ગાડી માં બેસતા જ મોહિત ગુસ્સા થી મીતા ને કહે છે કે તું શા માટે મને ignore કરી રહી છે મીતા? મને જવાબ આપીશ. મીતા ની આંખ માં થી આંસુ ટપકવા લાગે છે. એ જોઈ ને મોહિત થોડો શાંત થઈ જાય છે. સોરી, મીતા પણ તું જાણે છે ને કે તું મને ignore કરે એ મારા થી સહન નથી થતું.
મારો વાંક શુ છે મોહિત? તું મને આવી રીતે શા માટે હેરાન કરી રહ્યો છે? પહેલા ગોવા આવી ગયો અને હવે ઘર પાસે આવી ને મને હેરાન કરી રહ્યો છે. તને મિત્ર બનાવી ને મેં મારા જીવન ની મોટી ભૂલ કરી એવુંં વિચારવા શા માટે મજબૂર કરી રહ્યો છે મને? દોસ્તી પર થી જીવનભર માટે trust ઉઠી જાય એવુંં વર્તન નહિ કરે તો જ હું તને ignore નહિ કરું.
હવે મારી પાસે કહેવા માટે કશું નથી. આપણે કોલેજ જવું જોઈએ મોડું થાય છે. મોહિતે ગાડી સ્ટાર્ટ કરી.
ગાડી માં મોહિતે મીતા ને મનાવવા માટે ના પ્રયત્નો કર્યા પણ મીતા એ કોઈ જવાબ આપ્યો નહિ. મોહિતે ગાડી ને કોલેજ ની જગ્યા એ હાઇવે પર લીધી. બદલાયેલા રસ્તા થી મીતા ગભરાઈ. એને મોહિત ને ગાડી રોકવા માટે કહ્યું. મોહિત પણ જીદ પર આવ્યો હતો એ મીતા ની વાત સાંભળી નહોતો રહ્યો.
મીતા એને ગાડી રોકવા અથવા કોલેજ તરફ લેવા કહી રહી હતી. મોહિત એની વાતો પર ધ્યાન નહોતો આપી રહ્યો અને ફોન કરી રહ્યો હતો. એ ફોન પર ફટાફટ વાતો કરતો ફોન કાપતો અને બીજો ફોન કરતો. એના આવા વર્તન થી મીતા વધારે ગભરાઈ રહી હતી.
આખરે લગભગ કલાક પછી ગાડી મોહિત ના ફાર્મ હાઉસમાં આવી ને ઉભી રહી.એ નીચે ઉતર્યો અને મીતા ને પણ નીચે ઉતરવા કહ્યું. મીતા એ નીચે ઉતરવાની ના પાડી. મીતા આ મારું ફાર્મ હાઉસ છે. અહીં મારી ઈચ્છા મુજબ નું વર્તન થશે. તું ગભરાઈશ નહિ હું તને કશું જ કરવાનો નથી. પ્લીઝ, તું નીચે ઉતર. મોહિત ની વાત સાંભળીને મીતા મૂંઝાઈ ગઈ. તે નીચે ઉતરી. ગાડી માં થી ઉતરતા જ તેની સામે 3-૪ છોકરીઓ આવી ને ઉભી રહી ગઈ. તે છોકરીઓ મીતા ને પોતાની સાથે અંદર લઈ ગઈ.
આ છોકરીઓ મીતા ની સાર-સંભાળ રાખવા માટે બોલવાઈ હતી. બે છોકરીઓ એ મીતા ને ફેસિયલ, સ્પા , વેકસિંગ, થ્રેડિંગ વગેરે કરી આપ્યું. ત્રીજી છોકરી એ મીતા ના કપડાં બદલ્યા. અને ચોથી છોકરી એ મીતા નો મેકઅપ કર્યો. મીતા ના ના કરતી રહી પણ તેઓ પોતાનું કામ કરતા રહ્યા. અંતે જ્યારે તે પુરી તૈયાર થઈ ગઈ ત્યારે તેને અરીસો દેખાડ્યો.
અરીસા માં પોતાનું રૂપ જોઈ ને મીતા આશ્ચર્ય પામી. પોતે આટલી સુંદર લાગી શકે છે એવી તો એને કલ્પના પણ નહોતી. પછી મોહિત અંદર આવ્યો. મીતા ને જોઈ ને તે પણ અપલક નજરે જોતો રહી ગયો. બધી છોકરીઓ રૂમમાં થી બહાર નીકળી ગઈ. મોહિત મીતા ને ગળે મળવા આગળ વધ્યો.
ત્યાંજ ઉભો રે મોહિત મને અડવાનો પ્રયત્ન પણ ના કરતો. ઓહ મીતા હજી તારો ગુસ્સો નથી ઉતર્યો.મને હતું કે તું મને સામે થી હગ કરીશ અને થેન્ક યુ કહીશ.
મોહિત મેં તને પેહલા પણ કીધું છે કે હું બહુ સાદું જીવન જીવું છું. મને આ બધા ની જરૂર નથી. તું તારો સ્વભાવ અને જીદ બદલીશ બાકી બધું આપોઆપ બદલાઈ જશે. મીતા બાથરૂમ માં ગઈ પોતાના કપડાં બદલ્યા મોઢું ધોયું, વાળ પણ પહેલા જેવા કરી નાખ્યા અને બહાર આવી.
આગળ શું થશે? તે જાણવા માટે વાંચતા રહેજો આગળ ના ભાગ. આપ ના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.....
.