પ્રેમ તો પ્રેમ છે - 1 Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - 1

ખુશનુમા વાતાવરણ વચ્ચે ઠંડી હવા ની સાથે અંકુર કૉલેજ સાલી ને જઈ રહ્યો હતો. કૉલેજ નો પહેલો દિવસ ખુબ હતો સાથે ગમ પણ હતો. એ પણ સારા માર્કસ થી તેને એડમીશન મળ્યું હતું પ્રોફેશનલ કૉલેજમાં. ડર હતો કે તે ગરીબ ક્યાંક મારી મજાક ઉડાવશે.

અંકુર ગેટ પાસે પહોંચ્યો ત્યાં પૂરપાટ થી આવતી કાર પાસે ઊભી રહી ને થોડી વાર ગાડીમાં બેસેલી છોકરી કાંઈક અલગ રીતે જોઈ રહી હતી. અંકુર ને શરમવસ તે નીચે મોં કરી જતો રહ્યો. ગાડી પાર્ક કરી છોકરી તેની પાછળ ચાલી લાગી રહ્યું હતું કે તેનો પણ પહેલો દિવસ હસે. તે છોકરી નું નામ હતું નિકીતા.

ક્લાસ રૂમમાં જઈ પોતાની સીટ લઈ બેસ્યો. અંકુર માટે બધું અજાણ હતું. બધાં સ્ટુડન્ટો પોતાની મસ્તી માં હતા જ્યારે અંકુર ગુમ સૂમ બેસી રહ્યો. થોડી વાર પછી નિકીતા ક્લાસ માં એન્ટર થઈ ને અંકુર ની બાજુમાં ખાલી બેંચ માં બેસી ગઈ. નિકીતા હાય કર્યું પણ અંકુર કઈ જવાબ ન આપ્યો.

ચાર પાંચ દિવસ થયા ઘટના તે જ બનતી અંકુર કૉલેજ પાસે પહોંચી નિકીતા ગાંડી ઊભી રાખી અંકુર ને નિહાળતી. અંકુર તેને બહાર અને ક્લાસ માં ઈગનોર કરતો.

એક દિવસ નિકીતા ચાલતી ચાલતી અંકુર સાથે ચાલવા લાગી. નિકીતાએ અંકુર ને બોલવાનો પ્રયત્ન કરી પણ જવાબ ફક્ત મોન. ફરી પ્રયત્ન કર્યો પણ અંકુર ના સહેરા કે મુખ માં કોઈ ફેર પડ્યો નહી. ફરી નિકીતા ને ઈગનોર નો સ્વાદ સાખ્યો.

અંકુર હવે સાઇકલ લઇ કૉલેજ આવવા લાગ્યો તો ફરી નિકીતા સાઇકલ સાથે સાલી પણ ફરી અંકુર તરફ થી જવાબ ન મળ્યો. આખરે નિકીતા અંકુર ને ઈગનોર કરવાનું કારણ પૂછ્યું. જવાબ એક જ હું ગરીબ છું. નિકીતા ફરી સમજાવી કે તું રહે તેમ રહેવા લાગી તો પણ નાપસંદ કરે છે. અંકુર ફરી જવાબ આપ્યો. તું ગરીબ તો નથી ને. મારે એક સાઇકલ લેવામાં ફાફા છે ને તું રહી વી આઇ પી તું મને ભૂલી જા કહી જતો રહ્યો.

નિકીતા તેને અવાર નવાર તેને બોલવાની કોશિશ સાલું રાખતી પણ જવાબ એજ હું ગરીબ છું.

નિકીતા ફ્રેન્ડ સાથે એક હોટલમાં જમવા ગઈ. બધા ફ્રેન્ડ જમી ને ઊભા થયા નિકીતા થોડી વાર ઉભી રહી ત્યાં એક વેઇટર આવી ટેબલ સાફ કરવા લાગ્યો. જ્યાં વેઇટર પર નજર પડી તો અંકુર હતો. થોડી વાર અંકુર ને જોઈ રહી. કાંઈક લાગણી દુભાય હોય તેમ નિકીતા દોડી ને કાર માં ફ્રેન્ડ સાથે બેસી ગઈ.

નિકીતા આ દ્રશ્ય વારમ વાર સતાવવા લાગ્યું. તે વઘુ અંકુર ની નજીક હોય તેઓ અહેસાસ થવા લાગ્યો. નિકીતા તેના માટે હમદર્દી હતી.

બીજે દિવસે રસ્તા માં નિકીતા અંકુર ને પ્રપોઝ કર્યું. અંકુર નો જવાબ બસ એજ હું ગરીબ છું. તો હું ગરીબ થઈ જાવ નિકીતા વળતો જવાબ આપ્યો. ના ના પણ સુકામ મને પ્રેમ કરે છે, હું તારા માટે યોગ્ય નથી. હું તારી એક પણ ખ્વાબ પુરો શકું તેમ નથી. મહેરબાની કરીને મને ભૂલી જા.

તને ભૂલી જાવ અંકુર તને!!!
તારા જેવું હું બની. તો પણ!!!
તું ગરીબ છો એટલે તને પ્રેમ નથી કરતી.
"તારી આ સાદગી ને હું પ્રેમ કરવા લાગી છું" તારી સાદગી મારી પર પહેલી થી હાવી થઈ ગઈ છે.

તું ઈચ્છે ને મારી ફ્રેન્ડ હોય તો ગરીબ. આ જો સ્ટેમ મેં લખાવ્યુ છે કે મારો હિસ્સો નથી જોઈતો. હવે ખુબ ને.

હું તારા માટે ખુશ જ હતો બસ ડર હતો તો તારી આ લાઇફ ને હું ન બગાડવા દવ તું જે રીતે જીવે છે તે રીતે મારી પાસે તાકાત ન હતી એટલે હું લાચાર હતો.

હવે તો કે.....સરતા આંસુ થી નિકીતા બોલી...

અંકુર પણ રડવા લાગ્યો. નિકીતા અંકુર ને ભેટી પડી. અંકુર રડતા અવાજે સુંદર શબ્દો સરી પડ્યા.

I love you નિકીતા

I love you so much may dear.......

જીત ગજ્જર