હવે સાંભળ પુરી વાત.. મે પકીયા ને ક્યારનુ કહ્મુ હતુ કે હુ સ્કુલ થી આવી ને કંઈક કામ કરવા માંગુ છુ જેથી હુ તને ઘર મા મદદ કરી શકુ , અને પરમ એ સેતુ ને અટકાવતા કહ્યુ ... હા બોલી લેજે પછી પણ મારી પુરી વાત સાંભળી લે , એ માટે મને પકીયો બોલાવવા આવ્યો હતો તેણે મારા માટે નોકરી શોધી હતી, હવે આગળ ના અંક થી આગળ
મને ખબર છે મારી ભણવાની ઉંમર છે , પણ તુ એકલી આખુ ઘર સંભાળે છે , મને નથી પોષાતુ તુ એકલી ક્યાં સુધી પુરૂ કરીશ કોઈક દિવસ તારી પાસે તારૂ બીજુ ઘર હશે ,પણ આ ઘર ની છત આપળા બેય ની જવાબદારી છે ,
તુ એકલી કેમ ? પરમ ના આ પ્રશ્ર્ન થી સેતુ ના હાવભાવ ચિંતા મા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે ,
સમજ નો ઊંડો છે દરીયો
તો ય કેટલો હજી ઊંડો છે મુસીબતો નો પાયો
હુ છુ મારી મા નો વહાલો એવો જાયો
નહી બનુ આ ઘર નો બોજ.
હવે તો કામ નો જ છે લોભ
ટાઢ,તાપ છે આકરો,
મારા શમણા ની પાછળ હુ બેબાકળો
હવે તો બસ તારી સાથે મારો પણ.હાથોહાથ ફાળો
બારોબાર વટાવી દઈશ મુસીબતો નો માળો
પરમ ની આ વાત આટલી નાની ઉંમર મા ગમેય તેના હ્દય ને આહત કરી શકતી હતી , પરમ એ વાત આગળ કરતા કહ્યુ, ખબર છે બાપ વગર નો દિકરો છુ પણ હુ સ્થિતિ ને સમજુ છુ , અને આ નાની ઘર મા જે ઉંદરડી છે તેના મન ને પણ સમજુ છુ
આજે સાંજે પકીયા એ બુમ પાડી પરમીયા લ્યો, હવે તો સ્કુલ મા પણ રોજ જાય છે લે છોકરો સુધરી ગયો હો...... પરમ એ પોતાની વાત આગળ વધારતા કહ્યુ , તારે નોકરી જવુ છે એવી વાત કરતો હતો ને , જો હુ જ્યા નોકરી જવુ છુ , ને ત્યા તારે માટે જ ઉપર વાળા એ મસ્ત સેટીંગ કર્યુ છે.
મે તો સેતુ પહેલા થી જ કહેલુ કે નોકરી યોગ્ય લાગશે તો જ હુ જોડાઈશ , મે એને પુછ્યુ પણ હતુ કે ક્યાં લઈ જાય છે , તો મને એને કહ્યુ કે ચાલ તો ખરી આપણે આંટો તો મારી આવીએ , પરમ એ શાંત ભાવ એ કહ્યુંં.
હુ ત્યા ગયો હતો મને એક શેઠ ને ત્યા લઈ ગયો એ શેઠ નુ ઘર તો મોટુ છે,શેઠ એ મને એમને ત્યા એમના બગીચા મા પાણી છાંટવાનુ કામ કરવાની નોકરી આપી છે, જો એ મને 1500 રૂપીયા મહીને આપી શકે છે અને એમાય સ્કુલ જઈને પછી , અને એની ખુશી મા પકીયો દારૂ ની ટપરી પર લઈ ગયેલો અને ત્યા મે ના પાડી પણ એને તો ટપોટપ ગ્લાસ ભરવા ના ચાલુ કર્યા , અને પછી આખી ટપરી માથે ચડાવી અને પૈસા તો ઉધાર હતા એ અલગ ,ત્યા ના શેઠ એ માર્યો એ અલગ , પણ જેમ તેમ કરી એનો જીવ બચાવ્યો અને ત્યા થી છટક્યાંં ને એને ઘરે લઈ આવ્યો , આટલી બધી તકલીફ વચ્ચે પણ મને ખબર હતી , કે તુ ઘર માથે
લઈશ જ , પેલો પકીયો ય મને ઉતાવળ મા લઈ ગયો, નહી તો હુ પત્રચીઠ્ઠી મા લખી દઉ,કે હુ ક્યાં જાઉ છુ
તુ નોકરી એ નહી જાય , અને ભણવામા ધ્યાન રાખીશ , જો આપણે બન્ને જ એકબીજા માટે ઉભા રહી શકીએ છીએ . આખા ગામ ને મોઢે ગરણુ ન બંધાય , એ લોકો તો બોલ્યા કરે . પણ જ્યા સુધી તારૂ ભણવાનુ પુરૂ નથી થતુ ત્યા સુધી તુ કામ પર નહી જાય આ વાત કાને ધરી લેજે , હુ આ બાબતે બીજુ કંઈ સાંભળવા નથી માગતી, અને મારી એટલી જ ચિંતા હોય તો તુ ભણવામા ધ્યાન આપીશ . સેતુ એ પોતાની વાત પુરી કરતા કહ્યુ .
પરમ એ મુંગા મોઢે હા પાડી અને બન્ને રાત્રી નુ જમણ કર્યા વગર સુઈ ગયા , પણ પરમ ની આંખો ના સપના ક્યાંય ઉંચા અંબાડે પહોચી ગયેલા
આજે સવાર માજ પરમ નાસ્તો કરી શાળા માટે નીકળી પડ્યો. પણ શાળા થી વળતી વખતે તે ઘર તરફ ના રસ્તે થી વળાંક પર વળી ગયો . અને શેઠ ના બંગલે પહોચી ગયો . ત્યા તેણે શેઠ ને નોકરી માટે ના પાડી દીધી .
રમણલાલ આ વાત સાંભળી આઘાપાછા થઈ ગયા. બેટા તારે વધારે પૈસા ની જરૂર હોય તો હુ પગાર વધારી આપુ .પણ બેટા ના ન પાડીશ . મારુ આ બગીચો પાણી વગર સુકાઈ જશે. આ બગીચો મારા ભાણીયા આવે ત્યારે રમશે અને હવે વેકેશન પણ આવવા થયુ ત્યા સુધી મારે આ બગીચા નુ ધ્યાન રાખવુ પડે એમ છે. અને હાલ બધે જ તપાસ કરાવી છે , મને કામદાર ની જરૂર છે , રમણલાલ એ વિનંતી પુવઁક કહ્યુંં.
સાહેબ , હુ સમજુ છું તમારી વાત ને , મને તમારા પગાર નો લોભ નથી . પણ મારે કામ પર આવાય એવા મેળ નથી ખાતા . મારાથી નહી થાય સાહેબ માફ કરશો . પરમ ની ઈચ્છા તો હતી કે તેને પૈસા કમાવવા માટે મળી જાય પણ તેની બહેન ની આનાકાની થી તેણે ના પાડી .
પરમ ત્યાંથી ઘર તરફ રવાના થતો હતો, ત્યા એને એક પોટલી મળી, ત્યા જ પરમ એ ખોલી ને જોયુ તો અંદર સોના ના દસ બિસ્કીટ હતા. એ જોઈ એની આંખો અંજાઈ ગઈ . એણે એ પોટલી લઈ લીધી અને તે ઘર તરફ વળ્યો
શુ સાચે પરમ ને પૈસા નો લોભ હતો કે સોના ના બિસ્કીટ જોઈને એની નીયત બદલાઈ ગઈ હતી. અને સાચ્ચે જ,, તો પરમ આ સોના નો ઉપયોગ કયા કામ મા કરશે એ જાણવા માટે વાંચતા રહો પરમ-સેતુ .
ક્રમશઃ