દિકરાનું ઝેરી કાવતરું Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકરાનું ઝેરી કાવતરું

? આરતીસોની ?

જેમ મા ને દિકરો ખૂબ વ્હાલો હોય છે !
એમ દિકરાને પણ મા પ્રત્યે ખૂબ લગાવ હોય જ છે !

મા સુશીલા અને એનો દિકરો મનુ પ્રેમથી ને સુખ ચેનથી જીવન વ્યતિત કરતા હતા, સાધારણ ઘર ને એમાં પણ નાનપણમાં વિધવા થયેલી સુશીલાએ પેટે પાટા બાંધીને, લોકોના ઘરના કામ કરીને ભણાવી ગણાવીને દીકરો મોટો કર્યો. દિકરો જવાન જોધ થતાં સારી છોકરી જોઈ ઘડિયા લગ્ન લેવાયા, ઘરમાં દિકરો મનુ, સાસુ ને ઉષા વહુ માનભેર સાથે હળીમળીને રહેવા લાગ્યા, એક કહેવત છે કે 'ઘેર ઘેર માટીના ચૂલા' એમ જ સાસુ વહુને નાની નાની બાબતે ઝગડા થવા લાગ્યા, આ બધું મનુ પણ જોઈ રહ્યો હતો, એક બાજુ મા ને બીજી બાજુ પત્નિ કોને કહે, આ બાબતે પત્નિ ઉષા સાથે પણ ઝગડી ન શકે.
આમને આમ દિવસો વિતતા ગયા, દિકરો હતો હોંશિયાર પોતાનો ધંધો ચાલુ કર્યો ને ધમધોકાર ચાલવા લાગ્યો, સાસુ-વહુ વચ્ચે સતત રકઝક, વાદવિવાદ ને મેણાટોણા ચાલુ જ હતાં, એવામાં દિકરા મનુને ધંધાર્થે પરદેશ જવાનું થયું. હવે એ મુંઝવણમાં પડી ગયો કે કરવું શું? મા ને ઉષાના ઝગડાને કારણે એ પોતે દુઃખી રહેવા લાગ્યો હતો, પત્નિ ઉષા જો માને સારું રાખે તો... મનુ પરદેશ જઈ ધંધો સારો કરી શકે અને ધંધામાં મને પરોવી કામ કરી શકે, મા અને દિકરો મનુ બંને એકબીજા વગર રહી શકે એમ નહોતું, મા ને પણ અણસાર આવી ગયો હતો કે મનુ મનોમન મુંજાય છે...

મા એ કહ્યું, "તારે તારા પથને પ્રકાશિત કરવાનો છે તું જ તારા દિલનો દિવો થા, મારી ચિંતા છોડ."

મનુ સાસુ-વહુના ઝગડામાં વચ્ચે પડી રોજ રાગ રખાવતો, પણ મનુ પરદેશ જાય અને તકરાર વધે તો પણ એને પાલવે એવું નહોતું, ને ગયા વગર ચાલે એવું નહોતું. પરંતુ એ ખૂબ શાણો હતો, બહું વિચાર્યુ ને એક નિર્ણય પર આવ્યો, ગામમાં એક ડોક્ટર હતા એમના પાસે સમજાવીને પત્નિ ઉષાને લઈ ગયો.

દિકરા મનુએ ડોક્ટરને કહ્યું, "સાહેબ એવી દવા આપો કે માનો ગુસ્સો શાંત રહે ને મારી પત્નિને ખૂબ સાચવે,"

ડોક્ટરે કહ્યું, "એવી તો કોઈ દવા મારી પાસે નથી, પરંતું આ ઝેર છે થોડું થોડું રોજ એમના ખોરાકમાં ભેળવી દેજો ધીરે ધીરે રામ નામ સત્ય થઈ જશે.."

ડોક્ટરે ઉષાને નાની ગોળીઓની એક શીશી આપતા કહયું, "આજુબાજુ સગા સબંધીઓને આની જરાપણ ગંધ ન આવે એ રીતે આપજો, રોજ એમને ખૂબ ભાવતા સારા સારા પકવાન બનાવજો ને આ ગોળી એમાં ઉમેરી ખવડાવજો અને તમારે એમની સામે તો કંઈજ બિલકુલ બોલવાનું નહિ, સાસુમા કહે એમ જ કરવાનું, પડતો બોલ ઝીલવાનો સાસુમાને મહારાણીની જેમ રાખજો, નહિંતર સગા-સબંધી ને આડોશી-પાડોશીને સાસુમા મરશે તો વહેમ જશે, તારા માતા-પિતા જેટલી સેવાચાકરી કરજો, ઉષા તો રાજીના રેડ થઈ ગઈ, હાશ હવે છૂટકારો મળશે..

એનો પતિ પણ પરદેશ જવા નિકળી ગયો, અને માને સમજાવતો ગયો કે ઉષા તને હવે ખૂબ સારું રાખશે ચિંતા ન કરતી..

ઉષાએ ડોક્ટરના કહ્યાં મુજબ રોજ જાત જાતના પકવાન બનાવી એમાં એક ગોળી ભેળવી ખવડાવવા લાગી ને સાસુમા સામે બોલવાનું તો બિલકુલ જ બંધ કરી દીધું હતું, ઉષાનો વ્યવહાર જોઈ સાસુમા ખુશ રહેવા લાગ્યા, ચાર મહિને દિકરો મનુ પરદેશથી પાછો આવ્યો ત્યારે મા અને ઉષા એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા, મા પહેલા કરતા પણ અલમસ્ત થઈ ગઈ હતી, સાસુમાને ઉષા હવે મનુ કરતા પણ વધારે વ્હાલી લાગવા લાગી હતી ને ઉષાને પણ પોતાની મા કરતા સાસુમા વધારે પ્રેમાળ લાગતાં હતાં,

હવે ઉષા મનોમન પસ્તાવો કરવા લાગી અને પતિ મનુને કહેવા લાગી કે આ તો આપણે ભૂલ કરી સાસુમા તો મારી મા કરતા પણ વધારે પ્રેમાળ છે, હું જ એમને સમજવામાં ભૂલ કરી બેઠી. આપણે ડોક્ટરને મળવા જઈએ અને કહીએ કે એમની તબિયત ન બગડે એવી કોઈ બીજી દવા આપો, કંઈ થઈ જશે તો? મેં તો રોજ એમને ઝેરની ગોળીઓ આપ્યા કરી છે.

પતિ મનુ આ સાંભળી મનોમન હરખાયો એનો કિમિયો પાર પડ્યો હતો. એણે પત્નિ ઉષાને કહ્યું, "તું ચિંતા ન કર ચાલ આજે જ આપણે ડોક્ટરને મળી આવીએ અને તબિયત ખરાબ ન થાય એવી કોઈ દવા લઈ આવીએ."

મનુ તો પહેલેથી જ ડોક્ટરને મળી આવ્યો હતો અને વિટામીનની જ ગોળી અપાવી હતી.
તબિયત ન બગડે એમ કહીને પણ વિટામીનની બીજી ગોળીઓ ડોક્ટરે આપી,

ઝેર તો મનમાં હતું જે વિટામીનની ગોળીઓ વાટે ક્યારનુંય ખતમ થઈ ગયું હતું...
ખુદની શકિત પર વિશ્વાસ રાખનારની જીત હંમેશા થાય જ છે...


પ્રેમથી જ એકબીજાના દિલ જીતી લેવાનું ઝેરી કાવતરું દિકરા મનુએ કર્યુ હતું...©

- આરતીસોની