પ્રેમ તો પ્રેમ છે - ૭ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તો પ્રેમ છે - ૭

મમ્મી ઓ મમ્મી રેણુ ક્યાં છે. વિલાસ બેટા તેના રૂમમાં છે. થોડી અપસેટ છે તું મનાવ. વિલાસ રેણુ ના રૂમમાં ગઈ રેણુ રડતી જોઈ વિલાસ પૂછે છે. શું થયું ડી ? બે વખત પૂછયું પણ જવાબ આપી નહીં એટલે રેણુ ના માથા પર હાથ મૂકી બોલી તું મારી બહેન છે તું નહીં બતાવે તો કોણ બતાવશે. પ્લીઝ મને બતાવ હું તારી મદદ કરીશ. 

ડી હું રોજ સવાર માં હોકીંગ કરવા જતી હતી. વચ્ચે ગાર્ડન માં હું થોડો રેસ્ટ કરતી. એક દિવસ મારી બાજુમાં એક હેન્ડસમ ફિટનેસ બૉડી વાળો યંગ છોકરો આવી ને બેસ્યો. મારી સામે વારે વારે જોતો હતો. એટલે હું ત્યાં થી નીકળી ગઈ 

બીજે દિવસે પણ આવું જ બન્યું આ વખતે તેના કપડા બહું મસ્ત હતા કોઈ રહીશ નો પુત્ર હસે તેવો લાગતો હતો. તે મારી બાજુમાં આવી બેસી ગયો. તે પરસેવે રેબઝેબ હતો પણ થાક જરા પણ તેના સહેરા પર હતો નહીં. મારી સામે જોઈ હાય કહ્યું મેં જરાક ડોક હલાવી તો પાસે આવી રૂમાલ માંગ્યો. મારી પાસે નાનો રૂમાલ હતો તે આપ્યો. તેણે પરસેવો લૂછી ને થેન્ક યુ કહી ત્યાં થી નીકળી ગયો. 

ફરી હું હોકીંગ કરવા નીકળી આ વખતે મારી પહેલાં આવી ને તે જગ્યાએ બેસી ગયો હતો. હું ત્યાં બેસવા ગઈ એટલે તે ઊભો થયો તેના રૂમાલ થી મો લૂછી ને નીકળી ગયો. હું તેની પાછળ ગઈ તો બહાર વી આઈ પી ગાડી પડી હતી તેમાં બેસી ને નીકળી ગયો. રાતે મને બહુ વિચાર આવ્યો જો તે મારો લાઇફ પાર્ટનર બને તો હું બહુ ખુશી થી રહું. તેના વિચાર માં આખી રાત ખોઈ રહી. 

સવારે હું થોડી વહેલી નીકાળી તે જગ્યાએ બેસીને તેની રાહ જોવા લાગી. તે આવ્યો મેં તેને હાય કહ્યું તેણે પણ હાય કહ્યું. મેં રૂમાલ આપ્યો તેણે મોં લૂછી ને મને આપી દીધો. હું થોડી નજીક આવી. તેણે થોડી સ્માઈલ આપી. ત્યાં કોઈ વડીલ આવી અમારી બંને ની વચ્ચે આવી બેસી ગયા. પછી મેં આંગળી ના ઈશારા થી તેને મારો નંબર આપ્યો તેને ફોન માં એડ કરી નીકળી ગયો. 

પછી શું થયું ડી??

કહું છું સાંભળ.
સવાર હું મોડી ઉઠી હતી તેનો ફોન આવ્યો તું ક્યાં છે. બસ પાંચ મિનિટ મા આવું કહી સીધી સ્કુટી લઇ હું નીકળી ગઈ. અમે બને બાજુ બાજુમાં નજીક બેસી વાતો કરવા લાગ્યા. મેં કહ્યું તું શું કરે છે. તો તેને કહ્યું મારે મ્યૂઝિક બેંડ છે. તને આવડે? મેં ના કહી. પરિવાર વિશે પૂછ્યું તો એક નો એક પાપા નો સહેજાદો હતો. હું તેના પર મોહિત થઈ ગઈ.

હવે અમે રાજ મળવા લાગ્યા તે પણ મને પ્રેમ કરવા લાગ્યો. એક દિવસ મને હોટલમાં બોલાવે છે. હું ત્યાં ગઈ તેને રમ બંધ કરી મારી સાથે બળજબરી કરવા લાગ્યો. હું ત્યાં થી ભાગી અહીં આવતી રહી. બસ આવું બન્યું.

વિલાસ તેને વચન આપે છે હું તારો બદલો લઈશ હું તેને બદનામ કરી નાંખીશ. કાલ થી હું બદલો લેવાનું શરૂ કરી દવ છું.

વિલાસ હવે રેણુ ની જેમ હોકીંગ કરવા નીકાળી તે જે જગ્યાએ બેસતી તી ત્યાં બેસી ગઈ. પહેલા દિવસે તો ત્યાં કોઈ આવ્યું નહી પણ બીજા દિવસે તે આવી ને બાજુની બેંચ માં બેસી ગયો થોડો અપસેટ હતો. શરૂઆત વિલાસ કરે છે હાય ની પણ જવાબ મળ્યો નહી. બે ત્રણ દિવસ થયા પણ વિલાસ નોં હાય નો જવાબ મળ્યો નહી.

વિલાસ હવે મ્યૂઝિક શીખવા માટે તેના બેંડ માં જાય છે. ફોર્મ ની ફોરમાલીટી પુરી કરી તે બેંડ માં એડ થાય છે. સવારે હોકીંગ સમયે વાત કરવાની કોશિશ કરે તો મ્યૂઝિક બેંડ માં પણ કોશિશ કરે છે પણ રિસ્પોન્સ મળતો નથી.

આખરે એક દિવસ સવારે વિલાસ રસ્તો રોકીને તેને પૂછે છે ઈગનોર કરવાનું. તે બાજુમાં બેસ કહી તેની વાત કહે છે. તે કહે છે હું વેણુ નામની છોકરી ને પ્રેમ કરતો તે મને ધોકો ગઈ મારી લાઇફ માંથી જતી રહી છે એટલે હું ઉદાસ રહું છું. પણ તું થોડુ વિસ્તાર થી કહે તો સમજાય.

અમે આવી રીતે રોજ મળતા, અમે બંને પ્રેમ કરવા લાગ્યા હતા. પછી ધીરે ધીરે મને ખબર પડે છે તે મને નહીં મારા પૈસા ને પ્રેમ કરે છે. એક દિવસ હું ઘરે બોલાવું છું તે આવી. મને કહેવા લાગી મારે પૈસા ની જરૂર છે મેં તેને પાંચ લાખ આપ્યા એટલે લઇ નીકળી ગઈ. થોડા દિવસ થયા એટલે પાછી ઘરે આવી પૈસા માંગે છે આ વખતે હું ના પાડું છું. તો તે બદનામ કરવાની ધમકી આપી નીકળી ગઈ. હજી સુધી મને મળી નથી. પણ તું કેમ પૂછે છે??

સાચું કહું હું રેણુ ની બહેન વિલાસ છું. મારી બહેને કહ્યું મારી સાથે બળજબરી કરી છે એટલે હું બદલો લેવા માટે તારી નજીક આવી તને બદનામ કરવા માગતી હતી પણ વાંક તારો નહીં મારી બહેન નો છે. તું બહું સારો છે એટલે તો તું મને ગમવા લાગ્યો છે. તે ત્યાં થી નીકાળી જાય છે.

વિલાસ તેની નજીક આવવા ની બધી કોશિશ કરે છે. છેલ્લે તે હારી ને વિલાસ ને પ્રેમ કરવા લાગે છે. બંને પ્યાર નો એકરાર કરી ખુશી થી ગળે વળગે છે. તે વિલાસ ને મ્યૂઝિક બેંડ ની માલિક બનાવી દે છે.

વિલાસ રેણુ પાસે આવી કહે છે મેં તારો બદલો લઈ લીધો છે. હવે તું ખુશ. રેણુ પૂછે છે. કેમ. વિલાસ કહે છે હું તેને પ્યાર કરી ને. રેણુ તારી પોલ ખુલ્લી ગઈ છે તું તેને પૈસા ની લાલસ માં સમજી ન શકી.

સોરી દીદી... મને માફ કરી દે.
હું તો માફ કરી દઈશ પણ તે માફ નહીં કરે.

તે વિલાસ ની ઘરે આવે છે. વેણુ ને માફ કરી દે છે. વેણુ વિલાસ નો હાથ તેના હાથમાં આપે છે. ત્રણેય ખુશીથી ગળે વળગે છે.

જીત ગજ્જર