Prem to prem che - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ તો પ્રેમ છે - ૬

કૉલેજ માં આજે ફંકશન હતું બધાં સ્ટુડન્ટ્સ વારા ફરતી પર્ફોર્મન્સ કરી રહ્યા હતા ત્યાં રફીક નો વારો આવે છે. તેનું પર્ફોર્મન્સ થી તાળી નાં ગળગળાટ થી બધું ગુંજી ઉઠે છે. તેમાં રફીક ની નજર સૌથી વધુ તાળી પાડતી મેઘા પર પડી જે સાથે કૉલેજ ના ક્લાસ માં હતી. પછી મેઘા પર્ફોર્મન્સ કરે છે તેનુ પર્ફોર્મન્સ થોડુ નબળું હતું પણ રફીક તેને તાળી થી બીરદાવતો હતો. 

કૉલેજ માં રફીક અને મેઘા મળવા લાગ્યા. એક બીજા ખુબ નજીક આવવા લાગ્યા. બને પ્રેમના બંધન માં બંધાય ગયા હતા. ત્રણ વર્ષ સુધી પ્રેમ કરતા કરતા કૉલેજ માં સાથે ભણ્યા. હવે કૉલેજ પુરી થઇ એટલે રફીક મેઘા નો હાથ માંગવા મેઘા ની ઘરે આવે છે. મેઘા ના પાપા આ લગ્ન માટે ચોખ્ખી ના પાડે છે. તું મુસ્લિમ છે કહીને ને રફીક ને ધક્કો મારી બહાર કાઢી મૂકે છે.

મેઘા ને ઘરે થી દબાણ કરવામાં આવી છે કે તું રફીક ને કહે મને ભૂલી જા. મેઘા રફીક ને ફોન કરી કહે છે. રફીક છેલ્લે કહે છે તું થોડી હિંમત કર આપણા માટે તો આપણે ભાગીને નવી જિંદગી ની શરૂઆત કરી. પણ મેઘા ની હિંમત સાલી નહીં ને તે તેના પ્યાર ને ખોઈ બેસી.

મેઘા ના લગ્ન તેના પરિવાર બીજી જગ્યાએ કરી નાખ્યા તો રફીક ને પણ એક સારી છોકરી સાથે નિકાહ તેના પરિવાર કરી નાખે છે. રફીક ને એક દિકરી થાય છે જ્યારે મેઘા ની ઘરે દિકરો જન્મે છે. પણ સમય જતાં તે વિધવા થાય છે. તો આ બાજુ રફીક ગમ મા રાત દિવસ ડ્રીન્ક કરે છે. તે મેઘા ને દોષી માને છે.

આજે એ વાત ને વીસ વર્ષ થઈ જાય છે. છતાં પણ હજી રફીક ડ્રીન્ક કરતો રહે. રફીક ની દીકરી જરીન આજે વીસ વર્ષ ની થઈ કૉલેજ કરવા લાગી છે. તો મેઘા નો દિકરો યોગેશ પણ કૉલેજ કરી રહ્યો છે.

કમ નસીબે મોટા શહેર માં એક જ કૉલેજ માં અભ્યાસ કરે છે. અચાનક બને વચ્ચે મુલાકાત થાય છે. એક બીજાની વાતો ખૂબ ગમી એટલે મુલાકાત થવા લાગી. હવે એક દોસ્ત બની ગયા હતા. ધીરે ધીરે બંને વચ્ચે પ્યાર પણ થઈ જાય છે.

કૉલેજ માં રજા પડે છે જરીન તેના ઘરે આવે છે. તે તેના અબુ ડ્રીન્ક કરતા જોઈ ફરી દુખી થાય છે. ઘણી વાર તેના ગમ જાણવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહી.

જરીન તેની જૂની બૂક શોધી રહી હતી પણ મળી નહીં એટલે તે સ્ટોર રૂમ માં શોધે છે. બૂક તો મળતી નથી પણ હાથમાં એક લેટર મળે છે તે પણ વીસ વર્ષ પહેલાં નું. તે ખોલી ને જોવે છે તો તેના અબુ ના ગમ નું રાજ જાણવા મળે છે. તેના અબુ ના પ્રેમ ની કહાની ની ખબર પડી છે. અબુ ના ગમ નું કારણ પ્રેમ હતું તે પણ ફોટા માં રહેલ ઓરત હતી જે ખરા સમયે સાથ છોડી દીધો હતો. જરીન તે ઓરત નો ફોટો અને લેટર લઈ તેને શોધવા નોં પ્રયત્ન શરૂ કરે છે.

ફરી કૉલેજ શરૂ થાય છે. યોગેશ અને જરીન મળવા લાગે છે. જરીન ને હવે ડર લાગે છે કદાચ આપણા પરિવાર આપણા લગ્ન નહીં થવા દે. આપણા ધર્મ જુદા છે. યોગેશ તેને આશ્વાસન આપે છે "પ્યાર કિયા તો ડરના ક્યા " બને એક થવા માટે બધું જ કરી શકે તેમ છે.

એક દિવસ યોગેશ જરીન ને તેના ઘરે લઈ જાય છે. જરીન યોગેશ ના મમ્મીને જોઈ ચોકી ઉઠે છે તે જે ઓરત ની ગોટી રહ્યો હતો તે યોગેશ ની મમ્મી છે. તે ત્યાં થી જતી રહે છે. તે તેના ઘરે આવે છે પાછળ યોગેશ અને તેના મમ્મી આવે છે.

જરીન તેના અબુ ને તેના પ્રેમ ની વાત કરે છે. મેઘા નિર્દોષ હતી તેવું કહે છે. ત્યાં યોગેશ આવે છે તે રફીક પાસે જરીન નો હાથ માગે છે. રફીક ધર્મ ને આડો રાખી ના પાડે છે. રફીક ની નજર મેઘા પર પડે છે. મેઘા નજીક આવી સમજાવે છે. આપણે ભૂલ કરી હજી સુધી પસ્તાવો કરી રહ્યા છીએ. તો આ બને ને પ્રેમ થી જીવવા દઈએ. તેને લગ્ન કરવાની છૂટ આપવી જોઈએ. રફીક બંને ને લગ્ન ની મંજૂરી આપે છે.

યોગેશ અને જરીન ના પ્રેમની જીત થાય છે. બને ભેટી પડે છે. અને બને નવી જિંદગી ની શરૂઆત કરે છે.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED