આપણી સંસ્કૃતિમાં નદીનું અદકેરું મહત્વ છે. માનવ સંસ્કૃતિ નદી કાંઠે જ વસી વિકસી છે. આથી જ તો નદી સરિતા ને લોકમાતા કહેવામાં આવે છે. ગામના પાદરમાં થી ખડખડ વહેતી નદી એ ગામની મહામૂલી સંપત્તિ છે. એમાંય ચોમાસાની સિઝનમાં નદીકાંઠે પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. તેમાંય વહેલી પ્રભાતે નદીનું સૌંદર્યનો ખૂન ઊગતા સૂર્યના બાલકિરણો નદીના ખળખળ વહેતા પાણીમાં સોનેરી પટ્ટા પાડતા હોય. પ્રભાતના વખતે નદી ને નદી કાંઠો જીવંત બની ઉઠી છે પનિહારીઓ હાથમાં કંકણ રહેતા હોય છે પાણીના બેડા સાથે પનિહારીઓ કલબલાટ સંભળાતો હોય દુર નદી કાંઠે આવેલા મંદિરે આરતીનો ઘંટારવ થતો હોય.
સાબરમતી રાજસ્થાન માંથી નીકળ્યા પછી શરુઆતના ૧૦૦ માઈલ સુધી મોટેભાગે પથરાઓમા થઈને વહે છે. મહુડી પાસે આવતા ખંભાતના અખાતને મળતી સાબરમતી નદી જાણે કોઈક જુદી જ નદી લાગે છે. આવી સાબરમતી નદી ને કિનારે અમદાવાદથી ૯૦ કિલોમીટર દૂર સપ્તેશ્વર મહાદેવ નામે પુરાણું શિવ તીર્થ આવેલું છે. તે તીર્થસ્થાન પાસે સાબરમતી નદીના કાંઠા ઉપર ઊંડી ભેખાડો નીચે ૬૦ ફુટ ઊંડાઈ વહે છે. કિનારા ની ડાબી બાજુ ઢાળયાળી ભેખાડોમાંથી ૭ ઝરણાંઓ ફુટીને નદીમાં વહેતા હોય એ સ્થળ સૃષ્ટિસૌંદર્ય ખૂબ વધી જાય છે. ખળખળ વહેતાં ઝરણાં નદી તટથી ૩૦ ફૂટ ઊંચાઈએ કેવડાની જાળીઓ માંથી પસાર થાય છે. એ ઝરણાંઓના નીર નદીના વહેણ થી દસેક ફૂટ ઊંચાઈએ બંધાયેલ સપ્તેશ્વર ઋષિના મંદિરમાંથી સાતેય મૂર્તિ ઉપર થઈને બાજુમાં આવેલા સપ્તેશ્વર શિવલિંગ ઉપર પડે છે.અને પછી પહોળી નાળી માંથી પસાર થઈને સાબરમતી નદીને મળે છે.આ મંદિર સાબરમતીના મૂળ પ્રવાહની પાસેના જ પટમાં સપ્તઋષિ નું ભૂગર્ભમાં મંદિર બંધાયું.એ મંદિર ચોમાસામાં જળપ્રવાહ હેઠળ ઢંકાઈ જાય છે.એટલે એને ભૂગર્ભમંદિર કહેવામાં આવે છે.તેમા સપ્તઋષિ ની સાત મૂર્તિઓ છે.જેમના પર ભેખડમાંથી આવતા સાતેય ઝરણાંનું પાણી રાત દિવસ વહ્યા કરે છે.પાણીના સતત પ્રવાહને કારણે મૂર્તિઓ ઉપર લીલ જામેલી રહે છે. મૂર્તિઓ ઉપર થઈને એ જળ એક ઉંડી નહેર વાટે થઈને સાબરમતીને મળે છે.એ નહેર પાસે એક સમચોરસ કુંડ આવેલો છે.પાણી કુંડ માં થઈને નદીમાં વહી જાય છે.
ભૂગર્ભમાં બિરાજમાન શિવલિંગ ના દર્શન કરવા માટે જવું હોય તો પહેલાં સાબરમતીમા પછી કુંડમાં અને છેલ્લે ભૂગર્ભમંદિરની નહેરમા સ્નાન કરવું પડતું હતું.એ પહેલા ના વખત માં અત્યારે તો ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.આવી જ એક નદી એટલે સાબરમતી નદીના કાંઠે શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર ની મુલાકાત મેં આ શ્રાવણ માસમા લિધી હતી.આ મંદિર ખુબ જ અદભૂત છે.ત્યાં એવું તો શું છે , કે આખા ગુજરાત માંથી ભક્તો દર્શન કરવા દોડતા આવે છે.
સાબરમતી નદીના કિનારે પ્રકૃતિના અલૌકિક વાતાવરણમાં ઉ.ગુજરતના ઈડર તાલુકામાં સપ્તેશ્વર નામનું દર્શન લાયક સ્થળ આવેલું છે.અહીંયા મહાદેવ અદભુત મંદિર છે.આ સ્થળ તેના ભૌગોલિક કારણથી આખા ગુજરાત જાણીતું છે.અહીંયા શિવલિંગનો જળાભિષેક કરવા માટે માતા સાબરમતી ખુદ ઉપસ્થિત છે.દિવસ ના ૨૪ કલાકને ૩૬૫ દિવસ આ જળાભિષેક ચાલુ જ હોય છે. આ પાણી ક્યાંથી આવે છે,એ જાણવા ઘણી સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો પ્રયત્નો કરે છે,પરંતુ આ રહસ્ય હજુ અકબંધ છે.
આ જળાભિષેક ઉનાળાના ધોમધખતા તાપમાં આખી સાબરમતી નદી સુકાઈ જાય છે ,અને ભૂતકાળમાં પડેલા દુષ્કાળના દિવસો માં પણ બંધ થયો નથી એવું આજુ-બાજુ ના ગામના લોકોનું કહેવું છે. અને ચોમાસે મંદિર ફરતું પાણી જ પાણી હો.ડૂબી જાય,ફોટાઓમાં જોજો તમે. શ્રાવણ માસમાં આખા ગુજરાતમાં થી ભક્તો આવા અદભુત સ્થળ ની મુલાકાત માં આવે છે અને આ દ્રશ્ય જોઈને પોતે ધન્ય થયાનો અનુભવ લઈને જાય છે.!
સપ્તેશ્વર મહાદેવ મંદિર
મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે.શ્રાવણ માસને ભક્તિ, ધર્મ, જ્ઞાન અને ઉપાસનાનો માસ ગણવામાં આવ્યો છે. ચાર્તુમાસને પૂણ્યકાળનું હૃદય માનવામાં આવ્યું છે.પરંતુ શ્રાવણને પુણ્યકાળનો પ્રાણ માનવામાં આવ્યો છે. શ્રાવણના તમામ દિવસોમાં પૂણ્યની જાણે ગંગા વહેતી હોય છે. શ્રાવણ માસને જીવને શિવરૂપ બનવાનો પૂણ્ય માસ ગણવામાં આવ્યો છે.
શ્રાવણ માસ શિવજીનો અતિપ્રિય હોવાની સાથોસાથ પવિત્ર ગણવામાં આવે છે.આ માસમાં લોકો વહેલી સવારે મહાદેવજીના મંદિરે જઈ જે લોકો ભોળાનાથ ઉપર ગાયના દૂધનો અભિષેક કરે છે.ઘણાં લોકો બિલી પત્ર,દૂધ અને જળનો અભિષેક કરે છે.તો ઘણા કેવળ જળનો જ અભિષેક કરે છે.પરંતુ ભગવાન સૌની ભકિત મંજૂર કરી રાજી થાય છે.શ્રાવણમાસના સોમવારે શિવ મંદિરે સવારથી સાંજ સુધી લોકો પૂજા-અર્ચના માટે આવતા હોય છે.
સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના આરસોડીયા ગામની એકથી બે કિ.મી.ની અંતરે સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતું આ સ્થળ લોકબોલીમાં સાતેરા તરીકે ઓળખાય છે.આ મંદિરમાં શિવલીંગ પર સતત પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે. અને આ પાણીની ધારા ક્યાંથી આવે તે કોઈને ખબર પણ નથી. તેથી સપ્તેશ્વર મહાદેવના આ મંદિરની ખ્યાતિ અનેરી હોવાથી વર્ષ દરમ્યાન અહીં લાખો શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
કેટલાય વર્ષોથી લોકો આ વાત જાણીને અહી સપ્તર્ષિ શિવલિંગ ના દર્શનાર્થે આવતા રહે છે અને પૂજા કરીને પોતાને ધન્ય માને છે. સાત મહર્ષિઓની આ તપોભૂમિ સપ્તનાથ (સપ્તેશ્વર) તીર્થના દર્શને દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. શ્રાવણ માસમાં અને અમાસના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. શ્રાવણના છેલ્લા સોમવારે સપ્તેશ્વર મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.જ્યાં શ્રધ્ધાળુઓ દ્વારા પૂજાઅર્ચના કરવામાં આવે છે.
સપ્તેશ્વર મહાદેવના આ ધામ અને સાત ઋષિઓની તપચર્યાની આ પવિત્ર સ્થાનમાં મંદિરની શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે અને કુદરતી રીતે શિવલિંગનું પ્રક્ષાલન કરે છે.આ ધારાઓ ક્યાંથી આવે છે એ કોઈ નેય ખબર નથી.જળાધારીનું આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છે.
ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતા આ સ્થળે પવિત્ર પાણીનો ગંગાધર કુદરતી રીતે આ સ્થળનો પ્રક્ષાલન કરે છે. સપ્તનાથ ( સપ્તેશ્વર) મહાદેવના નામ પરથી, ખ્યાલ આવી જાય છે. આપણા ધર્મગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે આ સાત ઋષીઓ તો કશ્યપવ,શિષ્ઠ,વિશ્વામિત્ર,ભારદ્વાજ,અત્રિ,જમદગ્નિ,અને ગૌતમ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. આ સ્થળનો તેત્રાયુગ અને ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલો છે.મહાભારતના આદિ પર્વમાં જોવામાં આવે છે કે આ સપ્તઋષિઓ પાંડવવીર અર્જુનના જન્મ સમયે ઉપસ્થિત હતા. ત્યારબાદ મહાભારતના યુદ્ધ વખતે પુનઃ આ સાતેય ઋષિઓએ ભેગા મળીને મહાભારતનું યુદ્ધ બંધ રખાવવા કૌરવ સેનાપતિ દ્રોણાચાર્યને વિનંતી કરી હતી. તે સિવાય અનુસાશન પર્વમાં એ પણ જોવામાં આવે છે કે સપ્તર્ષિઓ મહારથી ભીષ્મ પિતામહની મૃત્યુ શય્યા પાસે હાજર હતા.
અનુસાશન પર્વમાં લખેલું છે કે જયારે રાજા વ્રષધરણીએ યજ્ઞથી કૃત્યા નામે એક રાક્ષસણી પેદા કરી હતી. તેને સપ્તર્ષિઓએ પોતે પોતાની ઓળખાણ આપીને તેનાથી છૂટકારો મેળવ્યો હતો. વળી આ ઋષિઓ ઈન્દ્રની બધી જ સભાઓ સાથે સંકળાયેલા વાતાવરણમાં આવ્યા છે. આ બધા ઉત્તર દિશાના ઋષિઓ છે તે ઉપરથી એવી ધારણા થાય છે કે આ સાત ઋષિઓનો સંબંધ આકાશમાં આવેલ સપ્તર્ષિ તારામંડળ સાથે તો નથીને?
સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં ખરેખર આ સાતેય શિવલીંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિ જ જોઈ લો. એ પણ શક્ય છે કે જે યુગમાં આ ઋષિઓ અહી પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની જે સ્થિતિમાં જ શિવલીંગોની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.
આ સપ્તર્ષિઓનો સમય ઈ.સ.પૂર્વે ૧૫મી સદીનો હતો. એટલે કે આજથી લગભગ ૩૪૦૦વર્ષ પૂર્વે આ સપ્તર્ષિઓએ ભેગા મળી તપશ્ચર્યા કરી હોવી જોઈએ.બે નદીઓનાં સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતા આ મંદિરની ખ્યાતિ અનેરી રહેલી છે.અહીં રમણીયતા ચોમેર છવાયેલી છે . વધુમાં રાધા-કૃષ્ણનું કાચનું મંદિર, ધર્મશાળા, ઘરડાં ઘર, હોટલ અને રસોડાની સગવડ છે. તેથી આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટન મહત્વ પણ ઘણુ છે. તીર્થથી બિલકુલ નજીક બનેલા બે જિલ્લાઓને જોડતા નવા પુલને કારણે આ સ્થળ વધુ સુગમ બન્યું છે. વર્ષ દરમિયાન આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઈને આવે છે.આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
બે નદીઓના સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતા આ શ્રી સપ્તશિવલિંગ મહાતીર્થના દર્શનનો લ્હાવો લેવો અનેરો છે. આ મહાતીર્થની આજુબાજુનું સૃષ્ટિ સૌંદર્ય એવું છે કે ભગવાન શિવ-આશુતોષનું ધ્યાન તરતજ લાગી જાય.આ મહાતીર્થની યાત્રાએ આવનારને શાંતિનો અનુભવ અચૂક થતો રહે છે.અત્યારે તો અહીં એક સુંદર વોટરપાર્ક પણ બન્યો છે.એટલે લોકો દર્શન ની સાથે બાળકો માટે પીકનીક સ્થળ તરીકે કે પણ લોકો ને વધુ પસંદ પડે છે.એમાય ચોમાસામાં આ સ્થળ કુદરતી સૌંદર્ય નજારો જોવા જેવો હોય છે.તો મિત્રો તમે પણ આ પર્યટન સ્થળ ની ચોક્કસ મુલાકાત લેશો એવી આશા રાખું છું આભાર…
અર્પણ
શિવ ભક્તો ને