#છીછોરે_મારો_દ્રષ્ટિકોણ
અત્યારે જ જોઈ ને આવી છું અને આવી સીધી જ લખવા બેસી ગઈ રાતના દોઢ વાગ્યે આંખમાં નીંદર નથી કારણ મારે આજે જોયેલ પિકચર #છીછોરે" વિષે મારો દ્રષ્ટિકોણ શેર કરવો છે. ટેઇલર તો લગભગ બધાએ જોયું હશે , જોઈ ને એમ લાગ્યું હશે કે સ્ટુડન્ટ ઓફ ધ યર છે, કે કદાચ કોલેજ ની વાર્તા ને પાછા રીયુનિયન ની વાત છે તો થોડે ઘણે અંશે પ્લોટ સરખો છે પણ વિઝન સરખું હોય પણ મિશન અલગ છે.
આ પિકચર કે કોઈ પણ પિકચર નો રિવ્યૂ કરી તેમનાં નકારાત્મક પાસા કહેવા ની કેલિબર નથી તે બાબતે હું લુઝર છું. પહેલાં પણ ઘણી વખત કહેલ કે હું જાણું છું કે કોઈ પણ કલાકૃતિ પાછળ કેટલી મેહનત તેમજ મજબૂરી હોય છે.
2017 માં ભણવા માં નાપાસ થવાથી કરાતી આત્મહત્યા માં દર કલાકે એક વિદ્યાર્થી હતો. હવે થોડો બદલાવ આવ્યો છે પણ જોઈએ એવો હજી નથી આવ્યો કારણ આપણે જશ્ન પણ જીતનું મનાવીએ છીએ હાર પચાવતા શીખવતા પણ નથી અને આવડતી પણ નથી. બાળકો ને ડર્બી રેસ ના ઘોડા જ બનાવી દીધાં છે. ત્યારે આ પિકચર આંખ ઉઘાડે છે હારવું કોઈ મોટી વાત નથી શીખવાડે છે. દરેક માતા પિતા એ તેનાં બાળક સાથે જોવાની આ પિકચર છે. આંખમાં આંસું પણ આવશે અને ખડખડાટ હસવું પણ આવશે. મિત્રો શું હોય તે પણ દેખાડ્યું છે. માતા પિતા સ્કોલર હોય તો બાળક પર પ્રેશર આવે છે સ્વાભાવિક છે માટે બાળકને તમારા જીવનમાં આવેલ ઉપલબ્ધિ ની સાથે ક્યારે તમે નબળા પડ્યા છો તે પણ જાણ કરજો. જીતના એવોર્ડ તો દેખાડતા હશો તેમ જ હારમાં કરેલ મેહનત અને પછી આવેલ આંસુ ની પણ વાત કરજો. ઘણાં ડાયલોગ બહુ જ સરસ હતાં માં ખાસ જ્યારે મિત્ર તકલીફ માં હોય ત્યારે એક કહે છે કે "કામ કે કારણ ફેમિલી સફર હુઈ હે તો ફેમિલી કે લિયે કામ સફર કરે" "લૂઝર હોવું શરમ ની વાત નથી પણ તે સ્વીકાર કરી આગળ ન વધવું તે શરમ ની વાત છે" હારો તો પણ એવી રીતે કે ચર્ચા જીતનાર ની નહી હારનારની થાય. પિકચરના પ્લોટમાં જો જીતા વોહી સિકંદર દેખાડે છે પણ પિકચર સમજાવે છે કે હાર કર જીતની વાલેકો બાજીગર કહેતે હૈ. સ્ટોરી, એક્ટિંગ, એડિટિંગ વર્તમાન માં થી ભૂતકાળમાં ડોકિયું કરવું બહુ જ સરસ રીતે કર્યું છે. દરેક માતા પિતા બાળકને પ્રેમ તો કરતું જ હોય પણ જ્યારે માર્ક્સ ની વાત આવે તો માતા રણચંડી બની જાય એવું કેમ? (#MMO) તમારા માટે શું મહત્વનું છે કોઈ ખાસ જગ્યા એ એડમિશન , માર્ક્સ કે તમારા બાળકની હયાતી. ? આ સવાલ પોતાની જાતની પૂછજો અને આ પિકચર દરેક માતા પિતા અને દરેક બાળકે જોવું જરૂરી છે. આવતી કાલે રવિવાર છે તો આ મુવી જોઈ જ આવજો...
આવા પિકચર વારે વારે બનવા જ જોઈએ .. આવા પિકચર આપણા માટે અરીસો સાબિત થાય છે.
પિકચરમાં ક્યારે ઇન્ટરવલ પડે છે તે ખબર જ નથી. પડતી પિકચર સાથે જ તણાઈ જવાય એવું આ પિકચર છે.
ખાસ સૂચના : મહેરબાની કરી પિકચર થિયેટર માં જોવાનો આગ્રહ રાખો. કેટલાં કલાકારો અને લિકો ની દિવસ ની રાત ની મહેનત ને ચોરી કરી ઓનલાઇન ન જોવો.
???? ???. ???
??? ???? ????
??? ?. ?? ?
#દંગલ ના ડાયરેકટર પાસે થી આવી પિકચર ની જ આશા રહે.
અસ્તુ