પ્રેમ તો પ્રેમ છે - ૮ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - ૮

મેક્સ આજે રોજ ની જેમ હોટલમાં રાતે ડિનર માટે વેલીના ની રાહ જોઈ રહ્યો હતો. વેલીના હાઈ કહી બેસે છે. કેમ મોડું મેક્સ પૂછે છે. તને ખબર છે ને મારી જોબ બહું મોડે સુધી સાલે છે તો મોડું થઈ જાય. પણ ફોન તો કરાય ને. હા હા કામમાં હું ભૂલી જાવ છું.

વેલીના હું ઇચ્છું છું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તું શું કે છો?? મેક્સ તને કેટલી વાર કહ્યું હમણા નહીં. મારે મારા કરિયર પર ફોકસ કરવું છે પ્લીઝ યાર લગ્ન ની વાત ન કર. મેક્સ ઘણું સમજાવે છે પણ વેલીના એક ની બે ન થઈ.

બંને કામમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તે ફક્ત રાતે જ મળી શકે. ફોન માં તો બહુ ઓછી વાત થાય. જુનો પ્રેમ હતો એટલે થોડુ ઘણું બંને સહન કરી રહ્યા હતા.

એક દિવસ મેક્સ ખાસ ડિનર નું આયોજન કરે છે. મેક્સ ફોન કરી વેલીના ને વહેલી આવી જવા કહે છે. મેક્સ હોટલમાં વેલીના ની મોડે સુધી રાહ જોવે છે પણ હજુ સુધી આવી ન હતી. મેક્સ ત્રણ કલાક સુધી રાહ જોવે છે ત્યારે વેલીના આવે છે. પણ મેક્સ બહું ગુચ્છે થાય વેલીના પર. બંને જમ્યા વગર ત્યાં થી જતાં રહે છે.

બીજે દિવસે મેક્સ ફોન કરી માફી માંગે છે ને સાંજે ફરી ડિનર ટાઇમ મળીશું. વેલીના ટાઇમ પર હોટલમાં આવી જાય છે પણ આજે મેક્સ ને મોડું થાય છે. મેક્સ આવે છે વેલીના ગુચ્છે થાય છે. મેક્સ ટ્રાફિક માં ફસાયો હતો એવું કહ્યું પણ વેલીના માની નહીં ને જગાડો કરી જતી રહી.

મેક્સ ફરી ડિનર માટે કહે છે વેલીના આવે છે પણ છેલ્લી વાર. વેલીના હવે મેક્સ સાથે બ્રેકઅપ કરી નાખે છે. મને ભૂલી જા કહી હમેશા માટે વેલીના જતી રહે છે. મેક્સ જમ્યા વગર ઘરે આવી ડ્રીન્ક કરે છે.

ફરી સાંજે તે હોટલમાં ડિનર માટે તે ટેબલ પર બેસે છે. થોડો અપસેટ અને ગુમસુન હતો પણ ભૂખ લાગી હતી એટલે જમવું તો પડે. ઓર્ડર કર્યાં ત્યાં એક છોકરી આવી ને બોલી કોઈ આપવાનુ છે. મેક્સ કહે ના. તો હું બેસી શકું. ઓકે આપ બેસી શકો.

મારું નામ કેતકી છે તમારું? હું મેક્સ. કેતકી પૂછે છે તમે કેમ અપસેટ છો. મારું બ્રેકઅપ થઈ ગયું છે. પણ તમે પણ..
હા હા મારું પણ એવું જ છે. મારો પ્રેમી કોઈ સારી છોકરી મળી એટલે મને છોડી જતો રહ્યો. આમ તે બહુ મને ટાઇમ પણ ન આપતો બહુ વ્યસ્ત રહેતો હતો. તમે તો ફ્રી હો તેવું લાગે છે તો બ્રેકઅપ નું કારણ.
તે મને ટાઇમ ન આપતી આમ પણ અમારે બહુ જગાડો થતો તે મને સમજી શકતી ન હતી. કેતકી બોલી જે થયું તે સારું થયું જમવાનું ઠરી જાસે ચાલ જામી લઈએ.

બીજે દિવસે મેક્સ હોટલમાં ડિનર કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં કેતકી આવી મેક્સ બેસવા નું કહ્યું. બને ડિનર કરવા લાગ્યા. મેક્સ તેને પૂછે છે. હું તો બહાર થી છું એટલે હોટલમાં જમુ છું તું કેમ. મારે પણ તારી જેવું જ છે એક કંપની મા જોબ કરું છું. અને મારી પર્સનલ રૂમમાં રહું છું.
એમ બને પોત પોતાની વાતો શેર કરી.

હવે રોજ રાતે ડિનર કરવા લાગ્યા. ક્યારેક મેક્સ ની ઘરે કેતકી જાય તો કેતકી પણ મેક્સ ની ઘરે જતી. આમ ધીરે ધીરે બંને નજીક આવવા લાગ્યા. બંને પ્રેમ તો કરવા લાગ્યા હતા પણ એકરાર કર્યો ન હતો.

એક દિવસ બંને હોટલમાં ડિનર કરી રહ્યા હતા ત્યાં વેલીના આવે છે. મેક્સ ની બાજુમાં બેસી માફી માગવા લાગે છે. મેક્સ મને માફ કરી દે હું તારા પ્રેમ ને સમજી ન શકી. મને તારા વગર ક્યાય ગમતું નથી પ્લીઝ તું ફરી મારા જીવનમાં આવી જા.

મેક્સ પૂછે છે એક પ્રશ્ન કરું વેલીના.? 
પૂછ.
તું મારા માટે જોબ છોડી શકે?
વેલીના નાં કહે છે. 
બસ ને. જો આ કેતકી છે તેને હું પૂછુ છું. 
કેતકી તું મારા માટે શું કરી શકે? 
કેતકી બાજુમાં પડેલી સરી લઈ હાથની નસ કાપવાની કોશીષ કરી તો મેક્સ રોકી દે છે.
મેક્સ વેલીના ને સમજાવે છે તે જોયું તું મારા માટે આવું કરી શકે. નહીં ને...

મેક્સ ઊભો થઈ કેતકી ને આઇ લવ યુ કહી પ્રપોઝ કરે છે. વેલીના ત્યાં થી જતી રહે છે. કેતકી મેક્સ પ્રપોઝ સ્વીકારી ગળે વળગી આઇ લવ યુ ટુ કહી ગળે વળગી.

જીત ગજ્જર