પ્રેમ તો પ્રેમ છે - ૯ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - ૯

કાર્તિક તેની બહેન કૃતિ ને ફોન કર્યો.
કૃતિ ક્યાં છો.?
બહું મોડું થયું છે તું ક્યારે આવે છે?
ભાઈ હું રસ્તા માં શું બસ પાંચ મિનિટ મા આવી.

કાર્તિક ડાઈનીંગ ટેબલ પર કૃતિ ની રાહ જોવે છે. કૃતિ આવી હાથ મો ધોઈ સાથે જમવા બેસે છે. કાર્તિક વાત છેડે છે. કૃતિ તું રાહુલ ની દોસ્તી છોડી દે તે તારા માટે યોગ્ય નથી. તારી જરૂર હસે ત્યાં સુધી તારો ઈસ્તમાલ કરશે. હજી મોડું નથી થયું તું તેને મળવાનું બંધ કરી દે.

ભાઈ હું રાહુલ ને પ્રેમ કરું છું અમે જલ્દી લગ્ન કરવાના છીએ. તે પૈસા વાળો છે પણ મન નો બહુ ઉદાર છે. તે મને ખુશ રાખશે.

ઓકે તને સારું લાગે તે કર પણ હું તારો ભાઈ છું તે ભૂલીશ નહીં.

એક દિવસ મોડી રાત થઈ તોય કૃતિ ઘરે આવી નહીં. કાર્તિક ફોન કરે છે પણ બંધ આવે છે. તેને બહુ ચિંતા થાય છે. તેને યાદ આવ્યું કે કૃતિ કહીને ગઈ હતી હું રાહુલ પાસે જઈશ. કાર્તિક રાહુલ ને ફોન કરે છે પણ તે રીસીવ કરતો નથી. એટલે કાર્તિક રાહુલ ની ઘરે જાય છે.

રાહુલ ક્યાં છે મારી બહેન કહી બંને જગડવા લાગ્યા. જગાડો એટલો વધી ગયો કે રાહુલ પોતાની ગન લઈ તેની સામે તાકી. બને મારકૂટ પર આવી જાય છે. ઝપાઝપી માં રાહુલ ના હાથમાં રહેલી ગન ની ગોળી તેને લાગી જાય છે. રાહુલ ત્યાં મરી જાય છે. કાર્તિક રાહુલ ના બંગલામાં તપાસ કરે છે તો કૃતિ મરેલી જોવે છે. તે લોહી લુહાણ હાલતમાં હતી. 

ત્યાં રાહુલ ની બહેન કિરણ જોઈ જાય છે. તે પોલીસ ને ફોન કરી જણાવી દે છે કે કાર્તિકે તેની બહેન અને રાહુલ ની હત્યા કરી છે તે અહીં છે તમે જલ્દી આવી જાય. કાર્તિક ખુબ ડરી જાય છે શું કરવું તે સુઝતુ નથી. તે કિરણ બાંધી ને ઘરેથી ગાડી માં લઈ ભાગી જાય છે. દૂર દૂર નીકળી જાય છે.

એક જંગલ ની વચ્ચે ગાડી નું ડીઝલ થઈ રહે છે. તે ગાડી નીચે કિરણ ને ઉતારી તેને હાથ પગ ખોલી દે છે. કિરણ મોટે થી બૂમ પાડે છે પણ કોઈ સાંભળતું નથી. કિરણ થાકી ને બેસી જાય છે. સાંજ પડવા આવે છે. કાર્તિક રાત માટે આજુબાજુ તપાસ કરે છે. પણ કોઈ ઘર દેખાતું નથી પણ એક બહુ મોટું જાડ નજરે પડે છે. તે જાડ ની ડાળો કાપી જાડ પર આરામ કરી શકાય તેવી વ્યવસ્થા કરી ને ગાડી માંથી નાસ્તો અને પાણી પડયું તું તે લઈ જાડ પર ચઢી ગયો. થોડુ અંધારું થયું એટલે કિરણ જાડ પાસે આવી તે ચડી શકી નહીં એટલે કાર્તિકે મદદ કરી ને બને જાડ પર બેસી ગયા. બને ને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી સૂઈ ગયા.

સવાર થયું બંને જાગ્યા. કિરણ કાર્તિક ને કહ્યું મને જવા દે. હું તારી બેન ની ગુનેગાર નથી. કાર્તિક કહ્યું તું મને સાચું કહીશ તો મને ખબર પડે. કિરણ માંડી ને વાત કરે છે.

મારો ભાઈ રાહુલ કૃતિ ને પ્રેમ તો કહેવાનો કરતો હતો. તે બસ તેનો ઈસ્તમાલ કરવા માગતો હતો. આ જાણ તેં દિવસે કૃતિ ને ખબર પડે છે બને જગડો કરે છે. રાહુલ માફી માગી કૃતિ ને શાંત કરે છે બાદ માં ડ્રીન્ક માં જેર નાંખી મારી નાખે છે હું ત્યાં હાજર હતી પણ હું કાંઈ કરી શકી નહીં. પછી તમે આવ્યા તમે જગાડયા ને મારા ભાઈ ને અજાણતા ગોળી લાગી મરી જાય છે.

તો તું મારી સાથે ચૂપચાપ કેમ આવી. તને ખબર હતી તોય તે મારો સાથ એટલે આપ્યો એમ. હવે તો હું ફસાઈ ગયો મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ.

હવે તારી જેમ હું ક્યાં જઈશ. મારે એક ભાઈ હતો તે જતો રહ્યો. તું સાચો હતો એટલે મેં તારો સાથ આપ્યો. હવે જો આપણા શહેર માં જઇશુ તો બંને ને જેલ થશે. જો તું સાથ આપે તો આપણે નવી જિંદગી ની શરૂઆત કરી.

કાર્તિક તેની વાતો થી લાગણી વસ થઈ ગયો ને તે કૃતિ સામે પ્રેમ નો એકરાર કર્યો. કૃતિ કાર્તિક ને પ્રપોઝ સ્વીકારે છે. બંને ગળે વળગે છે. બને નવી જિંદગી ની શરૂઆત કરવા જંગલ માંથી નીકળી બીજા શહેર માં રહેવા જતાં રહ્યાં. બને નવા શહેર માં નવી જિંદગી ની શરૂઆત કરી બધું ભૂલી ને ખુશી ખુશી રહેવા લાગ્યા.

જીત ગજ્જર