પરમ સેતુ - ૨ raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમ સેતુ - ૨

         પરમ કંઈ પણ બોલ્યા વગર ચોપડી પકડી બેસી રહ્યો અને   છેલ્લે એની આંખો મા કંઈક ચમક આવી અને એ ધ્યાનપુવઁક વાંચવા લાગ્યો , પણ એનુ મન  કઈ દિશા તરફ વળ્યુ ,  

            અરે ઓ...... લાડ કુંવર વાંચવામા ડોળા રાખજે ડાફોળીયા ક્યાં મારે છે,  અરે હુ તો સમજી ને વાંચુ છુ એટલે  ડાફોળીયા નથી મારતો , સવાર સવાર મા કુકર ની સીટી વાગી , અને નાસ્તો કરતા કરતા સેતુ એ કહ્યુ - હુ જાણુ છુ હો... કંઈક તો ચાલી રહ્યું છે તારા મન મા , જે હોય એ સીધ્ધે સીધુ કહી દે તો ,પછી  તુ કંઈક નવા લોચા મારીશ ,આવુ થોડી હોય તને શું ખબર પડે મે તને કંઈ કહ્યું તો તુ પણ આમ હવા મા તીર ફેકે છે પરમ એ વળતો જવાબ આપ્યો   , સેતુ એ એક જ વાક્ય કહ્યુ

                       "હુ તારી બેન  છુ " 

   તુ  મારા મન ની રાહી ,રાખે મારા મન ની બધી જાણકારી                           બેન છે તુ મારી

       ડગમગતા પગલા ચાલતા શીખવનાર રાહી                         જીંદગી ના આગલા નિશાન  સમજાવનારી.                                            બેન છે તુ મારી                                    કડવા શબ્દ અને સત્ય  ની દુકાન મારી , સળગતા અગન                        શબ્દો વરસાવનારી                                                         બેન છે તુ મારી                                               ઉબડખાબડ મુસીબતો ના સીધા રસ્તા ની બારી                               બેન છે તુ મારી 

                                       

                સેતુ જ્યારે કામ થી  પાછી આવે ત્યારે પરમ ઘર મા  જ હોય પણ એ દેખાયો  નઈ તો એને એમ કે ગયો હશે ક્યાંક આવશે હમણા , પણ રાત્રી ના 8.30 થયા હતા પણ તે આવ્યો નહી , હવે એ ચિંતાતુર થઈ રહી હતી કે આટલા મોડા સુધી ક્યા ગયો હશે , 

                    અરે નટુભાઈ આ પરમ ને જોયો હતો ક્યાંય દેખાતો નથી , લે તે હજી સુધી નથી આવ્યો ,ઓલો પકીયો આ બાબુભાઈ નો દિકરો .... એ એને બપોર નો લઈ ગયો છે , નટુકાકા એ ચિંતાતુર મોઢે કહ્યુ , આજકાલ ના છોકરા ઓ ખબર નઈ કેવા રવાડે ચડી જાય છે, અમારી વખતે તો બાપાની ધાક જ એવી ને કે આમ સામુ જોવે ને તો પણ ....... ,હવે છોડો ને આ બાપ વગર નો દિકરો છે , પછી એવુ જ થાત ને ......

              સેતુ ગુસ્સે ભરાઈ, પણ વળતો જવાબ આપવાનો સમય જ ન હતો . તે ગભરાતા ગભરાતા પકીયા ના ઘેર ગઈ ત્યા ગઈ તો જોયુ કે પકીયા એ નશો કરી ને તોફાન કરી આખુ ઘર માથે લીધેલુ , આજુબાજુ ક્યાંક પરમ મળી જાય પણ એ દેખાયો જ નહી તો એણે હિંમત કરી ને તે બાબુભાઈ પાસે ગઈ, બાબુભાઈ પરમ ને ક્યાંય જોયો હતો તમે ,  બાબુભાઈ કહે તારો ભાઈ આવ્યો હતો અહીયા અને આને અહીયા મુકી ગયો છે , એના લીધે આજે મારા પકીયા નો જીવ જતા જતા બચ્યો છે , અને કહેતો હતો  કે તુ એના માટે હેરાન થઈશ .એટલે એ ઘર બાજુ ગયો હશે   

                 બબલી માસી આ ઉકાળા ની રીત લખી દીધી  છે જેથી નશો ઉતરી જશે,   અને હજી તો સેતુ ઘરે પહોચી ત્યા પરમ સીડી ઓ માજ બેઠો હતો , સેતુ ના મન ના વિચાર હિલોળે ચડ્યા હતા , તેણે કઈ પણ બોલ્યા વગર દરવાજો ખોલીને પરમ ને અંદર આવવા કહ્યુ , પરમ આ શાંતિ ને ભાખી ગયો હતો , તે ધીમે રહી નમતા મોઢે ઘર મા પ્રવેશ્યો 

                  અને એક છ.......ટા....ક કરતો અવાજ , સેતુ એ પરમ ના ગાલ લાલ કરી નાખ્યા , પરમ એટલો જ હવાક બની ને ઉભો રહ્યો ,  ક્યાય પણ બહાર જતા પહેલા આ પત્ર ચીઠ્ઠી જે દિવાલ પર લગાવી છે એમા લખી ને જવાની ખબર નથી પડતી અને ઓલા પકીયા ની સાથે જવાની શુ જરૂર પડી તને ,એ દારૂડીયા ને અને તારે શુ આવડો મોટો થયો છે પણ ભાન જ નથી કંઈ લાગે છે હવે રંગરૂપ બદલાય રહ્યા છે તમારા , આગળ શુ થયુ એ મારે જાણવુ પણ નથી પણ આજ પછી તુ ક્યારેય પત્ર ચીઠ્ઠી મા લખ્યા વગર નહી જાય અને હવે 7.00 વાગ્યા સુધીમાં ઘરે પાછો નહી આવ્યો ને તો ..... તો કહી નઈ પણ મારી ચિંતા હોય થોડીક પણ હોય તો  તુ ઘરે પાછો આવી જઈશ 

                પરમ બસ શાંત મોઢે સાંભળી રહ્યો અને તેની બહેન સેતુ ને ભેટી પડ્યો , 

              હવે સાંભળ મારી વાત  બોલે જ જાય છે , બોલે જ જાય છે , મને બોલવા તો દે શુ થયુ એ હુ કહુ લોકો તો બોલ્યા જ કરે એમનુ સાંભળ ,પણ ભાઈ નુ શુ સાંભળવાનુ તારે , હવે સાંભળ પુરી વાત.. મે પકીયા ને ક્યારનુ કહ્મુ હતુ કે હુ સ્કુલ થી આવી ને કંઈક કામ કરવા માંગુ છુ જેથી હુ તને ઘર મા મદદ કરી શકુ , અને પરમ એ સેતુ ને અટકાવતા કહ્યુ ... હા બોલી લેજે પછી પણ મારી પુરી વાત સાંભળી લે ,  એ માટે મને પકીયો બોલાવવા આવ્યો હતો તેણે મારા માટે નોકરી શોધી હતી

      હવે આગળ પરમ સાથે શુ થયુ એ જાણવા માટે વાંચતા રહો આગળ ના અંક મા....