ક્રમશ:
એક પળમાં તો પુરી બાઝી પલટાઈ ગઈ. પ્રાચી માટે આ સૌથી મોટો ઝટકો હતો. તે હોશમાં આવી ત્યારે તેણે જોયું કે પોતે જંગલમાં એકલી પડી હતી. આસપાસ કોઈ ન હતું. તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા.તે લોકો બીજની સાથે તેનું પર્સ, પૈસા ,ગળામાં પહેરેલો ચેઇન... બધુજ લઈ ગયા હતા . લગભગ ૫ કલાકથી તે બેહોશ હતી. અત્યારે બપોરના ૧ વાગ્યા હતા. તે હીબકા ભરી રડવા લાગી. માનો જાણે તે લોકો બીજ નહિ પરંતુ પોતાના પિતાની જીન્દગી લઈ ગયા હતા....!
તેના માથામાં હજુપણ દુખાવો થઈ રહ્યો હતો. પોતે આટલી જલ્દી હાર માને તેવી ન હતી. તે ઉભી થઈ.પાછા પહાડી પર જઈને બીજ લાવવાનું નક્કી કર્યું. તે ચોરીછુપી થી પાછી પહાડી પર ગઈ. તેણે પોલીસની ત્યાંથી ખસવાની રાહ જોઈ. તેમના જતા જ તે પહાડી પર ચઢી બીજ શોધવા લાગી.તેના હાથ ધ્રુજી રહ્યા હતા. શરીરમાં એક અજીબ બેચેની હતી. લગભગ પાગલ જેવી થઈ ગઈ હતી. ૨- ૩ કલાક શોધ્યા પછી પણ તેના હાથે કઈ ન લાગ્યું..!. તેણે ખાલી હાથે પાછું આવવું પડ્યું.જંગલમાં આખો રસ્તો તેણે રડતા-રડતા પસાર કર્યો. જેમતેમ કરીને તે બસ્તી સુધી પોંહચી. બસ્તી થી થોડે દુર આભા તેની રાહ જોઈ રહી હતી. તે આભા પાસે આવી રડવા લાગી. તે કશું બોલી નહિ. આટલીવારમાં તો ભોલા પણ ત્યાં આવી ગયો. તે પ્રાચીને લઈને ચુપચાપ ત્યાંથી નીકળી ગયો. કારણકે તે એરિયામાં ૨ જણ નું ખુન થઈ ગયું હતું. પોલીસ ની ટીમો ગમે ત્યારે આવી શકે તેમ હતી...!
આશ્રમ પહોંચતા સુધી પ્રાચી કઈ ન બોલી. તેને આજે કોઈની પર દયા કરવાનું બહુજ કપરું ફળ મળ્યું હતું. હજુ પણ તે લોકોના (પ્રાચીના બીજ ચોરી કરી લઈ જનાર ) ચહેરા તેની આંખો સામે તરવરી ઉઠતા હતા. અચાનક તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો.તેઓ જો સામે આવી જાય તો તેમનું ખુન કરવાનું તેને મન થયું. રુમ પર જઈને તે ચુપચાપ સુઈ ગઈ. સવારે ઉઠી ત્યારે તેણે જોયું કે તેના પિતાની તબિયત વધુ કથળી રહી હતી. તેમને ઉઠવામાં પણ તકલીફ પડતી હતી.તેઓ બાથરૂમ કરવા ગયા ત્યારે દર્દથી ચીખવા લાગ્યા...!
પ્રાચી દોડતી સીધી મંગલેશ્વરજી ની કેબીનમાં ગઈ. ત્યાં જઈને તેણે પોતાની આપવીતી કહી. પોતાની સાથે દગો થયો છે, તે વાત પણ જણાવી.
પ્રાચી : ગુરુજી અબ આપ હી કુછ કરીયે...!
મંગલેશ્વરજી : અબ તો બેટા એક મહિને તક ઇન્તઝાર કરને લે અલાવા ઔર કોઈ ઉપાય નહિ હૈ...!
પ્રાચી : પર આપ તો બોલ રહે થે કે ૧૫-૨૦ દિનો મેં અગર ઈલાજ નહિ હુઆ તો....!
આટલું બોલતા તો તે અટકી ગઈ.
મંગલેશ્વરજી પાસે પણ તેના સવાલ નો કોઈ જવાબ ન હતો. તેઓ નિરાશ થઈ ગયા. તેઓ જાણતા હતા,કે જો પ્રાચીને ના કહેશે તો તેને મોટો આઘાત લાગશે. તેમના મોઢેથી એટલુંજ નીકળ્યું...
મંગલેશ્વરજી : ફિર તો વોહ સિર્ફ ગંગાપૂર્ણા કે પહાડો મેં હી મીલેંગે...જો નહિ જાને કે બરાબર હૈ...!
પ્રાચી : ઐસા કયો ગુરુજી....!
મંગલેશ્વરજી : ક્યોંકિ ઐસે પહાડ સચમુચ મેં હૈ ભી કે નહિ..ઉસકે બારેમે ભી કઈ કહાનિયા હૈ...!
આટલું બોલી તેઓ નિરાશ ચહેરે રૂમમાંથી જતા રહ્યા. પ્રાચી માટે નવી આશા બંધાઈ. તે ભોલા પાસે જવા માટે દોડવા લાગી. તેની દુકાન પર પહોંચતા સુધીમાં તો હાંફી ગઈ. ભોલા પણ પ્રાચી સાથે બનેલ ઘટનાથી દુઃખી હતો. ત્યાં જઈને તેણે સીધો સવાલ પૂછ્યો...
પ્રાચી : અગર વોહ બીજ સ્મગલર જયપાલ સે ખરીદે તો....?!
ભોલા : ઐસા સોચના ભી મત....અગર જયપાલ કો પતા ચલા કે તુમ ઉસકે બીઝનેસ કે બારેમે જાનતી હો તો વોહ તુમ્હે જાસુસ સમજકર મરવા દેગા...!
પ્રાચી : ફિર એક હી ઉપાય હૈ...ગંગાપૂર્ણા કે પહાડો સે હમ વોહ લે આયે...!
ગંગાપુર્ણાના પહાડોનું નામ સાંભળીને ભોલા ચોંકી ગયો. તેણે ઘણા લોકોને તે પહાડ પર બીજની લાલચ માં જતા મોતને ભેટ્યા હોય તેની વાતો સાંભળી હતી...!
ભોલા : પ્રાચી...વહાં પે જાના....મોત સામને ચલકર ચુનને કે બરાબર હૈ...!
પ્રાચી : મેં અપને પાપા કો અપની આંખો કે સામને મરતા હુઆ નહિ દેખ સકતી...!
આટલું બોલી તે રડવા લાગી. ભોલા ને પ્રાચીની લાચારી પર દયા આવી.
ભોલા : વોહ જગહ યહાં સે બહોત દુર હૈ...બહોત સારે પહાડ, નદિયા,જંગલ ઔર ઉબડ-ખાબડ રાસ્તો સે ગુજરકે જાના પડતા હૈ...!
પ્રાચી : મૈ ઉસકે લિયે તૈયાર હું..!
ભોલા : અકેલે વહાં જાના પોસ્સીબલ નહિ હૈ...!...બહોત સારા સામાન(કપડાં, ટ્રેકિંગ ના સાધનો ) ખાને કી ચીજે,દવાઇયા સબ ચાહિયે...ઔર ઉસે ઉઠાને કે લિયે કમસે કમ ૭-૮ લોગ ચાહિયે...!
થોડીવાર બોલવા માટે રોકાયો.
ભોલા : કમસે કમ ૧૦ દિન લગેંગે....ઔર ઇતને દિન બર્ફ મેં રહના...વોહ તો પહેલે કભી ગયે હો તો હી મુમકીન હૈ...!
આટલું સાંભળતા પ્રાચી થોડી ટેન્શન માં આવી ગઈ.
પ્રાચી : ફિર ભી આપ ટ્રાય કરો ભોલાભૈયા...મુજે હર હાલમે વહાં જાના હૈ...!
ભોલા : ઠીક હૈ...મૈં તુમ્હે દોપહર તક બતાતા હું...!
આટલી વાતચીત પછી પ્રાચી પાછી આશ્રમ આવી ગઈ. તેણે મન બનાવી લીધું હતું કે ગમે તે થઈ જાય,પોતે ગંગાપુર્ણા ના પહાડો પર જશે. કારણકે બીજો કોઈ ઉપાય ન હતો. તેણે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું તો ખબર પડી કે હિમાલય ની માઉન્ટ એવરેસ્ટ પહાડીઓથી પાછળ અન્નપુર્ણાના પહાડો છે. પણ ગંગાપુર્ણા નામના પહાડો ની કોઈ જાણકારી નેટ પર અવેલેબલ ન હતી. અન્નપૂર્ણા પહાડોનું અહીંથી ડિસ્ટન્સ ૪૧૫ કિલોમીટર બતાવતું હતું. વળી ત્યાં જવું ગેરકાયદેસર હતું. પ્રાચી હિમ્મત હારી ગઈ.
જેમતેમ કરીને તેણે બપોર સુધીનો સમય કાઢ્યો. જમીને તરતજ તે ભોલા ને મળવા ગઈ. ભોલાએ તેને અન્નપુર્ણા ના પહાડોની પાછળ ગંગાપુર્ણાના પહાડો છે, તેવી જાણકારી આપી. તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેના માટે એક બીજા સારા સમાચાર હતા.
ભોલા : સિર્ફ ૨ લોગ મીલે હૈ...!...જો વહાં આને કે લિયે તૈયાર હૈ...!
પ્રાચી : યે તો બહોત અચ્છી ખબર હૈ...દો સે ભલે ચાર ...!
ભોલા : લેકિન ચાર લોગ કાફી નહિ હૈ....!
પ્રાચી : જો હોગા વોહ દેખા જાયેગા...!
ભોલાએ તેને પ્રવાસમાં જરૂર પડતી વસ્તુઓની યાદી આપી. યાદી બહુ મોટી હતી. પ્રાચી આશ્રમ પાછી આવી ગઈ. તેણે સામાન પર નજર નાખી. પાંચ ટાઈપની વસ્તુઓની જરૂર હતી.
૧) ખાવા-પીવાની વસ્તુઓ ( સુકો નાસ્તો, અખરોટ-અંજીરના પેકેટ્સ,પાણીની બોટલો )
૨) પહેરવાનો સામાન ( ટ્રેકિંગ સુટ્સ,રેઇન કોટ્સ,ગ્લોવ્સ,જેકેટ્સ,સનગ્લાસીસ )
૩) રહેવા-સુવાનો સામાન ( સ્લીપિંગ બેગ્સ, ટેન્ટનો સામાન ,ટૂથબ્રશ, ટીસ્યુસ, મેડિકલ કીટ્સ વિથ ડિફરન્ટ પાવડર ઓફ ઇન્ફેકશનસ )
૪) ટ્રેકિંગ નો સામાન (રસ્સી,હુક્સ,બરફ કુહાડી,ક્રેમપૉન્સ(બરફમાં ચાલી શકાય તે માટેના ખીલાવાળા બુટ ),હાઈકિંગ પોલ (બરફમાં ચાલી શકાય તે માટેની સ્ટીક્સ)
૫) વધારાનો સામાન (હેડ ટોર્ચ, મેપ્સ, પાવર બેન્ક્સ,મોબાઈલ,સેલ વિથ એક્સટ્રા પાવર, ટાઈમર વૉચસ , ઓક્સીજન બોટલ્સ,દુરબીન )
પ્રાચીએ વિચાર્યું કે દરેક પ્રકારના સામાનની જરૂર છે. તેમાંથી કોઈ એક પણ વસ્તુ કાઢી શકાય તેમ ન હતી. કમસે કમ ૩૫૦૦૦ રૂપિયાના તો ફક્ત સામાન ની જરુર હતી. આના સિવાય ભોલાના જણાવ્યા મુજબ લલિતપુર થી " નામચે બજાર " ફ્લાઈટ માં જવું પડે તેમ હતું. આથી ફ્લાઈટથી જવામાં ચાર જણ નો ખર્ચો કમસે કમ બીજા ૧૫૦૦૦ આવતો હતો. પોતાની પાસે આટલા બધા રૂપિયા હતા પણ નહિ. આમ તો એ મમ્મી પાસેથી માંગી શકે તેમ હતી, પણ હિમાલય પર જવાની વાત તે મમ્મી કે પપ્પા ને જણાવવા માંગતી ન હતી. તેઓ નાહક ના પરેશાન થાય, અને તેને કદાચ પરમીશન પણ ન મળે...!
અત્યારે સૌથી મોટો સવાલ પૈસા ક્યાંથી લાવવા તે હતો. તેણે પોતાનો ગલ્લો(પૈસા મુકવાની પેટી ) તોડી ને તેમાંથી લેવાનું નક્કી કર્યું. તેમાં ઘણા રૂપિયા હતા. પ્રાચીએ ઘણાં વર્ષોથી બચાવેલી પોકેટમની તેમાં સાચવી હતી. તે અત્યારે હોસ્ટેલ માં હતો.તેણે પોતાની ફ્રેન્ડ સીમાને ફોન કરી બેંક ટ્રાન્સફરથી તેની પાસેના પૈસા મંગાવી લીધા. અને ગલ્લાના પૈસા લઇ લેવાની સીમાને સુચના આપી.
સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ ન હતો, આથી તે જેમ બને તેમ જલ્દી સામાન લેવા નીકળી પડી. સાંજના અત્યારે ૫ વાગવા આવ્યા હતા. તે લલિતપુરના મેઇન બજારમાં નીકળી. સૌ પ્રથમ તે ટ્રેકિંગ નો મુખ્ય સામાન મળે તેવી દુકાન શોધવા લાગી. તે જયારે માર્કેટ પહોંચી ત્યારે તેણે જોયું કે એક છોકરો ક્યારનો તેને ત્રાસી નઝર થી જોઈ રહ્યો હતો. તે પણ માર્કેટમાં તેની આગળ-પાછળ ફરી રહ્યો હતો. પ્રાચીને તેની પર ગુસ્સો આવી રહ્યો હતો. તેની તરફ વધુ ધ્યાન ન આપી તે પોતાનો સામાન ખરીદવામાં લાગી ગઈ. ઘણો ખરો સામાન ખરીધ્યાં પછી રસ્સી બાકી રહી જતી હતી. તે એક દુકાનમાં પ્રવેશવા જ જતી હતી, ત્યારે તેણે જોયું કે હજુ પણ તે છોકરો તેને ઘુરી રહ્યો હતો. પ્રાચી સામે નજર મળતા તેણે સ્માઈલ આપી, પણ પ્રાચીએ તેનો કોઈ જવાબ ન આપ્યો. તે દુકાનમાં પ્રવેશી. તે છોકરો પણ તેની પાછળ દુકાનમાં પ્રવેશ્યો. દુકાનદાર અંદર ગોડાઉનમાં હતો. તેણે પ્રાચી સાથે વાત કરવાની કોશિશ કરી.
બિશ્વાસ : હાઈ....આઈ એમ બિશ્વાસ સુબેદી....!
પ્રાચી એ પોતાનું મોઢું મચકોડ્યું.....
પ્રાચી : મૈને આપશે પૂછા આપકા નામ...?!
બિશ્વાસ : લેકિન મેને બતાના જરૂરી સમજા...!..વૈસે આપકા ક્યાં નામ હૈ....?!
પ્રાચી : નોટ ઈન્ટરેસ્ટેડ.....!
બિસ્વાસ : નોટ ઈન્ટરેસ્ટેડ....?!....અચ્છા નામ હૈ...!
પ્રાચી : મુજે આપશે બાત કરને મેં કોઈ દિલચસ્પી નહિ હૈ....!
તો પણ બિશ્વાસે પોતાની વાત ચાલુ રાખી....!
બિશ્વાસ : કલ મેને આપકો નુવાકોટ સે આતે હુએ બસ મેં દેખા થા...વોહ આપહી થી ક્યાં...?!
પ્રાચીને તેની પર ગુસ્સો આવી ગયો.
પ્રાચી : તુમ્હે નોટ ઈન્ટરેસ્ટેડ કા મતલબ પતા હૈ...?!
હજુ બિસ્વાસ કઈ બોલવા જાય તે પહેલા દુકાનદાર આવી ગયો.આથી તેણે સામાન વિશે પૂછ્યું,
દુકાનદાર : હા બોલીયે...ક્યાં ચાહિયે....?
તેઓ બંને એક સાથે બોલી પડ્યા.
બિસ્વાસ - પ્રાચી : રસ્સી....!
(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૪ માં)
ક્રમશ: