પ્રેમ તો પ્રેમ છે - ૪ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - ૪

તરુણ ને મોટા શહેર માં એડમિશન મળ્યું હતું. તેના માટે શહેર અજાણ હતું પણ તે હોશિયાર અને બહાદુર હતો એટલે થોડા દિવસ મા સેટ થઈ ગયો.

રોજ ની જેમ આજે તે કોલેજ તરફ ચાલી ને જઈ રહ્યો. કૉલેજ બસ થોડે દૂર હતી. તે મનમાં ગીત ગુનગુનાવી રહ્યો હતો. એક વળાંક આવ્યો તરુણ તેની મસ્તી માં જઈ રહ્યો હતો અચાનક સામેથી આવતી સ્કુટી તેને ટક્કર મારે છે. તરુણ પડી જાય છે. તરુણ જ્યાં સામે નજર કરે છે ત્યાં એક ચુંદડી મોં પર બાંધેલી જોઈ. તે તરુણ પાસે આવી ધમકાવા લાગી.

દેખાતું નથી. 
આંધળો છો.
ખબરદાર જો હવે આડો પડ્યો તો.... 
તું સારો છોકરો લાગે છે એટલે જવા દવ છું. નહિતર આજે તારો...... 

તે છોકરી સામે તરુણ જોઈ રહ્યો. તેની ચુંદડી સરખી કરતી તી ત્યાં તરુણ ની નજર ગળા માં પહેરેલ ચેન માં રહેલ ડિલ વાળુ જૂનું લોકેટ નજરે પડયું. છોકરી તો ત્યાં થી નીકાળી ગઈ પણ તરુણ ને બાળપણ યાદ આવી ગયું. 

તરુણ બાળપણ માં એક છોકરી જે પડોશ માં રહેતી હતી તેની સાથે ભણવા જાય, સાથે રમે, સાથે મોજ મસ્તી પણ કરે. બંને નું ઘર બાજુ બાજુમાં હતું એટલે બને પરિવાર પણ હળી મળી ને રહે. ખૂબ સારા દોસ્ત બની ગયા હતા. આમ તેઓ એ પ્રાથમિક શાળામાં સાથે ભણ્યા. હવે આવવા ના હતા માધ્યમિક મા તેમાં તરુણ ના મમ્મી ખુબ બિમાર પડે છે. ને ટૂંકા ગાળામાં તે દુનિયા છોડી ને જતા રહે છે. તરુણ ને ખુબ આઘાત લાગે છે. તરુણને શહેર છોડવા નું થયું તેના પાપા ની જીદ હતી કે આપણે ગામડે જતા રહી. તરુણ જતાં જતાં મમ્મીનો ચેન નાનપણ ની દોસ્ત સ્મૃતિ ને યાદી રૂપ માં આપે છે. હું જાવ છું તું આ મારી અમૂલ્ય ભેટ ને સાચવજે. સ્મૃતિ બહું રડે છે. ને બને છૂટા પડે છે, 

સ્મૃતિ પણ માધ્યમિક પૂરું કરી તેના મમ્મી પાપા સાથે બીજે શહેર જતા રહે છે. સ્મૃતિ આજે બહુ મોટી થઈ ગઈ. તે હવે કૉલેજ કરવા લાગી છે. 

આજે તરુણ ને એક ચેન દ્વારા સ્મૃતિ ની યાદ તાજી થઈ. તે વિચારતો તો તે છોકરી સ્મૃતિ તો નહીં હોય ને પણ તેનું આવું વર્તન તો ન હતું. વિચાર તો વિચારતો કૉલેજ માં જતો રહ્યો. તરુણ થોડાક દિવસ મા ભૂલી ગયો.

એક દિવસ રોડ પર તરુણ એક અંધ વ્યક્તિ ને રોડ ક્રોસ કરવામાં મદદ કરી રહ્યો હતો. ત્યાં સ્મૃતિ ફરી અંધ વ્યક્તિ ને ટક્કર મારે છે. અંધ વ્યક્તિ જમીન પર પડે છે. તરુણ ની નજર સ્મૃતિએ પહેરેલ ચેન પર પડી. વિચાર કર્યા વગર સ્મૃતિ જોર થી તમાચો મારે છે. તરુણ ના મોઢા માંથી અજાણતા બોલાય જાય છે.

આવી રીતે સ્કુટી ચલાવાય સ્મૃતિ....
એક લાચાર માણસ ને.......

સ્મૃતિ સોરી કહી ત્યાં થી નીકાળી ગઈ. સ્મૃતિ ખ્યાલ આવે છે હું આ કૉલેજ માં નવી છું. છતાં પણ મને કોઈ ઓળખે છે. તે વિચારવા લાગી. તેને થયું તે છોકરા ને પૂછવું પડશે તું કેમ મને ઓળખે છે.

બીજે દિવસે તરુણ કૉલેજ જઈ રહ્યો હતો. સ્કુટી તેની આડી ઊભી રહી. સ્મૃતિ હતી તેણે ચુંદડી બાંધી નહતી. તેણે તરુણ ને હાય કહ્યું. જવાબ મા તરુણ પણ હાય કહ્યું. સ્મૃતિ એક સવાલ કર્યો તું મને કેમ જાણે છે હું તારી સાથે બે વાર અજાણતા મળી તું હું સ્મૃતિ છું તે કેમ તું જાણે છે.

મેં અજાણતા નામ આવી ગયું એમ તરુણ કહે છે પણ સ્મૃતિ ને માનતી નથી. મને જવા દે કહી ત્યાં થી નીકાળી ગયો. તરુણ ને ખબર પડી ગઈ તે મારી નાનપણ ની સ્મૃતિ છે. પણ તેને જ્યાં સુધી યાદ નહીં આવે ત્યાં સુધી હું કહીશ નહીં.

તરુણ વીસે માહિતી સ્મૃતિ મેળવે છે પણ પેલા ક્યાં રહેતા હતા તે ખબર ન પડી. બહુ મહેનત બાદ તેને તરુણ ના ઘર નું એડ્રેસ મળ્યું. સ્મૃતિ તરુણ ના ઘરે ગઈ તરુણ ઘરે ન હતો પણ તેના પાપા હતા. તરુણ ના પાપા ને જોઈ સમજી ગઈ કે તરુણ જ મારો નાનપણ નો મિત્ર છે. તરુણ છે.... કહી ત્યાં થી નીકાળી ગઈ.

બીજા દિવસે સ્મૃતિ સ્કુટી કૉલેજ પાસે રાખી તરુણ ની રાહ જોવે છે. તરુણ સામે આવતો જોઈ સ્કુટી પાસે લઈ જાય છે. તરુણ ને કે છે આવ બેસ. તરુણ ના પાડે છે. ફરીવાર પૂછે છે. મારા નાનપણ ના મિત્ર હવે તો બેસ. તરુણ સમજી ગયો. સ્મૃતિ ને મારી ખબર પડી ગઈ છે. તે સ્કુટી માં બેસી જાય છે. આગળ જતાં તરુણ પૂછે છે. ક્યાં જઈ રહ્યા છીએ. બતાવ તો ખરી. સ્મૃતિ બોલી જ્યાં તું અને હું હોય બીજું કોઈ નહીં. મારી બાળપણ ની યાદો લઈ કાયમ તારી સાથે રહેવા માંગુ છું.

તરુણ સમજી ગયો. સ્મૃતિ ને કહે છે. આવ મને આપણા બાળપણ માં ખોવાય જવા દે. બને બાળપણ ની જેમ ભેટી પડે છે. ને બાળપણ ની યાદો માં ખોવાય જાય છે.

જીત ગજ્જર