triji viday books and stories free download online pdf in Gujarati

ત્રીજી વિદાય

સોસ પડ્યો હતો ગળામાં, તો પાણી માટે હાથ લંબાવ્યો અને મીરા બેન થીજી ગયા. આવડુ કટુ સત્ય ઉંઘમાં પણ કેમ વીસરાય. ચાર દિવસ તો થઈ ગયા હતા આ વાતને, હવે અહીયાં બેડ સાઈડ ટેબલ ને ઉપર પાણીની બોટલ ક્યાંથી હોય, જહેમતથી ઉભા થયા. પીળા ઝાંખા બલ્બના પ્રકાશમાં આંખો ટેવાતા વાર લાગી.

માટલા સુધી પહોંચતા તો જાણે અજાણી વનની કેડીએ અંધારી રાતમા નીકળ્યા હોય એવુ થયુ. જોકે અહીયા વૃક્ષ ક્યાં હતા, અહીયા તો હતી વૃદ્ધત્વથી હાંફતા ખાટલાની કતારો. ધીમે ધીમે પાણી ગળે ઉતાર્યું, પણ મોં બગડી ગયુ. હજીએ પાણીનો સ્વાદ માફક આવતો નથી. બાજુના ખાટલે ગંગામા હતા એ કહેતા હતા કે બેચાર દીવસ લાગે, ગાય ને પણ એક ખૂન્ટેથી બીજે વેચીએ ત્યારે નવા ખૂન્ટે ન ગમે, ભામ્ભર્ડા જ નાખે પછી ટેવાઈ જાય.

પહેલા તો પોતે ધ્રુજી ગયેલા, ગાયની સાથે પોતાની સરખામણી, પણ યાદ આવ્યુ પોતાના મોટાબા બહુ ગાતા કે 'દિકરી ને ગાય દોરે ત્યાં જાય.' પણ પોતે ક્યાં અત્યારે દિકરી તરીકે દોરાઇને આવેલા. પોતે તો તરછોડેેલ મા તરીકે અહીયા મોકલી દેવામા આવેલા ને.

પોતાની બીજી વીદાય હતી આ. પહેલી વાર તો શણગાર સજીને થોકબંધ દહેજ સાથે પધારેલા સાસરીએ. વળી પિયર આવતા જતા વહાલી વસ્તુઓ વીણીવીણીને સાથે લઈ જતા. મા એને 'ઘેલી મીરા' કહેતા. કોઈ સાસરે નાનપણની ઢીંગલી, પોચુ ઓશીકુ, આછી થઈ ગયેલી શાલ લઇ જાય વળી!
પણ પોતાને અપરિચિત વાતાવરણમાં જલદી ઉંઘ ન આવતી અડવુ પણ બહુ લાગતુ તો પોતીકી વસ્તુઓ રાહત આપતી.

હરેશ ..એનો પતિ કેવો હસી પડેલો એ બધુ જોઈને. જોકે એ તો મીરાના ભોળપણ પર વારી ગએલો. ધીરે ધીરે પોતે હરેશમાં, સાસરામાં, એ ઘરમાં કેવી ભળી ગયેલી. હજી જાણે હમણાની જ વાત હોય એવું લાગતુ હતુ. અરે વિનયનો જન્મ તો એ કેમ ભૂલે. કેટલી જજુમી હતી એ સંતાન માટે, ઇશ્વર પાસે દિવસ રાત માંગ માંગ કરીને સંતાન મેળવેલું, એમાંએ પુત્ર રત્ન. પોતે તો સાતમાં આસમાનમાં ઝુલતી હોય એવી ઘેલી થઈ ગયેલી.

એક ટીશ ઉઠી, શું ઇશ્વર સાથે લડીને મેળવેલો એટલે જ કદાચ ઇશ્વરને નહી ગમ્યું હોય, કેવા લાડકોડથી વિનયને મોટો કરેલો, હરેશ કહેતો એને કે "દિકરા પાછળ પતિને ભૂલી જાય એવુ તે કાંઇ હોય, આખી દુનિયામાં એક જ છે "મીરામા" તો પોતે હસી કાઢતી."

વિનય જ્યારે વકીલ બન્યો ત્યારે તો એ પેંડા વહેંચતા ક્યાં થાકેલી. હરેશના મિત્ર કેતને કહેલું કે ભાભી આતો આપણો વિનય છે બાકી ઘરમાં વકીલ નહીં સારા, વાત વાતમાં કેસ ચલાવે.

બધો જ થાક અત્યારે લાગ્યો હોય એમ લથડિયૂ ખાધુ, સદનસીબે પીલોર પર હાથ ટકી ગયો નહીતો પછડાટ..એક પછડાટ તો હમણા અવની અને વિનયે ખવડાવેલી, ઘરથી આ વૃદ્ધાશ્રમ સુધીની!

દીવાલને ટેકે ટેકે ખાટલા સુધી પહોંચ્યા અને ધબ્બ દઇને બેસી પડ્યા. અંતરમાં લહાય લાગી હોય એમ એસીડીટી ઉપડી. ઓશિકા નીચે ફમ્ફોસિ ને ડાઇજિન શોધી મોમાં મુકી. પોતાને લાલ મરચુ ક્યાં સદતૂ હતુ પણ અહી કોણ એનુ જુદુ શાક બનાવે. આંખમાંથી આંસુ વહી નીકળ્યા.

હરેશ તો રસોયણ સુધા બેનને ધમકાવી દેતો જો બધીજ વસ્તુ મરચા વગર અલગ ન બનાવે મીરા માટે તો, કહેતો ઘરની શેઠાણીને જ કેમ ભૂલી જાય છે. હરેશ ને જોકે અવની વધારે ચાલાક લાગેલી, મીરાને ઘણી વાર વારતો પણ મીરા પુત્ર પ્રેમમાં ક્યાં કશું જોઇ શકેલી.

એક તહેવારે અવનીએ મીરાનો લગ્ન સમયનો ભારે સેટ પહેરવા માંગ્યો તે પરત આપ્યો જ નહી. હરેશે કહેલૂ કે 'આ પચીસ તોલા નો સેટ એમ સેફટી પિન માંગતી હોય એમ તારી વહુ લઇ લે, આવુ થોડુ ચાલે.' પણ મીરા એ કહેલું કે એનો જ છે ને છેલ્લે. હરેશ કદાચ ભવિષ્ય જોઇ શક્યો હતો. એટલે જ એણે ઘર મીરાના નામે ટ્રાન્સફર કરી દીધેલુ પોતાને એક એટેક આવ્યો ત્યાં જ.

એના 6 મહિનામાં જ હરેશ એને આ કડવી દુનિયાના આઘાત સહેવા એકલી મુકીને ચાલી નીકળેલો. હરેશના ગયા પછી અવનીને જાણે કોઈની શરમ ક્યાં રહી હતી. અચાનક મીરાનુ સ્ટેટસ જ ગબડી પડેલુ. વિનયની મમ્મી, ઘરની શેઠાણી મીરા જાણે પરાણે માથે પડેલી બલા લાગવા માન્ડેલ. સૌ પ્રથમ એણે રસોયણ બદલાવી નાખેલી. મીરાને આઘાત લાગેલો વર્ષો જુના સુધા બેન ગયા તો. પછી રાવજી કાકા માળી ગયા અને છેલ્લે જમની. હવે જ સમજાયુ અવનીનુ આ ચાલાકી, લુચ્ચાઈ અને ગણતરી પૂર્વકનુ આયોજન જ હતુ.

ધીરે ધીરે ઘર, એ વીશાળ બગીચા વાળુ ટેનામેન્ટ વિનય અને પોતાને નામે કરાવવા સમજાવેલા. સારુ થયુ હરેશે પેલા સોનાના સેટ વાળી વાત પછી સમ આપેલા કે પછીની વાત પછી, જીવતે જીવ એ ઘર વિનય કે અવનીના નામે નહી કરે, બાકી તો કે દિવસની પોતે સાઈન કરી જ દીધી હોત.

વિનય જ્યારે બહુ પાછળ પડ્યો ત્યારે પોતે રડી પડેલા કે 'મારા ગયા પછી તો બધુ તારુ જ છે ને તને આટલી ઉતાવળ શાની છે?' તો વિનય એવુ કહેતો હતો કે તેને ઓફીસ માટે પૈસાની જરુર છે તો ઘરની ઉપર લોન જોઈએ છે. ભોળી મીરાએ માની જ લીધુ હોત જો હરેશ એને પોતાના રોકાણ, એફ.ડી., બોન્ડસ, શેર્સ બધાથી મહીતિગાર ન કરતો ગયો હોત જે વિનયને નોમિની તરીકે મળ્યા હતાં.

તો હરેશને ઘણુ બધુ અગાઉથી દેખાઈ ગયુ હતુ એમને. એ હરેશની યાદમાં સરી પડ્યા, એ એક પતિ કે જે મર્યા પછીએ આ રીતે પોતાનુ ધ્યાન રહે એવું કરી ને ગએલો અને એક પુત્ર કે જે સગી જનેતાને આમ તરછોડી ને ઘર બહાર કરેલી. એક માણસ આવેલો અચાનક, અને અવનીએ ચાર પાંચ કપડા ને દવા વગેરે ભરેલો થેલો પકડાવી દીધેલો.

પોતે હતપ્રભ થઈ ગયેલા. વિનય તો ક્યાં હતો કોને ખબર. આવી અણધારી, અવાચક કરી દેનાર વિદાય એમને તોડી ગયેલી. ઘર વગર તો અસહાય, માંથી વિખુટા પડેલ બાળક જેવી દશા થઈ ગયેલી એમની.

સવાર પડી, ઠંડા પાણીએ નહાવુ એને એ સજા કહેતા, સવાર સાંજ ગરમ પાણીના શાવરમાં જ નહાતા પોતે. જેમ તેમ થોડુ પાણી રેડ્યૂને સ્નાન પતાવ્યુ. પાણી જેવી કાળી ચા જોઈને જ ઇચ્છા મરી ગઇ, પાછા જતા રહ્યા પોતાના ખાટલે. પહાડ જેવડા દિવસો કેમ જશે અહિયા કઇ સમજાતુ નહોતુ. માળા લઇને મન પરોવવાની કોશિશ કરી. ત્યાં ગોવિંદ કાકા ત્યાંના કાર્યકર બોલાવવા આવ્યા.

'તમને કોઈ મળવા આવ્યુ છે. ' મીરાને થયુ વિનય હોય કદાચ. જઇને જોયું તો કેતન ભાઈ હતા, હરેશના મિત્ર, એને જોતા જ રડી પડી. કેતનભાઈએ એને ધીમે ધીમે શાંત પાડી અને પછી પૂછ્યું ' ઘર હરેશ એટલે જ તમારા નામે કરી ગએલો કે અવની જેવી સ્વાર્થી છોકરી અને વિનય જેવો વકીલ તમને હેરાન ન કરી શકે. છોડ્યુ જ શા માટે?'

મીરાએ એની કથની વર્ણવી કે કેમ એક પછી એક પ્રયત્ન કરતા ગયા સાઈન કરાવવાના, કેતનભાઈ ને રાહત થઈ કે મીરાએ હાર નથી માની ને સાઈન નથી કરી.

એમણે મીરાને સામાન બાંધવા નુ કહ્યુ, ફોર્માંલીટી પતાવીને પોતાની ઘેર લઇ ગયા. એમના પત્ની ઉમા બેનની હૂંફ અને સગવડ વાળા ઘરનો છાંયો મળ્યો તો મીરા કંઈક પોતાને સંભાળી શકી, એસીડીટી શાંત થતા માનસિક રાહત પણ અનુભવી.

કેતન ભાઈએ જ્યારે કેસ કરવાની વાત કરી તો એ ધ્રુજી જ ગઇ. ઉમા અને કેતન એને એના ઘર પાસે લઇ ગયા. વિનય તો કોર્ટ પર હતો. થોડી વાર થઈ એટલે એક ફૂટડો દેખાતો યુવાન આવ્યો અને ઘરમાં ગાયબ થઈ ગયો. છેક કલાક પછી અવનીના હાથમાં હાથ સાથે બહાર નીકળ્યો અને બન્ને ગાડીમાં બેસી જતા રહ્યાં, અવનીને નાનકડા ટીશર્ટ અને
શોર્ટમાં જોઇને મીરાની આંખો બન્ધ થઈ ગઇ. ધીરે ધીરે કેતન ભાઈ એ સમજાવ્યું કે આ ઘર જેને તમે
મન્દિર બનાવેલું એને આ બન્નેએ અય્યાશી નો અડ્ડો બનાંવી દીધો છે. તમારા ઘરમાં દારૂએ પીવાય છે.

મીરાની આંખો વહેવા લાગી પણ આ દ્રશ્ય જ એને મક્કમ બનાવી શકે એ સમજી શકી. સીધા વકીલની ઓફિસે ગયા. મીરા પાસે તો ક્યાં કોઇ ડોક્યુમેન્ટસ હતાં. હરેશ એના જુના વકીલને ડોક્યુમેન્ટસ વગેરેની કોપી આપતો ગએલો.

15 દીવસમાં નોટિસ ગઇ. વિનય અને અવની સડક થઈ ગયા, વિનયે ખૂબ કોશિશ કરી વકીલ થઇને કોર્ટમાં મા સામે કેસ લાડવો. આબરૂ જ ન રહે. પણ મીરા બેન પાછા પગલાં ભરવા તૈયાર ન થયા.

અંતે મીરા કેસ જીતી ગઇ. વિનય અને અવનીને ઘર છોડવું પડયું અને માનસિક ત્રાસ માટેનુ વળતર ચૂકવવું પડયુ.

મીરા બહેન કેતન ભાઈના ઘરેથી પોતાના ઘરે ફરીથી ખુમારીથી પ્રવેશ્યા. પણ એકે વિદાય આટલી વહાલી નહોતી લાગી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED