પરમ સેતુ - ૭ raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમ સેતુ - ૭

હવે આ ભાગ માંં નવો વળાંક આવી રહ્યો છે, એ શું છે ? તે જાણવા બધા આતુર હશો , આજે વહેલી સવાર કંઈક અજુગતુંં અને આશ્ચયઁ પમાડે તેવુ હતું , સેતુ ના અકસ્માત પછી ઘર મા એક સમય નુ જ જમવાનુ થતુ હતુ અને હવે આવક નો એક જ સ્ત્રોત પરમ નો અજુગતો સ્વભાવ આ બધુ ખુબ જ રહસ્યમય હતું,

સેતુ ફ્રેકચર વાળા હાથ સાથે કામ પર જાય છે અને પરમ ને બહાર જતો જોઈ ...... ક્યાંં જાય છે પરમ ? હું પોલીસ સ્ટેશન જાઉં છુુંં , પરમ એ જવાબ આપતા કહ્યું પણ કેેમ ? આજે હું સત્ય બાર લાવી નેે જ જંપીશ

અરે , તુ પાછો આવી ગયો , પરમ ફરી થી શેઠ ના બંગલા તરફ આગળ વધે છે, ત્યાં જ સીક્યુરીટી વાળા એ બુમ પાડતા કહ્યુ , પોલીસ ને જોઈ સીક્યુરીટી શેઠ ને નીચે બોલાવવા જાય છે,
આ બધુ તે શું માંડ્યુ છે છોકરા, રોજ રોજ તારા આ નાટક હવે બહુ થયુ તારૂ , અને આજે તુ શુ પોલીસ ની ધમકી આપવા માટે આવ્યો છે ,કે શુ ? શેઠ ના આકરા શબ્દ અને લાલચોળ આંખો સત્ય ને પારખી શકશે કે કેમ ?

મોટા ને માન , આપતા હું તમારી અણસમજણ ને દુર કરવા આવ્યો છું , અને પરમ એ સોના નુ બીસ્કીટ શેઠ સામે ધરે છે , સાહેબ આ નકલી બીસ્કીટ માટે તમે મારી ઈમાનદારી પર શક કર્યો છે , એનો હુ અહીયા જવાબ આપવા આવ્યો છું , અને જાણી લેજો આ તમારા સોના ના બીસ્કીટ પાછળ નુ સત્ય શું છે ,
મને જ્યારે આ બીસ્કીટ મળ્યુ ત્યારે મે એને પોલીસ સ્ટેશનમાં જમાંં કરાવેલુ , અને સાક્ષી રૂપે હું આજે સાહેબ ને લઈ આવ્યો છું , અરે શેઠ પરીક્ષા લેવી જ હતી , તો તપાસ પણ કરવી જોઈએ , આ તો મને સાહેબ એ જણાવ્યુ કે આ બીસ્કીટ નકલી છે, મને મારો પક્ષ રાખવાનો મોકો તો આપવો જોઈએ ને , અને તમારા આ એક નકલી બીસ્કીટ માટે મારા પરીવાર ની શુ હાલત છે એ તમને ક્યાં ખબર ,

શેઠ આખુ સત્ય જાણી ડઘાઈ જ ગયા , અને કંઈ પણ બોલ્યા વગર એમના નોકર ને કાન માં કંઈક કહ્યુ , પરમ મને હતુ જ કે મારો વિશ્ચાસ ક્યાય પણ ખોટો તો ન જ હોય , પણ મે લોકો ની વાત પર ધ્યાન આપ્યુ , શેઠ એ ક્ષમાભાવ થી કહ્યુંં ત્યાં જ નોકર એક ફાઈલ લઈને આવે છે , અને શેઠ કહે છે આ ફાઈલ મે મારી ઓફીસ ના મેનેજર માટે રાખેલી જે અંગત કારણોસર નોકરી છોડી ચાલ્યા ગયેલા , આજે એ મેનેજર ની પોસ્ટ હું તને આપું છું, અને પરમ ના પાડતા જણાવે છે , અરે સાહેબ મારે ૧૮ વષઁ પુરા નથી થતા , મારે હજી ભણવાનુ બાકી છે,
હું અહીયા મારી પરીસ્થિતી ની જરૂરીયાત પુરી કરવા આવેલો જેથી તમારી આ નોકરી થી મારી બહેન ને મદદ કરી શકું

શેઠ , તમે મને એ લાયક સમજ્યો એ બદલ આભાર , પણ ઉંમર પ્રમાણે કામ કરી શકાય તમે મને નાનુ મોટુ કામ આપી નોકરી એ રાખી શકો તો તમારો ખુબ ખુબ ધન્યવાદ શેઠ ,

હા , તારી વાત સાચી છે , તુ હજી નાનો છે , પણ તારી આ ઉંમર મા તારી હોશીયારી ગજબ ની છે, હવે અમને રજા આપો , અને શેઠ ધ્યાન માં રાખજો આવી ભુલ કદીય ન થાય , આરોપ લગાવ્યા પહેલા જાણ કરી લેવી જોઇએ , ઈન્સપેકટર સાહેબ એ રજા લેતા કહ્યું ,
પરમ બેટા , સાંભળ હું તારી ઈમાનદારી થી ખુશ છું, તારી જેમ કેટલાય છોકરાઓને આ રીતે ભણતર છોડી કામ કરવુ પડે છે, પણ તારી સાથે એવુ નહી થાય

તારા ભણવાનો ખર્ચો હું ઉપાડીશ અને મારી મેનેજર ની પોસ્ટ માટે હું તારી બહેન સેતુ નુ ઈન્ટરવ્યુ લઈશ અને તેની યોગ્યતા મુજબ કામ આપીશ , પરમ અને સેતુ જેવા બાળકો ને કામ આપી હું સારા કામ નો ભાગી બનવા ઈચ્છુ છું અને પરમ શેઠ નો આભાર માની ઘર તરફ વળે છે,

પાંચ વષઁ પછી
જો ને પરમ એક નકલી સોના ના એ બીસ્કીટ અને તારી ઈમાનદારી રૂપે આજે આપણે ક્યાં આવી ગયા , સેતુ એ કહ્યુંં , પરમ બોલ્યો હા સેતુ આજે જો ને આજે મારી કોલેજ ના ત્રણ વષઁ પુરા થઈ ગયા , અને તારી આ મેનેજર ની નોકરી ના લીધે જ આપણા ઘર નુ રીનોવેશન , મારૂ ભણવાનુ અને શાંતી ની ઉંઘ મળી છે ,
અરે ઉંઘવાનુ થોડુ છે અત્યારે ,ચાલ બધી તૈયારી ઓ કરવાની છે, મને આ દિવસે મમ્મી પપ્પા ની યાદ આવે છે ,બધી તૈયારી ઓ કરવાની છે , બે જ દિવસ બાકી છે હવે , પરમ અને પુલકી ના લગ્ન માટે સેતુ એ વાત પુરૂ કરતા કહ્યુ .

આ પરમ -સેતુ નો છેલ્લો ભાગ છે અને મારા લખાણ ને સારો પ્રતિસાદ આપવા માટે હું માત્તૃભારતી ના વાચકો નો આભાર માનું છુ , લેખકો ના લખાણ ને બીજા સુધી પહોચાડવા મા માત્તૃભારતી એક સારૂ સ્થાન છે, ફરીથી આપ સૌનો ખુબ ખુબ આભાર
દરીયા ના અવિરત મોજા ની જેમ મુશ્કેલી કરે ઉતાર- ચઢાવ
પણ જે સત્ય ની સાથ એ છે પરમ-સેતુ

ધનુષ ની પણછ પર છે ઈમાનદારી નો દાવ
પણ જે સત્ય ની સાથ એ છે પરમ-સેતુ

સુકા રણ ની ધરતી પર પાણી ની વરાળ નો ભાવ
પણ જે સત્ય ની સાથ એ છે પરમ-સેતુ

તકલીફ ના વાવાઝોડા મા અડીખમ ઝાડ ની જેમ અડગ ધાર પણ જે સત્ય ની સાથ એ છે પરમ-સેતુ