મોહ મોહ કે ધાગે Salima Rupani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મોહ મોહ કે ધાગે

"કાગા ચુન ચુન ખાઈઓ બોટી બોટી માસ, દો નૈના મત ખાઈઓ મોહે પિયા મીલનકી આશ, ની મેઁ.'

કૈલાશ ખૈરના સૂફી અવાજમાં આ પંક્તિઓ રેલાઈ રહી હતી. સર્યું સાંભળતા સાંભળતા રડી પડી.

સમજાતુ નહોતુુ શું કરવુ. ભાઈ, મમ્મી બધા એક જ વાત કરતા હતા, પણ સર્યુંને સમજાતુ નહોતુ કે પછી સ્વીકારાતૂ નહોતુ.

એક તરફ અનુજની યાદમાં જીંદગી નહી નીકળે એ પણ સમજાઈ ગયુ હતુ, તો બીજી તરફ એની હાજરીમાં..ભલે વચ્ચે એલઓસી હોય, પણ હાજરી તો ખરીને એમ કેમ આવુ પગલુ ભરવું.

સર્યુંએ મગજ આડુ અવળુ દોડતુ રોકવા સ્કુલમાં જોબ લઇ લીધેલી. પૈસાની તો કોઈ જરૂરત હતી જ નહી. અનુજની સેલેરી તો હતી જ ને.

અનુજ એક આર્મી ઓફિસર હતો. સર્યું તો એને જોતા જ દિલ દઇ બેઠેલી. એ કસાયેલું તન, વિવેકથી ભરેલી રીતભાત., કોઈ એને આટલુ સન્માન આપી શકે, કલ્પનાએ કયાં હતી.

સર્યું એક સામાન્ય પરીવારની પણ સુંદર યુવતી હતી. એના નસીબમાં અનુજ લખાયેલો હશે તો હરદ્વાર યાત્રા કરવા એને માસી લઇ ગયેલાં. માસી એકલા હતા પણ માસા ઘણું મૂકતા ગયેલા એટ્લે સર્યું સાથે હોય તો યાત્રામાં તો સારુ એવું એમને લાગેલું. વળી સર્યુંએ જસ્ટ કોલેજ પુરી કરેલી, ફ્રી જ હતી તો માસી સાથે પેકેજ ટૂરમાં નીકળી પડેલી.

ટૂરમાં સાથે મૂળ મારવાડી પણ ગુજરાતને જ વતન બનાવી ચૂકેલ અંકલ અને આંટી સાથે ઘરોબો કેળવાઈ ગયેલો. ટુરની બસનું એક્ષિડન્ટ થયુ. પોતે અને માસી તો ઈશ્વરની દયાથી બચી ગયેલા પણ એ અંકલ બચી ન શક્યા. એમનો દિકરો આર્મીમાં હતો એ ભાગતો ફટાફટ આવ્યો અને અંકલની અંતીમ વિધી હરિદ્વારમાં જ કરી.

આ બધા સમય દરમ્યાન આંટીને સર્યું અને માસીએ સધિયારો આપીને સાચવ્યા અને એ આમ અનુજના પરીચયમાં આવી. અનુજને સર્યુંમાં જીવન સન્ગીની દેખાઈ અને સર્યુંના ફેમિલીને પણ જ્ઞાતિનો ભેદભાવ આવા દીગ્ગજ જમાઈ પાસે ગૌણ લાગ્યો.

સર્યુંને જાણે બધા વ્રત, ઉપવાસ ફ્ળયા હોય એવું લાગતુ હતુ. અનુજ એને પ્રિન્સેસ કહેતો અને સાચે જ રાણીની જેમ જ રાખતો. આટલો સ્નેહ અને સન્માન પતિ આપે એવું તો સર્યુંએ આસપાસમાં ક્યાંય જોયેલુ પણ નહી.

ઘરમાં, સગ઼ા વહાલામાં મોટે ભાગે હક્ક જમાવતા, હુકમ કરતા, કોઈ સાંભળે એમ તોછડાઇ પણ કરી લે એવા જ પતિ જોયેલા.

એમાંયે ક્યારેક આર્મી ની પાર્ટીમાં જવાનુ થાય તો ખાસ શોપિંગમાં જતા એ બન્ને. ડ્રેસ કોડ પ્રમાણે મસ્ત સાળી, એક્સેસરી લઇ આવતા.

સર્યું પાર્લરમાંથી આવે તો એ રાજકુમારીની જેમ એનો હાથ પકડીને ગાડીમા બેસાડતો , સર્યુંને તો જાણે સાતમા આસમાનમાં વીહરતી હોય એવુ લાગતુ

હજી તો નવ મહીના થયેલા લગ્નને અને કાશ્મીર બોર્ડર પરથી એને પકડેલો. સર્યુંને સમજ જ નહી પડેલી કે આમ પકડી કેમ લે. આવુ થોડુ બને! પણ બનેલુ, બસ ત્યારથી એ પાકિસ્તાનના કબ્જામાં હતો. એકવાર કંઇક સારા સમ્બન્ધ થયેલા બન્ને દેશના તો ફોન પર વાત પણ કરાવેલી. અનુજ કહેતો હતો કે તું આગળ વધી જા. હવે મારૂ કોઈ ભવીષ્ય નથી. પણ એ સ્વીકારી નહોતી શકતી. એનો અનુજ તો જાંબાઝ ઓફિસર હતો..એને આમ જાસૂસ ગણાવીને પકડી રાખે...રાત્રે એને સપના આવતા..અનુજને ટૉર્ચર કરતા હોય એવા અને એ ફફડી જતી.

વર્ષો એક પછી એક જઈ રહ્યા હતા. પપ્પાનો દેહાંત થઈ ગયો. ભાઈ એની જિંદગીમાં વ્યસ્ત થતો જતો હતો. મમ્મી હવે જીદે ચડેલી કે "સર્યુંએ નિર્ણય લઇ લેવો, પછી બહુ મોડુ થઈ જશે. ઉમર વીતી ગયા પછી અફસોસ થશે. હું પણ હવે કેટલા દીવસ." પણ સર્યું કેમ નીર્ણય લે., શું લે, ન એ વિધવા હતી ન ડિવોર્સી, કેમ એવું કઇ કરી શકે! પણ મન બહુ વિચિત્ર થઈ ગયેલુ. મંગળસૂત્ર તુટી ગયુ તો રિપેર કરાવવાની બદલે એણે કબાટના ખૂણે મુકી દીધેલું. શેન્થો પૂરવાનુ તો મન જ ન થતુ હવે. બસ દિલ કોઈકનું સખ્ય ઝંખતું હતું

એક દિવસ એ સાંજે એકલી ઉદાસ બાગમાં બેઠી હતી, એના માટે સાંજ હમેશા અઘરી રહેતી. ત્યાં એણે ગિટાર વગાડતા એક યુવકને જોયો. આસપાસ ટોળુ હતુ. કંઇક રસપ્રદ લાગ્યું તો એ પણ ઊભી રહી. ગિટારના સુર દિલ સુધી પહોંચતા હતાં. એ આંખો બન્ધ કરીને ખોવાઇ ગઇ. રહી રહીને ખ્યાલ આવ્યોકે શાન્તિ થઈ ગયેલી. ટોળૂએ વિખરાઈ ગયેલુ. બચ્યા હતાં એ બન્ને સર્યું અને ગિટાર વાદક. એ પણ એને ખરાબ ન લાગે એટલે જ રોકાયો હોય એવુ લાગ્યુ.

પછી ઘણીવાર સાંજે બાગમાં એને સાંભળ્યો અને ધીરે ધીરે સર્યુંને ખબર જ ન પડી કે વિચાર જગતમાં કયારે એ મોહ પ્રવેશી ગયો.

અનુજના સતત ચાલતા વિચારોમાં મોહ પણ ડોકિયા કરવા લાગ્યો. મોહ પણ સર્યુંથી આકર્ષાએલો. બંનેની મુલાકાતો વધતી ગઇ. રાત્રે લોન્ગ કોલ્સ થવા લાગ્યા.

સર્યુઁને થતુકે કહીદે મોહને કે એ પરીણીતા છે, એવા પતિની કે જે ક્યારેય પાછો આવશે કે નહી ખબર નથી. એક મિત્ર તરીકે સાથ આપી શકુ પણ જો બીજુ કાંઇ વિચારતો હોય તો એ શકય નથી. પણ જીભ ન ઉપડતી. એક ડર રહેતો કે થોડા રન્ગો આવ્યા છે જીંદગીમાં એ પણ ઊડી ન જાય. મોહને એ સાંભળ્યા જ કરતી, એની વાતો, એની ગિટાર. એનાં સપના એ બધામાં ખોવાઇ જતી. ધીમે ધીમે અનુજ મનની કોઈ સ્મૃતિમાં પાછળ ધકેલાવા લાગ્યો.

એને હતુ કે સાચવીને, શબ્દો ગોઠવીને એ કહેશે..એને મોહ જેવો દોસ્ત નહોતો ગુમાવવો. એકલી અટૂલી જિંદગીમાં એક દોસ્તની જગ્યા શું હોય . એ બરાબર જાણતી હતી. પણ એની ગણતરી ઊંઘી પડી. એક વાર મોહે એને આમંત્રણ આપ્યું કે કઝીનના લગ્ન છે, સહકુટુંબ પધારજો.

સર્યું ટાળી ન શકી, એક સખીની સાથે ગઇ. મોહ તો ખુશ ખુશ હતો, બનારસી સાડી અને સરસ તૈયાર થયેલી સર્યું પરથી નજર ફેરવી નહોતો શકતો. એના માતા પિતાને મળાવવાની ગણત્રી થી એ બન્નેને એમની પાસે લઇ ગયૉ, હજી વાત કરે એ પહેલા સર્યું ને કોઇએ અવાજ માર્યો "સર્યુંભાભી, તમે અહીંયા? " સર્યુંએ જોયું તો અનુજનો જૂનો દોસ્ત હતો. કમને જવાબ આપવો જ પડ્યો.

મોહનો ચહેરો તો જાણે કાળો પડી ગએલો. અનુજનો દોસ્ત પણ એના સગપણમાં નીકળ્યો. મોહે જાણ્યું એના અને અનુજ વિશે. એને તો સર્યુંએ એની સાથે છળ કર્યું છે એવુજ સમજાયું. સર્યું ડરી ગયેલી. અનુજને ખોયા પછી મોહને ગુમાવવો. બહુ આકરી અને વધારે અઘરી લાગવા માંડી જીંદગી.

ટળવળી ઉઠી પણ કઇ ન કરી શકી સ્કુલ પણ છૂટી ગઇ, રાત દીવસ એક સમાન લાગવા માંડ્યા. એક દોસ્ત હોય તો જીંદગી જીવી જવાય. એની આસપાસ ખુશીઓના તાણા વાણા ગૂંથી શકાય. બીજી ક્યાં કોઈ અપેક્ષા હતી. બસ નિર્દોષ દોસ્તી જ ઝંખતી હતી એ. સર્યુંને બસ મોહ લાગ્યો ..હતો કોઈ એકદમ પોતીકો દોસ્ત હોય એનો. દ્રૌપદી ને કૃષ્ણનું સખ્ય હતું એવું જ કોઈક હોય એમ થતું હતું

એક સવારે ડોરબેલ વાગી, જોયુ તો રેડ રોઝ બુકે. રેડ રોઝ તો સર્યુંનાં ફેવરીટ હતાં. સાથે આવેલુ કાર્ડ વાંચ્યું. ઓહ આજે પોતાનો બર્થ ડે હતો. અને મોહે મોકલેલો. એ માની ન શકી. મોહે મેસેજ કર્યો.
" મને મારી ભુલ સમજાય છે. બહુ વિચાર્યું મેં, મેઁ ક્યારેય પ્રોપોઝ નહોતું કર્યું, નથી તે ક્યારેય એ તરફ ઈશારો કર્યો. પરિપકવ સમ્બન્ધ બને એ પહેલા જ ગેરસમજ થઈ. મેં તારા વિશે ઘણુ જાણ્યું આટલુ દુઃખ છુપાવીને બેઠેલી તું..સોરી..મને માફ કરી દે. તુ મને દોસ્ત સમજતી હતી અને હુ અલગ જ દીશામાં આપણાં સંબંધને જોઇ રહ્યો હતો. આમ તારી જાતને ખુણામાં પુરી ન દે.. તારો આ દોસ્ત હમ્મેશા તારી સાથે છે."

સર્યુંની આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મીત આવ્યુ..એણે અનુજની તસ્વીર સામે જોયું. જાણે એ પણ એને મળેલ આ સખા પર ખુશ થતો હોય એવુ લાગ્યું. એનું પ્રિય ગીત એફ એમ પર રેલાઈ રહ્યુ હતુ. " યે મોહ મોહ કે ધાગે."