પરમ સેતુ raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમ સેતુ

                           તને કંઈ ખબર પડે છે ,આમ ને આમ દિવસો કેમ ના નીકળશે તારા ,જો સમજ થોડુ
જીવન ને ગંભીર લેતા તો શીખ, આખો દિવસ પડ્યો રહીશ તો કામ શુ કરીશ? ઘર તરફ નજર માંંડ અને હવે મોટો થયો જવાબદારી લેતા ક્યારે શીખીશ તુ ,,મોટી બહેન સેતુુ તેના નાના ભાઈ પરમ ને સમજાવી રહી હતી 

                     પરમ અને સેતુ  ના પરિવાર મા તે બંને જ એક બીજા ની સાથે હતા .માતા - પિતા નુ મૃત્યુ આઘાતજનક બની રહ્યૂ.  હજી તો તેમના ગયા ને મહીનો જ તો થયો હતો . બંને એકબીજા ના સથવારે હિંમત ભેગી કરી અને ઘર ચલાવતા હતા. સગા-સબંધી ઓ  તો મળવા આવે ને દિલાસો આપી જતા રહેતા .   
       
                           સેતુ એ ઘર ની જવાબદારી સ્વીકારી હતી . પરમ તેની સ્થિતિ સમજતો હતો . પણ તેનામા સમજણ તો હતી પરંતુ તે આળસુ હતો તેનુ કામ એકદમ સચોટ હતુ .પણ તેને કામ કરાવવુ મુશ્કેલ હતું .  સેતુ તેને ટોકતી પણ  .......... પરમ ને તો એ ને એનો ખાટલો .   
          તેને જ્યા સુધી આવી ન પડે ત્યા સુધી કંઈ જ કામ કરતો નહી તે સ્કુલ મા પણ જાય ન જાય અને કેમય કરી તે પાસ  થઈ જતો પણ કામ નો એ બહુ આળસુ . 
                     તે હવે કંટાળ્યો હતો . તેને લાગતુ કે આખો દિવસ શુ સાંભળવાનુ મારે , એ ઉઠી ને ઘર ની બહાર જતો રહ્યો . અને બજાર મા ફરતો હતો ત્યા એને જુના મિત્ર મળ્યા  . તો એ છુપાઈ ગયો કેમ કે ખબર હતી કે જો જોઈ જશે તો ખીજવશે કે તે હવે અનાથ છે . તે છુપાઈ ને આગળ નીકળી ગયો ,પણ એ વિચારવા લાગ્યો કે ક્યા સુધી આમ ને આમ ચાલ્યા કરશે . 
                        તેણે નક્કી કર્યુ કે તેણે  આળસ ને છોડવી પડશે તેણે રોજીંદા સ્કુલ જવાનુ નક્કી  કર્યુ .અને તેણે ઘર મા બેન ને મદદ પણ કરતો . તેના આવા અચાનક આવેલા બદલાવ થી સેતુ પણ વિચાર મા પડી ગઈ .આનુ અચુક કંઈક રહસ્ય છે. ત્યારે સેતુ એ પરમ ને પુછ્યુ તો તેણે માંડી ને વાત કરી 

               કે તે છુપાઈ ને આગળ નીકળ્યો ત્યારે તેણે મજુર જોયા . તે  કામ  કરતા હતા અને પરસેવા થી આખા રેબઝેબ થઈ ગયેલા પણ શેઠ એ સો રૂપિયા જ આપ્યા  અને તેની બહેન ઘર ના બધા કામ કરી અને નોકરી જાય તેણે પણ મદદ કરવી જોઈએ . સેતુ ખુશ હતી કે સમજે છે અને જવાબદાર બની રહ્યો છે. 
     
                                      ત્યા જ અચાનક પરમ ઘર મા જોર જોર થી બુમો પાડવા લાગ્યો ,દીદી .....દીદી પણ એ આખા ઘર મા ક્યાય દેખાઈ જ નહી , તેણે તરત જ સેતુ ના નંબર પર ફોન કર્યો , તો ફોન ની રીંગ કબાટ માથી આવતી હતી , એણે કબાટ નો દરવાજો ખોલતા જ જોયુ તો એની આંખો અચંબીત રહી ગઈ. જ્યારે તેની બેન કબાટ ની અંદર  બેઠી બેઠી ઉધઈ કાઢતી હતી ??

                         તને ખબર પડે છે કંઈક આ શુ કરે છે, અવા અખતરા કરી મને હેરાન ન કર મારો જીવ અધ્ધર કરી નાખે છે સાવ . સાચે તુ છે જ ઉંદર 
ઘર નુ એક ના એક ઉંદર ગાંડુ ,પાગલ સાવ...... અને સેતુ તેના હાથ મા આવેલી આરી લઈ એને મારવા દોડે છે.

                    તારી મારી દુશ્મની ,ઘર સુધી નહી,
                    આ જગત ના ભાર રૂપી નહી 
                    તારા મારા મીઠા માર રૂપી નહી
                    તારી મારી દુશ્મની, ઘર સુધી નહી

                    પ્રેમ થી માનુ તને , ખારો દરીયો 
                    જેનુ પ્રતિબિંબ જ છે સત્ય નો અરીસો
                  મારા  આ જગ મા બબડાટ તારો નોખો પાસો

                    મારી ખામી આ જગ સુધી નહી 
                   મારી પ્રેમાળ દીદી ના પગ સુધી નહી
                   તારી મારી દુશ્મની ઘર સુધી નહી

                  જો ને , સેતુ આ આખો દિવસ ઘર અને ઓફિસ થાકી નથી જતી , હવે તો હુ ય મોટો થઈ ગયો હવે હુ ય તારી મદદ કરીશ, અને આપણે બંને હાથો હાથ ઘર નુ રીનોવેશન કરીશુ પરમ એ કહ્યુ , એ બધુ હુ કરી લઈશ તુ તારા ભણવામા ધ્યાન રાખ જો તુ ભણી ને સારી જગ્યા એ સેટ થઈ જઈશ એટલુ જ બહુ છે , તુ ભણવામા ધ્યાન રાખ સેતુ એ કહ્યુ .
  
                      પરમ કંઈ પણ બોલ્યા વગર ચોપડી પકડી બેસી રહ્યો અને   છેલ્લે એની આંખો મા કંઈક ચમક આવી અને એ ધ્યાનપુવઁક વાંચવા લાગ્યો , પણ એનુ મન  કઈ દિશા તરફ વળ્યુ , એ આગળ ના અંક મા 

                              ક્રમશ: