Jivant Pagaran books and stories free download online pdf in Gujarati

જીવંત પગરણ..

?આરતી સોની?

?..જીવંત પગરણ..?

"હેલો.."
"કોણ.?? શીલાનો મોબાઇલ તમારી પાસે ક્યાંથી આવ્યો? શીલા ક્યાં છે.?"
"એમનો એક્સિડન્ટ થયો છે. ડ્રાઇવ ઇન રોડ પર રીક્ષા પલટી ખાઈ ગઈ, ને એમને સાલ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, તમે જલ્દી પહોંચો."

વિરાટ પથારીમાંથી સફળો બેઠો થઈ ગયો, "હે..!! શું..?"
"એમના પર્સમાંના મોબાઈલમાંથી છેલ્લો નંબર આ હતો, એ જોઈ ફોન લગાવ્યો.. તમને કેટલી બધી રિંગો મારી, પણ તમે ફોન ઉપાડતા જ નહોતાં."
"હા.. હા.. આવ્યો.. આવ્યો.."
વિરાટે બૂમ મારી.. "મમ્મી.."
સુશીલાબેન કીચનમાં ગેસ પર કૂકર ચઢાવી રસોઈની તૈયારી કરી રહ્યાં હતાં.
"હા.."
"મમ્મી શીલાનો રીક્ષામાં એક્સિડન્ટ થયો છે. હું હૉસ્પિટલ જાઉં છું.."
"અરે.. રે… એક્સિડન્ટ? એતો રોજ બસમાં જાય છે ને..આજે રીક્ષામાં ગઈ છે? ચાલ હું પણ આવું છું સાથે."
"ના મમ્મી અત્યારે પહેલાં હું પહોંચું, જોઉં શું થયું છે.. હું ફોન કરું છું જે હશે એ! પછી તું મોડાં આવ. કેટલું અને કેવું બહું વાગ્યું છે કે શું..?"
"હા.. હા.. બેટા જટ જા, અને પહેલાં પહોંચી મને ફોન કરજે. કેવું છે શીલાને."

વિરાટ એક્ટિવાની ચાવી લઈ ફટાફટ નીકળ્યો... ધ્રુજતા હાથે પરાણે એક્ટિવા સ્ટાર્ટ કરી હૉસ્પિટલ પહોંચ્યો. એ પહોંચ્યો ત્યારે શીલા ઑપરેશન થિયેટરમાં હતી. બરાબર પચીસેક મીનિટ પછી સ્ટ્રેચર પર શીલાને બહાર લાવવામાં આવી. વિરાટ એને જોઈને વળગી પડ્યો.

"શું થયું? શું થયું છે શીલાને?"
શીલા હજુ એનેસ્થેસિયા આપ્યું હોવાથી બેભાન હાલતમાં હતી..
ડૉક્ટરે કહ્યું, એમને પગમાં ત્રણ ફ્રેકચર છે અને ઢીંચણની ઢાંકણી ખસી ગઈ હોવાથી ઑપરેશન કરવું પડ્યું છે."
શીલાને જનરલ રૂમમાં બારી પાસેના ખાટલે ખસેડવામાં આવી. શીલા જ્યારે અડધો કલાકે ભાનમાં આવી ત્યારે વિરાટ બાજુની ખુરશીમાં એનો હાથ પકડી સજળ નયને શીલાની આંખો ખુલવાની રાહ જોઈ બેઠો હતો.
"કેમ છે શીલુ.. આ શું થઈ ગયું?"
એનેસ્થેસિયાની અસર ધીમી થતાં શીલાને કળતરનો અહેસાસ થતો હતો . એનું ગળું સુકાતું હતું. એ બોલી, "પાણી.."
વિરાટે એક ચમચી પાણી પાયું અને બોલ્યો,
"શીલા આ શું થઈ ગયું? ને કઈ રીતે થયું?"
"મને પણ ખબર નથી કઈ રીતે થઈ ગયું."
"પણ તું તો બસમાં ઑફિસ જાય છે, તો આજે કેમ રીક્ષામાં..".
"એ.એમ.ટી.એસ.બસોની હડતાળ હોવાથી અમે ત્રણ બહેનોએ શેરિંગમાં રિક્ષા કરી હતી." અટકીને ત્રુટક ત્રુટક શીલા બોલી રહી હતી..
"તો કોઈને કંઈ નથી થયું.?"
"બીજી જે બે બહેનો હતી એમની ઑફિસ પછી મારી ઑફિસ આવતી હતી, એમને ઉતર્યા પછી થોડેક આગળ ગયા પછી રિક્ષા કશેક ધડાકા સાથે અથડાઈ અને હું કંઈ જાણું સમજું એ પહેલાં રીક્ષા પલટી ખાઈ ગઈ. પછી શું થયું કંઈ જ ખબર નથી."

વિરાટ આખો દિવસ શીલાનો હાથ પકડી એની પાસે જ બેસી રહ્યો. એક વખત ઘરે જઈને એની મમ્મીને મળવા લઈ આવ્યો. અને દોડાદોડ કરી ચા નાસ્તો ને જમવાનું બરાબર ધ્યાન રાખતો. ત્રણ દિવસ પછી ડૉક્ટરે દસેક દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડશે જણાવ્યું અને એમ પણ કહ્યું કે, 'જમણા આખા પગમાં અને ઘુંટણમાં મલ્ટી ફ્રેકચર થવાને કારણે ઘોડીના સ્પોર્ટ્ વિના ચાલવું શક્ય નથી.. થોડી થોડી એક્સરસાઇઝ ચાલુ રાખજો તો આગળ જતાં ઘોડીના સહારાની જરૂર નહીં પડે પણ જમણા પગમાં ખોડ તો રહેવાની જ..!!"

આ સાંભળી શીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઘડીભરમાં આ શું થઈ ગયું, કે સઘળું હતું ના હતું થઇ ગયું..

વિરાટ પણ સાંભળીને ઢીલો પડી ગયો. એ બોલ્યો, "શીલા આ કારણે જ તને જોબ કરવાની ના પાડી હતી. ખાલી ઘર સંભાળે તોય ઘણું છે.! મમ્મીએ પણ તને કેટલું સમજાવ્યું હતું. પણ તું ન માની."

"પણ વિરાટ, તું તો જાણે છે, હું ઘરમાં કેટલી કંટાળતી હતી. આપણા લગ્નને સાત વર્ષ થવા આવ્યા, કોઈ બાળકેય નથી. અને ઘરમાં પૈસાની ખેંચતાણ ઓછી થાય એટલે તમને મદદરૂપ થવાની ભાવના સાથે જોબ ચાલું કરી હતી."

"હવે તું જ જો.. મદદ બાજુમાં રહી ગઈ.. ઉલ્ટાના આ હૉસ્પિટલના ખર્ચાઓ થશે એ વધારાના.."

શીલા ચોધાર આંસુડે રડતી રહી અને વિરાટ નીકળી ગયો.. ચોથા, પાંચમા દિવસે એ સવાર સાંજ આવ્યો, એ પછી તો શીલાની ખબર પુછી જતો રહેતો.. શીલાની રોજની પગની એક્સરસાઇઝને કારણે હવે પંદર દિવસે ધીરે ધીરે કાખ ઘોડીને સહારે ચાલતી થઈ ગઈ હતી. ડૉક્ટરે હૉસ્પિટલથી ઘરે જવાની રજા આપતાં વિરાટ એને ઘરે લઈ તો આવ્યો પણ એનાં વર્તનમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. સાસુમા એની બાજુ ફરકતાં પણ નહીં. અને ઉપરથી ટોણાં મારતાં..
"આપણા ઘરની સ્ત્રીઓ કદી નોકરી કરવા બહાર નથી નીકળતી.. આય..હાય.. શું થશે મારા વિરાટનું?? ભર જુવાનીમાં બિચારાનો મનખો એળે ગયો.."

ઘરની જવાબદારી નિભાવી.. એક પત્ની તરીકે અને એક વહુ તરીકે ક્યારેય ક્યાંય ઊણી ન ઊતરે એનું ખાસ ધ્યાન રાખતી હતી શીલા.. એ મનમાં વિચારતી શું વિરાટ ને એક્સિડન્ટ થયો હોત તો? એ વખતે મારો મનખો મારો ન કહેવાત ? અને અંતે આ જ શબ્દો દર થોડા દિવસે સાંભળવાં મળતાં..

વિરાટ ઓછું ભણેલો હતો, છતાં શીલાએ દિલથી એને પ્રેમ કર્યો હતો એટલે જ પોતાના મમ્મી-પપ્પા વિરુદ્ધ જઈને એણે લગ્ન કર્યા હતાં..

'ભર જુવાનીમાં મનખો એળે ગયો.' સાસુમાના ટોણાં સહન થઈ જાત પણ... વિરાટના શબ્દો શીલાને શૂળીયા માફક ચૂભતા હતાં. પ્રેમ કર્યાની પીડાનો અનુભવ કરાવતાં હતાં. શીલા હસીને બધું જ વેઠી લેતી . ખરેખર સાચો પ્રેમ કોણે કર્યો ? શીલાએ જ ને કે વિરાટે ? માતા-પિતા ની વિરુદ્ધ જવાના બદલામાં શું મળ્યું શીલાને, પ્રેમની પીડા જ ને કંઈ બીજું..?

એનાં કામ એ જાતે જ ઘોડી પકડીને કરી લેતી. એકમાંથી બે બેડરૂમમાં વહેંચાઈ ગઈ હતી શીલા.. એનો સામાન બીજા નાના રૂમમાં ફેરવવામાં આવ્યો. હવે એ એમનાં માટે બોજારૂપ લાગવા લાગી હતી.

શીલાનું હૈયું તો જાણે કચડાઈને કૂચો થઈ ગયું હતું. જીવનનો કોઈ ભરોસો નથી હોતો, ક્યારે કોના વર્તનમાં શું ફેરફાર થાય કંઈ કહેવાય નહીં. ક્યાં હું એ વખતની શીલા ને ક્યાં અત્યારે આ બેબસ લાચાર શીલા.. કેટલો વટ હતો આ શીલાનો. કેટલું અભિમાન હતું પોતાના દેખાવ પ્રત્યે. આમ વિચારો કરતી એ તંદ્રામાં સરી પડી.જ કૉલેજ જતાં તૈયાર થઈ પોતાની જાતને દર્પણમાં જોઈ નખરાં કરી ટીખળખોરી કરતી.. દર્પણમાં જોઈ પોતાની આંખોમાં ડોકિયાં કરતી અને શરમાઈને આંખો મીંચી તીરછી આંખે પાછી દર્પણમાં જોઈ લટકાથી ચાલતી ને ગીત ગણગણતી. "ચઢતી જવાની હાયે ચાલ મસ્તાની તૂને કદર ના જાની હાયે રામા.. હાયે રામા.. હાયે રામા…'

ને કમરનો ઠૂમકો મારી અદાથી સ્ટેચ્યુ થઈ ઊભી રહી જતી..
પ્રેમાળ ને હૃદયથી છલકતી શીલા કૉલેજમાં પોતાની સાથે ભણતા વિરાટ પ્રત્યે આકર્ષિત થઇ ગઈ હતી. શીલાનું દિલ પહેલી વાર ધક ધક થયું હતું એ દિવસે.. એણે સામેથી વિરાટને પ્રપોઝ કર્યું હતું.. મમ્મીએ ઘણું સમજાવ્યું છતાં પોતાના ફેંસલા પર અડગ રહી.. એના પપ્પા ઇન્ડસ્ટ્રિયાલીસ્ટ છોકરાઓ બતાવતા રહ્યા, છતાં ન માની..!!

ને આંસુની ધાર વહી હોઠ પાર કરી સીધી મોઢામાં... તોફાની દરિયાએ જાણે મોજા ઉછળી છાલક મારી, ધમાસણે મચેલા દિલને હચમચાવી મૂકી ને શીલા તંદ્રામાંથી ઝબકી ઉઠી..

પક્ષીઓનાં કલબલાટથી નિશા ઉષા બનવા થનગની રહી હતી.. શીલાને આત્મિયતાના દર્શન થયા.. આંખોમાંથી પ્રેમનાં આવરણથી ઘેરાયેલા ઝરણાં વહી નીકળ્યાં.. અંધારપટમાંથી ઉજાસ તરફ જીત મેળવવા અદ્ભભૂત જીવનનો પ્રારંભ થયો.. શીલા પોતાને પીંછા જેવી નકરી હળવીફૂલ મહેસૂસ કરી રહી હતી..

આકાશમાંથી વાદળોની છાતી વીંધીને, બંધ બારીની તરડમાંથી ઘૂસી વહેલી સવારનો તડકો શીલાની આંખો પર પડતાં પડળ સળવળી ઊઠ્યાં.. શીલા કાંખ ઘોડી પકડી ઊભી થઈ. મક્કમ દ્રષ્ટિએ દર્પણમાં જોયું. "હા હું જીવન જીવીશ ! મરતાં મરતાં નહીં પણ જીવંત રહીને જીવન જીવીશ…!!"

કોમ્પ્યુટર પર ઇમેઇલ ચેક કરવા બેસી ગઈ.. અને શીલાએ નવેસરથી જીવન તરફ રુહાના જીવંત પગરણ માંડયા..

©આરતીસોની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED