પ્રેમ તો પ્રેમ છે - ૫ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - ૫

કૉલેજ માં ચર્ચા નો વિષય બન્યો હતો. ચર્ચા થઈ રહી હતી વૈભવી ના મેરેજ ની. સાથે કૉલેજ કરવા વાળા વૈભવી ને NRI મળ્યો તે બદલ બહું ખુશ હતા. સૌથી વધુ ખુશી તો વૈભવી નો ખાસ મિત્ર રોનક ને થઈ હતી.

વૈભવી સાદ પાડતી રોનક પાસે આવી પહેલા તો ગળે વળગી. પછી હાથમાં લગ્ન નું ઈન્વીટેશન કાર્ડ આપ્યું. કહ્યુ તું હસે તો જ હું લગ્ન કરીશ. અને સાંભળ કાલ થી મારે ઘરે રહેવાનુ છે. મને તારે ઇંગ્લિશ સીખડાવવુ પડશે. હું પરદેશ જઈ રહીશ તો ત્યાં ઇંગ્લિશ આવડવું જોઈએ ને. તું નહીં આવે તો હું લગ્ન નહીં કરું. તું આવીશ ને.

રોનક તેને હા પાડે છે. રોનક હાથ મિલાવી બેસ્ટ ઓફ લક કહે છે. બને થોડી વાતો કરી છૂટા પડ્યા.

રોનક વૈભવી ની ઘરે પહોંચે છે. વૈભવી બહું ખુશ થાય છે. તે બધા સાથે ઇન્ટ્રોડક્સન કરાવે છે. વૈભવી રોનક નો સામાન લઈ તેને તેને રૂમ બતાવે છે. બને રૂમમાં થોડી વાતો કરે છે. કાલ થી તું મને ઇંગ્લિશ સીખવાડજે આજે તું આરામ કર કહી વૈભવી તેના કામમાં લાગી ગઈ.

હવે રોજ ટાઇમ મળે એટલે વૈભવી રોનક પાસે આવી ઇંગ્લિશ શીખવા લાગી. સાથે ખૂબ વાતો કરતા, મસ્તી કરતા તો ક્યારેક જગડી પડતા. પણ બંને બહું ખુશ રહેતા. એક બીજા વગર રહી પણ ન શકે એવી લાગણી નો સંબધ બંધાઈ ગયો.

NRI ની રાહ જોવાઈ રહી હતી. ફોન કર્યો તો જાણવા મળ્યું તે કાલે પેલી ફ્લાઈટ માં આવે છે. વૈભવી બહું ખુશ થઈ નાચવા લાગી આ ખુશી વ્યક્ત કરવા રોનક પાસે ગઈ તો તે ખુશી સાવ ભૂલી ગઈ રોનક સામે જોઈ. રોનકે પૂછયું તો કાલે પેલા લોકો આવે છે એમ કહી જતી રહી.

સાંજે અગાસી પર બને વાતો કરે છે. વૈભવી મારે લગ્ન નહીં કરવા કહે છે. રોનક સમજાવે છે સુકામ આવું તારે ઠેકાણું મળ્યું છે. કોઈક નસીબ વાળા ને જ મળે છે. પણ રોનક જો તું સાથે આવીશ તો હું લગ્ન કરીશ તારી વગર મને ત્યાં નહીં ગમે. રોનક ના પાડે છે તે શક્ય નથી. વૈભવી રોનક ના ખોળા માં સૂઈ જાય છે. વૈભવી ને વાલ કરતો રોનક ને પણ નીંદર આવી જાય છે.

સવાર થયું વૈભવી જાગી તો બંને બહું નજીક થી સુતા હતા. રોનક ને જગાડી બંને નીચે ઉતરી ગયા. ફ્રી થયા એટલે પાછા ઇંગ્લિશ શીખવા લાગ્યા. પણ વૈભવી નું મૂડ હતું નહીં. રોનક મજાક મસ્તી કરી વૈભવી ને મૂડ બનાવે છે.

લગ્ન ની ફૂલ ત્યારી થઈ ગઈ હતી. NRI ની રાહ જોવાઈ રહી હતી. બધું ડેકોરેશન થઈ ગયું હતું. હવે મહેમાન પણ આવી રહ્યા હતા. વૈભવી ના ગીત પણ ગવાઈ રહ્યા હતા. વૈભવી રોનક સાથે હતી. પણ તેને લગ્ન કરવાની ઈચ્છા નહી હોય તેવો સહેરો રોનક ને લાગ્યો. 

મહેમાન વાજતે ગાજતે જાન લઈ આવે છે બધાં ખુશી થી નાચી રહ્યાં હતાં. મંડપ માં વરરાજા પધારે છે. રોનક વૈભવી ને લઈ મંડપ સુધી આવે છે. વૈભવી તેના ભાવિ પતિ ને પહેલી વાર જોવે છે. લગ્ન ની વિધિ શરૂ થાય છે ત્યાં વરરાજા ને તેની ગર્લફ્રેન્ડ નોં ફોન આવે છે. એવું સંભળાય છે કે હું અત્યારે નીકળુ છું.

વરરાજો લગ્ન ની ના પાડી ત્યાં થી જતો રહે છે. આવેલા મહેમાન ને વૈભવી ના પરિવાર સમજાવે છે પણ કોઈ સાંભળતું નથી ને જાન વાળા ત્યાં થી જતાં રહે છે. બધા નાં મો પડી જાય છે. વૈભવી હજી મંડપ માં જ બેઠી હતી. વૈભવી રોનક ને પાસે બોલાવે છે. બધા ને સાંભળતાં વૈભવી બોલે છે.

રોનક હું તને પ્રેમ કરું છું તું મારી સાથે લગ્ન કરીશ ?
રોનક બસ વૈભવી ને જોઈ રહ્યો. ને વૈભવી નો હાથ ચૂમી બોલ્યો. હા હા પણ બધા ની પરવાનગી હોય તો.
બધાં વૈભવી ની ખુશી માટે લગ્ન ની હા પાડે છે. બધા ઝુમી ઉઠયા.

રોનક વૈભવી ની ઉપાડી બોલ્યો.

I love you વૈભવી
I love you to my love...

જીત ગજ્જર