પ્રેમ તો પ્રેમ છે - ૧૦ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - ૧૦

હમેશા મોજ મા રહેતી ક્રુતિ આગળ ભણવા માટે માતા પિતા ની પરમીશન માંગે છે. પણ ગરીબ ઘર હોવાથી તે ના પાડે છે. આખરે ક્રુતિ તેના ગામડા માં રહેતા માં બાપ ને મનાવી લે છે. હું શહેર માં ભણતી જઈશ ને સાથે નોકરી કરીશ, જે પૈસા આવશે તે હું તમને મોકલાવીશ. આવું આશ્વાસન આપી તે શહેર તરફ માતા પિતા ના આશીર્વાદ લઈ નીકળે છે.

પહેલા હોસ્ટેલ માં રહેવાનું કર્યું પછી કૉલેજ શરૂ કરી હવે જોબ માટે પ્રયાસ કરે છે. પણ શહેર તેના માટે અજાણ એટલે જોબ મળવી મુશ્કેલ એમાં પણ પાર્ટટાઈમ.
ન્યૂઝ પેપર ના સહારા થી તેને એક જોબ મળે છે. કંપની બહુ મોટી હતી એટલે ઓફિસ વર્ક માટે તેને જોબ મળી. સવારે કૉલેજ જાય બપોર પછી જોબ આ તેનું રૂટિન થઈ ગયું.

જે કંપની મા ક્રુતિ જોબ કરતી હતી ત્યાં ટેનિસ નું મેદાન હતું. કંપની નોં સ્ટાફ ત્યાં ફ્રી ટાઇમ માં ખેલતા. ક્રુતિ ને પહેલેથી ટેનિસ રમવાનો શોખ હતો. એટલે પ્રયત્ન કર્યો એટલે રમવાનો મોકો મળ્યો. તે હવે રોજ જોબ નો ટાઈમ ખત્મ થાઈ એટલે ટેનિસ ખેલવા લાગી જાય.

ક્રુતિ ટેનિસ રમી રહી હોય ત્યારે કોઈ તેને વારે વારે જોઈ રહ્યું હતું. થોડા દિવસ ક્રુતિ ને થયું તેને મારી રમત ગમતી હસે એટલે નજર અંદાજ કર્યું. પણ તે રોજ જોવા લાગ્યો એટલે આખરે ક્રુતિ તેની પાસે ગઈ ને બોલી. હાય તમે મારી રમત જોવો છો કે મને. સામે વાળાએ જવાબ આપ્યો. હું તને જોવ છું અને તું કેટલી ફ્રી માઈન્ડ થી હસી ને રમી રહી છે. મને બે ઘડી નિહાળવા નું મન થાય એવી તું છે. ક્રુતિ ને સારો અને તે કંપની મા નોકરી કરતો હસે એટલે કઈ કહ્યા વગર જતી રહી.

ક્રુતિ ને મળે છે શહેર માં યોજાનાર ટૂર્નામેંટ નું લેટર, લેટર વાંચી બહું ખુશ થયા છે પણ તેને સમજાણુ નહીં કે મેં તો ફોર્મે ભર્યું નથી તો મને કેમ સિલેક્ટ કરવામાં આવી. તપાસ કરી તો ખબર પડી કે તે છોકરી છે જે મને રોજ જોવે છે. ક્રુતિ તેને મળે છે પેલા કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે મને ખબર છે તું ગરીબ ઘરથી છે. ખૂબ મહેનત પણ કરે છે. મને તારામાં ટેનિસ પ્રત્યે ટેલેન્ટ લાગ્યું એટલે મેં તારું નામ ટુર્નામેન્ટમાં લખાવી દીધું. ખેલાડી ઓછા હતા એટલે તારો વારો આવી ગયો.
ક્રુતિ તેનો ખૂબ ખૂબ આભાર માને છે. પછી તેનું નામ પૂછયું. તેણે તેનું નામ ઉમંગ કહ્યું. બંને થોડી વાતો કરી છૂટા પડ્યા.

ટૂર્નામેંટ ની તારીખ આવી ક્રુતિ ને આ શહેર સાવ અજાણ્યું હતું એટલે કંપની ની ઑફિસ માં જઈ ઉમંગ પાસે હેલ્પ માંગે છે. મને ત્યાં સુધી મુકી જશો મારે શહેર સાવ અજાણ્યું છે. ઉમંગ હા પાડે છે સવારે હું તને ત્યાં લઈ જઈશ. ક્રુતિ સંભાળીને ખુશ થઈ હાથ મિલાવી હસ્તી હસ્તી તેની જોબ પર લાગી ગઈ.

જોબ પુરી થઇ એટલે ક્રુતિ રિહર્સલ કરવા લાગી ગઈ. ઉમંગ પાસે બેસી જોઈ રહ્યો હતો. સમય પૂરો થયો એટલે ક્રુતિ ની પાર્ટનર ઘરે જતી રહી પણ ક્રુતિ હજી રિહર્સલ કરવી તી એટલે ઉમંગ ને બોલાવી તેની સાથે રમે છે પણ ઉમંગ ને બહુ આવડતું ન હતું છતાં પણ ક્રુતિ માટે રમી રહ્યો હતો. ઉમંગ ની રમત જોઈ ક્રુતિ બહું હસ્તી હતી ને ઉમંગ ને તેનો હસતો ચહેરો બહું ગમતો. ક્યારે સાંજ પડી ગઈ તે ખબર ન રહી. ક્રુતિ કંપની બહાર રિક્ષા ની રાહ જોવે છે ત્યાં ઉમંગ કાર લઈ નીકળે છે. ઉમંગ તેને ડ્રોપ કરી જાવ એમ પૂછયું. ક્રુતિ થેન્ક યુ કહી કાર માં બેસી ગઈ. ઉમંગ તેને હોસ્ટેલ સુધી મુકી આવે છે.

સવારે ક્રુતિ ત્યાર થઈ ગેટ પાસે આવે છે તો ઉમંગ તેની રાહ જોતો જોવા મળ્યો. ક્રુતિ કાર માં બેસી બંને નીકળ્યાં. રસ્તા માં કોફી શોપ પર કાર ઊભી રાખી ઉમંગ બે કોફી લઈ આવે છે. ઉમંગ તેને સુકન કહી કોફી આપી બને કોફી પીતા પીતા વાતો કરતા ટૂર્નામેંટ ની જગ્યાએ પહોંચી ગયા. ત્યાં ઉમંગ ને ઘણા લોકો ઓળખતા તા એટલે ખાસ ગેસ્ટ તરીકે તેનું સ્થાન મળ્યું. ટુર્નામેન્ટ શરૂ થાય છે ક્રુતિ નો પર્ફોર્મન્સ નો વારો આવે છે. ઉમંગ ત્યાં થી બેઠો બેઠો પ્રોત્સાહિત કરે છે. લાંબી ટક્કર બાદ ક્રુતિ જીતી જાય છે. તેને બેસ્ટ પર્ફોર્મન્સ પર ખિતાબ મળે છે. ખિતાબ લઈ ઉમંગ સાથે બહાર નીકળે છે ને ક્રુતિ તેને લંચ માટે હોટલમાં લઈ જવાનું કહે છે બંને હોટલમાં જઈ ટેબલ પર બેસી ક્રુતિ ઉમંગ નો ખૂબ ખૂબ આભાર માને છે. ખૂબ ખુશ થઈ ઉમંગ પાસે જઈ તેને ગળે વળગે છે. ઉમંગ ને પણ સારું લાગે છે. લંચ લેતા લેતા વાતો કરે છે. ઉમંગ તો તેનો હસતો ચહેરો બસ નિહાળી રહે છે.

હવે રોજ ક્રુતિ ઉમંગ સાથે ટેનિસ રમે છે. સાથે સાંજે રોજ ડિનર કરે છે. ઉમંગ તેને બધી જરૂરિયાત પૂરી કરવા લાગ્યો. એક દિવસ ક્રુતિ ને રહેવાણુ નહીં એટલે ઉમંગ ને પૂછી લીધું. તમે મારી આટલી મદદ કેમ કરો છો. ઉમંગ જવાબ આપે છે મને તારો હસતો ચહેરો ખુબ ગમે છે. તારો હસતો ચહેરો ન જોવ તો મને ઊંઘ પણ નથી આવતી. એટલે ક્રુતિ બોલી એમ કોને હું તને લાઇક કરું છું. ઉમંગ ના ચહેરા પર થોડી ખુશી આવી. ક્રુતિ બધું સમજી ગઈ કે ઉમંગ મને પ્રેમ કરે છે પણ તેનામાં હિંમત નથી. એટલે ક્રુતિ ઉમંગ ને પ્રપોઝ કરે છે. ઉમંગ તેનો પ્રપોઝ સ્વીકારી તેને તેડી ને એક કિસ કરે છે.

જીત ગજ્જર