તુલસી ક્યારો રિવ્યૂ (ઝવેરચંદ મેઘાણી) Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુલસી ક્યારો રિવ્યૂ (ઝવેરચંદ મેઘાણી)




-આરતીસોની

ઝવેરચંદ મેઘાણીની નવલકથા તુલસી-ક્યારો જ્યારે વાંચી ત્યારે મારા મસ્તિષ્કને હચમચાવી ગઈ હતી.. ઓગણીસો ચાલીસના દાયકાની આ વાર્તામાં પ્રોફેસર સોમેશ્વર માસ્તરને મેઘાણી સાહેબે બખૂબી ઢાળ્યા છે... 

સોમેશ્વર માસ્તરની પુત્રો પાસેથી કોઈ જ અપેક્ષા નથી હોતી. અને પુત્રો સાથે ઘરમાં તાલમેલ સાંધી એમના જીવનને ડામાડોળ થતું અટકાવવા માટે સતત પ્રયત્નો પર પ્રયત્નો કરતાં રહે છે.. 

મોટા પુત્રનુ દેહાંત થતાં વિધવા વહુની સંભાળ રાખવાની જવાબદારી શિરે આવી પડી હોય છે.. નાનો પુત્ર વિરસુતના લગ્ન એ હાઈસ્કૂલમાં ભણતો હોય છે ત્યારે જ થઈ ગયા હોય છે, એટલે એની નગમતી છોકરી સાથે લગ્ન કરાવાતાં ગામડે આવવાનું ટાળતો રહેતો હતો. તેથી નગમતી ગામડીયણ પુત્રવધુ આવા એકલતા ભર્યા જીવનમાં વ્રત અને ઉપવાસ કરી કરીને સામેથી મોતને વહાલું કરે છે, એનાં નાના બે ભૂલકાઓ, ને એમાંયે અપંગ લકવાગ્રસ્ત પુત્રીને છોડી મોતને ભેટી ઘરનું આંગણું હચમચાવી નાખે છે. ને ઘરના આ મોભી સોમેશ્વર માસ્તરને શિરે બીજી એક ઔર જવાબદારી તૂટી પડે છે એનો સાક્ષી એકમાત્ર તુલસી-ક્યારો...

ઘરમાંપો તાની જ પુત્રી જે એક ગાંડી હતી..એક યુવાન મોટા પુત્રની વિધવા હતી..

નાનો પુત્ર વિધુર વીરસુતની એક અપંગ પુત્રી હતી..
અને એનો એક પુત્ર હતો. બંને બાળકો માબાપ વગરના પિતાથી તિરસ્કૃત થઈ જીવન જીવતાં હતા. છતાંય આ માસ્તર ડોસાને એક લીલો તુલસી-ક્યારો મસ્તાન રાખતો હતો..

સોમેશ્વર માસ્તરની પત્ની તો પહેલેથી સ્વર્ગ સિધાવી ગઈ હોય છે એક પોતાની જ ગાંડી છોકરીને મૂકીને.. વીરસુતને સાચવવા વિધવા વહુ ભદ્નાને ગામડેથી શહેરમાં વીરસુતને ત્યાં મોકલે છે.. વિરસુતનો દીકરો દેવુ અવારનવાર પત્ર લખતો હોવા છતાંયે વીરસુતનું કઠોર હ્રદય પોતાના જ ભૂલકાઓ ને સમજવા સક્ષમ નથી હોતું..

નાનો પુત્ર વીરસુત અમદાવાદની કૉલેજમાં પ્રોફેસર બન્યો અને કંચન ગૌરી નામની બીજી સ્ત્રીના રૂપ અને શરીરથી આકર્ષાઈ એની સાથે લગ્ન કરી શહેરમાં ઠરીઠામ થવા મથામણ કરતો રહે હતો.. પણ રૂપની અભિમાની અને સદ્ગુણોને જોજનો દૂર સુધી કોઈ વ્યવહારની સક્ષમતા હતી નહીં એવી કંચન, વીરસુત સાથે ઠરી ને રહેવા બિલકુલ કાબેલિયત ધરાવતી નહોતી. વીરસુત લગ્ન જીવન ફરી પાછું ભંગાણને આરે આવી ઊભું રહી જાય છે..

ત્યાં જ એવામાં કંચનગૌરીએ કોર્ટમાં કેસ કરતાં સોમેશ્વર માસ્તરને આંગણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા.. આંગણે તુલસીની મંજરી પણ મુંજાઈને મુરજાવા લાગી હતી.. 

આ બાજુ કંચનગૌરી જતી રહેવાથી એનું બધું ધ્યાન રાખવાનું વિધવા ભાભી ભદ્નાને માથે આવી પડ્યું હતું.. એ એકેય વાતની કમી વીરસુતને સાલવતી નહોતી.. આમને આમ સમય જતાં વીરસુત વિધવા ભાભી પ્રત્યે આકર્ષાવા લાગ્યો હતો. ભદ્રા દિયરની દુઃખભાગી હતી. એ સમજતી હતી.. ઘરનો રોટલો રળનાર પુરુષ જો ભાંગી પડશે તો ઘરમાં ખોટ અમને જ પડશે.. સમજણના તાંતણે સેતુ બાંધી ભદ્રા એ પહેલા ગામડેથી વીરસુતનો પુત્ર દેવુ, અપંગ પુત્રી, સોમેશ્વરદાદા, ગાંડી નણંદને અમદાવાદ વિરસુતના બંગલે તેડાવી લીધાં ને ધીમે ધીમે વીરસુત પોતાના બાળકો પ્રત્યે પ્રેમ થી ઓગાળવા લાગ્યો. ભદ્રા એ કંચનગૌરી નું પણ મન પરિવર્તન કરાવ્યું.. પરંતુ જીવન પ્રત્યે ડામાડોળ થયેલો વિરસુત લંડન જવાનો ફેસલો કરી નીકળી પડ્યો. .

અને આંસુના ટીપાં હાથમાં ઝીલી કંચનગૌરી વીરસુતની રાહ જોઇ પુરા દિવસો કાઢવા લાગી.. જેની ઘરમાં મનોમન સહુ કોઈને જાણ હતી કે એ કોઈ બીજાનું પાપ લઈ પાછી આવી છે.. વીરસુત પણ એ વાત સારી રીતે જાણતો હતો. છતાં પોતાના બાળકો ખાતર અને પોતાના બાપા પ્રોફેસર સોમેશ્વર માસ્તરને ખાતર મનમાં ભરાયેલા વિષને અમૃત કરી સંસાર પ્રત્યેનો રાગદ્વેષ મિટાવી કંચન ગૌરીને પાછી અપનાવી હતી પણ સઘળુંય ત્યજી પરદેશ જવાનું પસંદ કર્યું હતું.


નિયમિત કાગળોની આપલેમાં વીરસુત અને કંચનગૌરી એકબીજાને વલોવતાં રહેતાં હતાં.. અને તુલસીને પ્રાર્થના કરતાં.

'જેટલું તપાવવું હોય એટલું તપાવો અમને, પણ અમારા પુત્રોના સંસારમાં અમારી વિશ વેલડી નું ઊંડેય મૂળિયું રહી નજાય એવું કરજો..'

મારા, તમારા અને સહુના દિલને હચમચાતું વર્ણન મેઘાણી સાહેબે કર્યું છે.. ને કરમાયા તુલસી- એક દિવસ તો લીલો બનશે તુલસી-ક્યારો....

-આરતીસોની