શેરબજાર Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેરબજાર

છેલ્લા ૩ મહીનામા ૧૦ હજારનુ નુકસાન કુલ રોકાણ ૪૫૦૦૦ : રાકેશ મુંજવણમા હતો શેર વેચી નાખવા કે થોડા સમય માટે હોલ્ડ કરવા
રાકેશ એક મિડલ ક્લાસ ફેમીલી માંથી આવતો હતો આટલું મોટું નુકસાન પોસાય તેમ તો નહોતું
છેલ્લા એક વર્ષમાં તેમણે જુદા જુદા સ્ટોકમા ૮૫૦૦૦નુ ટ્રેડિંગ કર્યું હતું જેમાંથી માત્ર ૭૦૦ રૂપિયા નફો મેળવ્યો હતો
૪૫૦૦૦ એટલે રાકેશનો ત્રણ મહિનાનો પગાર હતો.
આના કરતા તો બેંકમાં એફ ડી મુકવી સારી આનાથી વધારે વ્યાજ આવે
૩ મહિના પહેલા
શેરબજારમાં પ્રવેશ કરનાર રાકેશ પાસે બિલકુલ અનુભવ નહોતો તેના એક મિત્રના કહેવાથી તે સ્ટોક માર્કેટમા આવ્યો હતો પરંતુ રાકેશે તેના મિત્રને પુછ્યા વગર જ ગમે તેમ ટ્રેડિંગ કરવાનુ ચાલુ કરી દીધું હતું જેનુ પરિણામ તેની સામે હતુ.
બેંકમાં રૂપિયા પડ્યા રહે તો ૪ ટકા વ્યાજ મળે જો લાંબા સમય માટે એફ ડી મુકીએ તો ૭ થી ૮ ટકા વ્યાજ મળે તેનાંથી વધારે વ્યાજ શેરબજારમાં મળશે તે પણ ૩ થી ૪ મહિનામા:રાકેશનો મિત્ર રાજ તેને કહી રહ્યો હતો.
રાજ વ્યવસાયે સી.એ. હતો તેની પાસે ઘણો અનુભવ હતો તેમણે રાકેશને સ્ટેટમેન્ટ પણ બતાવ્યું હતુ
રાકેશને હતુ કે હુ જલ્દી પૈસા કમાઈ લઉ પરંતુ તેને તે ખબર નહોતી શેરબજારમાં જલ્દી જલ્દી કરીને તો બધા બહાર ફેકાઈ ગયા હતા.
બાઝાર મૂવીમાં કોઠારીનુ પાત્ર નીભાવનાર સૈફ અલી ખાનને તેમણે જોયો નહોતો.
શેરબજારમાં ધીમે ધીમે રહીને ચાલવું જોઈએ જો ફાસ્ટ ભાગવા જાય તો ટોચ પરથી તળીયે આવતા વાર નથી લાગતી.
રાકેશે સૌથી પહેલા આઈ ટી સી કંપનીના શેર્સ ખરીદ્યા હતા ૩૧૬ ના ભાવના ૧૦ શેર્સ જેમા તેને ત્રણ મહિનામા જ ૫૦૦ રૂપિયા નુ નુકસાન થયું હતુ
ત્યાર પછી તેણે અલકાર્ગો લોજીસ્ટીકમા રોકાણ કર્યું તેમા પણ તેને ૬૦૦ રૂપિયાનુ નુકસાન થયું માત્ર બે મહિનામા
ત્યાર પછી તેમણે રીલાયન્સ કેપિટલ, રીલાયન્સ પાવર, આઈ એફ સી આઇ, મીલ્ક ફડ જેવી કંપનીમા રોકાણ કર્યું જેમા તેનો લોસ ૧૦૦૦૦ પ્લસ પહોંચી ગયો હતો
તેમને શેર્સ રાખવા કે વેચી નાખવા કાઈ ખબર નહોતી પડતી તેમણે તેના મિત્રને પુછ્યા વગર જ આ બધા શેર્સમાં રોકાણ કર્યું હતું.
તેમણે શેર્સ વહેચતા પહેલા રાજને પુછ્યુ તેમણે નુકસાની સાથે શેર્સ વહેચી દેવાની સલાહ આપી પણ રાકેશ માનતો નહોતો.
છેવટે તેણે ૧૦૦૦૦ના નુકસાન સાથે શેર્સ વેચ્યા.
થોડા દિવસો પસાર થયા તેમણે માર્કેટ મૂવમેન્ટ જોઈ ત્યારે એક નવી કંપની લીસ્ટીગ થઈ હતી.
સુઈચ ઈન્ડસ્ટ્રીઝ તેનો ભાવ ૭૩ થી ગગડીને નીચે ૧૮ રૂપિયા સુધી પહોંચી ગયો હતો તેમણે તેમા રોકાણ કરવા વિચાર્યું.
કંપની મોબાઈલ ફોન, બેટરી, અને બીજી અનેક ઈલેક્ટ્રોનિક આઈટમ બનાવતી છેલ્લા ત્રણ વર્ષથી તેનો પ્રોફિટ વધતો જતો હતો
તેમણે ૧૮ રૂપિયા ના ભાવના ૧૦૦૦ શેર્સ ખરીદ્યા અને ૩૨ રૂપિયા ભાવે વેચી દીધા જેનાથી તેને ૧૫ દિવસોમાં ૧૨ થી ૧૩ હજાર રૂપિયાનો પ્રોફિટ થયો અને અગાઉ કરેલુ નુકસાન પણ સરભર કરી દીધું
જેમાંથી તેમને ઘણી શીખ મળી જે તમને પણ ઉપયોગી સાબિત થશે
૧) શેર્સ ખરીદી કરતા પહેલા કંપની ની છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સશીટની તપાસ કરવી જો પ્રોફિટ થતો હોય તોજ રોકાણ કરવું
૨) અનુભવી લોકોની સલાહ લઈને જ રોકાણ કરવું
૩)નુકશાનીમા ચાલતી કંપનીમા રોકાણ કરવુ નહી
૪)કંપની નુ વેચાણ તપાસવુ તેની રેવન્યુ ઈન્કમ તપાસવી પછીજ રોકાણ કરવું
૫)કંપનીનો બાવન સપ્તાહનો હાઈએસ્ટ અને લોવેસ્ટ ભાવ જાણવા પછી તેની માર્કેટમાં ડિમાન્ડ કેવી છે તે જોવુ જો કંપની ની ડિમાન્ડ હોય તો જ રોકાણ કરવુ