીશ મને સમજાવીશ તો હું સમજી જઈશ.” મને ફરીથી મોહનાનો હાથ પકડી એને રોકી.

મોહના અને મન વચ્ચે આ રકજક ચાલી રહી હતી બરોબર એ જ વખતે જેમ્સ અને હેરી ઢીંગલી પ્રોફેસરના હાથમાં સોંપી રહયા હતા, પ્રોફેસરે ઢીંગલી લઈને એને નીચે બેસાડી અને એની ચારે બાજુ હળદર-કુમકુમથી કુંડાળું કર્યું. હાથમાં ગંગાજળ લઇ, યા દેવી સર્વ ભુતેશું... મંત્રનું મોટા સ્વરે રટણ કરતા એ મંત્રિત પાણી ઢીંગલી ઉપર છાંટ્યું...

મન સાથે દલીલ કરી રહેલી મોહનાના શરીર પર જાણે કોઈએ એસીડ છાંટ્યું હોય એમાં એ ચીસ પાડી ઊઠી અને એના મોઢા પર હાથ ઘસવા લાગી.