ત્યાં પરમ એ સીક્યુરીટી વાળા ને ધક્કો મારી શેઠ તરફ દોટ મુંકી
શુ શેઠ પરમ અને સેતુ ને સાંભળશે ,અને પરમ ને આ નોકરી મળી શકશે કે નહીં આ માટે વાંચતા રહો પરમ સેતુ ........
એક તરફ પરમ દોટ મુકે છે , તે શેઠ ને સત્ય શું છે , તે જણાવવા માગે છે , પણ શેઠ તેની વાત સાંભળવા જ નથી માગતા , તને ખબર છે ઈમાનદારી માણસ નો મોટો ગુણ હોય છે , અને મે તે ગુણ તારા મા જોયેલો પણ હું ખોટો હતો , શેઠ એ પોતાની વાત પુરી કરતા કહ્યું. ત્યાં જ શેઠ ની દિકરી પુલકી ત્યાં આવી પહોચી અને ત્યાં શેઠ ના પરીવાર માં બધા જ ત્યાં હતા તેમના પત્ની જમના બેન .અને તેમની દિકરી પણ....
સાહેબ ઈમાનદાર ગરીબ માણસ ને ખોટો સમજવાની ભુલ કરો છો તમે , અને કયા કારણ થી તમને મારી ઈમાનદારી પર શક થાય છે એ વાત મને જણાવો , જેથી હું મારો પક્ષ રજુ કરી શકુ ; પરમ એ વાત પુરી કરતા કહ્યુ .
અરે પપ્પા આ લોકો કંઈ પણ વાતો રજુ કરી નાખશે , તમને શુ ખબર , વિશ્ચાસ ન થાય , પુલકી એ જવાબ આપતા કહ્યું , મને મારો પક્ષ રજુ કરવા દો પછી હુ જવાબ આપીશ પરમ એ જણાવ્યું
હું કંઈ પણ સાંભળવા નથી માગતો તે દિવસે તુ સોનુ ઉપાડી ગયેલો અહીંયા થી ,,કેટલી લાલચ ભરી છે તારા માં,, આમેય પૈસા માટે કંઈ પણ કરી શકો , એ દિવસે જો તુ તારી પરીક્ષા માં સફળ થયો હોય ને તો મારો આ વિશ્વાસ અકબંધ રહ્યો હોય , પણ રહેવા દો મારે વધારે તને કહી મારે મારા શબ્દો વ્યથઁ નથી કરવા . શેઠ ની આંખો માંં ગુસ્સો દેખાઈ રહ્યો હતો.
પરમ હવે બધી વાત જાણી ગયો અને તે કંઈ પણ બોલ્યા વગર જ ત્યાં થી નીકળી ગયો , પણ તેનુ આ રહસ્યમય રીતે ત્યાં થી કંઈપણ બોલ્યા વગર પાછુ આવવુ સેતુ ને પણ નવાઈ પમાડે તેવુ હતુ ,
આજે બકુલા માસી નુ સ્વાદિષ્ટ ભોજન કોઈ એ જમ્યુ નહી અને ઘર નુ વાતાવરણ શાંત હતું ટાંકણી નો પણ અવાજ આવે , હંમેશા ખુશખુશાલ ઘર ની આ શાંતી બકુલા માસી થી સહન ન થઈ, તેમણે સેતુ ને પુછી જ લીધુંં પણ આખી વાત સાંભળતા પરમ ને તેમણે સાંત્વના આપી , પણ પરમ સત્ય જાણતો હોવા છતાં રજુ કેમ ન કર્યુ તે જાણવા તે આતુર હતા , પણ પરમ ના મન ને આજે એની બેન સેતુ પણ ન ભાખી શકી કે તે હવે આગળ શું કરવાનો છે ,
સવાર નો સુરજ વાત મા નવો વળાંક લઈ આવ્યો હતો , સવાર મા થતો નાસ્તો અને ઘર ની શાંતિ મા એક કારમી ચીસ સંભળાઈ , આ અવાજ ઘર ની બહાર થી આવી રહ્યો હતો , સેતુ એ બહાર જોયુ તો ત્યાંં શેઠ ની દિકરી પુલકી ત્યા હતી , અને ત્યાં તેની એક્ટીવા પાછળ કુતરા ભસતા હતા , તેનો અવાજ સાંભળી બધા બહાર આવી ગયાં
અને આખી ચોલ માં વાતો નો ખળભળાટ ચાલુ થઈ ગયો ત્યાં પરમ એ બહાર આવી જોયુ તો એક્ટીવા નીચે પડેલુ અને બીજી તરફ પુલકી પરમ એ એક્ટીવા ઉભુ કર્યુ ,
અને સાઈડ મા મુક્યુ , એક્ટીવા તો સરખુ થઈ જશે પણ મગજ સરખા ન થઈ શકે , પરમ એ જવાબ આપતા કહ્યું , અને પુલકી ત્યાં આજુબાજુ ની ભીડ જોઈ ત્યાં થી નીકળી ગઈ , પણ લાલ આંખો બધા ની નજર મા હતી , ..
મારા લખાણ ને સારો પ્રતિસાદ આપવા માટે હુંં મારા વાચકો નો આભાર માનુ છું , અને વાંચતા રહો પરમ - સેતુ
અંત ની ઓળખાણ
પથ પથ કાંટાળા ને સરળતા ના ઢાળ , દરેક ને મળે છે પરીસ્થિતિ ની આળ
બેબાકળા મન ને ન મળી શકે ઉપાય ની ભાળ. ફરી ફરી ચિંતન બને વિચારો ની જાળ
આ તો મન ના રે ખેલ, સત્યજ્ઞાન જ આપી શકે જીવન નો સાર