ક્યારેક તો મળીશું - ભાગ ૭ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ ૭

મૌસમ ઘરે પહોંચી જાય છે. મૌસમને ઉદાસ જોઈ ભારતીબહેન પૂછે છે "શું થયું બેટા?"

મૌસમ:- "કંઈ નહિ...મે જોબ છોડી દીધી."

ભારતીબહેન:- "કેમ શું થયું? પહેલા જ દિવસે જોબ છોડી દીધી."

મૌસમ:- "કોઈ જૂઠું બોલાવડાવીને મને કામ કરાવે અને બોસની સામે એ કામ કરવાનું ક્રેડિટ લે એ મારાથી સહન ન થાય. આજે ઑફિસનો પહેલો દિવસ અને મને અન્યાય થયો. હું સાચું બોલી બોલીને થાકી ગઈ પણ બોસને તો જૂઠી વાત પર જ વિશ્વાસ હતો."

ભારતીબહેન:- "તારી ખુશી જોબ છોડવામાં જ છે તો જોબ ન કરવાનો તારો નિર્ણય બરાબર છે. જીંદગી તને પોતાને સાબિત કરવા માટે ઘણાં અવસર આપશે."

માહી:- "હા didu બધુ ઠીક થઈ જશે."

બીજી સવારે મૌસમ ઉઠે છે. પથારીમાં બેઠા બેઠા જ વિચારે છે કે નવી જોબ શોધવાનું ચાલું કરવું પડશે. પહેલા ન્યુઝ પેપરમાં જોઉં પછી જોબ માટે એપ્લાય કરું અને આજે તો કશે જવાનું નથી. ઘરે જ છું તો વાળ ધોઈ દઉં. મૌસમ બ્રશ કરી નાહીને ચા પી છે.

સવારે મલ્હાર ઑફિસ આવે છે. સલોનીને જે કામ કરવા આપ્યું હતું તે ફાઈલ ચેક કરે છે.

મલ્હાર:- "આ કામ તે કર્યું છે?"

સલોની:- "હા.."

મલ્હાર:- "તારા કાલના કામમાં અને આજના કામમાં જમીન આસમાનનો ફરક છે."

સલોની:- "એવું છે...પણ એવું થવું તો ન જોઈએ."

મલ્હાર:- "ઑકે પછી હું તને બોલાવું."

સલોની:- "ઑકે પણ આજે ડીનર આપણે સાથે કરીશું ને?"

મલ્હાર:- "હું તને પછી કહીશ."
મલ્હાર સલોનીને લેન્ડલાઈન નંબર પરથી ફોન કરે છે પણ સલોની ફોન જ રિસીવ નથી કરતી.
મલ્હાર પોતાની કેબિનમાંથી બહાર નીકળે છે.

મલ્હાર મિ.ખિલ્લાનીને કહે છે "તમારું કામ તો દરેક પર નજર રાખવાનું છે ને? મિસ સલોની ક્યાં છે?"

મિ. ખિલ્લાની :- "એ બ્યુટીપાર્લર ગઈ છે. આજે રાતે તમે લોકો ડીનર પર જવાના છો ને એટલે."

મલ્હાર:- "તમે ઘરે જઈને તમારી પત્ની સાથે કેવો વ્યવહાર કરો છો. શું મે તમારી પર્સનલ લાઈફ માં દખલ કરવાની કોશિશ કરી?"

મિ.ખિલ્લાની:- "ના."

મલ્હાર:- "તો તમે મારી પર્સનલ લાઈફમાં શું કરવા દખલગીરી કરો છો?"

મિ.ખિલ્લાની:- "એટલે જ તો મે મિસ સલોનીને જતા ન અટકાવી."

મલ્હાર:- "તમારે એને રોકવી જોઈતી હતી. તમે એને ન અટકાવીને મારી પર્સનલ લાઈફમાં દખલગીરી કરી છે. મારા કોઈની સાથે ક્યાં પર્સનલ રીલેશનશીપ છે તે સમજવાની તમે જરાય કોશિશ ન કરતા. આ ઑફિસમાં સલોની માત્ર એક કર્મચારી છે જેમ કે તમે...એને એટલું જ સમ્માન મળવું જોઈએ જેટલું કે તમને."

મિ.ખિલ્લાની:- "જી સર..."

મલ્હાર પોતાની કેબિનમાં જતો રહે છે.

થોડા સમય બાદ સલોની મલ્હારની કેબિનમાં આવે છે.

મલ્હાર:- "Oh my God આજે તો તું વધારે બ્યુટીફુલ અને ગોર્જિયસ લાગે છે."

સલોની:- "આજે આપણે ડીનર પર જો જવાનું છે."

મલ્હાર:- "તારા જેવી સુંદર યુવતી સાથે કોણ બહાર જવાનું પસંદ ન કરે?"

સલોની:- "ઑહ Come on મલ્હાર..."

મલ્હાર:- "અને ખાસ કરીને તે જે ગઈકાલે વર્તન કર્યું એ તારા સિવાય કોણ કરી શકે? પોતાનું કામ બીજા પર થોપી દેવું અને બદલામાં એની જોબ છીનવી લેવું આ ટેલેન્ટ તો તારી પાસે જ છે ને?"

સલોની :- "પણ મલ્હાર..."

મલ્હાર:- "આજે હું તારી ગેરસમજ દૂર કરી દઈશ. ના તો તું ઈન્ટેલિજન્ટ છે ના તો સુંદર.
તને શું લાગ્યું તું મને દગો દેશે અને મને ખબર પણ નહિ પડે."

સલોની:- "મલ્હાર મને તો સમજમાં નથી આવતું કે તને શું થઈ ગયું છે?"

મલ્હાર:- "તારી વાત બંધ કર અને પ્લીઝ લીવ માય કેબિન. Will you stop making stories and leave my cabin..

સલોની:- "પણ મલ્હાર..."

મલ્હાર:- "leave my cabin, now..."

મૌસમના મોબાઈલ પર રિંગ વાગી ઉઠે છે.

મૌસમ:- "Hello.."

યુવતી:- "શું હું મૌસમ પાઠક સાથે વાત કરી શકું..."

મૌસમ:- "જી હું મૌસમ બોલું છું."

યુવતી:- "પ્લીઝ હોલ્ડ કરો."

મલ્હાર:- "મિસ મૌસમ પાઠક તમે જે કારણથી જોબ છોડી હતી તે કારણને ઑફિસથી કાઢી મૂકવામાં આવી છે. I will see you soon in the office..."

મૌસમ તૈયાર થવા લાગી. મૌસમ સ્વગત જ બોલે છે "ઑહ નો વાળ તો ભીના છે. ભીના વાળનો અંબોડો તો થશે નહિ. જલ્દી જલ્દી કેવી રીતના સૂકવું. સૂકવવા જઈશ તો મોડું થશે."

માહી:- "Didu શું એકલા એકલા બોલો છો."

મૌસમ:- "ઑફિસેથી ફોન આવ્યો છે. મારે જવું પડશે પણ ભીના વાળનો અંબોડો કેવી રીતે વાળું."

માહી:- "Didu અડધા વાળ લઈ બટરફ્લાઈ મારી દો."

મૌસમ:- "તને ખબર છે ને મને છુટ્ટા વાળ નથી રાખવા ગમતા."

માહી:- "didu આજનો દિવસ. વાળ ભીના છે તો વાળ તો છુટ્ટા જ રાખવા પડશે. બીજુ કોઈ ઓપ્શન નથી. લાવો હું તમને વાળ સરખા કરી આપું."

મૌસમ તૈયાર થઈ ઘરની બહાર નીકળે છે કે એક કાર ઉભી હોય છે. કારની બહાર એક પ્રૌઢ વ્યક્તિ સફેદ યુનિફોર્મમાં ઉભી હોય છે. એ વ્યક્તિ ડ્રાઈવર હોય છે.

ડ્રાઈવર:- "મૌસમ મેડમ તમે?"

મૌસમ:- "હા કાકા."

ડ્રાઈવર:- "મલ્હાર સરે તમને ઑફિસ લઈ જવા માટે મને મોકલ્યો છે."

મૌસમ કારમાં બેસી જાય છે.

મૌસમ ઑફિસ પહોંચે છે. મૌસમને મલ્હાર ફોન કરી પોતાની કેબિનમાં બોલાવે છે.

મૌસમ:- "May i come in sir..."

મલ્હાર:- "Yes come in..."

મલ્હારે મૌસમ સામે જોયું તો મૌસમને જોતો જ રહી ગયો. મટકુ માર્યા વગર બસ મૌસમને જોઈ રહ્યો. મૌસમને આ રીતે છુટ્ટા વાળમાં જોઈ નહોતી. કોલેજમાં પણ અંબોડો વાળી આવતી. મલ્હારને મૌસમ આજે કંઈક વધારે સુંદર લાગી રહી હતી. મલ્હાર મૌસમના સાદગી ભર્યા રૂપથી ઘાયલ થઈ ગયો હતો. મલ્હાર મનોમન બોલ્યો,

"બાંધીને રાખ તારા આ કેશુઓના ફાલને
છુટ્ટા રાખીને તું ઉભરાવે છે મારા વ્હાલને
વાંક ન કાઢીશ પછી મારા અધરોનો
જો સ્પર્શી જાય એની પહેલાં જ તારા ગાલને
કાબુમાં રાખ જરા જો તો મારા હાલને
સાચે જ બહુ માથે ચઢાવ્યા છે તે
તારા તોફાની વાળને..."

મૌસમ:- "સર તમે મને બોલાવી?"

મૌસમ :- "સર ક્યાં ખોવાઈ ગયા?"

મૌસમે બે વાર બોલાવી ત્યારે મલ્હાર પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. મલ્હારે એક ફાઈલ આપી અને મૌસમને કામ પૂરું કરવા કહ્યું. મૌસમ કેબિનમાંથી બહાર આવી પોતાની કેબિનમાં ગઈ.

કેબિનમાં બેસી મૌસમ મલ્હાર વિશે જ વિચારવા લાગી "મલ્હાર મને અપલક નજરે જોઈ રહ્યો હતો." મૌસમના હ્દયને રાહત થઈ.
પછી મૌસમ મનોમન જ બોલી "મૌસમ શું થઈ ગયું છે તને? કામમાં ધ્યાન આપ."

મૌસમ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

સાંજના ઘડિયાળમાં ચાર વાગી ગયા છે. બધા મીટીંગમાં બેઠા હતા. બીજી કંપનીવાળા સાથે મીટીંગ હતી.

બે ત્રણ વ્યક્તિઓ વાત કરી રહ્યા હતા કે "આપણે કાલે પણ પ્રક્ષેશની રાહ જોઈ રહ્યા હતા. લાગે છે કે એ આજે પણ નહિ આવે."

મલ્હાર પોતાની ઘડિયાળમાં જોઈ કહે છે
"આખરે પ્રક્ષેશ છે ક્યાં?"

સ્ટાફની એક વ્યક્તિ કહે છે "સાડા ચાર વાગી ગયા સર...મને લાગે છે કે આ ડીલ હવે...."

એટલામાં જ પ્રક્ષેશ પેસ્ટ્રી ખાતો ખાતો આવે છે "Good morning everey body..." કહી પોતાની જગ્યા પર બેસી જાય છે."

પ્રક્ષેશ મલ્હારને જોઈ કહે છે "good morning sir..."

મલ્હાર ઘડિયાળમાં જોય છે. મલ્હારને જોઈ પ્રક્ષેશ પણ ઘડિયાળમાં જોય છે.

પ્રક્ષેશ :- "sorry good afternoon..."

બીજી કંપનીની એક વ્યક્તિ કહે છે "મિસ્ટર મલ્હાર આ પ્રેઝન્ટેશન થશે પણ કે નહિ."

"થશે જ ને? મારો પ્લાન તો રેડી છે." એમ કહી ખિસ્સામાંથી ફોન,પેકેટ વગેરે વગેરે કાઢે છે. છેલ્લે એક ચૂંથાયેલું કાગળ કાઢે છે. અને પાસ કરે છે.

પ્રક્ષેશે બનાવેલો ગ્રાફ જોઈ કહે છે "It's perfectly ok...કમાલ છે માનવું પડે. શું દિમાગ છે?"

અવિનાશભાઈ:- "કમાલ છે આખી રાત પાર્ટી કરી. આખો દિવસ ઊંઘ્યો. તો પણ આ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. માનવું પડશે"

બધા જતા રહ્યા.

મલ્હાર:- "પ્રક્ષેશ સમય પર આવ્યા કર. કેટલી વાર તને કહી ચૂક્યો છું."

પ્રક્ષેશ:- "I think જેટલી વાર તમે વોર્નિંગ આપી છે તેટલી વાર"

મલ્હાર:- "ક્યારેક ક્યારેક મન થાય છે કે તારી પીઠ થાબડું અને ક્યારેક મન થાય છે કે તારી પીટાઈ કરું."

પ્રક્ષેશ:- હા તમે ઈચ્છો તો પીઠ થાબડી શકો છો. Ok Bye... મારે બીજી પાર્ટીમાં જવાનું છે."

મલ્હાર મનમાં જ કહે છે "પ્રક્ષેશ મારી કંપનીનો માત્ર એમ્પ્લોય છે. માન્યું કે લેટલતીફ છે. પણ મગજ કમાલનું છે."

મૌસમ ઓફિસનું કામ પતાવી ઘરે પહોંચવા માટે નીકળે છે.

મૌસમ રિક્ષાની રાહ જોતી ઉભી હોય છે કે એક વ્યક્તિ મૌસમને જોઈ રહ્યો હોય છે. આસપાસ કોઈ હતું નહિ. મૌસમનું પણ એ વ્યક્તિ પર ધ્યાન ગયું.

મૌસમ મનમાં જ વિચારતી હતી કે જલ્દી રિક્ષા મળી જાય તો સારું. મૌસમનું ધ્યાન રિક્ષાની રાહ જોવામાં હતું. ઝડપથી એ વ્યક્તિ મૌસમ પાસે આવે છે અને મૌસમનું પર્સ લઈ ભાગે છે. મૌસમ પણ પાછળ પાછળ ભાગે છે. એ વ્યક્તિ એક કાર સાથે ભટકાય છે. કારમાંથી એક સોહામણો યુવક ઉતરે છે. યુવક પેલા ચોરને પકડી લે છે. ચોર પાસેથી પર્સ લઈ લે છે. ચોર ગમે તેમ કરી ત્યાંથી ભાગી જાય છે.

સોહામણો યુવક મૌસમ પાસે આવે છે અને કહે છે "આટલી રાતે તમે આવી રીતના એકલા?"

મૌસમ:- "જી હું શાહ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરું છું. ઑફિસમાં કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું."

યુવક:- "ઑહ તો તમે ત્યાં કામ કરો છો.."

મૌસમ:- "હા પણ તમે...."

સોહામણા યુવકે હાથ મિલાવતા "જી હું જશવંત શાહનો દીકરો...પ્રથમ શાહ"

મૌસમ:- "ઑહ Hi હું મૌસમ પાઠક..."

પ્રથમ:- "ચાલો હું તમને ઘરે મૂકી આવું."

મૌસમ પ્રથમ સાથે કારમાં બેસી જાય છે.

મૌસમ ચા નાસ્તો કરીને બહાર બેઠી હતી.
મૌસમને જે ક્ષણે મલ્હાર સાથે પ્રેમ થયો તે ક્ષણ યાદ આવી. મલ્હારને મળ્યા પહેલા પોતે કેવી હતી અને મલ્હારને મળ્યા પછી, મલ્હારને જાણ્યા પછી પોતાની ભીતર કંઈક પરિવર્તન થયું હતું. મૌસમે ડાયરી લીધી અને લખ્યું

"બે પળની મુલાકાત કંઈક એવી અસર કરી ગઈ...
મૃત:પ્રાય બનતી જીવનવેલમાં શ્વાસ ભરતી ગઈ..."

મૌસમ થોડીવાર માટે મલ્હારના વિચારોમાં ખોવાઈ જાય છે. ભારતીબહેન જમવા માટે મૌસમને બોલાવવા આવે છે ત્યારે મૌસમ મલ્હારના વિચારોમાંથી બહાર આવે છે.
બધા જમવા બેસે છે.

ભારતીબહેન:- "જોબ લાગી ગઈ એની ખુશીમાં ને ખુશીમાં તો હું તને પૂછવાનું જ ભૂલી ગઈ. શાની કંપની છે અને તારે શું કામ કરવાનું છે?"

મૌસમ:- "શાહ ઈન્ડસ્ટ્રીઝ છે. એ કંપની કપડા ડિઝાઈન કરે છે. હું બોસની આસિસટન્ટ છું."

પંક્તિ:- "Wow didu...તો તો ત્યાં ડિઝાઈનર ડ્રેસીસનું ક્લેક્શન કેટલું બધુ હશે નહિ?"

મૌસમ:- "હા પ્રખ્યાત કંપની છે એટલે કપડાનું ક્લેક્શન પણ ઘણું છે."

ક્રમશઃ