પરમ સેતુ - 4 raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમ સેતુ - 4

પરમ ત્યાંથી ઘર તરફ રવાના થતો હતો, ત્યા એને એક પોટલી મળી, ત્યા જ પરમ એ ખોલી ને જોયુ તો અંદર સોના ના દસ બિસ્કીટ હતા. એ જોઈ એની આંખો અંજાઈ ગઈ . એણે એ પોટલી લઈ લીધી અને તે ઘર તરફ વળ્યો . શુ સાચે પરમ ને પૈસા નો લોભ હતો ?

હવે આગળ,...મે કહ્યુ હતુ ને પપ્પા તમને આ લોકો આવા જ હોય છે , આવા લોકો પર વિશ્ચાસ ન જ કરાય ,ભલે સમજુ છુ કે આ સોનુ જાય તો પણ આપણને કોઈ નુકસાન નથી પપ્પા , આપણી પાસે તો છે જ પૈસા, પણ આ લોકો મા ઈમાનદારી ન હોય તમે પણ શુ વિશ્ચાસ કરો છો આના પર , રમણલાલ શેઠ ની દિકરી પુલકી ને એમ જ હતુ કે અહીયા કોઈ ઈમાનદાર નથી , બધા પોતાના માટે જીવન જીવે છે .

જો બેટા આવુ જ હોય તો તારા પપ્પા એ નાની પોળ માથી આ વિલા મા ન આવ્યા હોત, અને આપણી પાસે પૈસા છે તો એમ નહી કે એમ જ પાણી ની જેમ વેડફી નાખી એ .... ,તે પોટલી નુ સોનુ નકલી છે મને તો માત્ર પરમ ની પરીક્ષા લેવી હતી પણ હુ ખોટો પડ્યો , મને તેની આંખો મા મહખનત અને આગળ વધવાનુ ઝુનુન દેખાઈ રહ્યુ હતુ , આમેય આજે એને સામેથી મને ના પાડી દીધી , નહી તો મને એને જાણવા નો મોકો મળી ગયો હોત , રમણલાલ એ વાત પુરી કરતા કહ્યુ .

પરમ એ વળાંક લીધો તે વળાંક હતો પોલીસ સ્ટેશન નો.... કદાચ આ વળાંક તેના જીવન નો મોટો વળાંક હતો એણે એ પોટલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી અને તે ઘર તરફ વળ્યો , પરમ નુ આ કામ સાચે જ વખાણવા લાયક હતુ , તેણે જણાવી દીધું હતુ કે ગરીબી મા પણ ઈમાનદારી હોય છે.

તેની અને સેતુ ની આ એક અનોખી આદત હતી કે આખા દિવસ ની ઘટના નુ વણઁન બન્ને એકબીજા ને જણાવતા , આ વાત ની જાણ થતા સેતુ એ કહ્યુ તારે એ પોટલી શેઠ ને આપી દેવી જોઈએ ,એ પોળ મા કોઈ મોટુ ઘર નથી તો .... કદાચ એ એમની જ હોવી જોઈ


એમ ના હોય કોઈ ગરીબ ની મુડી હોય શકે ,કોઈ ના ભવિષ્ય ની જડીબુટી હોય શકે , મને પણ તારા જેવો જ વિચાર આવ્યો પણ પછી બહુ વિચાર કર્યો અને આ પોટલી પોલિસ અધિકારી ને જ આપી હતી ,

અરે... પરમ સાંભળ સાંભળ , બાઈક વાળા રમઝટ દોડાવે છે આજુબાજુ જોતા જ નથી, વળી ભાગી ગયો જો , શુ કરવા નુ આવા લોકો નુ , રવિવાર ના દિવસ એટલે આરામ નો દિવસ ,સેતુ ને તો આરામ જ જોયો નથી આ છોકરી કેટલુ દોડમદોડ કરે છે રવિવાર ના દિવસે પણ જો ને કામ કરે છે શુ કરવાનુંં ?આ બકુલા માસી બાજુ ની પોળ મા રહેતા , જરૂરીયાત વાળા નુ કામ કરી આપતા , કામ પર જતી વખતે સેતુ નો અકસ્માત સર્જાયો અને પરીણામ હાથ નુ હાડકુ ભાંગી ગયુ . તે સેતુ ને દવાખાને લઈ ગયા અને દાક્તર એ પ્લાસ્ટર કરી નાખ્યુ , અને દવાખાનુ સરકારી હતુ તો જલદી.બધુ પતી ગયું અને બુમો પાડતા પાડતા ઘરે લઈ આવ્યા ,અને પરમ ને કહી દીધું કે હવે ઘર તારા માથે છે બેટા, કામ હુ કરી આપીશ તને જ્યાં સુધી તારી બેન સાજી ન થાય પણ પૈસા કમાવા માટે.તારે કંઈક કરવુ પડશે.

તારા સાહેબ ને કહી રજા પરમ લઈ લેજે , બકુલા માસી એક સારા પડોશી સાબીત થયા છો આજ તમે સેતુ એ કહ્યુ , જો પરમ કોઈ વ્યક્તિ કમઁ ના આધાર પર આગળ વધે છે, કોઈ પણ વિકલ્પ નથી એટલે તારે કામ પર જવુ હોય તો જઈ શકે પણ જો હુ સાજી થઈશ એ ભેગુ તુ કામ બંધ કરી દઈશ ,

. લો હવે આ તારો હાથ ભાગ્યો એટલે વળી મંજુરી આપી ,બહુ ડાહી તુ કહે એમ ચાલ અને હુ મારૂ ભણવાનુ ચાલુ રાખીશ . પરમ એ વાત પુરી કરતા કહ્યુ.

શુ હવે શેઠ પરમ ને કામ આપશે?પરમ એકલો જવાબદારી સંભાળી લેશે ,અને આગળ શુ થશે ? એ જાણવા વાંચતા રહો પરમ - સેતુ , મારી આ વાતાઁ ને પ્રતિસાદ આપવા બદલ હુ મારા વાચકો નો આભાર વ્યકત કરૂ છુ અનેે વાંચતા રહો પરમ સેતુ .