anaar books and stories free download online pdf in Gujarati

અનાર

અનારે અવાજ માર્યો "મમ્મી.." ત્યાં રીયલાઇઝ થયુ કે મમ્મી હવે ક્યાં છે.

સન્ડેની રાત હતી. નકુલ અને નિધિ કલી સાથે બહાર ગયા હતા. નિધિએ કહ્યુ.. અનાર દી " આ કલી બહુ જીદ કરે છે તો અમે ફન વર્લ્ડ જઇ આવીએ...કદાચ કંઇક નાસ્તો કરીએ જો કલી જીદ કરે તો..તો આવીને જમવાનુ નક્કી નહીં...તમે ફ્રીઝમાં બપોરનુ પડયુ છે..ગમે તો જમી લેજો ગરમ કરીને. ન ગમે તો ઓનલાઈન મન્ગાવી લેજો...સુધા બેનને રાતની રસોઈની ના પાડી છે. હા ખાલી ઈંટરંલોક જ બન્ધ કરજો, રાહ ન જોતા.. અમે ખોલીને આવી જશુ તમે આરામથી સુઈ જજો."

અનાર અંદરથી ખળભળી ગઇ." ઓહ તો બધુ કલીની જીદથી જ થાય છે." કંઈ સુજતુ નહોતુ.

ત્યાં કલીનો રડવાનો અવાજ આવ્યો. "ફિયા પાસે રહેવુ. "અનારને ખબર જ હતી, કલી ક્યારેય એને મુકીને જવાની જીદ ન કરે.

ત્યાં નકુલનો અવાજ આવ્યો. "લઇ લઇયે અનારને સાથે, એકલી શું કરશે." એને હાશ થઈ. ચલો નકુલ તો હજી મારૂ વિચારે છે.

ત્યાં ધીમો ધીમો નિધિનો અવાજ આવ્યો." કલીને આદત તો પાડવી પડશેને જયાં જુઓ ત્યાં અનાર સાથે જ હોય. ઘણી વાર અજાણ્યા કન્ફ્યુઝ થઈ જાય છે કે કલી છે કોની દિકરી? મારી કે અનારની. આમ ને આમ કેટલા દિવસ! હવે જલ્દી વિદાય કરી દઈએ એટલે શાંતિ."

અનાર થથરી ગઇ. અચાનક આ નિધિ શુ બોલી રહી હતી. આટલા વર્ષોમાં તો દી દી કરતા મોઢુ નહોતુ સુકાતુ.

"ઓહ નો " એ રડી પડી. મમ્મી ગયાને હજી એક મહિનો થયો નથી અને આ આટલા વર્ષોમાં નહોતુ દેખાતુ એ દેખાઈ ગયુ.

" તો ભાભીનો અઢળક પ્રેમ ફક્ત દેખાવનો જ હતો એમ ને." અનારને સમજાઈ ગયુ.

અનાર ફેશન ડિઝાઇનર હતી. શહેરમાં એના કામનુ નામ હતુ. એના ડિઝાઇન કરેલા વસ્ત્રો વગર કોઈ પ્રતિષ્ઠિત પરિવારના પ્રસંગ અધૂરા ગણાતા. નકુલ કરતા અનાર ત્રણ વર્ષ મોટી હતી. ક્યારે એણે ડિપ્લોમા પૂરો કર્યો ક્યારે એની ડિઝાઇન વખણાવા લાગી, ખબર જ ન પડી. નકુલે જ્યારે એક દિવસ ઘરમાં વાત કરી કે એ નિધિને ચાહે છે અને પરણવા માંગે છે ત્યારે ખબર પડી કે પોતાને તો કોઇએ યાદ જ નહોતુ આપ્યુ કે હવે હવે તારે પરણવુ જોઈએ.

સફળતાની ખુમારી મન પર છવાયેલી રહેતી. પોતાની અને સાથે સાથે ફેમિલીની લાઈફ સ્ટાઇલ પણ હાઈ ફાઈ થઈ ગયેલી. કોઇક વેડીંગમા કે ઇવેન્ટમાં અનારની એન્ટ્રી પડે એટલે બધાનુ ધ્યાન પ્રસંગ ભૂલીને એની તરફ કેન્દ્રિત થઈ જતું.

એકદમ યુનિક ડિઝાઇનના કપડા, મેચિંગ પેન્સિલ હિલ્સ, લહેરાતા ખુલ્લા વાળ, કોઈ મોડેલ ની જેમ જ એ બીહેવ કરતી. નિધિને પણ યુનિક ડ્રેસ પહેરવાની આદત પડી ગયેલી. ગમ્મે એટલા ઓર્ડરસ હોય એ હક્કથી ગમ્મે તે કુર્તિ પસંદ કરી લેતી અને અનારને ફરીથી કંઇક ચેન્જ સાથે બનાવવુ પડતુ. કલી માટે તો એ કિડ્સ વેર તૈયાર કરતા થાકતી જ નહીં.

અનારને બધા જોઇ રહેતા એમા જ એક ફેમિલી ફ્રેન્ડ શિરીષ એનો ચાહક થઈ ગએલો. ઓફીસયલી પ્રપોઝલ મોકલાવેલી. જોકે એવું સાંભળેલું કે એના ફેમિલિએ એને બહુ સમજાવેલો કે "અનારને જોવી સારી લાગે...પણ પત્ની તરીકે સાથ નિભાવે એ આ અનાર નહીં. એને તો કોઇક દાસ જોઈએ." અનાર સ્તબ્ધ થઈ ગયેલ. એક મેગેઝિને અનારનો ઇન્ટરવ્યુ લીધેલ એમાં અનારે સહજપણે કહેલુ કે "ટિપિકલ ભારતીય નારી જ પત્ની તરીકે જોઈએ એવા પુરુષ સાથે તો મને કેમ ફાવે. બહાર હોય કે કિચનમાં કે ઘરમાં બધે બધુ કામ વહેંચી લે એવો પુરુષ જ આજની વર્કિંગ છોકરી ઇચ્છે." બસ આ વાતનુ સમાજમાં, જ્ઞાતિમાં વતેસર થયેલુ.

અનાર પર ચોકડી જ લાગી ગયેલી. પછી તો કેટલીયે વાતો ફેલાતી. અનાર બેઠી હોય અને નિધિ એના પગ દબાવે, અનારને ચા ન ભાવે તો કપનો ધા કરે. આ બધી વાતો કોણે ફેલાવી ખબર નહીં. હા કોઈ આવ્યુ હોય અને નિધિ નીચે બેસીને અનારને પગમાં નેલ પોલિશ લગાવતી હોય એવુ કવચિત બનેલુ કેમ કે નિધિએ નેલ આર્ટનો કોર્સ કર્યો હતો તો પ્રેકટીસ કર્યા કરતી. અને એક વાર અનારના હાથમાંથી ચાનો કપ પડ્યો ત્યારેજ સામે વાળા સુલેખા બેન પેપર લેવા આવેલા.

અનાર વધારે તો ઉપર બ્યુટીકમાં જ હોય એટલે રસોડામાં મમ્મી અને નિધિ જ હોય. જો કે સમય હોય ત્યારે અનાર એકલી જ રસોઈ બનાવતી અને ત્યારે બધા રાહ જોતા કે આજે તો ટેસ્ટી અવનવુ કઈક જમવા મળશે. નિધિ તો બે વર્ષથી રસોઈ પણ ક્યાં કરતી. કમર દુઃખવાનુ કારણ આપી સુધાબેનને રસોઈ કરવા રાખી લીધેલ, સેલેરી તો અનાર જ આપતીને.

હવે અચાનક અનારને સમજાયુ કે એના વિષે જાતભાતની વાતો ફેલાય તો પણ ક્યારેય નિધીએ ખુલાસો કે રદિયો કેમ ક્યારેય નહોતો આપ્યો.

મમ્મી તો બહુ ભોળા, સીધા હતા. પપ્પા ઘણી વાર કહેતા કે "જયશ્રી અનારને તારા જેવી સીધી ન થવા દેતી. સીધા ઝાડ જ પહેલા કપાય. " મમ્મી મમતાથી કહેતી કે "મારી લાડલીને હું ક્યારેય ઉની આંચ પણ ન આવવા દઉ." પપ્પા તો બહુ વહેલા જતા રહ્યા. એમાં જ તો પોતાને દિશા બતાવવા વાળુ કોઈ નહોતું રહ્યું. પપ્પાએ ટ્રાય કરેલી અનાર માટે જીવનસાથી શોધવાની પણ નકુલ નાના ભાઈના લગ્ન થઈ ગયેલા અને કદાચ આ નેગેટિવ પબ્લિસિટી કંઈ ક્લીક નહોતુ થયુ.

મમ્મીને ક્યાં ખબર કે એના ગયા પછી નકુલ અને નિધિ અનાર પર શું વિતાડશે.

તો આ બધો પ્રચાર નિધીએ યા તો થવા દીધેલો યા કરાવવામાં સક્રિય હતી. કારણ? કારણ જ સમજાતુ નહોતુ. એ પરણીને સાસરે જતી રહી હોત તો નિધિને ઓહહ નો. આ ઘર રીનોવેટ કરાવ્યુ ઉપર બ્યુટીક બનાવ્યું ચાલીસ લાખના ઘરની કિંમત બે કરોડ જેટલી થઈ ગયેલી. પોતે બ્યુટીક ચલાવીને પૈસા આપે રાખેલા પણ વિલ તો ભાઈના નામે હતુને. પપ્પાએ મમ્મીના નામે અને મમ્મીએ ભાઈના નામે લખેલુ.

મિન્સ હવે ઘર ભાઈના નામે ટ્રાન્સફર થઇ જશે. નિધિ હવે શું કરશે કોને ખબર.
અનારને એક ધ્રુજારી ફરી વળી. ત્યાં આશા, સુમી માસીની દીકરીનો ફોન આવ્યો. અનારને નવાઈ લાગી. આશા તો એની ટીકા જ કરતી. ક્યારેય ફોન પર વાત ન કરતી. આશા કહે." બહુ સારુ કર્યું તે છોકરો જોવાની હા પાડી. બીજવર છે..એક બાબો છે તો શું થયું. ખાનદાન સરસ છે. હવે આ ઉંમરે એટલુ એડજસ્ટ તો કરવુ જ પડે ને. અચ્છા બ્યુટીકમાં મારી નણન્દની દીકરીને રસ છે. જ્યારે આપવાનુ હોય ત્યારે કહેજે. નિધિ કહેતી હતી કે કોઈને ચલાવવા આપી દેવુ છે. આમેય તું જાય પછી કોણ સંભાળશે."

અનાર સ્તબ્ધ થઈ ગઈ. ઉપરનો બ્યુટીકવાળો ફ્લોર જે સીધો સીડી સાથે રસ્તા પર પડતો એ કોમર્શિયલ તો નિધિના કહેવાથી જ કરેલોને.

અનારે બ્યુટીકમાં જઇ લાઈટ ઓન કરી. પોતાના બધા હિસાબ તપાસ્યા. બધુ થઈને પંદર લાખ બેન્ક બેલેન્સ પ્લસ રોકાણ થઈને થયા. એ સાવ ઢીલી પડી ગઈ. આટલા વર્ષો મહેનત કરી અને ફક્ત આટલા પૈસા. પોતે તો બસ ઘર ચલાવવા આપ્યે જ રાખ્યા. અચાનક યાદ આવ્યું કાર તો પોતાના નામે હતી. હજી બે હપ્તા ભરવાના હતાને. વેચેતો આઠેક લાખ તો આવી જ જાય. અરે હા બાજુનુ ઘર.ઘરની પાસે એક માજી નાનકડા ઘરમાં રહેતા હતા. એ ગુજરી ગયા એટલે મમ્મીના કહેવાથી લઈ લીધેલું.થેન્ક્સ ગોડ એના દસ્તાવેજ અનારને નામે બનેલા .જોકે એમ જ બંધ પડ્યું હતું. ખાલીખમ અને અવાવરું. અહીંયા ઘરમાં ફ્રીઝ,ટીવી. બધા એસી, માઇક્રોવેવ, ફર્નિચર બધુ પોતાના નામે જ હતુ ને.

એની એક ક્લાયન્ટ રોશની વકીલ હતી. એ યાદ આવ્યુ. તરત રોશનીને ફોન લગાડ્યો. વાત ચોર્યા વગર પૂછી જ લીધું. રોશની પણ બે મિનિટ ચૂપ થઈ ગઈ પણ પછી કહ્યું.."તમારો જ કબ્જો પંદર વર્ષથી છે ને તો ખાલી ન કરાવી શકે. પણ એક ઘરમાં. " અનારે કહ્યું એનો રસ્તો તો છે મારી પાસે. એનો કોલેજ સમયનો સહપાઠી જય બાંધકામમાં હતો એને ફોન કર્યો અને બાજુનુ નાનકડુ મકાન ડબલ શિફ્ટમાં કામ કરીને રીનોવેટ કરવાનું નક્કી કરી લીધુ. જયને કહ્યું કે "સવારે સીધા બહાર મળીશુ." તો જયને થોડુ વિચિત્ર તો લાગ્યુ.

મોડી રાત્રે જ્યારે નિધી, કલી ને નકુલ આવ્યા ત્યારે અનાર લાઈટ ઓફ કરીને સૂતી હતી.

બીજા દિવસે બારોબાર જયને ઘર બતાવીને એસ્ટીમેટ કર્યું. થોડી કરકસર થી કરે તો લગભગ સોળ લાખમાં થઈ જશે, કેમકે ઘણુ બધુ કરાવવુ પડે એમ હતું. એવુ નક્કી થયુ.

આ તરફ ઘરમાં અનાર સ્વાભાવિક રહેવાનો પ્રયત્ન કરી રહી હતી પણ નિધિ અને ભાઈના બદલાતા વર્તનની સમજ તો પડતી જ હતી.

અચાનક નિધિ બપોરે ગુસ્સે થઈને આવી. "આ બાજુમાં એકદમ ઝડપથી ઘર રીનોવેટ થાય છે આ બધુ શુ છે." અનારે અર્ધસત્ય કહ્યુ "રહેવા લાયક થાય તો કામ આવે ને."
નિધિ સમજી કે ચલો રેન્ટ આવશે.

અનાર કામમાં ગળાડૂબ ખુ્પી ગઈ. વધુને વધુ ઓર્ડર્સ લેવા માંડી. નિધિ ખુશ હતી. અચાનક આવીને ઘરખર્ચના પૈસા માંગ્યા. અનારે કહ્યું
" હું નકુલને કહેવાની જ હતીકે મને પચીસેક હજાર લોન આપે. કાલે જ કારના છેલ્લા હપ્તા ભર્યા અને ફેબ્રિક મટીરીયલ પણ લઈ લીધુ. પણ હવે ટેઇલર અને કારીગરને આપવાના બાકી છે. " નકુલ બહુ ધ્યાન ન આપતો બિઝનેસમાં પણ હવે આપશે એ અનારને ખાતરી હતી. હપ્તાની એવી શું ઉતાવળ હતી.." કહેતી નિધિ પગ પછાડતી જતી રહી.

સાંજે નકુલ આવ્યો એટલે બન્નેએ અનારને બોલાવીને વાત કરી. "એક સરસ ઠેકાણુ છે તારા માટે આમ તો. " વાત કાપીને અનાર કહે " આવતા મહિને રાખીએ તો, મમ્મીને હજી ક્યાં. " બન્ને ઠરી ગયા. આવો રિસ્પોન્સ !એમણે તો ધારેલુ કે અનાર વિરોધ કરશે.

બે દિવસ પછી મુન્શીકાકા કે જેમણે વિલ બનાવેલુ એ યાત્રા કરીને આવી ગયેલા. તો સાંજે આવવાના હતા. એમણે ત્રણેને બેસાડીને વિલ વાંચ્યું. નિધિના ચહેરા પર ઉત્સાહ છલકાતો હતો. અનાર ઢીલી પડી ગયેલી. ઓહહ આ શું મમ્મીએ પહેલુ વિલ રદ કરીને નવુ વિલ બનાવેલુ. જેનું વાંચન શરૂ થયું. " હું જયશ્રી અતુલ મહેતા પુરા હોશ હવાસમાં કોઈના પણ દબાણ વગર મારુ જૂનુ વિલ રદ કરીને આ નવુ વિલ બનાવુ છુ. આ વિલ આખરી રહેશે. મારે બે સંતાન છે નકુલ અને અનાર. મારા નામે જનકલ્યાણ સોસાયટીમાં 27 નમ્બરનુ રોડટચ મકાન છે. જેની વહેંચણી મારા મરણ પછી આ પ્રમાણે થશે."

"બ્યુટીક વાળો પહેલો ફ્લોર કે જે કોમર્શિયલ કરેલ છે એ અનારના નામે અને નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર નકુલના નામે. ઉપરાંત જ્યાં સુધી અનાર ઈચ્છે ત્યાં સુધી એ આ ઘરમાં રહેશે. જો અનારને ઘર છોડવુ હોય તો તે પચાસ લાખ રૂપિયા લેવા હક્કદાર રહેશે. આમ તો આ ઘરમા અનારના પૈસે જ વેલ્યુ એડિશન થયુ છે. તો આ બાબતે કોઈએ દાવો કે ઝઘડો ન કરવો. મારુ લગભગ સાંઠ તોલા સોનુ છે. નિધીને તો એના લગ્ન સમયે આપેલુ. અનારને હવે પચાસ તોલા આપું છું. દસ તોલા કલી અને જો નકુલને બીજુ સંતાન થાય તો એમના લગ્નની ગિફ્ટ તરીકે દાદી તરફથી આપશો. કદાચ અનારને કોઈ પસંદ આવે તો લગ્ન સમયે મારી પાંચ લાખની બેન્ક એફ. ડી જેમાં અનાર નોમિની છે. એ રકમ એને ગિફ્ટ તરીકે મારા તરફથી આપવી."

નિધીનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો. અનાર રડી પડી. ખરેખર મમ્મીએ એની લાડકીને ઉની આંચ ન આવવા દીધેલી. એ પછી પેલી ઘરમાં ક્યારેય પેલી પ્રપોઝલનો ઉલ્લેખ ન થયો.

બરાબર છ મહિને.₹ એ નવા રીનોવેટ કરેલ ઘરમાં આંખોમાં આંસુ સાથે મમ્મીની છબીને માળા પહેરાવી રહી હતી ત્યાં.₹ નકુલ ડઘાયેલો દોડતો આવ્યો. "આ શું અનાર આ ઘર રેન્ટ પર નથી આપવાનું.? અને તું બ્યુટીક વાળો ફ્લોર કારપેન્ટર બોલાવીને નીચે આવવાનો રસ્તો બંધ કેમ કરાવી રહી છે." પાછળ ગુસ્સામાં તમતમતી નિધિ હતી.

અનારે ઠંડકથી કહ્યુ " હજી પચાસ લાખ તો નથી માંગ્યા અને હા ફ્રીઝ,માઇક્રોવેવ,એસી,
ફર્નિચર બધાના બીલ્સ છે મારી પાસે પણ હમણા ફક્ત મારા રૂમના બેડ અને એસી જ અહીંયા લેવડાવ્યુ છું. બાકી પછી જોઈ લેશુ. અને હા મારી કારની બીજી ચાવી કલી સાથે મોકલી દેજે. હવે મને એવડી મોટી ગાડી શું કરવી. .દલાલને વાત કરી છે તો આજકાલમાં ચાવીઓ આપવી પડશે.
આ રીનોવેશનનો ખર્ચો ધાર્યા કરતા વધી ગયો છે."

નકુલ વિલુ મોં લઈને જતો રહ્યો. અનારે મમ્મીના ફોટા સામે જોયું. મમ્મી જાણે કહી રહ્યા હતા " શાબ્બાસ..બહુ સીધી ન રહેતી. સીધા ઝાડ જ પહેલા કપાય છે."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED