Love ni Bhavai - 15 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 15

? લવ ની ભવાઈ - 15 ?

આખો દિવસ માં મમ્મી ને એક વાર કોલ કરું છું અને એક જ વાર પૂછું છું કે મમ્મી તું જમી લે જે , અને એ ભી ક્યારેક તો પૂછતો પણ નથી મમ્મી ને. અને સામે તને દસ મેસેજ કરું છું કે દિકા શાંતિ થી જમી લેજે , તારું ધ્યાન રાખજે , થોડીવાર સુઈ જાજે , આરામ કરજે. આ ભૂલ છે મારી.

કહેવા માટે તો ઘણું છે પણ તું સાંભળી નહીં શકે.

અવની - જો એવું બધું હોય તો છોડી જ દેને મને.

નીલ - બસ આજ પ્રોબ્લેમ છે અવની. તું સાચુ સાંભળી નથી શકતી. કોઈ માણસ જ્યારે કેહતું હોય ત્યારે એનું પૂરું સાંભળ. અને હા જ્યારે કોઈ લોકો આપણને કશું કહે છે તો એ આપણા સારા માટે કહે છે.કોઈ ને એવો ખોટો શોખ નહીં હોતો કહેવાનો.

અવની - તો પછી એમ જ કહી આપને કે હું ખોટી જ છુ સાવ , મારા માં બુદ્ધિ નથી , હું ખરાબ છુ.

નીલ - અવની plzz વાત ને આગળ ના વધાર.. તારે વાત ના કરવી હોય તો ના પાડી દે.

અવની - ( એક દમ ગુસ્સામાં ) હા તો નથી કરવી વાત, આજ શુ કાલે પણ નથી કરવી અને ક્યારેય પણ નથી કરવી. ના કોલ કરતો ના મેસેજ..

નીલ - અવની તું ગુસ્સા માં છે. જોઈ વિચારીને બોલ જે.ગુસ્સામાં માણસ ના કહેવાનું બોલી જતો હોય છે.

અવની - વિચારી ને જ બોલું છુ બાય..નો કોલ , નો મેસેજ.

નીલ અને અવની બંને જણા ફોન મૂકે છે.અવની નીલ ને વોટ્સએપ , ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં બ્લોક કરી નાખે છે. નીલ નો નંબર બ્લેકલીસ્ટ માં નાખી દે છે અને સાથે નંબર પણ ડીલીટ કરી નાખે છે.આમ એક - બે દિવસ ગુસ્સામાં જ નીકળી જાય છે.

ત્રીજા દિવસે નીલ અવની ને મેસેજ કરે છે પણ એ પોતાને વોટ્સએપ માં બ્લોક જુએ છે. પછી ફેસબુક માં મેસેજ કરે છે તો એમાં પણ બ્લોક બતાવે છે, સાથે ઇન્સ્ટાગ્રામ માં પણ એમ જ થાય છે. આખરે નીલ અવની ને કોલ કરે છે તો એમાં પણ નીલ ને busy Tune સંભળાય છે તો નીલ સમજી જાય છે. નીલ ને પણ ગુસ્સો આવે છે અને એ મેસેજ અને કોલ કરવાનું મૂકી દે છે. આમ જ પાછા ચાર પાંચ દિવસ વીતી જાય છે.

નીલ ફરી મેસેજ કરવાનો પ્રયત્ન કરે છે પણ નીલ બધા જ સોશિયલ મીડિયામાં બ્લોક છે અને સાથે નંબર પણ બ્લેક લિસ્ટ માં જ છે. નીલ વિચારે છે કે મારે શું કરવું ?
ઘણું વિચાર્યા બાદ નીલ એમની બહેન ને ફોન કરે છે જ્યાં અવની અને નીલ એક રાત રોકાયા હતા ત્યાં.

નીલ - હેલો બહેન ક્યાં છે તુ ? ફ્રી છે તું ? એક ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે !! કરી શકુ.

ક્રિષ્ના - અરે ભાઈ શુ થયું ?
કેમ એટલો ટેંશન માં લાગે છે ? અને જરા ધીરે બોલ ભાઈ ધીરજ રાખ..

નીલ - અરે હા બેન !! પણ મારે વાત કરવી છે તારા જોડે અને તું જ મારી હેલ્પ કરી શકીશ.

ક્રિષ્ના - અરે હા ભાઈ. પણ સાંભળ થોડી કામ પતાવી લવ હો..તને દસ જ મિનિટ માં કોલ કરૂ હો. ચાલશે ને ?

નીલ - અરે હા બેન ચાલશે પણ તું કોલ કરવાનું ભૂલતી નહી હો...

ક્રિષ્ના - અરે હા બાબા હા.. કરું જ હમણાં.

નીલ તેની બહેન ક્રિષ્ના ના કોલ ની રાહ જુએ છે.
થોડી વાર માં ક્રિષ્ના નો કોલ આવે છે.

ક્રિષ્ના - હો બોલ મારા વહાલા વહાલા ભાઈ. શુ થયું મારા સિંહ જેવા ભાઈ ને ? કોણ છે એ મારા ભાઈ ને ટેંશન આપવા વાળું ? બોલ ચાલ

નીલ - ( ધીરે ધીરે બોલતા બોલતા ) યાર બેન શુ કહું તને પહેલી અવની જોને . કેવું કરે છે સાવ.

ક્રિષ્ના - શુ ઝગડો થયો તમારો ? અને પાગલ ઝગડો તો થયા કરે અને રિલેશનમાં તો આવુ ચાલતું જ હોય છે.

નીલ - બેન એવું નથી..

ક્રિષ્ના - કઇ નઇ ચાલ. હું અવની ને કોલ કરીને સમજાવું છુ, તું આમ ઉદાસ ના થા મારા પાગલ ભાઈ. તને ઉદાસ જોવ તો મને પણ મજા ના આવે.

નીલ - બેન યાર !!! શુ કહું તને ???

ક્રિષ્ના - જે કહેવું હોય એ ઓપનલી કહે .

નીલ - બેન. તું જે પ્રમાણે સમજે છે એ પ્રમાણે કાઈ જ નથી.

ક્રિષ્ના - તો મને કહે બધું ચાલ.

નીલ - ક્યાંથી સ્ટાર્ટ કરવું પણ , શુ શુ કહું તને હું ? મને કશું નથી સમજાતું.

ક્રિષ્ના - ભાઈ પહેલા ઊંડો શ્વાસ લે. મગજ ને શાંત કર અને પછી મને બધું કહે જે તમારા બંને વચ્ચે થયું હોય..

નીલ - બેન મારી અને અવની વચ્ચે છેલ્લા ઘણા સમય થી ઝગડા ચાલી રહ્યા છે અને એક વાર તો બ્રેકઅપ પણ કરી લીધું હતુ અને પાછુ બરાબર ઠીક પણ થઈ ગયુ હતુ પણ હવે ખબર નહીં અવની ને શુ થયું એ સાવ બદલાઈ ગઇ છે.

ક્રિષ્ના - ( વચ્ચે થી રોકતા ) એક મિનિટ એક મિનિટ. તે શું કીધું ? તમારું એક વાર બ્રેકઅપ થઈ ગયું છે એમ ?

નીલ - હા

ક્રિષ્ના - તો તે મને કીધું કેમ નહીં અત્યાર સુધી આટલુ બધુ થઈ ગયુ તમારી બંને વચ્ચે તો ?

નીલ - અરે બેન પણ મને એમ કે બધુ ઠીક થઈ જશે એટલે.

ક્રિષ્ના - અરે મારા પાગલ ભાઈ. આ એવી વસ્તુ નથી કે જલ્દી થી ઠીક થાય. બીજું શુ -શુ થયુ એ પણ કહે જરા.

નીલ - યાર બેન એની પાસે ટાઈમ જ નથી મારા માટે, એક દિવસ માં ફકત ખાલી એનો એક જ મેસેજ આવે છે અને એ પણ બસ ખાલી ગુડ નાઈટ નો.એ એના કામ માં બોવ વ્યસ્ત થઈ ગઈ છે. એ વાંચતી હોય , કામ કરતી હોય ચાલ એ હુ માનુ છુ પણ મને થોડોક તો ટાઈમ આપવો પડે ને બેન ?

ક્રિષ્ના - અરે હા મારા ભાઈ તું સાચો છો. એ તો મને પણ લાગ્યું કેમ કે અહીં થી જ્યારે તમે લોકો ગયા ત્યારે મને બે દિવસ એના મેસેજ આવ્યા પછી તો ના કોલ કે ના મેસેજ.
અને સાંભળ ભાઈ .

નીલ - હા

ક્રિષ્ના - જો ભાઈ. રિલેશન એવી વસ્તુ છે ને જેમાં બને ને એકબીજા ને સમજવું પડતુ હોય છે. જ્યારે બંને ઝઘડતા હોય ત્યારે બે માંથી એક ને નમતું મૂકી દેવુ જૉઈએ.

જો બને સાથે એવા જ ભેગા થશો , કોઈ નમતુ નહીં મૂકે , કોઈ પોતાનો ઈગો નહીં છોડે તો રિલેશન આગળ નહીં વધે અને જ્યારે કોઈ એક વ્યક્તિ તમારા થી નારાઝ હોય ત્યારે એને મનાવવાની જવાબદારી તમારી હોય છે. અને ભાઈ ગર્લ વધારે પ્રમાણમાં નારાઝ થતી હોય છે તો તારી જ ફરજ બને કે તું અવની ને મનાવ..

ભાઈ . વાત રહી સમય ની તો એમાં હું તારી સાથે છુ. કેમ કે જે વ્યક્તિ તમારું છે , તમને પ્રેમ કરે છે , તમને ચાહે છે તો એ વ્યક્તિ કદાચ ગમે તેટલું બિઝી હશે પણ પોતાના પ્રેમ માટે તો ટાઈમ કાઢી જ લેશે.ભાઈ જો અવની તને ટાઈમ નથી આપતી તો એના જોડે વાત કર.

નીલ - અરે બેન મેં કેટલી વાર એની જોડે આ બાબત પર વાત કરી છે પણ એને સમજવું જ નથી. એના કારણે જ ઝગડા થાય છે અમારે.

ક્રિષ્ના - જો ભાઈ વ્યક્તિ બે રીતે તમને ઇગ્નોર કરે.
એક તો કોઈ બીજું એને મળી ગયું હોય અને
બીજું જ્યારે તમારા માંથી ઇનરેસ્ટ ઉડી ગયો હોય ત્યારે.
ભાઈ આજ કાલ ના પ્રેમ માં એવું જ છે. જ્યાં સુધી આંખ જોઈ જોઈ ને ધરાય ના જાય ત્યાં સુધી પ્રેમ અને જ્યારે આંખ ધરાઈ જાય ત્યારે બ્રેકઅપ.

હું એમ નથી કહેતી કે અવની ખરાબ છે પણ ભાઈ આ દુનિયા છે. ક્યારે કોણ પોતાનું ચેન્જ થઈ જાય એ ખબર નથી પડતી. તું જે પ્રમાણે મને કહી રહ્યો છે એમાં હું તારી બધી જ વાત સમજી ગઈ.. ભાઈ તું કેવો છે એ મને ખબર છે પણ અવની જોડે હું એક જ વાર મળી છુ તો એને હું જજ ના કરી શકુ. તું જે પ્રમાણે અવની ના વખાણ કરતો એ પ્રમાણે તો મને એ ખૂબ સારી છોકરી લાગતી હતી અને i Think સારી પણ હશે.

ભાઈ ગર્લ ને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. એને વાત વાતમાં ગુસ્સો આવતો હોય છે, તમારું ધ્યાન રાખતી હોય છે , ટોકતી હશે , અને સાચો પ્રેમ પણ કરતી હશે અને ક્યારેક મસ્તી પણ કરતી હશે અને ક્યારેક તો ખૂબ ઉદાસ પણ હશે.

નીલ - અરે બેન હું જાણુ છુ બધુ પણ અવની ખૂબ જ બદલાઈ ગઈ છે..એ પેલા જેટલી કેર કરતી એના જેવી અત્યારે 1% પણ નથી. પ્રેમ છે કે નહીં એ મને ખબર નથી પણ હું એને ખૂબ જ લવ કરું છું એ મને ખબર છે.
અને બેન છેલ્લા એક અઠવાડિયાથી અવની એ મને બધા માં બ્લોક કરી છે, નંબર બ્લેકલીસ્ટ મા નાખ્યો છે. શુ આવો જ હોય પ્રેમ.

ક્રિષ્ના - ભાઈ તારી બધી લાગણી હું સમજુ છુ પણ મને નથી લાગતું કે હવે અવની ના મન માં તારા પ્રત્યે કાઈ હોય. કેમ કે જો તને એ પ્રેમ કરતી હોય તો તને ટાઈમ આપે જ. એ ભલે એના કામ માં હોય પણ થોડોક ટાઈમ તો આપે જ.
તારા જીજાજી જ જોઈલે. આખો દિવસ કામ માં હોય છે પણ જ્યારે પણ એને ટાઈમ મળે છે ત્યારે એ કોલ કરે છે અને વાત કરે છે. સાંજે ઘરે આવે એટલે બધું કામ પતાવીને મને ટાઈમ આપે છે.. અને હા ક્યારેક ટાઈમ ના પણ મળે પણ જો દરરોજ ટાઈમ ના મળતો હોય તો એ પ્રેમ થોડો અઘરો કહેવાય..

નીલ - હા બેન મને ખબર છે બધી પણ હું શું કરું..

ક્રિષ્ના - જો ભાઈ પેલું કહેવાય ને
" જ્યારે કોઈ સંબંધ તૂટે અથવા પૂર્ણ થાય ત્યારે એની પાછળ નું મુખ્ય કારણ બંને માંથી એક ની ખામોશી છે "
જ્યારે રિલેશન માં કોઈ એક ચૂપ થઈ જાય ત્યારે એ રિલેશનના અંતની શરૂઆત થાય છે. અને મારા પાગલ ભાઈ તું દુઃખી ના થા. તારો પ્રેમ સાચો છે અને અવની નો પણ. બસ ખાલી એક બીજા સમજો એટલે પ્રેમ સફળ..

નીલ - બેન તું એક કામ કર તું જ અવની ને કોલ કર અને એના જોડે વાત કર..

ક્રિષ્ના - હા ભાઈ કોલ કરું છુ ચાલ..

☺️ ક્રમશઃ☺️

Big Sorry For Late Publishing..

મારા વહાલા વાંચકમિત્રો.
હું ફકત મનોરંજન માટે જ સ્ટોરી નથી લખતો. મારી સ્ટોરી માંથી કશુંક ને કશુંક શીખવા મળે ,જાણવા મળે એ એ કારણ થી લખું છુ..આ એટલા માટે કહ્યું કારણ કે ઘણા લોકો ના મેસેજ મને આવ્યા હતા અને જે હું લખું છુ એ જ વસ્તુ એના જોડે થઈ રહી હતી એવું મને કહ્યું અને કદાચ તમારા સાથે પણ થઈ હશે..

આ પાર્ટ માં જોયું કે નીલ તેની બહેન જોડે વાત કરે છે. ક્રિષ્ના બધુ નીલ ને સમજાવે છે અને વાત કરે છે.

મિત્રો લાઈફ માં એક એવી વ્યક્તિ રાખો જેને તમે બધું કહી શકો. અને ખાસ કરીને તમે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે એની સાથે વાત કરી સાચો નિર્ણય કરી શકો.
મેં એવા લોકો જોયા છે જે પોતે જ નિર્ણય લે છે અને પછી પસ્તાવો કરે છે, અને એવા પણ જોયા છે જે બીજા વ્યક્તિ ની મદદ થી પોતાના સંબંધોને બચાવે છે. એટલે જ્યારે પણ કશુંક થાય તો કોઈ એક વ્યક્તિ ની મદદ લો કદાચ એના લીધે કશું બદલાય.

આ તરફ ક્રિષ્ના અવની ને ફોન કરે છે.
હવે શુ વાત થાય છે બંને ની ?
શુ અવની સમજી જશે ?
અવની નીલ ને મેસેજ કરશે ?
શુ ફરી પાછા નીલ અને અવની ભેગા થશે કે કંઈક નવો જ ટ્વિસ્ટ આવશે !!!

હવે જે થશે એ આપણે જોઈશું..
લવ ની ભવાઈ - 16માં..તો વાંચવાનું ના ભૂલતા..

અને હા મારી બીજી નોવેલ.
" નામ મેં ક્યાં રખ્ખા હૈ " હજુ વાંચી ના હોય તો વાંચી લો..
વાંચવાનું ના ભૂલતા.
લિંક નીચે છે
"નામ મેં ક્યાં રખ્ખા હૈ - 1",
https://gujarati.pratilipi.com/story/u5fAeBCe5sYb?utm_source=android&utm_campaign=content_share

ખાસ તો તમારો અભિપ્રાય જરુર થી આપશો જે મેં ઉપર વાત કરી છે
અને તમે તમારા પ્રશ્નો ભી રજુ કરી શકો.
Thank You .....

? Mr. NoBody..

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED